Thursday, 31 July 2025

વજ્ર, કામધેનુ કામદેવ અને વાસુકિ હું છું


आयुधानामहं वज्रं धेनूनामस्मि कामधुक् |
प्रजनश्चास्मि कन्दर्प: सर्पाणामस्मि वासुकि: ||
भ.गी. 10.28

શસ્ત્રોમાં વજ્ર અને ગાયોમાં કામધેનુ હું છું.
સંતાનની ઉત્પત્તિનો હેતુ કામદેવ હું છું અને
સર્પોમાં સર્પરાજ વાસુકિ હું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 30 July 2025

ઉચ્ચૈ:શ્રવા, ઐરાવત અને રાજાને તું મારી વિભૂતિ જાણ


उच्‍चैःश्रवसमश्वानां विद्धि माममृतोद्भ‍वम् ।
ऐरावतं गजेन्द्राणां नराणां च नराधिपम् ॥
भ.गी. 10.27

અશ્વોમાં અમૃતની સાથે ઉદ્દભવેલો ઉચ્ચૈ:શ્રવા
નામનો અશ્વ, શ્રેષ્ઠ હાથીઓમાં ઐરાવત નામનો
હાથી અને મનુષ્યોમાં રાજાને તું મારી વિભૂતિ જાણ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 29 July 2025

પીપળાનું વૃક્ષ, નારદ મુનિ, ચિત્રરથ અને કપિલ મુનિ હું છું.


अश्वत्थ: सर्ववृक्षाणां देवर्षीणां च नारद: |
गन्धर्वाणां चित्ररथ: सिद्धानां कपिलो मुनि: ||
भ.गी. 10.26

સઘળાં વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ, દેવર્ષિઓમાં
નારદ મુનિ, ગન્ધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં
કપિલ મુનિ હું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 28 July 2025

ભૃગુ, ૐકાર, જપયજ્ઞ અને હિમાલય હું છું


महर्षीणां भृगुरहं गिरामस्म्येकमक्षरम् |
यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालय: ||
भ.गी. 10.25

મહર્ષિઓમાં ભૃગુ અને વાણી એટલે કે શબ્દોમાં
એક અક્ષર એટલે કે ૐકાર હું છું. સર્વ પ્રકારના
યજ્ઞોમાં જપયજ્ઞ અને સ્થિર રહેવાવાળાઓમાં
હિમાલય હું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 26 July 2025

બૃહસ્પતિ, કાર્તિકેય અને સમુદ્ર હું છું.


पुरोधसां च मुख्यं मां विद्धि पार्थ बृहस्पतिम् |
सेनानीनामहं स्कन्द: सरसामस्मि सागर: ||
भ.गी. 10.24

હે પાર્થ ! પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ મારુ
સ્વરૂપ જાણ; સેનાપતિઓમાં કાર્તિકેય અને
જળાશયોમાં સમુદ્ર હું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 25 July 2025

રુદ્રોમાં શંકર હું છું


रुद्राणां शङ्करश्चास्मि वित्तेशो यक्षरक्षसाम् |
वसूनां पावकश्चास्मि मेरु: शिखरिणामहम् ||
भ.गी. 10.23

હું અગિયાર રુદ્રોમાં શંકર અને યક્ષ-રાક્ષસોમાં
ધનનો સ્વામી કુબેર હું છું. આઠ વસુઓમાં પવિત્ર
કરનારો અગ્નિ અને શિખરોવાળા પર્વતોમાં સુમેરુ
પર્વત હું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 24 July 2025

વેદોમાં સામવેદ હું છું


वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासव: |
इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना ||
भ.गी. 10.22

હું વેદોમાં સામવેદ છું, દેવોમાં ઇન્દ્ર છું,
ઇન્દ્રિયોમાં મન છું અને પ્રાણીઓની ચેતના
એટલે કે જીવનશક્તિ છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//