Saturday, 30 November 2024

બધી પ્રકારના સંગ્રહનો પરિત્યાગ


निराशीर्यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रह: |
शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ||
भा.गी. 4.21

જેણે શરીર અને અંતઃકરણ સારી રીતે વશમાં
કરેલું છે, જેણે બધી પ્રકારના સંગ્રહનો પરિત્યાગ
કરી દીધો છે એવો ઈચ્છા રહિત કર્મયોગી કેવળ
શરીર-સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને
નથી પામતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 29 November 2024

આશ્રયથી રહિત તથા સદાય તૃપ્ત


त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रय: |
कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित्करोति स: ||
भा.गी. 4.20

જે કર્મો તેમજ ફળની આસક્તિનો ત્યાગ કરીને
આશ્રયથી રહિત તથા સદાય તૃપ્ત છે, તે કર્મોમાં
સારી રીતે વર્તતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ
જ નથી કરતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 28 November 2024

કામના કે સંકલ્પ વિનાના કર્મો


यस्य सर्वे समारम्भा: कामसङ्कल्पवर्जिता: |
ज्ञानाग्निदग्धकर्माणं तमाहु: पण्डितं बुधा: ||
भा.गी. 4.19

જેનાં સંપૂર્ણ કર્મો નો આરંભ કામના કે સંકલ્પ વિનાના
છે તથા જેનાં બધાંય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી
ગયા છે, તે મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 27 November 2024

સઘળા મનુષ્યોમાં બુદ્ધિશાળી


कर्मण्यकर्म य: पश्येदकर्मणि च कर्म य: |
स बुद्धिमान्मनुष्येषु स युक्त: कृत्स्नकर्मकृत् ||
भा.गी. 4.18

જે મનુષ્ય કર્મમાં અકર્મ જુએ છે અને
જે અકર્મમાં કર્મ જુએ છે, તે સઘળા
મનુષ્યોમાં બુદ્ધિશાળી છે, તે યોગી છે
અને સમસ્ત કર્મો કરનારો કૃતકૃત્ય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//8

Tuesday, 26 November 2024

કર્મની ગતિ અતિ ગહન છે


कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मण: |
अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गति: ||
भा.गी. 4.17

કર્મોનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને
અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ તેમજ
વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ; કેમ કે
કર્મની ગતિ અતિ ગહન છે અર્થાત્ સમજવી
બહુ કઠણ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 25 November 2024

બુદ્ધિશાળી પણ મોહિત થઈ જાય છે


किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिता: |
तत्ते कर्म प्रवक्ष्यामि यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ||
भा.गी. 4.16

કર્મ શું છે અને અકર્મ શું છે-એ પ્રમાણે આ વિષયમાં
બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે માટે તે
કર્મ-તત્ત્વ હું તને સમ્યક્ રીતે કહીશ, જેને જાણીને તું
અશુભથી એટલે કે કર્મબંધનમાંથી મુક્ત થઈ જઈશ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Saturday, 23 November 2024

મુમુક્ષુઓએ પણ આ પ્રમાણે કર્મો કર્યાં છે



 



एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभि: |
कुरु कर्मैव तस्मात्त्वं पूर्वै: पूर्वतरं कृतम् ||
भा.गी. 4.15

પૂર્વકાળના મુમુક્ષુઓએ પણ આ પ્રમાણે
જાણીને કર્મો કર્યાં છે, માટે તું પણ પૂર્વજો
વડે સદાકાળથી આચરવામાં આવેલાં કર્મોને
જ તેમની જેમ કર.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 22 November 2024

કર્મોથી નથી બંધાતો


चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागश: | तस्य कर्तारमपि मां विद्ध्यकर्तारमव्ययम् ||
न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा | इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते ||
भा.गी. 4.13-14

મારા દ્વારા ગુણ અને કર્મોના વિભાગપૂર્વક ચારેય વર્ણોની રચના કરવામાં આવી છે.
એ (સૃષ્ટિરચના વગેરે) નો કર્તા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરને તું અકર્તા
જાણ ! કારણ કે કર્મોનાં ફળમાં મારી સ્પૃહા નથી, માટે મને કર્મો લિપ્ત નથી કરતાં.
આ પ્રમાણે જે મને તત્ત્વથી જાણી લે છે, તે પણ કર્મોથી નથી બંધાતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 21 November 2024

સિદ્ધિ સત્વરે મળી જાય છે


काङ् क्षन्त: कर्मणां सिद्धिं यजन्त इह देवता: |
क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा ||
भा.गी. 4.12

કર્મોના ફળને (સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું
પૂજન કરતા રહે છે; કેમ કે આ મનુષ્યલોકમાં કર્મોથી
ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 20 November 2024

એવા જ ભાવથી આશ્રય આપું છું


ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् |
मम वर्त्मानुवर्तन्ते मनुष्या: पार्थ सर्वश: ||
भा.गी. 4.11

હે પૃથાનંદન ! જે ભક્તો મારું જેવા ભાવથી
શરણ લે છે, હું તેમને એવા જ ભાવથી આશ્રય
આપું છું; કેમ કે સૌ મનુષ્યો સર્વ રીતે મારા માર્ગનું
અનુસરણ કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 19 November 2024

ભક્તો મારા સ્વરૂપને પામી ચુક્યા છે


वीतरागभयक्रोधा मन्मया मामुपाश्रिता: |
बहवो ज्ञानतपसा पूता मद्भावमागता: ||
भा.गी. 4.10

રાગ, ભય તથા ક્રોધથી સંપૂર્ણપણે રહિત,
મારામાં અનન્ય પ્રેમભાવે સ્થિત, મારે જ
આશ્રયે રહેનારા તથા જ્ઞાનરૂપી તપ વડે
પવિત્ર થઈને ઘણાય ભક્તો મારા સ્વરૂપને
પામી ચુક્યા છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 18 November 2024

તે પુનર્જન્મને પામતો નથી


जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वत: |
त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन ||
भा.गी. 4.9

હે અર્જુન ! મારા જન્મ અને કર્મો દિવ્ય છે.
મારા જન્મ કર્મોને જે માણસ તત્ત્વથી જાણી
લે છે અર્થાત્ દ્રઢતાપૂર્વક માને છે, તે દેહ છોડીને
પુનર્જન્મને પામતો નથી, પણ મને પ્રાપ્ત થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 16 November 2024

હું યુગે-યુગે પ્રકટ થાઉં છું


परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् |
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ||
भा.गी. 4.8

સાધુ પુરુષોની-ભક્તોની રક્ષા કરવા માટે,
પાપ કર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે
અને ધર્મની સમ્યક્ રીતે સ્થાપના કરવા માટે
હું યુગે-યુગે પ્રકટ થાઉં છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 15 November 2024

હું પોતાના રૂપને પ્રગટ કરું છું


यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत |
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ||
भा.गी. 4.7

હે ભરતવંશી અર્જુન ! જયારે-જયારે ધર્મની
હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે-ત્યારે
જ હું પોતાના રૂપને પ્રગટ કરું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 14 November 2024

અજન્મા અને અવિનાશી સ્વરૂપ


अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् |
प्रकृतिं स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया ||
भा.गी. 4.6

હું અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં
પણ અને બધાંય પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં
પણ પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની
યોગમાયાથી પ્રગટ થાઉં છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 13 November 2024

બધા જન્મોને હું જાણું છું


श्रीभगवानुवाच |
बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन |
तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप ||
भा.गी. 4.5

શ્રીભગવાન બોલ્યા:- હે પરંતપ ! અર્જુન !
મારા અને તારા ઘણા બધા જન્મો થઇ ચુક્યા
છે. તે બધાને હું જાણું છું. પરંતુ તું નથી જાણતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 12 November 2024

આપનો જન્મ અર્વાચીન છે


अर्जुन उवाच |
अपरं भवतो जन्म परं जन्म विवस्वत: |
कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति ||
भा.गी. 4.4

અર્જુન બોલ્યા:- આપનો જન્મ તો અર્વાચીન છે,
જયારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાનો છે; તેથી
તમે જ કલ્પના આરંભે સૂર્યને આ યોગ કહ્યો હતો
એ વાત હું કેમ સમજું?

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 11 November 2024

પરમ રહસ્ય


स एवायं मया तेऽद्य योग: प्रोक्त: पुरातन: |
भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ||
भा.गी. 4.3

તે જ પ્રાચીન યોગનું જ્ઞાન કે જે પરમ રહસ્ય છે, તે હું
આજે તારી સમક્ષ પ્રગટ કરી રહ્યો છું, કારણ કે તું મારો
મિત્ર પણ છે અને ભક્ત પણ છે, જે આ દિવ્ય જ્ઞાનને સમજી શકે એમ છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 9 November 2024

પરંપરાથી પ્રાપ્ત યોગ


एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदु: |
स कालेनेह महता योगो नष्ट: परन्तप ||
भा.गी. 4.2

હે પરંતપ ! આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને
રાજર્ષિઓએ જાણ્યો પરંતુ ઘણો સમય વીતી
જવાથી તે યોગ આ પૃથ્વીલોકમાં લુપ્તપ્રાય થઇ ગયો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 8 November 2024

અવિનાશી કર્મયોગ સૂર્યને કહ્યો હતો


श्रीभगवानुवाच 
इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् |
विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ||
भा.गी. 4.1

શ્રીભગવાન બોલ્યા-મેં આ અવિનાશી
કર્મયોગ સૂર્યને કહ્યો હતો પછી સૂર્યે પોતાના
પુત્ર વૈવસ્વત મનુને કહ્યો અને મનુએ પોતાના
પુત્ર રાજા ઈક્ષ્વાકુને કહ્યો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 7 November 2024

પ્રચંડ શત્રુને મારી નાખો


इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्य: परं मन: | मनसस्तु परा बुद्धिर्यो बुद्धे: परतस्तु स: ||
एवं बुद्धे: परं बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना | जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम् ||
भा.गी. 3.42-43


ઇન્દ્રિયો સ્થૂળ શરીર કરતાં ચડિયાતી છે અને ઇન્દ્રિયો કરતાં મન ચડિયાતું
છે, મનની પેલે પાર બુદ્ધિ છે અને બુદ્ધિથી પણ આગળ આત્મા છે.
આ રીતે આત્માને ભૌતિક બુદ્ધિથી શ્રેષ્ઠ જાણીને, હે પરાક્રમી અર્જુન,
આત્માની શક્તિ દ્વારા ઇન્દ્રિયો,મન અને બુદ્ધિને વસ કરી લો અને
વાસના નામના આ પ્રચંડ શત્રુને મારી નાખો.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 6 November 2024

કામને બળપૂર્વક હણી નાખ



तस्मात्त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ |
पाप्मानं प्रजहि ह्येनं ज्ञानविज्ञाननाशनम् ||
भा.गी. 3.41


માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન ! તું સૌથી
પહેલાં ઇન્દ્રિયોને વશમાં કરીને આ જ્ઞાન અને
વિજ્ઞાનનો નાશ કરનારા મહાપાપી કામને જરૂર
બળપૂર્વક હણી નાખ.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 5 November 2024

મનુષ્યને મોહિત કરે


इन्द्रियाणि मनो बुद्धिरस्याधिष्ठानमुच्यते |
एतैर्विमोहयत्येष ज्ञानमावृत्य देहिनम् ||
भा.गी. 3.40


ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ સર્વ આ કામનાના
નિવાસ-સ્થાન કહેવાય છે. આ કામના આ ઇન્દ્રિય,
મન અને બુદ્ધિ દ્વારા જ્ઞાનને ઢાંકી દઈને દેહાભિમાની
મનુષ્યને મોહિત કરે છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 4 November 2024

માણસનું જ્ઞાન ઢંકાયેલું છે


आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा |
कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च ||
भा.गी. 3.39


હે કૌન્તેય ! આ અગ્નિની પેઠે કદી તૃપ્ત ન
થનારા અને વિવેકીઓના કામરૂપી નિત્ય
વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//