Tuesday 27 August 2024

ફળ ભોગવવા ઈચ્છે તે કંગાળ



                                        दूरेण ह्यवरं कर्म बुद्धियोगाद्धनञ्जय |
                                        बुद्धौ शरणमन्विच्छ कृपणा: फलहेतव: || 
                                                                                    भा.गी. 2.49

હે અર્જુન ! દૈવી જ્ઞાન અને આંતરદ્રષ્ટિનો આશ્રય 
લો અને પુરસ્કાર મેળવવાની ક્રિયાઓ છોડી દો,
જે દૈવી જ્ઞાનમાં સ્થાપિત બુદ્ધિથી કરવામાં આવેલા 
કર્યો કરતાં ચોક્કસપણે હલકી ગુણવત્તાવાળા હોય.
જેઓ પોતાના કાર્યોનાં ફળ ભોગવવા ઈચ્છે તે કંગાળ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday 26 August 2024

श्रीकृष्ण जन्म कि आप सबको बहुत बहुत बधाइ.


                                    योगस्थ: कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय |
सिद्ध्यसिद्ध्यो: समो भूत्वा समत्वं योग उच्यते ||
                                   भा.गी.2.48

હે ધનંજય! તું આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિધ્ધિમાં 
સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઇ કર્તવ્યકર્મો ક; કેમ કે 
"સમત્વ" એ જ યોગ કહેવાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे// 

श्रीकृष्ण जन्म कि आप सबको बहुत बहुत बधाइ.

Saturday 24 August 2024

કેવળ મનુષ્યનો જ અધિકાર


                                     મનુષ્ય કર્મયોની છે. મનુષ્ય સિવાયની બીજી કોઈપણ યોની નવું 
કર્મ કરવાને માટે નથી. પશુ-પક્ષી વગેરે જંગમ અને વૃક્ષ, લતા 
વગેરે સ્થાવર પ્રાણીઓ નવા કર્મો નથી કરી શકતાં. દેવતાઓ 
વગેરેમાં નવું કર્મ કરવાનું સામર્થ્ય તો છે, પરંતુ તેઓ કેવળ અગાઉ 
કરેલાં યજ્ઞ, દાન વગેરે શુભ કર્મોનાં ફળ ભોગવવા માટે જ છે. તેઓ 
ભગવાનના વિધાન અનુસાર મનુષ્યોને માટે કર્મ કરવાની સામગ્રી 
આપી શકે છે, પરંતુ કેવળ સુખભોગમાં જ લિપ્ત રહેવાને કારણે પોતે 
નવું કર્મ નથી કરી શકતા. નારકીય જીવો પણ ભોગયોની હોવાને 
કારણે પોતાનાં દુષ્કર્મોનાં ફળ ભોગવે છે, નવું કર્મ નથી કરી શકતા.

નવું કર્મ કરવામાં તો કેવળ મનુષ્યનો જ અધિકાર છે. ભગવાને સેવા 
રૂપી નવું કર્મ કરીને કેવળ પોતાનો ઉદ્ધાર કરવા માટે જ આ અંતિમ 
મનુષ્યજન્મ આપ્યો છે. જો એ કર્મોને પોતાને માટે કરશે તો બંધનમાં 
પડી જશે, અને જો કર્મોને નહિ કરીને આળસ-પ્રમાદમાં  પડ્યો રહેશે 
તો વારંવાર જન્મતો-મરતો રહેશે. આથી ભગવાન કહે છે કે તારો કેવળ 
સેવારૂપી કર્તવ્યકર્મ કરવામાં જ અધિકાર છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Friday 23 August 2024

નિષ્કામ થઇએ તો અંત આવી જાય


સાંસારિક ભોગોનો અંત નથી. અનંત બ્રહ્માંડ છે અને તેમાં અનંત 
પ્રકારના ભોગ છે. પરંતુ તેમનો ત્યાગ કરી દઈએ, તેમનાથી અસંગ 
થઇ જઈએ તો તેમનો અંત આવી જાય છે. એવી જ રીતે કામનાઓ 
પણ અનંત છે, પરંતુ તેમનો ત્યાગ કરી દઈએ, નિષ્કામ થઇ જઈએ 
તો તેમનો અંત આવી જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday 22 August 2024

ત્રણે ગુણોથી રહિત અને પરમાત્મ-પરાયણ થઇ જા


                                        त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन |
                                        निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान् ||
                                        भा.गी. 2.45

                                        વેદ ત્રણેય ગુણોના કાર્યનું જ વર્ણન કરનારા છે;
                                        હે અર્જુન! તું ત્રણે ગુણોથી રહિત થઇ જા, રાગ-
                                        દ્વેષાદિ દ્વન્દોથી રહિત બની જા નિરન્તર નિત્યવસ્તુ 
                                        પરમાત્મામાં સ્થિત થઇ જા, તેમજ યોગક્ષેમની ઈચ્છા 
                                        પણ ન કર અને પરમાત્મ-પરાયણ થઇ જા.

    
                                        //हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
                                        हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday 21 August 2024

માત્ર સાંભળવામાં જ મધુર અને મનોહર


                                        भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसाम् |
                                     व्यवसायात्मिका बुद्धि: समाधौ न विधीयते ||
                                     भा.गी.2.44

                                         તે લોભામણી વાણી (માત્ર સાંભળવામાં જ મધુર
                                        અને મનોહર)  દ્વારા જેમનું ચિત્ત હરાયેલું છે. અર્થાત્
                                       ભોગો તરફ ખેંચાઈ ગયું છે અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે, 
                                       એવા માણસોની પરમાત્મામાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ નથી હોતી.

                                        //हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
                                        हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday 20 August 2024

દ્રઢ બુદ્ધિ લક્ષ્ય એકમુખી



                                        व्यवसायात्मिका बुद्धिरेकेह कुरुनन्दन |
                                        बहुशाखा ह्यनन्ताश्च बुद्धयोऽव्यवसायिनाम् ||
                                        भा.गी. 2.41

                                        હે કુરુનંદન આ માર્ગ પર ચાલનારાઓની બુદ્ધિ 
                                        દ્રઢ હોય છે અને તેમનું લક્ષ્ય એકમુખી હોય છે.
                                        પણ જેઓ અવિચારી હોય છે તેમની બુદ્ધિ અનેક 
                                        શાખાઓવાળી હોય છે.

                                                                        //हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
                                                                        हरे राम हरे राम राम राम हरे हरे//

Monday 19 August 2024

મોટા સંકટમાંથી બચાવે


                                नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते |
                                       स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ||
                                       भा.गी. 2.40
                                                                            

                                                                              ચેતનાની આ સ્થિતિમાં કામ કરવાથી કોઈ નુકસાન 
                                                                              કે પ્રતિકૂળ પરિણામ નથી મળતું, અને થોડો પ્રયત્ન 
                                                                               પણ વ્યક્તિને મોટા સંકટમાંથી બચાવે છે.
                                   //हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे 
हरे हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday 17 August 2024

અર્થશાસ્ત્ર કરતાં ધર્મશાસ્ત્ર બળવાન હોય છે


આતતાયીને મારી નાખવો - એ અર્થશાસ્ત્ર છે અને કોઈની પણ હિંસા 
નહિ કરવી - એ ધર્મશાસ્ત્ર છે. જેમાં પોતાનો કોઈ સ્વાર્થ (મતલબ) રહે 
છે તે "અર્થશાસ્ત્ર" કહેવાય છે; અને જેમાં પોતાનો કોઈ સ્વાર્થ રહેતો નથી,
તે "ધર્મશાસ્ત્ર" કહેવાય છે. અર્થશાસ્ત્રની સરખામણીમાં ધર્મશાસ્ત્ર બળવાન 
હોય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday 16 August 2024

સ્વર્ગનું ઉઘડેલું દ્વાર


                                     यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम् |
सुखिन: क्षत्रिया: पार्थ लभन्ते युद्धमीदृशम् ||
                                     भा.गी. 2.32

                                    આપમેળે પ્રાપ્ત થયેલું યુદ્ધ કે જે ન્યાયીપણાની 
                                    રક્ષા માટે હોય તે સ્વર્ગનું ઉઘડેલું દ્વાર પણ છે.
                                    હે પૃથાનંદન! તે ભાગ્યશાળી ક્ષત્રિયો છે જેમને 
                                    આવા પ્રકારનું યુદ્ધ પ્રાપ્ત થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday 14 August 2024

તો પણ શોક કરવો ન જોઈએ


                                    अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम् |
                                    तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि ||
                                    भा.गी. 2.26

                                    હે મહાબાહો! પણ જો આ આત્માને તું સદા 
                                    જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર  પણ 
                                    માનતો હોય, તો પણ તારે આવી રીતે શોક 
                                    કરવો  જોઈએ.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Tuesday 13 August 2024

આત્માને જાણી શકાય એવો નથી.


                                    आश्चर्यवत्पश्यति कश्चिदेनमाश्चर्यवद्वदति तथैव चान्य: |
                                    आश्चर्यवच्चैनमन्य: शृ्णोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् ||

કોઈ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે અને તે જ રીતે બીજો કોઈ આનું આશ્ચર્યની 
જેમ વર્ણન કરે છે તથા બીજો કોઈ આને આશ્ચર્યની પેઠે સાંભળે છે અને આને સાંભળીને 
પણ કોઈ જાણતો નથી. અર્થાત્ આ જાણી શકાય એવો નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday 12 August 2024

વિવેકીજન સર્વત્ર પરબ્રહ્મને જુએ છે


यत्तदद्देश्यमग्राह्यमगोत्रमवर्णमचक्षुः श्रोत्रं तदपाणिपादं नित्यं 
विभुं सर्वगतं सुसूक्ष्मं तदव्ययं यद्भूतयोनि परिपश्यन्ति धीराः ॥

એ જે જોઈ ન શકાય, ન પકડી શકાય, જેનું કોઈ ગોત્ર નહીં, કોઈ 
વર્ણ નહીં, જેને ચક્ષુ અને શ્રોત્રની આવશ્યકતા નથી, જેને હાથ અને 
પગની આવશ્યકતા નથી, જે હંમેશાં નિત્ય, વ્યાપક, સર્વત્ર વ્યાપ્ત અને 
અત્યંત સૂક્ષ્મ છે, જે ક્ષયરહિત અથવા અનશ્વર છે, જે સંપૂર્ણ ભૂતોના કારણભૂત 
છે, એ પરબ્રહ્મને, વિવેકીજન સર્વત્ર જુએ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday 10 August 2024

ભક્તિને જ સંપત્તિ માની સુખી થાય


न भजति कुमनीषिणां स इज्यां हरिरधनात्मधनप्रियो रसज्ञः । 
श्रुतधनकुलकर्मणां मदैर्ये विदधति पापमकिञ्चनेषु सत्सु ॥

જેમની પાસે કશી ધનસંપત્તિ નથી, પણ ભગવાનની ભક્તિને જ સંપત્તિ 
માની જેઓ પૂરેપૂરા સુખી થાય છે, એવા ભક્તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને 
બહુ વહાલા છે. ખરેખર, આવા ભક્તોની ભક્તિમય પ્રવૃત્તિઓનું ભગવાન 
રસાસ્વાદન કરે છે. જે મનુષ્યો ભૌતિક વિદ્યા, ધનસંપત્તિ, ઉચ્ચ કુળ તથા સકામ 
કર્મોના મદથી ફુલાઈ જાય છે, તેઓ આવી ભૌતિક વસ્તુઓ પોતાની હોવાનો ઘમંડ 
કરે છે અને ઘણીવાર ભક્તોની અવહેલના કરે છે. આવા મનુષ્યો ભગવાનની પૂજા કરે 
છે, તો પણ ભગવાન તેનો કદાપિ અંગીકાર કરતા નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday 9 August 2024

સંસ્કારી મનુષ્યના ત્રણ જન્મ


किं जन्मभिस्त्रिभिर्वेह शौक्रसावित्रयाज्ञिकैः ।
कर्मभिर्वा त्रयीप्रोक्तैः पुंसोऽपि विबुधायुषा ॥

સંસ્કારી મનુષ્યના ત્રણ જન્મ થાય છે. પવિત્ર માતાપિતાથી 
થયેલો જન્મ પ્રથમ છે. આ જન્મ 'શૌક' એટલે વીર્યથી થયેલો 
જન્મ કહેવાય છે. ગુરુની દીક્ષા મળે ત્યારે બીજો જન્મ થાય છે. 
આ 'સાવિત્ર' કહેવાય છે. ભગવાન વિષ્ણુનું પૂજન કરવાનો અવસર 
મનુષ્યને મળે ત્યારે 'થાજ્ઞિક' નામે ત્રીજો જન્મ થાય છે. આવા જન્મની 
તક મળવા છતાં જો મનુષ્ય ભગવત્સેવાપરાયણ થતો નથી, તો તેને દેવોનું 
આયુષ્ય મળે તોયે બધું નિરર્થક છે. તેવી રીતે મનુષ્યનાં કર્મો લૌકિક કે આધ્યાત્મિક 
હોઈ શકે, પરંતુ જો તે ભગવાનને સંતોષવા થતાં ન હોય તો તે નકામાં છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//


 

Thursday 8 August 2024

અજન્મા, નિત્ય નિરંતર રહેવાવાળો, શાશ્વત અને અનાદિ


                                न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूयः।
                                अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥

આ આત્મા ન જન્મે છે અને કોઈ પણ કાળમાં ન મરણ પામે છે તેમજ 
આ ઉત્પન્ન થઈને ફરીથી થવાવાળો નથી. આ અજન્મા, નિત્ય નિરંતર 
રહેવાવાળો, શાશ્વત અને અનાદિ છે. શરીરના હણાવા છતાં પણ આ 
હણાતો નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday 7 August 2024

જીવાત્માના સઘળા શરીરો નાશવંત છે


                    अन्तवन्त इमे देहा नित्यस्योक्ता: शरीरिण: |
अनाशिनोऽप्रमेयस्य तस्माद्युध्यस्व भारत ||
                      भा.गी. 2.18

નાશરહિત, જાણવામાં ન આવેલા અને નિત્યસ્વરૂપ 
જીવાત્માના આ સઘળા શરીરો નાશવંત કહેવાય છે. 
માટે હે ભરતવંશી અર્જુન તું યુદ્ધ કર.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday 6 August 2024

ભક્ત કદાપિ મૂંઝાતો નથી


नव्यवद्धृदये यज्ज्ञो ब्रह्मैतद्ब्रह्मवादिभिः ।
न मुह्यन्ति न शोचन्ति न हृष्यन्ति यतो गताः ॥


ભક્તિમય સેવામાં સદા પ્રવૃત્ત રહેનારા ભક્તોને 
તેમની સર્વ પ્રવૃત્તિઓમાં સદૈવ વધતા ઉત્સાહ-આનંદનો 
અને નાવીન્યનો અનુભવ થાય છે. ભક્તના હૃદયમાં વસતા
સર્વજ્ઞ પરમાત્મા બધું અધિકાકિક નિત્ય-નૂતન કરે છે.
બ્રહ્મવાદીઓ આને બ્રાહ્મી સ્થિતિ તરીકે ઓળખાવે છે.
આવી જીવન્મુક્ત (બ્રહ્મભૂત) અવસ્થામાં ભક્ત કદાપિ
મૂંઝાતો નથી. ન તો એ શોક કરે છે કે ન તો અનાવશ્યક 
એવો હર્ષ પામે છે. બ્રહ્મભૂત સ્થિતિને લીધે આમ થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday 5 August 2024

મુક્તિ પામવાને સમર્થ


                     यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ |
समदु:खसुखं धीरं सोऽमृतत्वाय कल्पते || 
                     भा.गी. 2.15

                    કેમ કે હે પુરુષશ્રેષ્ઠ અર્જુન! દુઃખ-સુખમાં સમ 
                    રહેનાર જે બુદ્ધિમાન પુરુષને આ માત્રાસ્પર્શ 
                    (પદાર્થો) વિચલિત કરતા નથી, તે મુક્તિ 
                    પામવાને સમર્થ થઇ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Saturday 3 August 2024

તત્કાળ મુક્તિ


                                                    भक्तिः कृष्णे दया जीवेष्वकुण्ठज्ञानमात्मनि |
यदि स्यादात्मनो भूयादपवर्गस्तु संसृते ||


કૃષ્ણભાવનામાં જીવનો ઉત્કર્ષ થયો હોય અને તે 
બીજા પ્રત્યે દયાળુ હોય, તેમ જ આત્મ - સાક્ષાત્કારવિષયક 
તેનું અધ્યાત્મજ્ઞાન પૂર્ણ હોય, તો તે ભાવજીવનના બંધનમાંથી 
તત્કાળ મુક્તિ પામશે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे// 


 

Friday 2 August 2024

ધીર પુરુષ મોહિત થતો નથી


                        देहिनोऽस्मिन्यथा देहे कौमारं यौवनं जरा ।
                            तथा देहान्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यति ॥ 
                                                    भा.गी. 2.13
                    દેહધારીઓના આ મનુષ્ય શરીરમાં જેમ બાળપણ,
                    યુવાની (અને) વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે 
                    બીજા શરીરની પ્રાપ્તિ થાય છે. એ બાબતમાં ધીર પુરુષ 
                    મોહિત થતો નથી.

                            //हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
                                हरे राम हरे राम राम राम हरे हरे//