Tuesday, 31 December 2024

પરમાત્માને પ્રાપ્ત કરી લે છે


साङ्ख्ययोगौ पृथग्बाला: प्रवदन्ति न पण्डिता: |
एकमप्यास्थित: सम्यगुभयोर्विन्दते फलम् ||
भा.गी. 5.4

બાળકબુદ્ધિનાં માણસો સાંખ્યયોગ અને કર્મયોગને
અલગ-અલગ ફળ આપનાર કહે છે, ડાહ્યા માણસો
નહિ, કેમ કે આ બંનેમાંથી એક સાધનમાં પણ સમ્યક્
રીતે સ્થિત મનુષ્ય બન્નેના ફળરૂપ પરમાત્માને પ્રાપ્ત
કરી લે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 30 December 2024

સદા સંન્યાસી જ સમજવા યોગ્ય


ज्ञेय: स नित्यसंन्यासी यो न द्वेष्टि न काङ् क्षति |
निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात्प्रमुच्यते ||
भा.गी. 5.3

હે મહાબાહો ! જે માણસ ન કોઈનોય દ્વેષ કરે છે
અને ન તો કોઈનીય આકાંક્ષા કરે છે, તે કર્મયોગી
સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે; કેમકે રાગ-
દ્વેષ વગેરે દ્વંદો વિનાનો માણસ સુખપૂર્વક સંસાર-
બંધનમાંથી મુક્ત થઈ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 28 December 2024

સંન્યાસ કરતાં કર્મયોગ સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે


श्रीभगवानुवाच |
संन्यास: कर्मयोगश्च नि:श्रेयसकरावुभौ |
तयोस्तु कर्मसंन्यासात्कर्मयोगो विशिष्यते ||
भा.गी. 5.2

સંન્યાસ એટલે કે સાંખ્યયોગ અને કર્મયોગ
બંન્ને જ કલ્યાણ કરનારા છે. પરંતુ એ બંન્નેમાં
પણ કર્મસંન્યાસ એટલે કે સાંખ્યયોગ કરતાં
કર્મયોગ સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 26 December 2024

ત્યાગની અને કર્મયોગની પ્રશંસા


अर्जुन उवाच |
संन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि |
यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम् ||
भा.गी. 5.1

હે કૃષ્ણ ! તમે એક બાજુ કર્મોના સંન્યાસની
એટલે કે ત્યાગની અને વળી બીજી બાજુ કર્મયોગની
પ્રશંસા કરો છો. તો આ બંને સાધનોમાંથી જે એક
ચોક્કસપણે કલ્યાણકારી હોય, તે મારા માટે કહો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 25 December 2024

યુદ્ધ માટે ઉભો થઈ જા


तस्मादज्ञानसम्भूतं हृत्स्थं ज्ञानासिनात्मन: |
छित्त्वैनं संशयं योगमातिष्ठोत्तिष्ठ भारत ||
भा.गी. 4.42

માટે હે ભરતવંશી અર્જુન ! હૃદયમાં રહેલા
આ અજ્ઞાનજનિત પોતાના સંશયને વિવેકજ્ઞાનરૂપી
તલવાર વડે છેદીને સમત્વરૂપ કર્મયોગમાં સ્થિત
થઈ જા અને યુદ્ધ માટે ઉભો થઈ જા.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 24 December 2024

વશ કરેલ અંતઃકરણવાળા પુરુષને કર્મો નથી બાંધતાં


योगसंन्यस्तकर्माणं ज्ञानसञ्छिन्नसंशयम् |
आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जय ||
भा.गी. 4.41

હે ધનંજય ! યોગ એટલે કે સમતા દ્વારા જેનો
સંપૂર્ણ કર્મોથી સંબંધ-વિચ્છેદ થઈ ગયો છે અને
જેનો વિવેક-જ્ઞાન વડે સકળ સંશયોનો નાશ થઈ
ગયો છે, એવા વશ કરેલ અંતઃકરણવાળા પુરુષને
કર્મો નથી બાંધતાં.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 23 December 2024

વિવેકહીન, અશ્રદ્ધાળુ તેમજ સંશયગ્રસ્ત માણસનું પતન થઈ જાય છે


अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति |
नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मन: ||
भा.गी. 4.40

વિવેકહીન, તેમજ અશ્રદ્ધાળુ સંશયગ્રસ્ત માણસનું
પતન થઈ જાય છે આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે
ન તો આ લોક હિતકારક છે ન પરલોક હિતકારક
છે અને ન સુખ પણ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 21 December 2024

તત્કાલ પરમ શાન્તિને પ્રાપ્ત થઈ જાય છે


श्रद्धावान् लभते ज्ञानं तत्पर: संयतेन्द्रिय: |
ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति ||
भा.गी. 4.39

જે જિતેન્દ્રિય તથા સાધનપરાયણ છે, એવો
શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાનને પામી જાય છે અને
જ્ઞાનને પામીને તે તત્કાલ પરમ શાન્તિને પ્રાપ્ત
થઈ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 20 December 2024

મનુષ્ય લોકમાં જ્ઞાન જેવું પવિત્ર બીજું કોઈ સાધન નથી


न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते |
तत्स्वयं योगसंसिद्ध: कालेनात्मनि विन्दति ||
भा.गी. 4.38

આ મનુષ્ય લોકમાં જ્ઞાન જેવું પવિત્ર કરનારું
નિઃસંદેહ બીજું કોઈ સાધન નથી. જેનો યોગ
સારી રીતે સિદ્ધ થઈ ગયો છે તે કર્મયોગી એ
તત્ત્વ જ્ઞાનને અવશ્ય જ આપમેળે પોતાનામાં
પ્રાપ્ત કરી લે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 19 December 2024

જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને સર્વથા ભસ્મ કરી નાખે છે


यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात्कुरुतेऽर्जुन |
ज्ञानाग्नि: सर्वकर्माणि भस्मसात्कुरुते तथा ||
भा.गी. 4.37

હે અર્જુન ! જે રીતે ભડભડતો અગ્નિ ઈંધણોને
સર્વથા ભસ્મ કરી નાખે છે, તે જ રીતે જ્ઞાનરૂપી
અગ્નિ સમગ્ર કર્મોને સર્વથા ભસ્મ કરી નાખે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 18 December 2024

પાપ-સાગરને પાર કરી જઈશ


अपि चेदसि पापेभ्य: सर्वेभ्य: पापकृत्तम: |
सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि ||
भा.गी.4.36

જો તું સમસ્ત પાપીઓ કરતાં પણ વધારે
પાપ કરનાર હોય, તો પણ તું જ્ઞાનરૂપી
નૌકા દ્વારા નિઃસંદેહ સંપૂર્ણ પાપ-સાગરને
સારી રીતે પાર કરી જઈશ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 17 December 2024

બધા જીવો પરમના અંશ છે, અને મારી અંદર છે.


यज्ज्ञात्वा न पुनर्मोहमेवं यास्यसि पाण्डव |
येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि ||
भा.गी. 4.35

આ માર્ગને અનુસરીને અને ગુરુ પાસેથી
જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, હે અર્જુન, તું હવે
ભ્રમમાં નહિ પડે. તે જ્ઞાનનાં પ્રકાશમાં,
તમે જોશો કે બધા જીવો પરમના અંશ
છે, અને મારી અંદર છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 16 December 2024

તત્ત્વજ્ઞાનનો ઉપદેશ


तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया |

उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिन: ||

भा.गी. 4.34

એ તત્ત્વજ્ઞાનને તું તત્ત્વદર્શી જ્ઞાની
મહાપુરુષો પાસે જઈને જાણી લે;
એમને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવાથી
એમની સેવા કરવાથી તેમજ સરળ
ભાવે પ્રશ્ન પૂછવાથી તે તત્ત્વદર્શી,
અનુભવી, જ્ઞાની શાસ્ત્રજ્ઞ મહાપુરુષ
તને તે તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપશે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 14 December 2024

જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે


श्रेयान्द्रव्यमयाद्यज्ञाज्ज्ञानयज्ञ: परन्तप |
सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते ||
भा.गी. 4.33

હે પરંતપ ! અર્જુન ! દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ
જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે. સઘળા કર્મો અને પદાર્થો જ્ઞાન
તત્ત્વ માં સમાપ્ત એટલે કે લીન થઇ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 13 December 2024

કર્મબંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ


एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे |
कर्मजान्विद्धि तान्सर्वानेवं ज्ञात्वा विमोक्ष्यसे ||
भा.गी. 4.32

આ પ્રમાણે બીજા પણ અનેક જાતના યજ્ઞો વેદની
વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે. તે બધા યજ્ઞોને
તું કર્મજન્ય જાણ. આ પ્રમાણે જાણીને એમના અનુષ્ઠાન
દ્વારા તું કર્મબંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 12 December 2024

યજ્ઞશેષ અમૃતનો અનુભવ


यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम् |
नायं लोकोऽस्त्ययज्ञस्य कुतोऽन्य: कुरुसत्तम ||
भा.गी. 4.31

હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન ! યજ્ઞશેષ અમૃતનો
અનુભવ કરનારા સનાતન પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત
થાય છે, યજ્ઞ ન કરનારા માટે આ મનુષ્ય-લોક પણ
સુખદાયક નથી, પછી પરલોક કઈ રીતે સુખદાયી થશે?

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 11 December 2024

યજ્ઞો દ્વારા પાપોનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા


अपाने जुह्वति प्राणं प्राणेऽपानं तथापरे | प्राणापानगती रुद्ध्वा प्राणायामपरायणा: ||
अपरे नियताहारा: प्राणान्प्राणेषु जुह्वति | सर्वेऽप्येते यज्ञविदो यज्ञक्षपितकल्मषा: ||
भा.गी. 4.29-30

બીજા કેટલાય યોગીઓ પ્રાણાયામ-પરાયણ અપાનવાયુમાં
પ્રાણવાયુને પૂરક કરીને પ્રાણ અને અપાનની ગતિને રોકીને
એટલે કે કુંભક કરીને પ્રાણવાયુમાં અપાનવાયુને હોમે છે,
એટલે કે રેચક કરે છે; તેમજ અન્ય કેટલાય નિયમ પ્રમાણે
આહાર કરનારા પ્રાણોને પ્રાણોમાં હોમે છે. આ સઘળા સાધકો
યજ્ઞો દ્વારા પાપોનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 10 December 2024

દ્રવ્યમય યજ્ઞ, તપોયજ્ઞ, યોગયજ્ઞ તથા સ્વાધ્યાયરૂપી જ્ઞાનયજ્ઞ


द्रव्ययज्ञास्तपोयज्ञा योगयज्ञास्तथापरे |
स्वाध्यायज्ञानयज्ञाश्च यतय: संशितव्रता: ||
भा.गी. 4.28

બીજા કેટલાક તિક્ષ્ણવ્રત કરવાવાળા પ્રયત્નશીલ
સાધકો દ્રવ્યમય યજ્ઞ કરવાવાળા છે અને કેટલાક
તપોયજ્ઞ કરવાવાળા છે અને બીજા કેટલાક યોગયજ્ઞ
કરવાવાળા છે તથા કેટલાક સ્વાધ્યાયરૂપી જ્ઞાનયજ્ઞ
કરવાવાળા છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 7 December 2024

સમાધિયોગ રૂપી અગ્નિમાં હોમી દે છે


सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे |
आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते ||
भा.गी. 4.27

અન્ય યોગીજનો સંપૂર્ણ ઇંદ્રિયોની ક્રિયાઓને
તથા પ્રાણોની ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત
આત્મસંયમયોગ એટલે કે સમાધિયોગ રૂપી
અગ્નિમાં હોમી દે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 6 December 2024

સંયમરૂપી અને ઇન્દ્રિયોરૂપી અગ્નિઓમાં હોમતા રહે છે


श्रोत्रादीनीन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति |
शब्दादीन्विषयानन्य इन्द्रियाग्निषु जुह्वति ||
भा.गी. 4.26

અન્ય કેટલાક યોગીઓ શ્રોત્ર વગેરે સઘળી
ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિઓમાં હવન કર્યા
કરે છે અને બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે
સર્વ વિષયોને ઇન્દ્રિયોરૂપી અગ્નિઓમાં હોમતા રહે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 5 December 2024

યજ્ઞનું જ અનુષ્ઠાન


दैवमेवापरे यज्ञं योगिन: पर्युपासते |
ब्रह्माग्नावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति ||
भा.गी. 4.25

બીજા યોગીજનો દૈવ (ભગવદર્પણરૂપી)
યજ્ઞનું જ અનુષ્ઠાન કરે છે અને અન્ય
યોગીજનો બ્રહ્મરૂપ અગ્નિમાં વિચારરૂપી
યજ્ઞ દ્વારા જ જીવાત્મારૂપી યજ્ઞનો હોમ
કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 4 December 2024

પાત્રો, દ્રવ્ય, ક્રિયા તથા ફળ પણ બ્રહ્મ જ છે


ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् |
ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ||
भा.गी. 4.24

અર્પણ એટલે જેના વડે અર્પણ કરાય છે તે
સ્ત્રુક્-સ્ત્રુવા આદિ પાત્રો પણ બ્રહ્મ છે, હવન
કરવા માટેનું દ્રવ્ય (તલ,જવ,ઘી વગેરે) પણ
બ્રહ્મ છે તથા બ્રહ્મરૂપી હોતા દ્વારા બ્રહ્મરૂપી
અગ્નિમાં હોમવારૂપી ક્રિયા પણ બ્રહ્મ છે, આવો
યજ્ઞ કરનારા જે મનુષ્યની બ્રહ્મમાં જ કર્મ-સમાધિ
થઈ ગઈ છે, તેના દ્વારા મળવા પાત્ર ફળ પણ બ્રહ્મ જ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 3 December 2024

કેવળ યજ્ઞને અર્થે કર્મ કરનાર


गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतस: |
यज्ञायाचरत: कर्म समग्रं प्रविलीयते ||
भा.गी. 4.23

જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી
છે, જે મુક્ત થઈ ગયો છે, જેની બુદ્ધિ
સ્વરૂપના જ્ઞાનમાં સ્થિત છે, એવા કેવળ
યજ્ઞને અર્થે કર્મ કરનાર મનુષ્યનાં સમસ્ત
કર્મો નષ્ટ થઈ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 2 December 2024

આપમેળે મળેલામાં જે સદાય સંતુષ્ટ રહે


यदृच्छालाभसन्तुष्टो द्वन्द्वातीतो विमत्सर: |
सम: सिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते ||
भा.गी. 4.22

ઈચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે સદાય
સંતુષ્ટ રહે છે અને અદેખાઇનો જેનામાં સર્વ રીતે
અભાવ થઈ ગયો છે, દ્વંદોથી રહિત તથા સિદ્ધિ
તથા અસિધ્ધિમાં સમ છે તે કર્મ કરતો હોવા છતાં
પણ કર્મોથી નથી બંધાતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//