Thursday 29 February 2024

શ્રીવિગ્રહની પૂજા


अहमुच्चावचैर्द्रव्यैः क्रिययोत्पन्नयानघे । नैव तुष्येऽर्चितोऽर्चायां भूतग्रामावमानिनः ॥
अर्चादावर्चयेत्तावदीश्वरं मां स्वकर्मकृत्। यावन्न वेद स्वहृदि सर्वभूतेष्ववस्थितम् ॥


જે મનુષ્ય જીવમાત્રમાં મારી ઉપસ્થિતિ અંગે અજ્ઞાની છે, તે જો મંદિરમાંના મારા 
વિગ્રહનું પૂજન યોગ્ય વિધિ પ્રમાણે બધી સામગ્રી ઉપચારપૂર્વક કરતો હોય તો પણ 
તે મને પ્રસન્ન કરતો નથી.
પોતાનાં નિયત કર્તવ્ય-કર્મ કરતા રહીને પોતાના હૃદયમાં તેમ જ જીવમાત્રના હૃદયમાં 
મારો સાક્ષાત્કાર થાય નહિ ત્યાં સુધી ભગવાનના શ્રીવિગ્રહની પૂજા કરવી જોઈએ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday 28 February 2024

મનની શાંતિ


द्विषतः परकाये मां मानिनो भिन्नदर्शिनः |
भूतेषु बद्धवैरस्य न मनः शान्तिमृच्छति ||

જે મનુષ્ય મારી આદરપૂજા કરે છે પરંતુ બીજા જીવોનાં 
શરીરો તરફ દ્વેષ રાખે છે અને તેથી ભેદદ્રષ્ટિવાળા હોય 
છે તેને અન્ય જીવો પ્રત્યેના વેરભાવને કારણે મનની શાંતિ 
કદાપિ મળતી નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//


 

Tuesday 27 February 2024

સમયનો સદુપયોગ


आध्यात्मिकानुश्रवणान्नामसङ्कीर्तनाच्च मे। 
आर्जवेनार्यसङ्गेन निरहङ्कयया तथा ॥

ભક્તે હંમેશાં આધ્યાત્મિક બાબતો વિશે સાંભળવાનો 
પ્રયત્ન કરવો અને પવિત્ર ભગવન્નામનું કીર્તન કરવામાં 
તેના સમયનો સદુપયોગ કરવો. તેનું આચરણ સદા સાદું 
તથા સરળ હોવું જોઈએ. પોતે બધા પ્રત્યે દ્વેષભાવ નહિ 
પણ મૈત્રીભાવ રાખતો હોવા છતાં તેણે આધ્યાત્મિક માર્ગે 
ઉન્નત થયેલા ન હોય તેવા મનુષ્યોના સંગથી દૂર રહેવું જોઈએ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Monday 26 February 2024

વર્ણ વ્યવસ્થા 

Sunday 25 February 2024

સ્વધર્મનું પાલન


निषेवितेनानिमित्तेन स्वधर्मेण महीयसा |
क्रियायोगेन शस्तेन नातिहिंस्त्रेण नित्यशः ||

જે ભક્ત હોય તેમણે નિષ્કામભાવે મહિમાયુક્ત 
સ્વધર્મનું પાલન કરવું જોઈએ. અતિશય હિંસા વગર 
તેણે તેની ભક્તિવિષયક પ્રવૃત્તિઓ નિયમિત રીતે કરવી 
જોઈએ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//


 

Friday 23 February 2024

ભક્તિયોગના ઉદયનો અનુભવ


मद्गुणश्रुतिमात्रेण मयि सर्वगुहाशये। मनोगतिरविच्छिन्ना यथा गङ्गाम्भसोऽम्बुधौ ॥ 
लक्षणं भक्तियोगस्य निर्गुणस्य ह्युदाहृतम्। अहैतुक्यव्यवहिता या भक्तिः पुरुषोत्तमे ॥

જીવમાત્રના અંતર્યામી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના દિવ્ય નામ તથા ગુણોનું શ્રવણ કરવામાં 
જ્યારે મનુષ્યનું મન અનુરક્ત થઈ જાય છે ત્યારે શુદ્ધ, નિર્ગુણ ભક્તિયોગના ઉદયનો અનુભવ 
થાય છે. જેવી રીતે ગંગાનાં જળ સ્વાભાવિક રીતે સાગર તરફ વહે છે તેવી રીતે ભૌતિક બંધનના 
કશા પણ અંતરાય વગર આવો દિવ્ય ભક્તિભાવ ભગવાન પ્રત્યે વહેવા લાગે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//


 

Thursday 22 February 2024

બધામાં એકસમાન આત્મા


सर्वभूतेषु चात्मानं सर्वभूतानि चात्मनि |
ईक्षेतानन्यभावेन भूतेष्विव तदात्मताम् ||

યોગીએ બધા વ્યક્ત પદાર્થોમાં એકસમાન આત્માનું દર્શન 
કરવું જોઈએ, કારણ કે જે બધું અસ્તિત્વમાં છે તે ભગવાનની 
વિવિધ શક્તિઓનું જ પ્રગટીકરણ છે. આ રીતે ભક્તે બધા જીવોને 
ભેદભાવ વગર સમદૃષ્ટિથી જોવા જોઈએ. એ જ પરમાત્માનો સાક્ષાત્કાર છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Wednesday 21 February 2024

પોતાનાં પુત્ર તથા ધન


यथा पुत्राच्च वित्ताच्च पृथङ्मर्त्यः प्रतीयते । 
अप्यात्मत्वेनाभिमताद्देहादेः पुरुषस्तथा ॥

કુટુંબ અને સંપત્તિ માટે ઘણી મમતા હોવાને કારણે 
મનુષ્ય અમુક પુત્ર તથા ધનને પોતાનાં ગણે છે અને 
ભૌતિક દેહ માટેની મમતાને લીધે તેને તે પોતાનો માને 
છે. પરંતુ વાસ્તવમાં જેમ મનુષ્ય સમજી શકે છે કે તેનું 
કુટુંબ તથા સંપત્તિ તેનાથી જુદા છે, તેમ મુક્ત આત્મા 
જાણી શકે છે કે તે અને તેનો દેહ એકરૂપ નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//


 

Tuesday 20 February 2024

મનને ચરણકમળ ઉપર એકાગ્ર કરવું


सञ्चिन्तयेद्भगवतश्चरणारविन्दं वज्राङ्कुशध्वजसरोरुहलाञ्छनाढ्यम् । 
उत्तुङ्गरक्तविलसन्नखचक्रवाल- ज्योत्स्नाभिराहतमहद्धृदयान्धकारम् ॥

ભક્તે પ્રથમ તેના મનને ભગવાનના ચરણકમળ ઉપર એકાગ્ર કરવું જોઈએ, 
જે વજ્ર અંકુશ, ધજા અને કમળનાં ચિહ્નોથી સુશોભિત છે. તેમના સુંદર માણેક 
જેવા લાલ નખની ક્રાંતિ ચંદ્રમંડળના તેજ જેવી છે અને તે હૃદયમાંના ગાઢ અંધકારને દૂર કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//


 

Monday 19 February 2024

નિત્ય ગાવાયોગ્ય


कीर्तन्यतीर्थयशसं पुण्यश्लोकयशस्करम्। 
ध्यायेद्देवं समग्राङ्गं यावन्न च्यवते मनः ॥

ભગવાનનો મહિમા નિત્ય ગાવાયોગ્ય છે, કારણ કે 
તેમના મહિમાથી ભક્તોનો મહિમા વધે છે. તેથી ભગવાનનું 
તથા તેમના ભક્તોનું ધ્યાન ઘરવું જોઈએ. જ્યાં સુધી મન સ્થિર 
ન થાય ત્યાં સુધી ભગવાનના સનાતન સ્વરૂપનું ધ્યાન ધરવું જોઈએ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//


 

Sunday 18 February 2024

વિષય ભોગ 

Friday 16 February 2024

આચરણ


अहिंसा सत्यमस्तेयं यावदर्थपरिग्रहः |
ब्रह्मचर्यं तपः शौचं स्वाध्यायः पुरुषार्चनम् ||


મનુષ્યે અહિંસા તથા સત્યનું આચરણ કરવું જોઈએ, ચોરી 
કરવાથી દૂર રહેવું જોઈએ અને પોતાના નિર્વાહ માટે જરૂરી 
હોય તેટલી સંપત્તિના સંગ્રહથી સંતોષ માનવો જોઈએ. તેણે 
બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, તપ કરવું જોઈએ, પવિત્ર રહેવું 
જોઈએ, વેદોનું અધ્યયન કરવું જોઈએ અને ભગવાનનાં સર્વોપરી 
સ્વરૂપનું પૂજન કરવું જોઈએ.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//


 

Thursday 15 February 2024

ભગવત્કૃપાથી મળેલ લાભથી સંતોષ


स्वधर्माचरणं शक्त्या विधर्माच्च निवर्तनम् |
दैवाल्लब्धेन सन्तोष आत्मविच्चरणार्चनम् ||

 મનુષ્યે તેનાં નિયત કર્તવ્યો તેની સર્વોત્તમ શક્તિ મુજબ 
કરવાં જોઈએ અને તેને માટે નિયત ન હોય તેવાં કર્મોથી 
દૂર રહેવું જોઈએ. ભગવત્કૃપાથી જેટલો લાભ તેને મળ્યો 
હોય તેનાથી સંતોષ માનવો જોઈએ અને અધ્યાત્મ-ગુરુના 
ચરણકમળની ઉપાસના કરવી જોઈએ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//


 

Wednesday 14 February 2024

માયા પ્રત્યે આકૃષ્ટ


बदा न योगोपचितासु चेतो मायासु सिद्धस्य विषज्जतेऽङ्ग । 
अनन्यहेतुष्वथ मे गतिः स्याद् आत्यन्तिकी यत्र न मृत्युहासः ॥

જયારે સિદ્ધ યોગીનું ધ્યાન યોગશકિતની આડપેદાશો એવી 
બહિરંગ શકિત- માયાના દેખાવો પ્રત્યે આકૃષ્ટ થતું અટકી જાય 
છે, ત્યારે મારા પ્રત્યેની તેની પ્રગતિ અનહદ બને છે અને એ રીતે 
મૃત્યુની સત્તા તેનો પરાભવ કરી શકતી નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Tuesday 13 February 2024

એકાગ્ર થયેલું મન


एवं विदिततत्त्वस्य प्रकृतिर्मयि मानसम् |
युज्ज्तो नापकुरुत आत्मारामस्य कर्हिचित् ||

 આત્મજ્ઞાનનો પ્રકાશ પામેલો જીવાત્મા ભૌતિક પ્રવૃત્તિઓમાં 
પરોવાયેલો રહેવા છતાં તેને ભૌતિક પ્રકૃતિનો પ્રભાવ હાનિકર્તા 
થઈ શકતો નથી, કારણ કે તે પરમ બ્રહ્મનું તત્ત્વ જાણે છે અને પૂર્ણ 
પુરુષોત્તમ ભગવાનમાં તેનું મન એકાગ્ર થયેલું હોય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//

 

Monday 12 February 2024

માયાના પ્રભાવનું નિવારણ


प्रकृतिः पुरुषस्येह दह्यमाना त्वहर्निशम् । 
तिरोभवित्री शनकैरग्नेयॊनिरिवारणिः ॥

જીવાત્મા ભૌતિક પ્રકૃતિના પ્રભાવથી વ્યાપેલો છે 
અને એ રીતે સદા બળતી આગમાં હોય તેમ જણાય છે. 
પરંતુ જેવી રીતે અગ્નિ ઉત્પન્ન કરનાર અરણિનું લાકડું તેનાથી 
ઉત્પન્ન થયેલ આગથી બળી જાય છે, તેમ તીવ્ર ભક્તિયોગ દ્વારા 
આ માયાના પ્રભાવનું નિવારણ કરી શકાય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//

 

Sunday 11 February 2024

ભગવાનનો સાક્ષાત્કાર


यथा जलस्थ आभासः स्थलस्थेनावदृश्यते । 
स्वाभासेन तथा सूर्यो जलस्थेन दिवि स्थितः ॥

જેવી રીતે સૂર્ય પોતે આકાશમાં સ્થિત હોવા છતાં 
તે જળ ઉપરના પહેલા પ્રતિબિંબથી અને વળી દીવાલ 
ઉપરના બીજા પ્રતિબિંબથી દૃશ્યમાન થાય છે, તેવી રીતે 
ભગવાનની ઉપસ્થિતિનો સાક્ષાત્કાર થઈ શકે છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//

 

Friday 9 February 2024

વાસ્તવિક સત્ય


समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम् |
विनश्यत्स्वविनश्यन्तं यः पश्यति स पश्यति ||

જે મનુષ્ય પરમાત્માને સર્વ શરીરોમાં આત્માની સાથે જ 
રહેલા જાણે છે, અને જે એમ સમજે છે કે આ નશ્વર શરીરમાં 
રહેલ ન તો આત્મા કે ન તો પરમાત્મા ક્યારેય નષ્ટ થાય છે,
તે જ વાસ્તવમાં સત્યને જુએ છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Thursday 8 February 2024

ભક્તિયોગ


सर्वभूतसमत्वेन निर्वैरेणाप्रसङ्गतः । 
ब्रह्मचर्येण मौनेन स्वधर्मेण बलीयसा ॥

ભક્તિયોગમાં કોઈ પણ જીવ પ્રત્યે દ્વેષભાવ 
રાખ્યા વગર, તેમ કોઈની સાથે ગાઢ સંબંધ વગર, 
જીવમાત્ર પ્રત્યે સમદ્રષ્ટિ રાખવાની હોય છે. મનુષ્યે 
બ્રહ્મચર્ય, મૌન અને સ્વધર્મનાં કર્મોનું પાલન કરીને 
તે બધાંનું ફળ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને અર્પણ કરવાનું હોય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Wednesday 7 February 2024

પ્રકૃતિ ઉપર માલિકી કરવાની મનોવૃત્તિ


अर्थ ह्यविद्यमानेऽपि संसृतिर्न निवर्तते । 
ध्यायतो विषयानस्य स्वप्नेऽनर्थागमो यथा ॥

જીવાત્મા વાસ્તવિકપણે ભૌતિક અસ્તિત્વથી પર હોય છે, 
પરંતુ પ્રકૃતિ ઉપર માલિકી કરવાની તેની મનોવૃત્તિને કારણે 
તેની ભૌતિક અસ્તિત્વમય દશા સમાપ્ત થતી નથી અને સ્વપ્નમાં 
આફત આવે તેમ તેને બધા પ્રકારના અનર્થો નડે છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Tuesday 6 February 2024

બધાનો કર્તા


स एष यर्हि प्रकृतेर्गुणेष्वभिविषज्जते । 
अहङ्कियाविमूढात्मा कर्तास्मीत्यभिमन्यते ॥

પોતાના દેહમાં જ આત્મભાવ રાખતો જીવ ભૌતિક 
પ્રકૃતિ તથા અહંકારની માયાજાળમાં હોય છે, ત્યારે 
તે ભૌતિક પ્રવૃત્તિઓમાં મગ્ન થઈ જાય છે અને મિથ્યા 
અહંકારના પ્રભાવથી પોતે જ બધાનો કર્તા છે એમ માને છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//

 

Monday 5 February 2024

પરમાત્મા જાગૃત કરે


यथा प्रसुप्तं पुरुषं प्राणेन्द्रियमनोधियः |
प्रभवन्ति विना येन नोत्थापयितुमोजसा ||


મનુષ્ય જયારે નિદ્રાવશ થયેલો હોય, ત્યારે તેની સઘળી 
સંપત્તિ એટલે કે પ્રાણશક્તિ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન 
અને બુદ્ધિ તેને જાગૃત કરી શકે નહિ; પરમાત્મા મદદ કરે 
તો જ તે જાગી શકે છે.
  

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Sunday 4 February 2024

મહાપુરુષોનું ધન


अधमाः धनम् इच्छन्ति धनमानं च मध्यमाः |
उत्तमाः मानम् इच्छन्ति मानो हि महतां धनम् ||

અધમ લોકો ( નિમ્ન શ્રેણીના લોકો ) કેવળ ધનની ઈચ્છા રાખે છે,
મધ્યમ શ્રેણીના લોકો ધન અને માન ની ઈચ્છા કરે છે ઉત્તમ લોકો 
( મહાન લોકો ) માત્ર માનની ઈચ્છા રાખે છે. માન જ મહાપુરુષોનું 
ધન છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Friday 2 February 2024

શિષ્ટાચાર


परोपदेशे समये शिष्टाः सर्वे भवन्ति वै |
विस्मरन्तिह शिष्टत्वं स्वकार्ये समुपस्थिते ||

બીજા વ્યક્તિને સલાહ દેવા સમયે બધા લોકો 
નમ્ર હોય છે અને  શિષ્ટાચાર  નું પાલન કરે છે,
પરંતુ તે જ કાર્ય જયારે પોતાને કરવાનું હોય, ત્યારે  
બધો શિષ્ટાચાર ભુલાય જાય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Thursday 1 February 2024

ચેતન આત્મા


कार्यकारणकर्तृत्वे कारणं प्रकृतिं विदुः |
भोक्तृत्वे सुखदुखानां पुरुषं प्रकृतेः परम् ||

બદ્ધ જીવના ભૌતિક શરીરનું તથા ઈન્દ્રિયોનું અને 
ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવોનું કારણ ભૌતિક પ્રકૃતિ 
છે. વિદ્વાન મનુષ્યો આ જાણે છે. સ્વભાવે આધ્યાત્મિક 
એવા આત્માના સુખ તથા દુઃખની લાગણીઓનો અનુભવ 
સ્વયં ચેતન આત્માને કારણે જ થાય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//