Saturday, 31 May 2025

સઘળાં પ્રાણીઓ મારામાં સ્થિત રહે છે


यथाकाशस्थितो नित्यं वायु: सर्वत्रगो महान् |
तथा सर्वाणि भूतानि मत्स्थानीत्युपधारय ||
भ.गी. 9.6

જેમ આકાશમાંથી ઉદ્દભવેલો સર્વ બાજુએ વિચરનાર
મહાન વાયુ નિત્ય જ આકાશમાં જ સ્થિત રહે છે, એ
જ રીતે સઘળાં પ્રાણીઓ મારામાં સ્થિત રહે છે એવું
તું સમજી લે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 30 May 2025

પરિપૂર્ણ અને મારામાં સ્થિત


मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना | मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्ववस्थित: ||
न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम् | भूतभृन्न च भूतस्थो ममात्मा भूतभावन: ||
भ.गी. 9.4-5

આ આખું જગત મારા નિરાકાર પરમાત્માથી પરિપૂર્ણ છે.
સંપૂર્ણ પ્રાણીઓ મારામાં સ્થિત છે; પરંતુ હું એમનામાં સ્થિત
નથી. અને તે પ્રાણીઓ પણ મારામાં સ્થિત નથી મારા આ
ઈશ્વરીય યોગ (શક્તિ) ને જો. સંપૂર્ણ ભૂતોને ઉત્પન્ન કરનાર
અને ભૂતોનું ધારણ-પોષણ કરનાર મારું સ્વરૂપ એ ભૂતોમાં
સ્થિત નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 29 May 2025

વારંવાર જન્મતા-મરતા રહે છે


अश्रद्दधाना: पुरुषा धर्मस्यास्य परन्तप |
अप्राप्य मां निवर्तन्ते मृत्युसंसारवर्त्मनि ||
भ.गी. 9.3

હે પરંતપ ! આ ધર્મના મહિમા પર શ્રદ્ધા વિનાના
મનુષ્યો મને ન પામતાં મૃત્યુરુપી સંસારચક્રમાં ભટકતા
રહે છે. અર્થાત્ વારંવાર જન્મતા-મરતા રહે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 28 May 2025

અતિ પવિત્ર તથા ઘણું ઉત્તમ જ્ઞાન


राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् |
प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् ||
भ.गी. 9.2

આ વિજ્ઞાનસહિત જ્ઞાન અર્થાત્ સમગ્રરૂપ સઘળી
વિદ્યાઓનો રાજા અને સઘળાં ગોપનિયોનો રાજા છે.
આ જ્ઞાન અતિ પવિત્ર તથા ઘણું ઉત્તમ છે. અને આનું
ફળ પણ પ્રત્યક્ષ છે. આ ધર્મયુક્ત છે, કરવામાં સાવ
સહેલું અર્થાત્ આને પ્રાપ્ત કરવું ઘણું સુગમ છે અને
અવિનાશી છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 27 May 2025

જન્મ-મરણરૂપી સંસારથી મુક્ત થઈ જઈશ


श्रीभगवानुवाच |
इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे |
ज्ञानं विज्ञानसहितं यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ||
भ.गी. 9.1

શ્રીભગવાન બોલ્યા- આ અત્યંત ગોપનીય વિજ્ઞાનસાહિત
જ્ઞાન દોષદ્રષ્ટિ રહિત તારા માટે તો હું ફરી સારી પેઠે કહીશ,
જેને જાણીને તું અશુભથી અર્થાત્ જન્મ-મરણરૂપી સંસારથી
મુક્ત થઈ જઈશ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 26 May 2025

સર્વ પુણ્યફળોને ઓળંગી અને પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે


वेदेषु यज्ञेषु तप:सु चैव दानेषु यत्पुण्यफलं प्रदिष्टम् |
अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम् ||
भ.गी. 8.28

યોગી એટલે કે ભક્ત આ અધ્યાયમાં વર્ણવેલા વિષયને જાણીને
વેદોમાં યજ્ઞોમાં, તપોમાં તથા દાનમાં જે-જે પુણ્યફળ કહ્યાં છે,
તે સર્વ પુણ્યફળોને ઓળંગી જાય છે અને આદિસ્થાન પરમાત્માને
પ્રાપ્ત થઈ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 24 May 2025

સર્વ કાળે યોગથી યુક્ત


नैते सृती पार्थ जानन्योगी मुह्यति कश्चन |
तस्मात्सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन ||
भ.गी. 8.27

હે પૃથાનંદન ! આ બન્ને માર્ગોને જાણનારા
કોઈ પણ યોગી મોહિત નથી થતો. માટે
હે અર્જુન ! તું સર્વ કાળે યોગથી યુક્ત એટલે
કે સમતામાં સ્થિત થઈ જા.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 23 May 2025

બેમાંથી એક ગતિમાં જનારને પાછું નથી ફરવું પડતું


शुक्लकृष्णे गती ह्येते जगत: शाश्वते मते |
एकया यात्यनावृत्तिमन्ययावर्तते पुन: ||
भ.गी. 8.26

કેમ કે શુક્લ અને કૃષ્ણ - આ બે પ્રકારની ગતિઓ
અનાદિ કાળથી જગતના પ્રાણીમાત્રની સાથે સંબંધ
રાખવાવાળી માનવામાં આવી છે. આ બેમાંથી એક
ગતિમાં જનારને પાછું નથી ફરવું પડતું, અને બીજા
માર્ગ દ્વારા જનારને ફરી પાછાં આવવું પડે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 22 May 2025

જન્મ-મરણને પ્રાપ્ત થાય છે


धूमो रात्रिस्तथा कृष्ण: षण्मासा दक्षिणायनम् |
तत्र चान्द्रमसं ज्योतिर्योगी प्राप्य निवर्तते ||
भ.गी. 8.25

જે માર્ગમાં-ધૂમનો અધિપતિ દેવતા, રાત્રિનો અધિપતિ
દેવતા, કૃષ્ણપક્ષનો અધિપતિ દેવતા અને છ મહિનાવાળા
દક્ષિણાયનના અધિપતિ દેવતા છે, શરીર છોડીને માર્ગે
ગયેલો સકામ કર્મ કરનાર યોગી ચંદ્રમાની જ્યોતિને પામીને
પાછો આવે છે. અર્થાત્ જન્મ-મરણને પ્રાપ્ત થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 21 May 2025

બ્રહ્માની સાથે બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે


अग्निर्ज्योतिरह: शुक्ल: षण्मासा उत्तरायणम् |
तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जना: ||
भ.गी. 8.24

પ્રકાશસ્વરૂપ અગ્નિનો અધિપતિ દેવતા, દિવસનો
અધિપતિ દેવતા, શુક્લપક્ષનો અધિપતિ દેવતા, અને
છ મહિનાવાળા ઉત્તરાયણના અધિપતિ દેવતા છે, એ
માર્ગે મૃત્યુ પામીને ગયેલા બ્રહ્મવેત્તા પુરુષ પહેલા બ્રહ્મલોકને
પ્રાપ્ત થઈને પછી બ્રહ્માની સાથે બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 20 May 2025

પરત ન આવનારી ગતિ અને પરત આવનારી ગતિ


यत्र काले त्वनावृत्तिमावृत्तिं चैव योगिन: |
प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरतर्षभ ||
भ.गी. 8.23

પરંતુ હે ભરતશ્રેષ્ઠ અર્જુન ! જે કાળે અર્થાત્ માર્ગમાં
શરીર છોડીને ગયેલા યોગીઓ પરત ન આવનારી
ગતિને પ્રાપ્ત થાય છે અર્થાત્ પાછા ફરીને આવતા
નથી અને જે પરત આવનારી ગતિને પ્રાપ્ત થાય છે
અર્થાત્ પાછા ફરીને આવે છે તે કાળને એટલે કે બેય
માર્ગોને હું કહીશ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 19 May 2025

પરમાત્મા તો અનન્ય ભક્તિથી પામી શકાય છે


पुरुष: स पर: पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया |
यस्यान्त:स्थानि भूतानि येन सर्वमिदं ततम् ||
भ.गी. 8.22

હે પૃથાપુત્ર અર્જુન ! સર્વ પ્રાણીઓ જેની અન્તર્ગત
છે અને જેનાથી આ આખું જગત પરિપૂર્ણ છે, તે
પરમ પુરુષ પરમાત્મા તો અનન્ય ભક્તિથી પામી
શકાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 17 May 2025

અવ્યક્ત, અક્ષર અને પરમ ગતિ તથા પરમ ધામ


अव्यक्तोऽक्षर इत्युक्तस्तमाहु: परमां गतिम् |
यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम ||
भ.गी. 8.21

તેને જ અવ્યક્ત અને અક્ષર એવા નામે કહેવાયો
છે. તથા તેને પરમ ગતિ કહે છે તથા જેને પામીને
જીવો સંસારમાં પાછાં આવતા નથી, તે મારુ પરમ
ધામ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 16 May 2025

અનાદિ અત્યંત શ્રેષ્ઠ અવ્યક્ત ઈશ્વર


परस्तस्मात्तु भावोऽन्योऽव्यक्तोऽव्यक्तात्सनातन: |
य: स सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति ||
भ.गी. 8.20

પરંતુ તે અવ્યક્તથી (બ્રહ્માના સૂક્ષ્મશરીર) અન્ય
(વિલક્ષણ)અનાદિ અત્યંત શ્રેષ્ઠ ભાવરૂપ જે અવ્યક્ત
ઈશ્વર છે, તે સંપૂર્ણ પ્રાણીઓના નષ્ટ થવા છતાં પણ
નષ્ટ નથી થતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 15 May 2025

ઉત્પન્ન થાય છે અને લય પામે છે


भूतग्राम: स एवायं भूत्वा भूत्वा प्रलीयते |
रात्र्यागमेऽवश: पार्थ प्रभवत्यहरागमे ||
भ.गी. 8.19

હે પાર્થ ! તે જ આ પ્રાણી સમુદાય વારંવાર
ઉપ્તન્ન થઈને પ્રકૃતિને વશ થયેલો બ્રહ્માનો દિવસ
શરૂ થતાં ફરી ઉત્પન્ન થાય છે. અને બ્રહ્માની રાત્રી
થતાં લય પામે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 14 May 2025

બ્રહ્માના સૂક્ષ્મ શરીરથી અને શરીરમાં


अव्यक्ताद्व्यक्तय: सर्वा: प्रभवन्त्यहरागमे |
रात्र्यागमे प्रलीयन्ते तत्रैवाव्यक्तसञ्ज्ञके ||
भ.गी. 8.18

બ્રહ્માના દિવસની શરૂઆતમાં અવ્યક્ત બ્રહ્માના
સૂક્ષ્મ શરીરથી સંપૂર્ણ શરીરો ઉત્પન્ન થાય છે અને
બ્રહ્માની રાત્રિની શરૂઆતમાં તે અવ્યક્ત નામવાળા
બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં જ બધા શરીરો લિન થઇ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 13 May 2025

બ્રહ્માના દિવસ અને રાત્રિને જાણનારા


सहस्रयुगपर्यन्तमहर्यद्ब्रह्मणो विदु: |
रात्रिं युगसहस्रान्तां तेऽहोरात्रविदो जना: ||
भ.गी. 8.17

જે મનુષ્ય બ્રહ્માનો એક હજાર ચતુર્યુગ વાળો એક
દિવસ અને એક હજાર ચતુર્યુગ વાળી એક રાત્રિને
જાણે છે, તે મનુષ્યો બ્રહ્માના દિવસ અને રાત્રિને
જાણનારા છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 12 May 2025

મને પ્રાપ્ત થઈને પુનર્જન્મ નથી થતો


आब्रह्मभुवनाल्लोका: पुनरावर्तिनोऽर्जुन |
मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते ||
भ.गी. 8.16

હે અર્જુન ! બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો
પુનરાવર્તી છે અર્થાત્ ત્યાં જઈને સંસારમાં
પાછા આવવું પડે છે; પરંતુ હે કુન્તીપુત્ર !
મને પ્રાપ્ત થઈને પુનર્જન્મ નથી થતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 10 May 2025

નિરંતર બદલાતા પુનર્જન્મને પ્રાપ્ત થતા નથી


मामुपेत्य पुनर्जन्म दु:खालयमशाश्वतम् |
नाप्नुवन्ति महात्मान: संसिद्धिं परमां गता: ||
भ.गी. 8.15

મહાત્માઓ મને પ્રાપ્ત કરીને દુઃખાલય અર્થાત્
દુઃખોના રહેઠાણ અને ક્ષણભંગુર અર્થાત્ નિરંતર
બદલાતા પુનર્જન્મને પ્રાપ્ત થતા નથી કેમ કે પરમ
સિદ્ધિને પ્રાપ્ત થઈ ગયા છે તેમને પરમ પ્રેમની પ્રાપ્તિ
થઈ ગઈ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 9 May 2025

યોગીને માટે હું સુલભ છું


अनन्यचेता: सततं यो मां स्मरति नित्यश: |
तस्याहं सुलभ: पार्थ नित्ययुक्तस्य योगिन: ||
भ.गी. 8.14

હે પૃથાપુત્ર ! અનન્ય-ચિત્તવાળો જે માણસ મારામાં
મુજ પુરુષોત્તમનું નિત્ય નિરંતર સ્મરણ કરે છે, તે નિત્ય-
નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું અર્થાત
તેને સુલભતાથી પ્રાપ્ત થઈ જાઉં છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 8 May 2025

"ૐ" એક-અક્ષર બ્રહ્મનું માનસિક ઉચ્ચારણ


सर्वद्वाराणि संयम्य मनो हृदि निरुध्य च |
मूर्ध्न्याधायात्मन: प्राणमास्थितो योगधारणाम् ||
ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन्मामनुस्मरन् |
य: प्रयाति त्यजन्देहं स याति परमां गतिम् ||
भा.गी. 8.12-13

બધી ઇન્દ્રિયોનાં સંપૂર્ણ દ્વારોને રોકીને મનને હૃદય-
પ્રદેશમાં સ્થિર કરીને, અને પોતાના પ્રાણોને મસ્તકમાં
સ્થાપીને, યોગધારણામાં સમ્યક પ્રકારે સ્થિત થઇને જે
સાધક "ૐ" એ એક-અક્ષર બ્રહ્મનું માનસિક ઉચ્ચારણ
અને મારું ચિંતન કરતો શરીરને છોડીને જાય છે, એ
માણસ પરમગતિને પામે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 7 May 2025

વિદ્વાનો જે પરમપદને અવિનાશી કહે છે


यदक्षरं वेदविदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागा: |
यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये ||
भा.गी. 8.11

વેદને જાણનાર વિદ્વાનો જે પરમપદને અવિનાશી કહે
છે, વીતરાગ યતિ જેને પ્રાપ્ત કરે છે તથા સાધક જેની
પ્રાપ્તિની ઈચ્છા કરતા રહીને બ્રહ્મચર્યનું પાલન કરે છે,
તે પદ હું તારા માટે સંક્ષેપમાં કહીશ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 6 May 2025

પરમ દિવ્ય પુરુષને જ પ્રાપ્ત થાય


कविं पुराणमनुशासितारमणोरणीयांसमनुस्मरेद्य: | 
सर्वस्य धातारमचिन्त्यरूप मादित्यवर्णं तमस: परस्तात् ||
प्रयाणकाले मनसाचलेन भक्त्या युक्तो योगबलेन चैव | 
भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक्स  तं परं पुरुषमुपैति दिव्यम् ||
भा.गी. 8.9-10

જે માણસ સર્વજ્ઞ, અનાદિ, સૌના ઉપર શાસન કરવાવાળા
સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ, સૌનું ધારણ-પોષણ કરનાર, અવિદ્યાથી
અત્યંત પર, સૂર્ય સમાન પ્રકાશ સ્વરૂપ અર્થાત્ જ્ઞાનસ્વરૂપ અને
આવા અચિન્ત્ય સ્વરૂપનું ચિંતન કરે છે,
તે ભક્તિયુક્ત માણસ અંતસમયે નિશ્ચળ મનથી અને યોગબળથી
બે ભ્રમરોની મધ્યમાં પ્રાણોને સારી રીતે પ્રવિષ્ટ કરીને સ્મરતો-
સ્મરતો તે પરમ દિવ્ય પુરુષને જ પ્રાપ્ત થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Monday, 5 May 2025

અન્યનું ચિંતન ન કરવાવાળા


अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना |
परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन् ||
भा.गी. 8.8

હે પૃથાનંદન ! અભ્યાસસ્વરૂપ યોગથી યુક્ત,
અને અન્યનું ચિંતન ન કરવાવાળા ચિત્તથી પરમ
દિવ્ય પુરુષનું નિરંતર ચિન્તન કરતો રહીને શરીર
છોડનાર મનુષ્ય પરમેશ્વરને પ્રાપ્ત થઈ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 3 May 2025

નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર


तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर युध्य च |
मय्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम् ||
भा.गी. 8.7

માટે હે અર્જુન ! તું સર્વ કાળે એટલે કે નિરંતર
મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર; આ પ્રમાણે
મારામાં અર્પેલાં મન-બુદ્ધિથી યુક્ત થઇ તું ચોક્કસ
મને જ પામીશ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 2 May 2025

અન્તકાળે જે-જે પણ ભાવનું સ્મરણ


यं यं वापि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम् |
तं तमेवैति कौन्तेय सदा तद्भावभावित: ||
भा.गी. 8.6

હે કુન્તીપુત્ર અર્જુન ! માણસ અન્તકાળે જે-જે
પણ ભાવનું સ્મરણ કરતો રહીને શરીરને છોડે
છે, સદા તે જ ભાવથી ભાવિત થઇને તેને-તેને
જ પ્રાપ્ત થાય છે અર્થાત્ તે-તે યોનિમાં ચાલ્યો જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//


 

Thursday, 1 May 2025

મારા સ્વરૂપને જ પ્રાપ્ત થાય છે


अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम् |
य: प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशय: ||
भा.गी. 8.5

જે માણસ અંતકાળમાં પણ મારું સ્મરણ કરતો
રહીને શરીર છોડીને જાય છે, એ મારા સ્વરૂપને
જ પ્રાપ્ત થાય છે, એમાં સહેજ પણ સંશય નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//