Monday, 31 July 2023

પરમસત્ય નું જ ધ્યાન ધરવું


स सर्वधीवृत्त्यनुभुतसर्व आत्मा यथा स्वप्नजनेक्षितैकः |
तं सत्यमानन्दनिधिं भजेत नान्यत्र सज्जेद् यत आत्मपातः ||

જેવી રીતે સામાન્ય મનુષ્યો સ્વપ્નમાં હજારો દ્રશ્યોનું સરજત 
કરે છે, તેવી રીતે જે એકલા જ આટલા બધા આવિર્ભાવોમાં 
વિસ્તરેલા છે એવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાં મનુષ્યે પોતાનું 
મન એકાગ્ર કરવું જોઈએ. જે એકમાત્ર સર્વાનંદમય પરમસત્ય 
છે તેમનું જ મનુષ્યે ધ્યાન ધરવું જોઈએ. નહિ તો મનુષ્ય ગેરમાર્ગે 
દોરવાશે અને તેનું પોતાનું અધઃપતન નોતરશે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Saturday, 29 July 2023

વિરાટ પુરુષ


ब्रह्माननं क्षत्रभुजो महात्मा विडूरुरअन्ध्रिश्रितकृष्णवर्णः |
नानाभिधाभिज्यगणोपपन्नो द्रव्यात्मकः कर्म वितानयोगः ||

વિરાટ પુરુષનું મોં એ બ્રાહ્મણો છે, તેમની ભુજાઓ ક્ષત્રિઓ છે,
તેમના સાથળો વૈશ્યો છે અને શુદ્રો તેમનાં ચરણોના રક્ષણમાં છે.
પૂજન-યોગ્ય દેવોને પણ તેમણે કામે લગાડ્યા છે અને એ દરેકનું કર્તવ્ય 
છે કે ભગવાનને પ્રસન્ન કરવા માટે મળી શકે તે દ્રવ્યો વડે યજ્ઞો કરવા.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


 

Friday, 28 July 2023

ચૌદ લોક


पातालमेतस्य हि पादमूलं पठन्ति पार्ष्णिप्रपदे रसातलम् |
महातलं विश्व सृजोडथ गुल्फ़ौ तलातलं वै पुरुषस्य जङ्घे ||

 પાતાળલોક એ વિરાટ પુરુષના પગનાં તળિયા છે, તેમની એડીઓ 
અને પંજા એ રસાતાળલોક છે. પગની પિંડીઓ મહાતલલોક છે અને 
તેમના ઘૂંટણ તલાતલલોકના બનેલા છે.

બ્રહ્માંડને ચૌદ લોકમાં વિભક્ત કરવામાં આવ્યું છે. ભૂર્લોક,ભુવર્લોક,સ્વર્લોક,મહર્લોક,
જનલોક,તપોલોક અને સત્યલોક એ સાત ઉર્ધ્વલોક છે અને એકથી ઊંચે બીજો એમ 
આવેલા છે. નીચેની તરફ પણ સાત લોક એકની નીચે બીજો એમ ક્રમશઃ આવેલા છે,
જેમના નામ છે : અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ.

આ શ્લોકમાં વર્ણનની શરૂઆત નીચેથી થાય છે કારણકે ભક્તિની એ જ રીત છે કે 
ભગવાનના દેહનું વર્ણન તેમના ચરણથી શરુ થાય.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Thursday, 27 July 2023

બ્રહ્મચર્ય નો અર્થ


यदक्षरं वेदविदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागाः |
यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये ||

"वेदविद"  અર્થાત અવિદિત તત્વને પ્રત્યક્ષ જાણનાર લોકો 
જે પરમપદને अक्षरम् - અક્ષય કહે છે. વિરક્ત મહાત્મા જેમાં 
પ્રવેશ માટે પ્રયત્નશીલ રહે છે, તે પરમપદ ને ઇચ્છનારા 
બ્રહ્મચર્યનું પાલન કરે છે 

બ્રહ્મચર્ય નો અર્થ = બાહ્ય સંબંધોને મનમાંથી ત્યાગી, બ્રહ્મનું 
નિરંતર ચિંતન- સ્મરણ એ જ બ્રહ્મચર્ય છે, જે બ્રહ્મનું દર્શન 
કરાવી, એમાં જ સ્થાન અપાવી શાંત થઈ જાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Wednesday, 26 July 2023

જ્ઞાનયુક્ત એક ક્ષણ


किं प्रमत्तस्य बहुभिः परोक्षैर्हायनैरिह |
वरं मुहूर्तं विदितं घटते श्रेयसे यतः ||

આ જગતમાં અનુભવ વગરનાં ઘણા વર્ષો વિતાવી, વેડફી 
નાખવામાં આવતા દીર્ઘ જીવનનું શું મૂલ્ય છે ? તેના કરતાં 
જ્ઞાનયુક્ત એક ક્ષણ વધારે સારી છે, કારણ કે તે મનુષ્યને 
તેના પરમ હિતની શોધ કરવા માટે તત્પર બનાવે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Tuesday, 25 July 2023

પુરુષોત્તમ ભગવાન


तस्माद्भारत सर्वात्मा भग्वानिश्वरो हरिः |
श्रोतव्यः कीर्तितव्यश्च स्मर्तव्यश्चच्छताभयम् ||

જે મનુષ્ય સર્વ દુઃખોથી મુક્ત થવા ઈચ્છે છે, તેણે 
સર્વ દુઃખહર્તા, નિયંતા અને પરમાત્મા એવા પૂર્ણ 
પુરુષોત્તમ ભગવાનનું શ્રવણ, કીર્તન તથા સ્મરણ 
કરવું જોઈએ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Monday, 24 July 2023

ચરણકમળનું સ્મરણ


नोत्तमश्र्लोकवार्तानां जुषतां तत्कथामृतम् |
स्यात्सम्भ्रमोडन्तकालेडपि  स्मरतां तत्पदाम्बुजम् ||

વેદો જેમનું ગાન કરે છે એવા પરમેશ્વરની દિવ્ય કથા માટે 
જેમણે પોતાનું જીવન અર્પણ કર્યું છે અને જેઓ સતત ભગવાનના 
ચરણકમળનું સ્મરણ કરે છે તેમને જીવનની છેલ્લી પળે પણ બુદ્ધિભ્રમ 
થવાનું જોખમ રહેતું નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Saturday, 22 July 2023

કલિ ને રહેવા માટે જગ્યા


મહારાજ પરીક્ષિતે કલિ ને રહેવા માટે દારૂ,જુગાર,વ્યભિચાર અને 
પશુવધ જેવી જગ્યાઓ આપી પરંતુ કલિએ કંઈક વિશેષ ની માગણી 
કરી અને તેને કારણે રાજાએ તેને જ્યાં સોનું હોય ત્યાં રહેવાની પરવાનગી 
આપી, કારણ કે જ્યાં જ્યાં સોનું હોય છે ત્યાં ત્યાં જૂઠ, નશો, વિષયવાસના,
ઈર્ષા અને દુશ્મનાવટ હોય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Friday, 21 July 2023

કલી ના રહેવાના સ્થાન


अभ्यर्थितस्तदा तस्मै स्थानानि कलये ददौ |
धूतं पानं स्त्रियः सूना यत्राधर्मश्चतुर्विदः ||

 મહારાજ પરીક્ષિત ને કલીએ આજીજી કરીને રહેવા 
માટે કોઈ સ્થાન નક્કી કરવા જણાવ્યું ત્યારે મહારાજ 
પરીક્ષિતે તેને જ્યાં દારૂ, જુગાર, વ્યભિચાર અને પશુવધ 
ચાલતો હોય તેવા સ્થળોએ રહેવાની પરવાનગી આપી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।   


 

Thursday, 20 July 2023

સંદેહ નથી


अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम् |
यः प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशयः ||

જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો 
શરીર તજે છે તે તરત જ મારી પ્રકૃતિને પામે છે.
આમાં લેશમાત્ર સંદેહ નથી.


||હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે||


 

Wednesday, 19 July 2023

આત્માનું કદ


बालाग्र शत भागस्य शतधा कल्पितस्य च |
भागो जीवः स विज्ञेयः स चानन्त्याय कल्पते ||

જયારે વાળના અગ્રભાગને એક સો ભાગમાં વિભક્ત કરવામાં આવે 
અને પછી આમાંના પ્રત્યેક ભાગને એક સો ભાગોમાં વિભક્ત કરવામાં
આવે, ત્યારે થતા એવા એ દરેક ભાગના જેવડું આત્માનું કદ હોય છે.
એટલે કે આત્માનું કદ વાળના અગ્રભાગના દશ હજારમાં ભાગ જેવડું છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Tuesday, 18 July 2023

દ્વિજ કોને કહેવાય


બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યોને દ્વિજ કહેવામાં આવે છે, કારણ કે 
ઉચ્ચ વર્ણના આ લોકોનો એક જન્મ માતાપિતાના લગ્નથી થાય છે 
અને બીજો જન્મ ગુરુએ આપેલી દીક્ષા વડે થતી સાંસ્કારિક વિધિથી 
થાય છે. એટલે એક ક્ષત્રિય પણ બ્રાહ્મણના જેવો જ દ્વિજ છે અને તેનો 
ધર્મ નિરાધારોનું રક્ષણ કરવું તે છે.

ક્ષત્રિય રાજા નિરાધારોનું રક્ષણ કરનાર અને દુષ્ટોનું દમન કરનાર એવો 
પરમેશ્વરનો પ્રતિનિધિ ગણાય છે. જયારે જયારે શાસકોના આ નિયમિત 
કાર્યોમાં ભંગ પડે છે ત્યારે ત્યારે ધર્મરાજ્યની સ્થાપના કરવા માટે ભગવાનનો 
અવતાર થાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

Monday, 17 July 2023

ભગવાનને અન્ન ધરાવવું


દરેક ગૃહસ્થે ભગવાનને અન્ન ધરાવવું જોઈએ અને 
એને પરિણામે જો ભગવાન તૃપ્ત થયા હશે તો દસ 
જેટલા અતિથિઓ પણ તૃપ્ત થઈ જશે. 
આવો છે ભક્તિનો માર્ગ.   

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Saturday, 15 July 2023

અંશ માત્રથી ઉપજેલ


ભગવાનની શક્તિ પ્રાપ્ત થયા સિવાય સ્વતંત્ર રીતે કોઈ 
જરા પણ શક્તિશાળી હોઈ શકતું નથી.
ભગવદ્દ ગીતા માં ભગવાન અર્જુનને કહે છે કે,
"કોઈ ધન, શક્તિ, સૌંદર્ય, જ્ઞાન તથા અન્ય ભૌતિક બાબતો માં 
ભલે ગમે તેટલો સંપન્ન હોય, તો પણ તેને મારી સંપૂર્ણ શક્તિના 
અંશ માત્રથી ઉપજેલો જાણ."

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Wednesday, 12 July 2023

સર્વ પદ્ધતિઓના નિયામક


साधिभूताधिदैवं मां साधियज्ञं च ये विदुः |
प्रयाणकालेडपि च मां ते विदुर्युक्तचेतसः ||

જે મનુષ્યો મને, પરમેશ્વરને, મારી પૂર્ણ ચેતનામાં રહીને મને 
જગતનો, દેવોનો તથા યજ્ઞની સર્વ પદ્ધતિઓનો નિયામક જાણે
છે, તેઓ પોતાના મૃત્યુ સમયે પણ મને ભગવાન તરીકે જાણી 
તથા સમજી શકે છે. 

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Tuesday, 11 July 2023

મનુષ્યો બંધાયેલ છે


यथा गावो नसि प्रोता स्तन्त्यां बद्धाश्च् दामभिः |
वाक्तन्त्यां नामभिर्बद्धा वहन्ति बलिमीशितुः ||

નાકમાં લાબું દોરડું નાખીને નાથવામાં આવેલો બળદ 
જેમ બંધાઈ જાય છે તેવી જ રીતે મનુષ્યો પણ વેદના 
વિવિધ આદેશો અને પરમેશ્વરની આજ્ઞા પાળવા માટે 
બંધાયેલ છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Monday, 10 July 2023

હવે હું સુખી છું, મારુ બધું હવે વ્યવસ્થિત ચાલે છે


"હવે હું સુખી છું, મારુ બધું હવે વ્યવસ્થિત ચાલે છે, મારી
બેન્ક બચત પૂરતી છે, હવે હું મારાં બાળકોને પૂરતી મિલકત 
આપી શકું છું, હવે હું સફળ થયો છું, બિચારા ગરીબ ભિખારી 
સંન્યાસીઓ ભગવાનનો આધાર રાખે છે, પણ તેઓ ભીખ માંગવા 
મારી પાસે આવે છે."
જેઓ ગૃહસ્થી આવી બાબતોમાં ખુબ આસક્ત અને તેને લગતા 
વિચારોમાં હંમેશા લિન રહે છે તેમને જ દુસ્તર, શાશ્વત કાળ 
અજાણપણે પકડી પાડે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Saturday, 8 July 2023

પ્રભુ તમારો પ્રેમ મહાન અને પવિત્ર છે


હે મારા વ્હાલા પ્રભુ, 
તમારો પ્રેમ આટલો મહાન, આટલો ઉદાત્ત અને 
આટલો પવિત્ર છે કે તે અમારી આકલન શક્તિની 
બહાર છે; છતાં તે એટલો મધુર છે કે, અમારામાંનું 
અત્યંત દુર્બળ અને નાનું બાળક પણ તેનો આનંદ 
લૂંટી શકે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 

 

Friday, 7 July 2023

મને કોઈ જાણતું નથી.


वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन |
भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन ||

ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કહેલું કે પૂર્ણ પુરુષોત્તમ 
પરમેશ્વર તરીકે હું જે કંઈ ભૂતકાળમાં થયેલું, જે 
વર્તમાનમાં થઇ રહ્યું છે, અને જે હવે થવાનું છે તે 
બધું જ જાણું છું. હું સર્વ જીવોને જાણું છું પરંતુ મને 
કોઈ જાણતું નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Thursday, 6 July 2023

દિવ્ય મનને પ્રભુ શોધતા આવે છે



 

Wednesday, 5 July 2023

નિરંતર ચિંતન


स एष लोके विख्यातः परिक्षिदिति यत्प्रभुः |
पूर्वं दष्टमनुध्यायन् परीक्षेत नरेष्विह ||

એકવાર ભગવાનના દિવ્ય રૂપની છાપ મન પર અંકિત 
થઇ જાય છે, પછી કોઈ પણ સંજોગોમાં તેમનું વિસ્મરણ 
થતું નથી. મહારાજ પરીક્ષિત સદ્ભાગી હોવાથી પોતાની 
માતાના ઉદરમાં જ તેમણે પરમેશ્વરનાં દર્શન કર્યાં હતા અને 
તેથી તેમનું ભગવાનનું ચિંતન નિરંતર ચાલુ રહેતું.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Tuesday, 4 July 2023

મારા ભક્તો મારા પરમધામને જ પામે છે


अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्पमेघसाम् |
देवान्देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि ||

 શ્રીકૃષ્ણ એ ભગવદ્દ ગીતા માં કહેલું છે કે અલ્પ બુદ્ધિવાળા 
મનુષ્યો દેવોની પૂજા કરે છે અને તેમને મળનારાં ફળ સીમિત 
તથા અસ્થાયી હોય છે. દેવોને પૂજનારા લોકો દેવલોકમાં જાય 
છે. પરંતુ મારા ભક્તો તો મારા પરમધામને જ પામે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Saturday, 1 July 2023

ઈચ્છાઓ અવરોધક બને છે