Thursday, 30 November 2023

વિકલ્પ નથી


वर्णाश्रमचार्वता पुरुषेण परः पुमान् |
विष्णुराराध्यते पन्था नान्यत्तत्तोषकारणम् ||

મનુષ્ય વર્ણ અને આશ્રમના સિદ્ધાંતોનું આચરણ 
કરીને ભગવાન વિષ્ણુની આરાધના કરી શકે છે.
ભગવાનને સંતુષ્ટ કરવાનો તે સિવાય અન્ય કોઈ 
વિકલ્પ નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Wednesday, 29 November 2023

પાપ માફ


स्वपादमूलं भजतः प्रियस्य त्यक्तान्यभावस्य हरिः परेशः । 
विकर्म यच्चोत्पतितं कथञ्चिद् धुनोति सर्वं हृदि सन्निविष्टः ॥

“જે મનુષ્ય ભગવાનના ચરણકમળમાં પૂરેપૂરો દિવ્ય પ્રેમસભર 
ભક્તિમાં પરોવાયેલો છે તે ભગવાન શ્રીહરિને અત્યંત પ્રિય છે. 
ભક્તના હૃદયમાં વસેલા ભગવાન આકસ્મિક રીતે થયેલા તેનાં 
સર્વ પાપ માફ કરે છે.”

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Tuesday, 28 November 2023

પરિત્યાગ


देवर्षिभूताप्तनृणां पितृणां न किङ्करो नायमृणी च राजन् । 
सर्वात्मना यः शरणं शरण्यं गतो मुकुन्दं परिहृत्य कर्तम् ॥

‘જેણે દુન્યવી સંબંધોનો સંપૂર્ણ પરિત્યાગ કર્યો છે અને મુક્તિદાતા 
તથા એકમાત્ર શરણે જવા યોગ્ય એવા ભગવાનના ચરણારવિંદનો 
જેણે સંપૂર્ણ આશ્રય લીધો છે તે દેવો, પિતૃઓ, ઋષિઓ, અન્ય જીવો, 
સગાં-સંબંધીઓ કે મનુષ્ય-સમાજ સહિત કોઈનો પણ ઋણી કે દાસ નથી.'

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Monday, 27 November 2023

કાલાવધિ


चत्वारि त्रीणि द्वै चैकं कृतादिषु यथाक्रमम् । 
सङ्ख्यातानि सहस्त्राणि द्विगुणानि शतानि च ॥

સત્યયુગની સમયાવધિ દેવોનાં ૪૮૦૦ વર્ષ બરાબર છે; 
ત્રેતાયુગની અવધિ દેવોનાં ૩૬૦૦ વર્ષ જેટલી છે; દ્વાપરયુગનો 
સમય દેવોનાં ૨૪૦૦ વર્ષ સમાન છે; અને કળિયુગની કાલાવધિ 
૧૨૦૦ દિવ્ય વર્ષો બરાબર થાય છે. 
દેવોનું એક વર્ષ મનુષ્યોનાં ૩૬૦ વર્ષ બરાબર થાય છે. તેથી સત્યયુગની સમયાવધિ 
૪૮૦૦ x ૩૬૦= ૧૭,૨૮,૦૦૦ વર્ષની થાય છે. ત્રેતાયુગની અવધિ ૩૬૦૦ x ૩૬૦= ૧૨,૯૬,૦૦૦ 
વર્ષની થાય છે. દ્વાપરયુગની અવિધ ૨૪૦૦ x ૩૬૦= ૮,૬૪,૦૦૦ વર્ષની થાય છે અને છેલ્લા 
કળિયુગની અવિધ ૧૨૦૦ x ૩૬૦= ૪,૩૨,૦૦૦ વર્ષ જેટલી થાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Saturday, 25 November 2023

ત્રુટિ અને વેધ


त्रसरेणुत्रिकं भुङ्क्ते यः कालः स त्रुटिः स्मृतः । 
शतभागस्तु वेधः स्यात्तैस्त्रिभिस्तु लवः स्मृतः ॥

ત્રણ ત્રસરેણના એકીકરણ માટે લાગતા સમયને ત્રુટિ 
કહેવામાં આવે છે અને સો ત્રુટિનો એક વેધ થાય છે. 
ત્રણ વેધનો એક લવ બને છે.

એવી ગણતરી થઈ છે કે જો એક સેકન્ડના ૧૬૮૭.૫ ભાગ કરવામાં 
આવે તો દરેક ભાગ એક ત્રુટિ જેટલો છે. જે અઢાર પરમાણુઓના એકીકરણ 
માટે લાગતો સમય છે. જુદા જુદા પદાર્થોમાં થતો પરમાણુઓનો આવો સંયોગ 
પ્રાકૃત સમયની ગણતરી સરજે છે. જુદી જુદી અવધિઓની ગણનામાં સૂર્ય કેન્દ્રબિંદુ છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Friday, 24 November 2023

ત્રસરેણુ


अणुद्वौ परमाणु स्यात्त्रसरेणुस्त्रयः स्मृतः |
जालार्करश्म्यवगतः खमेवानुपतन्नगात् ||

સ્થૂળ સમયના વિભાગોની ગણતરી આ પ્રમાણે 
થાય છે : બે પરમાણુઓનો એક અણુ બને છે અને 
ત્રણ અણુઓનો એક ત્રસરેણુ બને છે. આ ત્રસરેણુ 
બારીની જાળીમાંથી આવતા તડકામાં જોઈ શકાય છે.
ત્રસરેણુ આકાશમાં ઉંચે જતો સ્પષ્ટ દેખાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Thursday, 23 November 2023

પરમાણુ


चरमः सद्विशेषाणामनेकोऽसंयुतः सदा । 
परमाणुः स विज्ञेयो नृणामैक्यभ्रमो यतः ॥ 


ભૌતિક સૃષ્ટિનો અંતિમ કણ, જે અવિભાજ્ય છે અને 
જે દેહાકાર નથી, તે પરમાણુ કહેવાય છે. બધાં રૂપોના 
વિસર્જન પછી પણ તે અર્દશ્યરૂપે સદાય અસ્તિત્વ ધરાવે 
છે. ભૌતિક શરીર આવા પરમાણુઓનો સંયોગ માત્ર છે, 
પરંતુ સામાન્ય માણસ ભાવાર્થ તેને સમજવાની ભૂલ કરે છે.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Wednesday, 22 November 2023

દેવોની સૃષ્ટિ


देवसर्गश्चाष्टविधो विबुधाः पितरोऽसुराः । गन्धर्वाप्सरसः सिद्धा यक्षरक्षांसि चारणाः ॥ 

દેવોની સૃષ્ટિ આઠ પ્રકારની છેઃ (૧) દેવો, (૨) પિતૃઓ, (૩) અસુરો, (૪)ગંધર્વો અને 
અપ્સરાઓ, (૫) યક્ષો અને રાક્ષસો, (૬) સિદ્ધો, ચારણો તથા વિદ્યાધરો, (૭) ભૂતો, 
પ્રેતો અને પિશાચો અને (૮) કિન્નરો વગેરે. વિશ્વસૃષ્ટા બ્રહ્માએ આ સર્વનું સર્જન કર્યું છે.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।

Tuesday, 21 November 2023

સાદર પ્રણામ


तिर्यङ्मनुष्यविबुधादिषु जीवयोनि-ष्वात्मेच्छयात्मकृतसेतुपरीप्सया यः |
रेमे निरस्तविषयोऽप्यवरुद्धदेह- स्तस्मै नमो भगवते पुरुषोत्तमाय ||

હે મારા નાથ, આપની પોતાની ઇચ્છાથી જ આપ જીવોની વિભિન્ન 
યોનિઓમાં, મનુષ્યોમાં, મનુષ્યોથી ઊતરતી કક્ષાનાં પ્રાણીઓમાં તેમ 
જ દેવોમાં આપની દિવ્ય લીલા વિસ્તારવા પ્રગટ થાઓ છો. ભૌતિક સંસર્ગના 
પ્રભાવથી આપ અલિપ્ત રહો છો. આપ તો માત્ર નિજ ધર્મકર્તવ્ય પૂરું કરવા આવો 
છો, અને તેથી હે પુરુષોત્તમ, હું આપને આવાં વિભિન્ન રૂપ દર્શાવવા માટે સાદર 
પ્રણામ કરું છું.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Monday, 20 November 2023

મૂર્ખામીભર્યાં કર્મો


लोको विकर्मनिरतः कुशले प्रमत्तः कर्मण्ययं त्वदुदिते भवदर्चने स्वे |
यस्तावदस्य बलवानिह जीविताशां सद्यश्छिनत्त्यनिमिषाय नमोऽस्तु तस्मै ||

સાધારણ લોકો મૂર્ખામીભર્યાં કર્મો કરવામાં પરોવાય છે; પણ તેમના માર્ગદર્શન 
માટે આપે પ્રત્યક્ષ રીતે પ્રતિપાદિત કરેલ ખરેખર હિતકારક કર્મોમાં જોડાતા નથી. 
જ્યાં સુધી મૂર્ખામીભર્યું કર્મ કરવાની વૃત્તિ પ્રબળ રહે છે ત્યાં સુધી જીવન માટેની 
સંઘર્ષની તેમની બધી યોજનાઓ છિન્નભિન્ન થઈ જશે. માટે જે સનાતન કાળરૂપે 
કાર્ય કરે છે એવા પરમેશ્વરને હું પ્રણામ કરું છું.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Saturday, 18 November 2023

પ્રાણ ત્યાગ સમય


यस्यावतारगुणकर्मविडम्बनानि नामानि येऽसुविगमे विवशा गृणन्ति | 
तेऽनैकजन्मशमलं सहसैव हित्वा संयान्त्यपावृतामृतं तमजं प्रपद्ये ||


જેમનાં અવતારો, ગુણો તથા પ્રવૃત્તિઓ દુન્યવી પ્રવૃત્તિઓનું રહસ્યમય 
અનુકરણ કરે છે, તેમના ચરણકમળનો હું આશ્રય લઉં છું. પ્રાણ ત્યાગવાના 
સમયે અજાણતાં પણ તેમના દિવ્ય નામનું જે મનુષ્ય રટણ કરે છે તે અનેક જન્મનાં 
પાપોથી તત્કાળ મુક્ત થાય છે અને અચૂક તેમને પામે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Friday, 17 November 2023

કાન દ્વારા દર્શન


त्वं भक्तियोगपरिभावितहृत्सरोज आस्से श्रुतेक्षितपथो ननु नाथ पुंसाम् |
यद्यद्धिया त उरुगाय विभावयन्ति तत्तद्वपुः प्रणयसे सदनुग्रहाय ||

હે મારા નાથ, આપના ભક્તો સાચા શ્રવણની પ્રક્રિયા વડે કાન દ્વારા આપનાં 
દર્શન કરી શકે છે, અને એ રીતે તેમનાં હૃદય સ્વચ્છ થાય છે, અને ત્યાં આપ 
વિરાજો છો. આપના ભક્તો પ્રત્યે આપ એટલા દયાળુ છો કે જે જે સ્વરૂપમાં 
તેઓ આપનું ચિંતન કરે છે, તે તે વિશિષ્ટ દિવ્ય રૂપમાં આપ પ્રગટ થાવ છો.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Thursday, 16 November 2023

સંસારચક્ર


दैवाहतार्थरचना ऋषयोऽपि देव |
युष्मत्प्रसङ्गविमुखा इह संसरन्ति ||

અભક્તો પોતાની ઇન્દ્રિયોને બહુ ઉપાધિયુક્ત તથા 
વિસ્તૃત કાર્યોમાં પરોવે છે અને રાત્રે તેઓ અનિદ્રાથી 
પીડાય છે. કારણ, અનેક પ્રકારના માનસિક તર્કવિતર્કથી 
તેમની બુદ્ધિ સતત તેમને નિદ્રાભંગ કરે છે. દૈવીશક્તિ તેમની 
અનેકવિધ યોજનાઓને નિષ્ફળ બનાવે છે. મહર્ષિઓ સુધ્ધાં જો 
આપની દિવ્ય કથાથી વિમુખ હોય તો તેઓ પણ સંસારચક્રમાં ફસાયેલા રહે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Saturday, 11 November 2023

અસ્તિત્વરહિત


यावत्पृथक्त्वमिदमात्मन इन्द्रियार्थ- मायाबलं भगवतो जन ईश पश्येत् | 
तावन्न संसृतिरसौ प्रतिसङ्कमेत व्यर्थापि दुःखनिवहं वहती क्रियार्था ||

હે મારા સ્વામી, આત્માને માટે ભૌતિક દુઃખો વસ્તુતઃ અસ્તિત્વરહિત છે. 
છતાં જ્યાં સુધી બદ્ધ જીવ માને છે કે દેહ ઇન્દ્રિયતૃપ્તિ અર્થે છે, ત્યાં સુધી તો 
તે આપની માયાશક્તિ વડે પ્રભાવિત થઈને ભૌતિક દુઃખોનાં બંધનમાંથી મુક્ત 
થઈ શકતો નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Friday, 10 November 2023

‘મારું’ અને ‘તારું’


तावद्भयं द्रविणदेहसुहृन्निमित्तं शोकः स्पृहा परिभवो विपुलश्च लोभः | 
तावन्ममेत्यसदवग्रह आर्तिमूलं यावन्न तेऽङ्घ्रिमभयं प्रवृणीत लोकः ||

હે મારા નાથ, દુનિયાના લોકો ભૌતિક ચિંતાઓથી વ્યગ્ર બનેલા છે. 
તેઓ હંમેશાં ભયભીત રહે છે. તેઓ ધન, દેહ તથા મિત્રોનું રક્ષણ કરવાનો 
પ્રયત્ન સદા કરે છે. શોક, વ્યર્થ એષણા અને તેની આનુષંગિક બાબતની ઇચ્છાથી
તેઓ ભરેલા હોય છે, તથા લોભયુક્ત થઈને તેઓ ‘મારું’ અને ‘તારું’ના નાશવંત વિચારને
આધારે તેમની જવાબદારીઓ વેંઢારે છે. જ્યાં સુધી તેઓ આપના અભયદાતા ચરણકમળનો
આશ્રય લેતા નથી ત્યાં સુધી તેઓ આવી ચિંતાઓથી ઘેરાયેલા રહે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Thursday, 9 November 2023

ભૌતિક તત્ત્વથી અસ્પર્શ


नातः परं परम यद्भवतः स्वरूप- मानन्दमात्रमविकल्पमविद्धवर्चः |
पश्यामि विश्वसृजमेकमविश्वमात्मन् भूतेन्द्रियात्मकमदस्त उपाश्रितोऽस्मि ||

હે પ્રભુ, આપના વર્તમાન સચ્ચિદાનંદ રૂપથી ચડિયાતું એવું બીજું કોઈ રૂપ 
હું જોતો નથી. દિવ્ય વ્યોમમાંના આપના નિરાકાર બ્રહ્મજ્યોતિ પ્રકાશમાં સમય
સમય મુજબનો કોઈ ફેરફાર થતો નથી અને અંતરંગ શક્તિનો કોઈ હ્રાસ થતો નથી. 
હું આપનું શરણ લઉં છું કારણ કે મને તો મારા ભૌતિક દેહ તથા ઇન્દ્રિયોનો ગર્વ છે. 
જ્યારે આપ વિશ્વ-પ્રાગટ્યના મૂળ કારણ હોવા છતાં ભૌતિક તત્ત્વથી અસ્પર્શ છો.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Wednesday, 8 November 2023

પરમેશ્વરથી આકર્ષણ


આ સંસારમાં આશ્ચર્યચકિત કરી નાખતું પ્રાકૃતિક સૌંદર્ય
ભગવાનના દિવ્ય શરીર ના વિકૃત પ્રતિબિંબ જેવું ગણી શકાય.
ભગવાન પ્રાકૃતિક સૌંદર્યના મહત્ત્વને ઘટાડતા નથી, પણ જે 
વ્યક્તિ ભગવાનના સૌંદર્યથી આકર્ષિત થાય છે તેને પ્રાકૃતિક 
સૌંદર્ય નું આકર્ષણ રહેતું નથી. શ્રીમદ્દ ભગવદ્દ ગીતા માં વર્ણવ્યું 
છે કે જે પરમેશ્વરથી આકર્ષાયો હોય તે તેમનાથી નિમ્ન કક્ષાની 
અન્ય કોઈ વસ્તુથી આકર્ષાય જ નહિ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Tuesday, 7 November 2023

ઉત્કૃષ્ટ રસ


विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः |
रसवर्जं रसोડप्यस्य परं द्रष्ट्वा निवर्तते ||

દેહધારી જીવને ઇન્દ્રિયભોગ પરત્વે ભલે પ્રતિબંધિત કરવામાં 
આવે, તો પણ વિષયોને ભોગવવાની ઈચ્છા રહે છે. પરંતુ 
શ્રીકૃષ્ણભાવનામય ઉત્કૃષ્ટ રસનો અનુભવ થયા પછી, વિષયોનો 
રસ જતો રહે છે અને તે ભક્તિમાં સ્થિર થઈ જાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Monday, 6 November 2023

શક્તિમાન અને હોશિયાર


શ્રીમદ્દ ભગવદ્દગીતામાં ફળ માટે કાર્ય કરનાર માણસને મૂઢ અથવા મૂર્ખ 
તરીકે વર્ણવ્યા છે. આવા મૂર્ખ જીવો થોડાક ક્ષણિક લાભના બદલામાં 
શાશ્વત બંધનમાં પડવું પડતું હોય એવાં કાર્ય કરવાને અતિ ઉત્સાહી હોય 
છે. વ્યક્તિ અગર આખી જિંદગી વૈતરું કરી પોતાનાં બાળકો માટે પાછળ 
ઘણી મૂડી મૂકી જવાને શક્તિમાન બને તો પોતાની જાતને ખુબ હોશિયાર 
માને છે. અને આ રીતે આ ક્ષણિક લાભ પ્રાપ્ત કરવા તે બધી જ પાપી પ્રવૃતિઓ 
આચરવાનું જોખમ પણ ખેડે છે. પણ તેને એ જ્ઞાન નથી હોતું કે આવી પ્રવૃતિઓ 
તેને શાશ્વત કાળ માટે ભૌતિક બંધનની બેડીઓથી જકડાયેલી રાખે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Saturday, 4 November 2023

સુખ અનુભવ


यश्च मूढतमो लोके यश्च बुद्धेः परं गतः |
तावुभौ सुखमेधेते क्लिश्यत्यन्तरितो जनः ||

સૌથી મૂર્ખ લોકો તેમ જ પરમ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત 
કરેલ સૌથી બુદ્ધિશાળીઓ એ બે જ જાતના માણસો 
આ લોકમાં સુખ અનુભવે છે, તેમની વચ્ચેની બધી જ 
વ્યક્તિઓ ભૌતિક દુઃખો ભોગવે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Friday, 3 November 2023

સર્વ દુઃખોનું સંપૂર્ણ શમન


यदेन्द्रियोपरामोડथ द्रष्ट्रात्मनि परे हरौ |
विलीयन्ते तदा क्लेशाः संसुप्तस्येव कृत्स्नशः ||

  જયારે સર્વ ઇન્દ્રિયો દ્રષ્ટા એવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની 
સેવામાં જ નિમગ્ન થઇ સંતુષ્ટ થઇ જાય, ત્યારે ગાઢ નિદ્રામાંથી 
જાગ્રત થયેલા મનુષ્યની જેમ સર્વ દુઃખોનું સંપૂર્ણ શમન થઇ જાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Thursday, 2 November 2023

કર્ણનો ખરો હેતુ


एकान्तलाभं वचसो नु पुंसां सुश्लोकमौलेर्गुणवादमाहुः |
श्रुतेश्च विद्वद्भिरूपाकृतायां कथासुधायामुपसम्प्रयोगम् ||

પવિત્ર ક્રિયાઓ કરનાર ભગવાનની કીર્તિ અને પ્રવૃતિઓની ચર્ચામાં પ્રવૃત્ત 
થવું એ માનવ-જીવનની સર્વોત્તમ પૂર્ણતાનો લાભ છે. મહાવિદ્વાન ઋષિઓએ 
આવી પ્રવૃત્તિઓનું સુંદર સંપાદન કરી તેમને એવી વ્યવસ્થિત ગ્રંથસ્થ કરી છે કે 
માત્ર તેમનાં ચરણો પાસે બેસવાથી જ કર્ણનો ખરો હેતુ સિદ્ધ થઇ જાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Wednesday, 1 November 2023

કૃષ્ણ- વિજ્ઞાન


किबा विप्रा, किबा न्यासी, शूद्रा केने नय,
येइ कृष्ण-तत्त्व-वेत्ता, सेइ "गुरु" हय.

  વ્યક્તિ ભલે બ્રાહ્મણ કે શુદ્ર કે સંન્યાસી હોય,
પણ જો તે વિષ્ણુ ભગવાનના ભક્તનું પદ પ્રાપ્ત 
ન કરે એટલે કે કૃષ્ણ- વિજ્ઞાનમાં પારંગત ન હોય 
ત્યાં સુધી તે આધ્યાત્મિક ગુરુ ન થઇ શકે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।