Friday 30 June 2023

ઈચ્છાઓ અવરોધક બને છે



 

Thursday 29 June 2023

વિપ્ર અને બ્રાહ્મણ વચ્ચેનો તફાવત


"વિપ્ર" અને "બ્રાહ્મણ" શબ્દો માં થોડોક તફાવત છે.
જે લોકો કર્મકાંડમાં નિષ્ણાંત હોય છે તે વિપ્રો કહેવાય 
છે. તેઓ સમાજને જીવનની ભૌતિક જરૂરિયાતો સિદ્ધ 
કરવામાં માર્ગદર્શન આપે છે, જયારે બ્રાહ્મણો અધ્યાત્મના 
દિવ્ય જ્ઞાન માં પારંગત હોય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Wednesday 28 June 2023

બ્રહ્માજીની ટીકા



 

Tuesday 27 June 2023

પ્રકૃતિનો નિયમ



શ્રીમદ્ ભાગવતમ્ માં સમર્થન કર્યા મુજબ જીવ ઉપર ગ્રહો ના 
પ્રભાવનું ગણિત એ સત્ય હકીકત છે, પ્રકૃતિનો નિયમ એટલો 
સૂક્ષ્મ છે કે જેથી આપણા શરીરના દરેક ભાગ પર સંબંધ નક્ષત્રનો 
પ્રભાવ પડે છે. તેથી માણસ નું ભવિષ્ય તેના જન્મ વખતના 
ગ્રહ મંડળ થી નક્કી થાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Monday 26 June 2023

સાત માતાઓ


શાસ્ત્રો પ્રમાણે આપણી સાત માતાઓ હોય છે;
*જન્મ આપનાર સગી માતા *ગુરુપત્ની 
*બ્રાહ્મણપત્ની *રાજમાતા *ગાય 
*ધાવમાતા *ધરતીમાતા 
આ સાતેય નું માન એકસમાન રાખવું જોઈએ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Sunday 25 June 2023

સત્યને પ્રગટ કરે


यदा ह्यधर्मेण तमोधियो नृपा जीवन्ति तत्रैष हि सत्त्वतः किल |
धत्ते भगं सत्यमृतं दयां यशो भवाय रूपाणि दधद्यगे युगे ||

જયારે જયારે રાજાઓ અને શાશકો પશુઓના જેવું અધમ  જીવન
જીવે છે ત્યારે ત્યારે ભગવાન પોતાના શ્રેષ્ઠ શક્તિવિધાયક સત્યને પ્રગટ
કરે છે, વફાદાર ઉપર ખાસ દયા કરે છે, અદ્દભુત કાર્યો કરે છે અને યુગે યુગે
જરૂર અનુસાર વિવિધ દિવ્ય સ્વરૂપો વ્યક્ત કરે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Friday 23 June 2023

શ્રીકૃષ્ણ હાજરાહજૂર છે.


सर्वात्मनः समदशो ह्यदयस्यानह्नकृतेः |
तत्कृतं मतिवैषम्यं निरवद्यस्य न कव्चित् ||

ભગવાન શ્રીકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હોવાથી 
સર્વના હૃદયમાં હાજરાહજૂર છે. તેઓ સૌના પ્રત્યે સરખા 
દયાળુ છે અને ભેદભાવના જુઠા અહંથી તેઓ મુક્ત છે.તેથી 
તેઓ જે કાંઈ કરે છે તે ભૌતિક ઉન્માદથી મુક્ત હોય છે.
તેઓ સમભાવી છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Thursday 22 June 2023

જન્મ-મરણની ઘટમાળને અટકાવે


शृण्वन्ति गायन्ति गुणन्त्यभीक्ष्णशः स्मरन्ति नन्दन्ति तवेहितं जनाः |
त एव पश्यन्त्यचिरेण तावकं भवप्रवाहोपरमं पदाम्बुजम्  ||

હે શ્રીકૃષ્ણ ! તમારી દિવ્ય લીલાઓનું જેઓ સતત શ્રવણ, કીર્તન અને 
ગાન કરે છે અથવા બીજું કોઈ એમ કરે તેમાં આનંદ પામે છે, તે તમારા 
ચરણકમળને અવશ્ય પામે છે. માત્ર આપનાં ચરણકમળ જ જન્મ-મરણની 
ઘટમાળને અટકાવે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Wednesday 21 June 2023

સાદર નમસ્કાર


कृष्णाय वासुदेवाय देवकिनन्दनाय च |
नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः ||

હું ભગવાન શ્રીકૃષ્ણને મારા સાદર નમસ્કાર કરું છું જેઓ 
વસુદેવના પુત્ર, દેવકીને આનંદ આપનાર, વૃંદાવનના ગોપજનો 
તથા નંદના કુમાર તેમ જ ઇન્દ્રિયો તથા ધેનુઓને આનંદિત કરનાર છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Tuesday 20 June 2023

અન્યના માર્ગને અનુસરવું ભયાવહ હોય છે


 श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् |
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ||

પોતાના નિયત કર્તવ્ય દોષયુક્ત હોય તો પણ પૂરાં કરવાં 
એ બીજા મનુષ્યોનાં સારી રીતે કરેલાં કર્તવ્યકર્મો કરતા 
વધુ શ્રેયસ્કર છે.
પોતાનાં કર્તવ્યકર્મો કરવામાં મરણ થાય તો તે પણ અન્યનાં 
કર્તવ્યકર્મમાં પ્રવૃત થવા કરતા વધારે સારું છે.
કારણ કે અન્યના માર્ગને અનુસરવું ભયાવહ હોય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 

 

Monday 19 June 2023

અષાઢી બીજ ના રામ રામ - જય શ્રીકૃષ્ણ



"હરિ" શબ્દ અનેક અર્થ  સૂચવે છે, પણ એ શબ્દનું 
મુખ્ય તાત્પર્ય એ છે કે તેઓ (ભગવાન) દરેક અશુભ
વસ્તુનો પરાભવ કરે છે અને શુદ્ધ આધ્યાત્મિક પ્રેમનું
દાન કરીને તે ભક્તોના મનને હરી લે છે.

આપ સૌને અષાઢી બીજ ના રામ રામજય શ્રીકૃષ્ણ 

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।

 

Sunday 18 June 2023

ગાઢ નિંદ્રામાં પણ કાનની ઇન્દ્રિય કામ કરતી હોય છે


यस्यां वै श्रूयमाणायां कृष्णे परमपुरुषे |
भकत्तिरुत्पद्यते पुन्सः शोकमोहभयापहा ||

શ્રીમદ્દ ભાગવતમ્ ની કથાનું માત્ર શ્રવણ કરવાથી માણસને પૂર્ણ 
પુરુષોત્તમ પરમેશ્વર શ્રીકૃષ્ણ માટે પ્રેમ થાય છે અને જેવો આવો 
પ્રેમ થાય કે તરત જ ભૌતિક દુઃખના લક્ષણો અદ્રશ્ય થાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Friday 16 June 2023

સાત સૂર


નારદજી ને દિવ્ય વીણા ભગવાન શ્રીકૃષ્ણ એ આપેલી છે,
જેમાંથી તેના સાત સૂરો દ્વારા ભગવાનની લીલાનો સતત 
મહિમાગાન કરે છે. ( વીણા નું નામ મહત્તી છે )
દિવ્ય સાત સૂરો :- ષ (ષડજ), ઋ (ઋષભ), ગા (ગાંધાર), મા (મધ્યમ),
પ (પંચમ), ધ (ધૈવત) અને નિ (નિષાદ)    

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Wednesday 14 June 2023

ભગવાનની કૃપા


ભગવાનના સ્વરૂપનું દર્શન કરવા માટે કોઈ યાંત્રિક પ્રક્રિયા 
નથી. તેનો સંપૂર્ણ આધાર માત્ર ભગવાનની કૃપા ઉપર રહેલો છે.
જેવી રીતે સૂર્ય પોતાની મેળે ઉગે છે, તેવી જ રીતે ભગવાન પોતાની 
અહૈતુકી કૃપાથી પ્રસન્ન થઈને પ્રગટ થાય છે.
વ્યક્તિએ માત્ર તે ધન્ય પળની પ્રતીક્ષા જ કરવાની છે અને ભગવાનની 
ભક્તિનો પોતાનો નિયત ધર્મ બજાવ્યા કરવાનો છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

Tuesday 13 June 2023

શ્રીકૃષ્ણ ચાર પ્રકારના ખોરાક પચાવે છે


अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः |
प्राणापान समायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ||


શ્રીકૃષ્ણ કહે છે કે જીવનની અગ્નિ બનીને, હું બધા 
જીવોના શરીરમાં પ્રવેશ કરું છું અને ઉપર અને નીચે
તરફના શ્વાસ સાથે ભેળવીને હું ચાર  પ્રકારે   ખોરાક 
પચાવું છું 

ચાર  પ્રકારે   ખોરાક :- ચાવવું - ચગળવુ - ચૂસવું - પીવું 


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Monday 12 June 2023

સુખ શાંતિનો માર્ગ




વ્યક્તિ એ ઘણી જહેમતે કમાયેલું પોતાનું ધન, ભગવાનના 
કામમાં વાપરવું જોઈએ. હંમેશા એવો વિચાર કરો કે એકઠા 
થયેલા પૈસા એ ભગવાનની સંપત્તિ છે. ધન એ ભાગ્ય દેવી 
લક્ષ્મી ગણાય છે અને પરમેશ્વર એ લક્ષ્મીપતિ છે. તેથી સંપત્તિને 
ભગવાનની સેવામાં વાપરો અને સુખી થાઓ.
પોતાને જેનું ખાસ આકર્ષણ હોય, એવી દરેક વસ્તુ માણસે 
ભગવાનની સેવામાં અર્પણ કરવી જોઈએ. સુખ શાંતિનો 
આ જ માર્ગ છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Sunday 11 June 2023

સર્વ પ્રકારના દુઃખો નો અંત


एतत्संसुचितं ब्रह्मंस्तापत्रयचिकित्सितम् |

यदिश्वरे भगवति कर्म ब्रह्मणि भावितम् ||

શ્રીમદ્દ ભાગવતમ્ માં એમ ઠરાવેલું છે કે પોતાનાં 
કર્મોને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રીકૃષ્ણની સેવામાં 
અર્પણ કરવા એ સર્વ પ્રકારના દુઃખો અને યાતનાઓના 
નિવારણનો ઉપાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Friday 9 June 2023

વ્યક્તિ શ્રીકૃષ્ણ ને જાતે મળી શકે છે


येनैवाहं भगवतो वासुदेवस्य वेधसः |
मायानुभावमविदं येन गच्छन्ति तत्पदम् ||

શ્રીકૃષ્ણ ભગવાનની શક્તિના પ્રભાવને સ્પષ્ટપણે સમજવી જોઈએ, 
તેઓ દરેક વાસ્તુના સર્જનકર્તા,પાલનકર્તા  અને વિનાશકર્તા છે. આ 
જ્ઞાન થવાથી વ્યક્તિ તેમની પાસે પાછી ફરી શકે છે  અને જાતે તેમને 
મળી શકે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 

 

Thursday 8 June 2023

સુખ યથાસમયે આવી મળશે


तस्यैव हेतोः प्रयतेत कोविदो न लभ्यते यद्भ्रमतामुपर्यधः |
तल्लभ्यते दुःखवदन्यतः सुखं कालेन सर्वत्र गभीररंहसा ||

જે માણસો ખરેખર બુદ્ધિશાળી અને દાર્શનિક વલણવાળા હોય છે,
તેમણે બ્રહ્મલોકથી પાતાળ સુધી ભટકવા છતાંય, જેને પ્રાપ્ત કરી શકાતું 
નથી, તેવા ધ્યેય માટે જ પુરુષાર્થ કરવો જોઈએ. જ્યાં સુધી ભોગવિલાસમાંથી 
મળતો સુખનો સંબંધ છે ત્યાં સુધી, જેવી રીતે યથાકાળે આપણે ન ઇચ્છીએ તોપણ 
દુઃખ આવી મળે છે, તેવી જ રીતે સુખ પણ યથાસમયે આવી મળશે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Wednesday 7 June 2023

નિષ્ફળતાનો ભય નથી


त्यक्त्वा स्वधर्मं चरणाम्बुजं हरे र्भजन्न पक्वोडथ  पतेत्ततो यदी |
यत्र क्व वाभद्रमभूदमुष्य किं को वार्थ आप्तोडभजतां स्वधर्मतः ||

 પરમેશ્વરની ભક્તિમય સેવામાં લાગી જવા માટે જેમણે પોતાની 
ભૌતિક પ્રવૃતિઓ છોડી દીધી છે, તેઓ કેટલીકવાર અપરિપક્વ 
દશામાં હોય ત્યારે પતન પણ પામે છે. છતાં પણ તેમને માટે નિષ્ફળ 
જવાનો કોઈ ભય નથી. બીજી બાજુએ, એક અભક્ત પોતાના કર્તવ્યોમાં 
પુરેપુરો વ્યસ્ત રહેલો હોવા છતાં કંઈ જ પામતો નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Tuesday 6 June 2023

માત્ર બીજાને સુખ આપવું


જેઓ ભગવત્કાર્યને વરેલા છે તેઓ માત્ર બીજાઓના 
કલ્યાણ, સુખ અને પ્રગતિ માટે જ જીવે છે. તેઓ પોતાના 
કોઈ અંગત સ્વાર્થ માટે જીવતા નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Monday 5 June 2023

ભગવાનની સેવા

 


य एषां पुरुषं साक्षाद् आत्मप्रभवमिश्वरम् |
न भजन्त्य अवजानन्ति स्थानाद् भ्रष्टाः पतन्त्य् अधः ||

"જે મનુષ્ય જીવમાત્રના ઉદ્ભવસ્થાન આદ્ય ભગવાનની સેવા 
કરતો નથી અને સ્વકર્તવ્યનિ ઉપેક્ષા કરે છે, તે નિશ્ચિતપણે 
પોતાની સ્વરૂપાવસ્થામાંથી નીચે પતન પામે છે"

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


Sunday 4 June 2023

ગોવિંદ ના નામનો જપ


શ્રીપાદ શંકરાચાર્યે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે મનુષ્યે ભગવાન શ્રીકૃષ્ણના 
ચરણારવિંદ નો આશ્રય ગ્રહણ કરવો જોઈએ, કારણ કે ચર્ચા કર્યા કરવાથી કોઈ 
લાભ થવાનો નથી. પરોક્ષ રીતે શ્રીપાદ શંકરાચાર્યે કબુલ્યું કે તેમણે વેદાંત સૂત્રોનો 
પ્રભાવશાળી ભાષામાં જે ઉપદેશ આપ્યો હતો, તે માણસને મરણ સમયે ઉપયોગી 
નથી થતો. મૃત્યુની અંતિમ પળે તો મનુષ્યે ગોવિંદ ના નામનો જપ કરવો જોઈએ.
લાંબા કાળ અગાઉ શુકદેવ ગોસ્વામીએ આ જ સત્યની જાણ કરી હતી કે અંતિમ 
સમયે માણસે નારાયણનું સ્મરણ કરવું જોઈએ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Friday 2 June 2023

ભાગવત પુરાણ


ભાગવત પુરાણ સૂર્ય સમાન તેજસ્વી છે અને ભગવાન શ્રીકૃષ્ણ 
ધર્મ, જ્ઞાન વગેરે સહિત સ્વધામ પધાર્યા પછી તેનો ઉદય થયો છે.
કલિયુગમાં જેમણે અજ્ઞાનના ગાઢ અંધકાર ને લીધે દ્રષ્ટિ ગુમાવી 
છે તેમને આ પુરાણમાં થી પ્રકાશ પ્રાપ્ત થશે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Thursday 1 June 2023

જનોઈ (યજ્ઞોપવિત)


હૃદયમાં બધા દેવગણ રહેલા છે, પ્રાણ પણ હૃદયમાં નિવાસ કરે છે, અને 
હૃદયમાંજ પ્રાણ તથા જ્યોતિ પણ પ્રતિષ્ઠિત છે. આ રીતે હૃદયમાં ત્રણ 
સ્વરૂપમાં બ્રાહ્મણો નિવાસ છે.
આ જ તથ્યને પ્રગટ કરવા માટે ત્રણ સૂત્રો (દોરા) થી યુક્ત "યજ્ઞસૂત્ર" અર્થાત 
જનોઈ (યજ્ઞોપવિત) છે. એવું એનું રહસ્ય જાણનારા માને છે. એ અવિનાશી 
પરબ્રહ્મ ચેતનાના રૂપમાં હૃદયમાં રહેલ છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।