Sunday, 30 April 2023

ઈશ્વર એટલે આનંદ


ઈશ્વર એટલે આનંદ. એ આનંદને બહાર પકડવા જાય તેને 
આનંદ મળતો નથી. આનંદ બહાર નથી. આનંદ કોઈ સ્ત્રીમાં,
પુરુષ માં, મોટરમાં, બંગલામાં કે કોઈ પદાર્થ માં નથી. આનંદ 
તો આપણામાં અંદર છે. આપણી અંદર રહેલો આનંદ જ આપણને 
મળે છે. આનંદ આત્માનું સ્વરૂપ છે. આનંદ બહારથી આવતો નથી.
આનંદ આત્મા માંથી નીકળે છે. જે આનંદ ને બહાર વિષયોમાં શોધવા 
જાય છે, તેને આનંદ કે ઈશ્વર બેમાંથી એકેય મળતું નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।

 

Saturday, 29 April 2023

ભગવાનની લીલા કોણ સમજી શકે છે


अतः श्रीकृष्ण नामादि न भवेद् ग्राह्यम् इन्द्रियै |
सेवोन्मुख् हि जिह्वादौ स्वयम् एव स्फ़ुर्त्यद् ||


કોઈ પણ મનુષ્ય પોતાની ભૌતિક રીતે દુષિત થયેલી ઇન્દ્રિયો દ્વારા 
શ્રીકૃષ્ણનાં નામ,રૂપ,ગુણ તથા તેમની લીલાઓની દિવ્ય પ્રકૃતિને 
સમજી શકતો નથી.ભગવાનની દિવ્ય સેવા દ્વારા આધ્યાત્મિક રીતે 
સંતૃપ્ત થયા પછી જ તે ભગવાનનાં દિવ્ય નામ,રૂપ, ગુણ તથા લીલાઓને 
સમજી શકે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।

Friday, 28 April 2023

પરમાત્મા સદાય સ્થિત છે


जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः |
शितोष्ण सुखदुःखेषु  तथा मानापमानयोः ||

ટાઢ-તડકો, સુખ-દુઃખ તેમજ માન-અપમાનમાં જેના અંતઃ કરણની 
વૃત્તિઓ શાંત છે, એવા સ્વાધીન આત્માવાળા પુરુષમાં પરમાત્મા 
સદાય સ્થિત છે. પરમાત્મા એનાથી કદી અલગ થતા નથી. " जितात्मा"
 અર્થાત  જેણે મનસહિત ઇન્દ્રિયો જીતી લીધી છે તેની વૃત્તિ પરમશાંતિમાં 
પ્રવાહિત થાય છે. ( આ જ આત્મા ના ઉદ્ધાર ની અવસ્થા છે.)

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Thursday, 27 April 2023

ભગવદ્દગીતા શું શીખવે છે ?


આપણે માત્ર શરીરથી જ નહિ પરંતુ આપણા મન તથા બુદ્ધિથી પણ કર્મ કરીએ છીએ.
તેથી મન તથા બુદ્ધિ પરમેશ્વરના વિચારોમાં જ સદા પરોવાયેલા રહે, તો સ્વાભાવિક રીતે 
ઇન્દ્રિયો પણ તેમની સેવામાં પરોવાયેલી રહેશે.ઉપરછલ્લી રીતે, ઓછામાં ઓછું ઇન્દ્રિયોના 
કાર્ય તો એના એ જ રહે છે, પરંતુ ચેતનામાં પરિવર્તન થાય છે. મન તથા બુદ્ધિ ને ભગવાનના 
વિચારમાં કેવી રીતે તલ્લીન રાખવા, તે ભગવદ્દગીતા શીખવે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Tuesday, 25 April 2023

ખરેખરો પાગલ


લોકો કહે છે કે ગોપીઓ શ્રી કૃષ્ણ ની પાછળ પાગલ બની ગઈ હતી.
પણ પાગલ થયા વિના પરમાત્મા મળતા નથી.પૈસા માટે લોકો પાગલ 
બને છે, ત્યારે તેમને ભૂખ તરસ લાગતી નથી, કામી મનુષ્ય ને સ્થળ, કાળ નું 
ભાન રહેતું નથી, ત્યારે આ ગોપીઓ પરમાત્મા માટે પાગલ બની છે.
સંસારના વિષયો ભોગવવા પાગલ બને તે જ ખરેખરો પાગલ છે, જ્યારે 
પરમાત્મા ના મિલન માટે પાગલ બને તે તો જ્ઞાની છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Monday, 24 April 2023

મારુ મરણ સુધરશે કે નહિ ?


શરીર છોડતાં હજાર વિંછી ઓ એક સાથે કરડે એની વેદના થાય છે.
આવી વેદનામાં પ્રભુનું નામ જીભ પર રહે, પ્રભુની કૃપા રહે, તેવા મનુષ્યનું 
જ જીવન ધન્ય છે.
ઈશ્વર જેના પુત્ર છે તેના માતા-પિતાને પણ બીક છે કે મારુ મરણ સુધરશે
કે નહિ ? જે એક એક ક્ષણ ને સુધારે, વાસનાઓનો (ઈચ્છાઓનો)  વિનાશ 
કરે અને પ્રભુનું નામ નિરંતર જીભ પર રાખે, તેનું મરણ સુધારે છે. 
સુખ ભોગવવા ની ।ઇચ્છા" એ વાસનાનું કારણ બને છે.વાસના મરણ ને 
બગાડે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

Saturday, 22 April 2023

અહૈતુકી ભક્તિમય સેવા જ જોઈએ છે


न धनं न जनं न सुन्दरीं कवितां वा जगदीश कामये |
मम जन्मनि जन्मनिश्वरे भवताद् भक्तिर् अहैतुकी त्वयि ||

"હે સર્વશક્તિમાન પ્રભુ, મારે ધન એકત્ર કરવાની કોઈ ઈચ્છા નથી કે 
નથી મારે સુંદર સ્ત્રીઓની કામના, તેમ જ હું કોઈ અનુયાયીઓ પણ 
ઈચ્છતો નથી. મારે તો ફક્ત જન્મોજનમ આપણી અહૈતુકી ભક્તિમય 
સેવા જ જોઈએ છે."

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Friday, 21 April 2023

હરિ કથા વગર મોહ નાશ નથી


હજારો મનુષ્યોમાં કોઈ એક ધર્માત્મા હોય છે, હજારો ધર્માત્મા માં કોઈ એક 
વૈરાગ્યવાન હોય છે, હજારો વૈરાગ્યવાન માં કોઈ એક જ્ઞાનવાન હોય છે,
હજારો જ્ઞાનવાન માં કોઈ એક જીવન મુક્ત હોય છે.
અને હજારો જીવન મુક્ત માં કોઈ એક બ્રહ્મલીન હોય છે, ને આવા બ્રહ્મલીન 
માં પણ દુર્લભ હરિ ભક્ત હોય છે.
હરિ કથા સાંભળવાથી તમામ શંકાઓનું સમાધાન મળી જાય છે.
સત્સંગ વગર હરિ કથા નથી અને હરિ કથા વગર મોહ નાશ નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

Thursday, 20 April 2023

સંત અને અસંત


મનુષ્ય શરીર ધારણ કરીને જે લોકો બીજાને દુઃખ દે છે, તે જન્મ મરણ ની ચક્કીમાં 
પીસાયા જ કરે છે. તેવાઓનો ઈશ્વર જ કાળ છે.
બીજાને સુખી કરે તે સંત, અને બીજાને દુઃખી કરે તે અસંત.
જગતમાં પરોપકાર સમાન કોઈ પુણ્ય નથી અને પરપીડન સમાન કોઈ પાપ નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Wednesday, 19 April 2023

ઈશ્વર ચિંતન નહિ છોડું


ઘણા ઈચ્છે છે, વિચારે છે કે વ્યવહાર બરાબર થાય, વ્યવહાર પૂરો 
થઈ જાય પછી ભક્તિ કરીશ.
પરંતુ વ્યવહાર બરાબર કોઈનો થયો નથી અને થવાનો પણ નથી.
મહાત્માઓ કહે છે કે સર્વ રીતે જગતમાં કોઈ સુખી થતો નથી અને 
થાય તો સાન - ભાન ભૂલે છે.
સંસારમાં અડચણ રોજ આવે છે, પણ નિશ્ચય કરવાનો છે કે,
"હું એક ક્ષણ પણ ઈશ્વર ચિંતન નહિ છોડું"

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Tuesday, 18 April 2023

રામ છો કે રાવણ


 

 

જેટલું પણ ભગવાને દીધેલું છે જો તે પૂરતું છે તો તમે રામ છો.
અને જો જેટલું પણ છે તે પૂરતું નથી તો તમે રાવણ છો.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


Monday, 17 April 2023

પ્રભુ શ્રી રામ ના "નામ" નો મહિમા


પ્રભુ શ્રી રામ ના "નામ" નો મહિમા જે એકવાર સમજી જાય પછી તેને કાંઈ 
સમજવાનું રહેતું નથી.
નારદજી એ હનુમાનજી ને "રામ-નામ"  નો મંત્ર આપતા કહ્યું હતું કે બોલો,
"ૐ શ્રી રામ જય રામ જય જય રામ"
આ મંત્રમાં "ૐ" એ વિશ્વ- રૂપ પરમાત્મા નું સ્વ-રૂપ છે.
"શ્રી રામ" એ ( તે પરમાત્મા ને) સંબોધન છે - તેમના નામ નો પોકાર છે.
 "જય રામ" એ સ્તુતિ છે. અને "જય જય રામ" એ પૂર્ણ સમર્પણ છે.
એટલે આ મંત્ર કરતી વખતે-દરેક શબ્દે -એવો ભાવ કરવાનો કે-
" હે, ૐ સ્વરૂપ શ્રી રામ, હું આપણી સ્તુતિ કરું છું, આપનો જય ગાઉ છું,
આપના શરણે આવ્યો છું.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।    


 

Saturday, 15 April 2023

સુખી થવાનો રસ્તો


સુખી થવાના ઘણા રસ્તા છે પણ બીજા કરતા વધારે સુખી થવાનો કોઈ રસ્તો નથી.
માટે પ્રભુ નું નામ જપ કરો અને કશાયની આશા તૃષ્ણા રાખો નહિ તમારા માટે જે સારું 
હશે તે પ્રભુ પોતે જ આપી દેશે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Friday, 14 April 2023

મનુષ્ય પરમાત્મા ને ભૂલી જાય છે


મોટે ભાગે તો વધુ સુખ અને પૈસો થાય એટલે મનુષ્ય પરમાત્મા ને ભૂલી જાય છે,
અને એશ - આરામ, ભોગવિલાસ માં પડી જાય છે. કે જે ભોગ - વિલાસ સુખના દ્વારે થી 
દુઃખ ને દ્વારે ધકેલવાનો રસ્તો છે.
જે પરમાત્મા ને સદા સાથે રાખે, તેમની ભક્તિ કરે તે કદી દુઃખી થતો નથી, અને કદાચ 
કોઈ ભાગ્ય ને વશ દુઃખી થાય તો પરમાત્મા તેને દુઃખ સહન કરવાની શક્તિ આપે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Thursday, 13 April 2023

આસક્તિ રાખવી નહિ


કોઈ પણ વસ્તુ કે જીવ પ્રત્યે આસક્તિ રાખવી નહિ એવું બધા શાસ્ત્રો માં લખેલું મળે છે,
અને પ્રભુ જેવું બોલે છે તેવું આચરી પણ બતાવે છે. 
કંસને માર્યા પછી મથુરાનું રાજ્ય શ્રી કૃષ્ણ ઉગ્રસેન ને આપી દયે છે, શ્રી રામ પણ વાલી ને 
મારી કિષ્કિંધા નું રાજ્ય પોતે રાખતા નથી અને સુગ્રીવ નો રાજા તરીકે અને અંગદ નો યુવરાજ 
પદે રાજ્યાભિષેક કરે છે, રાવણ ને મારી ને પણ લંકાનું સામ્રાજ્ય વિભીષણ ને આપી દે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  

 

Wednesday, 12 April 2023

સાચો મિત્ર


જે મનુષ્ય મિત્ર ના દુઃખે દુઃખી થતો નથી, તેનું મોં જોવામાં પણ પાપ છે.
પોતાના પહાડ જેવા દુઃખ ને રજ જેવડું જાણે ને મિત્ર ના રજ જેવડા દુઃખ 
ને પહાડ જેવું જાણે અને તેને મદદ કરે તે સાચો મિત્ર.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Tuesday, 11 April 2023

અતિ વિદ્યા ઝેર સમાન છે



થોથા મગજમાં ભરવાથી વિદ્યાવાન થવાતું નથી.વિદ્યા તો ભોજન જેવી છે.
ભોજન પચે અને ભૂખ હોય એટલું જ ખવાય, ભૂખ વિનાનું અને વધારે ખાધેલું 
ઝેર થાય છે. વિદ્યા ની ભૂખ હશે તેને પછી શકે તેટલી વિદ્યા લાભકારી થાય,
અતિ વિદ્યા ઝેર સમાન છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Monday, 10 April 2023

નવધા ભક્તિ


પ્રભુ શ્રી રામે શબરી ને કહેલી નવધા ભક્તિ,
 
* પહેલી ભક્તિ -સંત્સંગ છે , માટે સંતોનો સત્સંગ કરવો.
* બીજી ભક્તિ - મારી (પ્રભુની) કથાનું શ્રવણ છે , માટે ભાવથી મારી કથા સાંભળવી 
* ત્રીજી ભક્તિ  - ગુરુચરણ ની સેવા છે અભિમાન રહિત થઈને સેવા કરવી 
* ચોથી ભક્તિ  - મારા (પ્રભુના) ગુણોના ગાન છે, માટે નિર્મલ મનથી મારુ ગુણ કીર્તન કરવું.
* પાંચમી ભક્તિ  - મારુ(પ્રભુનું) નામ છે, માટે શ્રદ્ધાભાવે મારા નામ નો જાપ કરવો.
* છઠ્ઠી ભક્તિ  - સદ્ ધર્મ પ્રત્યે રતિ અને કર્મ પ્રત્યે વિરતિ, ઈન્દ્રિયદમન અને શીલ નું સેવન છે.
* સાતમી ભક્તિ  - સમભાવ છે. માટે સર્વ મારામાં ઓત - પ્રોત છે એમ જાણવું.
* આઠમી ભક્તિ  - સંતોષ છે, જે પ્રાપ્ત છે તેમાં સંતોષ અને પરદોષ જોવા નહિ.
* નવમી ભક્તિ  - નિષ્કપટતા છે. હૃદયમાં દૃઢ શ્રદ્ધા રાખવી અને હર્ષ - શોક કરવો નહિ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Saturday, 8 April 2023

ભક્તિ નો સંબંધ


मानउ एक भक्ति कर नाता 
जाति पाति कुल धर्म बडाइ,धन,बल,परिजन,गुण चतुराइ,
भक्ति हीन नर सोहइ कैसा, बीनु जल बारिन्द देखहि जैसा|

 પ્રભુ શ્રી રામ શબરી ને કહે છે,
હું બીજા સંબંધ માં માનતો નથી, હું તો એકમાત્ર ભક્તિ નો જ સંબંધ જાણું છું.

મનુષ્યમાં નાત - જાત, કુળ, ધર્મ, ધન, બળ, બુદ્ધિ-વગેરે  ભલે બધું હોય,
પણ જો ભક્તિ ના હોય તો તે મારે મન જળ વિનાના વાદળ જેવા છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Friday, 7 April 2023

સાચું સૌંદર્ય


ચામડીનું સૌંદર્ય એ સાચું સૌંદર્ય નથી, ચામડી પર તેજાબ ના છાંટા 
પડે તો તે ચામડી વિકૃત થઈ જાય છે.  ચામડી પર જેની નજર જાય તે 
ચમાર છે. જે આકાર જુએ છે તેમાં વિકાર જન્મે છે.અને વિકાર માનવી ને 
પાપ પ્રતિ દોરે છે.

રૂપનું અભિમાન અનર્થ કરનારું છે. રૂપ, ધન, વૈભવ, સત્તા - આ બધું 
ઈશ્વર ની કૃપા થી મળેલું છે, એમ સમજી મનમાં વિનમ્રતા-વિવેક ધારણ 
કરવા જોઈએ. 


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Thursday, 6 April 2023

જગતમાં કશું દુર્લભ નથી


परहित बस जिन्ह् के माहि, तिन्ह् कहु जग दुर्लभ कछु नाहि|

જેના મનમાં બીજાનું હિત વસેલું છે, તેને જગતમાં કશું દુર્લભ નથી,
સદ્દગતિ મળેલી જ છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Wednesday, 5 April 2023

સમતા એ જ યોગ છે


સુંદર અને અસુંદર, શુભ અને અશુભ, રુદ્ર અને કોમળ - આ બધા એક જ 
પદાર્થ નાં  બે પાસાં છે.
જે શિવ છે-તે જ રુદ્ર છે, જે આશુતોષ એટલે કે જલ્દી થી પ્રસન્ન થનારા છે 
તે જ પ્રલયકારી પણ છે. 
જે મનુષ્ય આ વિષમતા માં સમતા જાણી શકે છે તે જ ખરું જાણે છે. એટલે તો 
ગીતાજી માં કહ્યું છે કે - સમતા એ જ યોગ છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

Tuesday, 4 April 2023

ભગવાન કોઈનું પણ ઋણ રાખતા નથી


ભગવાન કોઈનું પણ ઋણ રાખતા નથી એટલે તો તેમને "રણછોડ" (ઋણ-છોડ) કહે છે.
રામાવતારમાં લક્ષ્મણે કરેલી સેવાનો બદલો આપવાની ઈચ્છા થી  ભગવાને કૃષ્ણાવતારમાં
મોટાભાઈ તરીકે લક્ષ્મણ નો સ્વીકાર કરી ને એમની સેવા કરી હતી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

Monday, 3 April 2023

રામ પ્રગટ થશે


મહાત્માઓ કહે છે કે - જ્યાં બેસીને તમે પ્રભુ શ્રી રામ નું ધ્યાન કરશો ત્યાં રામજી પ્રગટ થશે.
જગતમાં કોઈ એવી જગ્યા નથી જ્યાં રામજી વિરાજતા  ન હોય, એટલે જ બધા સ્થળ રામનું 
ધ્યાન કરવા માટે યોગ્ય છે. ધ્યાન કરનારો ધીરે ધીરે જગત ને ભૂલે છે. અને પછી પોતાને પણ 
ભૂલી જાય છે. ત્યારે ધ્યાતા (ધ્યાન કરનાર) ,ધ્યાન અને ધ્યેય (પરમાત્મા) એક થઇ જાય છે.
જીવ,શિવ અને સૃષ્ટિ એક થઈ જાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

Saturday, 1 April 2023

કરેલાં કર્મ પ્રમાણે



શાસ્ત્રમાં લખ્યું છે કે સંપત્તિ અને સંતતિ 
અને સંસારસુખ એ પૂર્વજન્મના કરેલાં 
કર્મ પ્રમાણે જ નક્કી થયેલા છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।