Monday, 30 June 2025

અનિત્ય અને સુખ વિનાનું મનુષ્ય- શરીર


किं पुनर्ब्राह्मणा: पुण्या भक्ता राजर्षयस्तथा |
अनित्यमसुखं लोकमिमं प्राप्य भजस्व माम् ||
भ.गी. 9.33

જે પવિત્ર આચરણ કરવાવાળા બ્રાહ્મણો તથા
ઋષિસ્વરૂપ ક્ષત્રિયો ભગવાનના ભક્તો હોય,
તે પરમગતીને પામે એમાં તો કહેવું જ શું ?
આથી આ અનિત્ય અને સુખ વિનાનું મનુષ્ય-
શરીરને પામીને તું મારું ભજન કર.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 28 June 2025

નિઃસંદેહ પરમ ગતિને પામે છે


मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्यु: पापयोनय: |
स्त्रियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यान्ति परां गतिम् ||
भ.गी. 9.32

હે પૃથાનંદન ! જે કોઈ પણ પાપયોનિવાળા હોય તથા
જે પણ સ્ત્રીઓ, વૈશ્યો, તથા શુદ્રો હોય, તેઓ પણ મારે
સર્વથા મારા થઈને નિઃસંદેહ પરમ ગતિને પામે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 27 June 2025

મારા કોઈ ભક્તનું ક્યારેય પતન નથી થતું


क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति |
कौन्तेय प्रतिजानीहि न मे भक्त: प्रणश्यति ||
भ.गी. 9.31

એ સત્વરે એટલે કે એજ ક્ષણે ધર્માત્મા થઇ જાય
છે અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે. હે
કુંતીનંદન ! તું હિંમતભેર ઘોષણા કર કે મારા કોઈ
ભક્તનું ક્યારેય પતન નથી થતું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 26 June 2025

સાધુ જ માનવાયોગ્ય


अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक् |
साधुरेव स मन्तव्य: सम्यग्व्यवसितो हि स: ||
भ.गी. 9.30

જો કોઈ અત્યંત દુરાચારી પણ અનન્ય ભક્ત
બનીને મને ભજે છે, તો તેને સાધુ જ માનવાયોગ્ય
છે; કેમકે તેણે ખુબ સારી રીતે દ્રઢ નિશ્ચય કરી લીધો છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 25 June 2025

ન તો કોઈ મને અપ્રિય છે અને ન કોઈ પ્રિય છે


समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रिय: |
ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् ||
भ.गी. 9.29

હું સઘળાં પ્રાણીઓમાં સમાન છું, તે પ્રાણીઓમાં ન
તો કોઈ મને અપ્રિય છે અને ન કોઈ પ્રિય છે. છતાં
પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે, તેઓ મારામાં છે
અને હું પણ એમનામાં પ્રત્યક્ષરૂપે પ્રગટ છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 24 June 2025

સર્વથી સર્વથા મુક્ત થયેલો તું મને જ પ્રાપ્ત થઈશ


शुभाशुभफलैरेवं मोक्ष्यसे कर्मबन्धनै: |
संन्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि ||
भ.गी. 9.28

આ પ્રમાણે મને અર્પણ કરવાથી કર્મબંધનથી અને
શુભ એટલે કે વિહિત અશુભ એટલે કે નિષિદ્ધ સંપૂર્ણ
કર્મફળથી તું છૂટી જઈશ. આમ પોતાના સહિત સર્વ
કાંઈ મને અર્પણ કરવાવાળો અને સર્વથી સર્વથા મુક્ત
થયેલો તું મને જ પ્રાપ્ત થઈશ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 23 June 2025

સઘળું મને અર્પણ કરી દે


यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् |
यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् ||
भ.गी. 9.27

હે કૌન્તેય ! તું જે કંઈ કર્મ કરે છે, જે કંઈ
ખાય છે, જે કંઈ યજ્ઞ દ્વારા હોમે છે, જે કંઈ
દાન કરે છે તથા જે કંઈ તપ કરે છે, એ સઘળું
મને અર્પણ કરી દે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 21 June 2025

અનાયાસે જ વસ્તુ મળે તે મને પ્રેમથી અર્પણ કરે


पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति |
तदहं भक्त्युपहृतमश्नामि प्रयतात्मन: ||
भ.गी. 9.26

જે કોઈ ભક્ત પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે
અનાયાસે જ વસ્તુ મળે તે મને પ્રેમથી અર્પણ
કરે છે, તે મારામાં તલ્લીન થયેલા અંતઃકરણવાળા
ભક્ત દ્વારા પ્રેમપૂર્વક અર્પેલા ઉપહાર ભેટને હું આરોગું
છું અર્થાત્ સ્વીકાર કરું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 20 June 2025

મારું પૂજન કરનારા ભક્તો મને જ પ્રાપ્ત થાય છે


यान्ति देवव्रता देवान्पितॄ न्यान्ति पितृव्रता: |
भूतानि यान्ति भूतेज्या यान्ति मद्याजिनोऽपि माम् ||
भ.गी. 9.25

સકામ ભાવે દેવતાઓનું પૂજન કરનારા મૃત્યુ પછી
દેવતાઓને પ્રાપ્ત થાય છે. પિતૃઓને પૂજનારા પિતૃઓને
પ્રાપ્ત થાય છે. ભૂતોને પૂજનારા ભૂત-પ્રેતોને પ્રાપ્ત થાય છે.
પરંતુ મારું પૂજન કરનારા ભક્તો મને જ પ્રાપ્ત થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 19 June 2025

સમસ્ત યજ્ઞોનો ભોક્તા અને સ્વામી


अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च |
न तु मामभिजानन्ति तत्त्वेनातश्च्यवन्ति ते ||
भ.गी. 9.24

કેમ કે સમસ્ત યજ્ઞોનો ભોક્તા અને સ્વામી
પણ હું જ છું; પણ તે મને તત્ત્વથી નથી જાણતા,
માટે જ તેમનું પતન થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 18 June 2025

અન્ય દેવતાઓમા પણ મારી જ પૂજા કરે છે


येऽप्यन्यदेवता भक्ता यजन्ते श्रद्धयान्विता: |
तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम् ||
भ.गी. 9.23

હે કુન્તીપુત્ર ! જે પણ ભક્તો શ્રદ્ધાથી યુક્ત અન્ય
દેવતાઓનું પૂજન કરે છે તેઓ પણ મારી જ પૂજા
કરે છે; પરંતુ એમનું તે પૂજન અવિધિપૂર્વકનું એટલે
કે દેવતાઓને મારાથી અલગ માને છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 17 June 2025

પરમેશ્વર પોતે વહન કરે છે


अनन्याश्चिन्तयन्तो मां ये जना: पर्युपासते |
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ||
भ.गी. 9.22

જે અનન્ય ભક્તજનો મુજ પરમેશ્વરનું નિરંતર ચિંતન
કરતાં મારી સારી રીતે ઉપાસના કરે છે - મારામાં નિરંતર
લાગેલા તે ભક્તોનો યોગક્ષેમ ( અપ્રાપ્તની પ્રાપ્તિ અને
પ્રાપ્ત ની રક્ષા ) હું પોતે વહન કરું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 16 June 2025

પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુલોકમાં પાછા આવે છે


ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति |
एवं त्रयीधर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते ||
भ.गी. 9.21

તેઓ એ વિશાળ સ્વર્ગલોકના ભોગો ભોગવીને પુણ્ય ક્ષીણ
થતાં મૃત્યુલોકમાં પાછા આવે છે. આ રીતે ત્રણેય વેદોમાં
કહેલાં સકામ કર્મોનો આશ્રય લેનારા, તેમજ ભોગોને ઇચ્છતા
માણસો આવાગમનને પ્રાપ્ત થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 14 June 2025

દેવતાઓના ભોગોને ભોગવે છે


त्रैविद्या मां सोमपा: पूतपापा यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते |
ते पुण्यमासाद्य सुरेन्द्रलोक मश्नन्ति दिव्यान्दिवि देवभोगान् ||
भ.गी. 9.20

ત્રણેય વેદોમાં વિધાન કરાયેલા સકામ કર્મોને કરનારા,
સોમરસ પીનારા, પાપ વિનાના માણસો યજ્ઞો દ્વારા મારું
ઇન્દ્રરૂપે પૂજન કરીને સ્વર્ગ પ્રાપ્તિની પ્રાર્થના કરે છે. એ
પુણ્યોના ફળસ્વરૂપે પવિત્ર સ્વર્ગલોકને પ્રાપ્ત કરીને ત્યાં
સ્વર્ગના દિવ્ય એવા દેવતાઓના ભોગોને ભોગવે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 13 June 2025

અમૃત અને મૃત્યુ તથા સત્-અસત્ પણ હું જ છું


तपाम्यहमहं वर्षं निगृह्णम्युत्सृजामि च |
अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन ||
भ.गी. 9.19

હે અર્જુન ! સંસારના હિત માટે હું જ સૂર્યરૂપે
તપું છું, હું જ જળને ગ્રહણ કરું છું અને ફરી એ
જળને હું જ વર્ષારૂપે વરસાવું છું. વધારે તો શું
કહું પણ અમૃત અને મૃત્યુ તથા સત્-અસત્ પણ
હું જ છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 12 June 2025

સમગ્ર સંસાર હું જ છું


अहं क्रतुरहं यज्ञ: स्वधाहमहमौषधम् | मन्त्रोऽहमहमेवाज्यमहमग्निरहं हुतम् ||
पिताहमस्य जगतो माता धाता पितामह: | वेद्यं पवित्रमोङ्कार ऋक्साम यजुरेव च ||
गतिर्भर्ता प्रभु: साक्षी निवास: शरणं सुहृत् | प्रभव: प्रलय: स्थानं निधानं बीजमव्ययम् ||
भ.गी. 9.16-17-18

ક્રતુ હું છું, યજ્ઞ વગેરે સ્માર્ત કર્મ હું છું, સ્વધા હું છું, ઔષધ હું છું, મંત્ર
હું છું, ઘૃત હું છું, અગ્નિ હું છું અને હવનરૂપી ક્રિયા પણ હું છું. જાણવા
યોગ્ય પવિત્ર ૐકાર, ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું. આ
સકળ જગતનો પિતા, ધાતા, માતા, પિતામહ, ગતિ, ભરણ-પોષણ કરનાર,
પ્રભુ, સાક્ષી,નિવાસ,આશ્રય, સુહૃદ્, ઉત્પત્તિ, પ્રલય, સ્થાન, નિધાન (ભંડાર),
તથા અવિનાશી બીજ પણ હું જ છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 11 June 2025

અભિન્નભાવે અને સેવ્યસેવકભાવે


ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते |
एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतोमुखम् ||
भ.गी. 9.15

બીજા સાધકો જ્ઞાનયજ્ઞ દ્વારા અભિન્નભાવે મારું
પૂજન કરતાં રહીને મારી ઉપાસના કરે છે. અને
બીજા પણ કેટલાક સાધકો પોતાને પૃથક માનીને
ચારે બાજુ મુખવાળા મારા વિરાટ સ્વરૂપની અર્થાત્
સંસારને મારું વિરાટરૂપ માનીને સેવ્યસેવકભાવે મારી
અનેક પ્રકારથી ઉપાસના કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 10 June 2025

નિત્ય-નિરંતર મારામાં લાગેલા

 


सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रता: |
नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते ||
भ.गी. 9.14

નિત્ય-નિરંતર મારામાં લાગેલા મનુષ્યો દ્રઢનિશ્ચયી
થઈને પ્રયત્ન પૂર્વક સાધનામાં લાગેલા અને અનન્ય
પ્રેમથી મારાં નામ અને ગુણોનું કીર્તન કરતાં તથા મને
વારંવાર પ્રણામ કરતાં નિરંતર મારી ઉપાસના કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 9 June 2025

સર્વ પ્રાણીઓનો આદિ અને અવિનાશી


महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिता: |
भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम् ||
भ.गी. 9.13

પણ હે પૃથાનંદન ! દૈવી પ્રકૃતિને આશ્રિત અનન્ય
મનવાળા મહાત્માઓ મને સર્વ પ્રાણીઓનો આદિ
અને અવિનાશી સમજીને મારું ભજન કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 7 June 2025

સફળતા આપનારાં કર્મ અને જ્ઞાન


मोघाशा मोघकर्माणो मोघज्ञाना विचेतस: |
राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिता: ||
भ.गी. 9.12

આસુરી રાક્ષસી અને મોહિની પ્રકૃતિનો જ આશ્રય
લે છે, આવા અવિવેકી મનુષ્યોની બધી આશાઓ
વ્યર્થ હોય છે, બધાં શુભ કર્મો વ્યર્થ હોય છે અને
બધાં જ્ઞાન વ્યર્થ હોય છે, અર્થાત્ તેમની આશાઓ,
કર્મ અને જ્ઞાન એટલે કે સમજણ સફળતા આપનારાં
નથી હોતાં.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 6 June 2025

મૂઢ માણસો મારી અવજ્ઞા કરે છે


 अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् |
परं भावमजानन्तो मम भूतमहेश्वरम् ||
भ.गी. 9.11

મૂઢ માણસો મારા સઘળાં પ્રાણીઓના મહાન
ઇશ્વરરૂપ પરમ ભાવને ન જાણીને મને મનુષ્ય
શરીરને આશ્રિત માનીને અર્થાત્ સાધારણ
મનુષ્ય માનીને મારી અવજ્ઞા કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//



Thursday, 5 June 2025

પ્રકૃતિ મારી અધ્યક્ષતામાં જગતને સર્જે છે


मयाध्यक्षेण प्रकृति: सूयते सचराचरम् |
हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते ||
भ.गी. 9.10

પ્રકૃતિ મારી અધ્યક્ષતામાં ચરાચરસહિત
આખા જગતને સર્જે છે. હે કુંતીપુત્ર ! આ
જ હેતુના લીધે જ સંસારનું વિવિધ પ્રકારે
પરિવર્તન થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 4 June 2025

પરમાત્માને એ કર્મો નથી બાંધતા


न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय |
उदासीनवदासीनमसक्तं तेषु कर्मसु ||
भ.गी. 9.9

હે ધનંજય ! સૃષ્ટિ રચના વગેરે કર્મોમાં આસક્તિ
વિનાના અને ઉદાસીનની જેમ સ્થિત મુજ પરમાત્માને
એ કર્મો નથી બાંધતા.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 3 June 2025

વારંવાર રચના કરું છું


प्रकृतिं स्वामवष्टभ्य विसृजामि पुन: पुन: |
भूतग्राममिमं कृत्स्नमवशं प्रकृतेर्वशात् ||
भ.गी. 9.8

પ્રકૃતિને વશમાં થવાથી પરતંત્ર થયેલા આ
સંપૂર્ણ પ્રાણીસમુદાયની કલ્પોના આદિમાં
હું મારી પ્રકૃતિને વશમાં કરીને વારંવાર
રચના કરું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 2 June 2025

મહાપ્રલયવેળાએ અને મહાસર્ગના સમયે


सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम् |
कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम् ||
भ.गी. 9.7

હે કુંતીનંદન ! કલ્પોનો ક્ષય થતાં એટલે કે
મહાપ્રલયવેળાએ બધાં પ્રાણીઓ મારી પ્રકૃતિને
પામે છે અને કલ્પોના આરંભે એટલે કે મહાસર્ગના
સમયે એમને હું ફરી સર્જુ છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//