Friday, 28 February 2025

ચોક્કસ સુખ પ્રાપ્ત થાય છે


प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् |
उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् ||
भा.गी. 6.27

જે નિષ્પાપ છે અને જેનો રજોગુણ શાંત થઈ
ચુક્યો છે, જેનું મન સમ્યક્ રીતે શાન્ત થઈ ગયું
છે, એવા આ બ્રહ્મરૂપ બનેલા યોગીને ચોક્કસ
ઉત્તમ અને સાત્ત્વિક સુખ પ્રાપ્ત થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 27 February 2025

અભ્યાસનું સ્પષ્ટ સ્વરૂપ આપતો શ્લોક


यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् |
ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ||
भा.गी. 6.26

સ્થિર ન રહેનારું અને ચંચળ મન જ્યાં-જ્યાં
વિચરે છે, ત્યાં-ત્યાંથી રોકીને એને એક પરમાત્મામાં
જ સારી રીતે જોડી દેવું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 26 February 2025

પરમાત્મા સિવાયનું ચિંતન ન કરે


सङ्कल्पप्रभवान्कामांस्त्यक्त्वा सर्वानशेषत: | मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्तत: ||
शनै: शनैरुपरमेद्बुद्ध्या धृतिगृहीतया | आत्मसंस्थं मन: कृत्वा न किञ्चिदपि चिन्तयेत् ||
भा.गी. 6.24-25

સંકલ્પથી ઉત્પન્ન થનારી સઘળી કામનાઓને સર્વથા ત્યજીને
તેમજ મન વડે જ ઇન્દ્રિયોના સમુદાયને બધી બાજુથી સમ્યક્
રીતે રોકીને ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા ધીરે-ધીરે ઉપરામ થઈ જાય
અને મન બુદ્ધિને પરમાત્માસ્વરૂપમાં સમ્યક્ પ્રકારે સ્થિત કરીને
પછી પરમાત્મા સિવાય બીજા કશાયનું પણ ચિંતન ન કરે.

// हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे //

Tuesday, 25 February 2025

'યોગ' એટલે દુઃખોના સંયોગનો જ વિયોગ


तं विद्याद् दु:खसंयोगवियोगं योगसञ्ज्ञितम् |
स निश्चयेन योक्तव्यो योगोऽनिर्विण्णचेतसा ||
भा.गी. 6.23

જેમાં દુઃખોના સંયોગનો જ વિયોગ છે, એને
'યોગ' નામથી જાણવો જોઈએ. તે યોગ જે
ધ્યાન-યોગનું લક્ષ્ય છે, તે ધ્યાનયોગનો અભ્યાસ
ધૈર્યશીલ અને ઉત્સાહી ચિત્તથી નિશ્ચયપૂર્વક
કરવો જોઈએ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 24 February 2025

વિચલિત કરી શકાતો નથી


यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं तत: |
यस्मिन्स्थितो न दु:खेन गुरुणापि विचाल्यते ||
भा.गी. 6.22

જે લાભ પ્રાપ્ત થતાં એનાથી વધુ બીજો કોઈ અધિક
લાભ નથી માનતો, અને જેમાં સ્થિત રહેલો યોગી
ઘણા ભારે દુઃખથી પણ વિચલિત કરી શકાતો નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 22 February 2025

વિચલિત થતો જ નથી


सुखमात्यन्तिकं यत्तद्बुद्धिग्राह्यमतीन्द्रियम् |
वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वत: ||
भा.गी. 6.21

જે સુખ અનંત, ઇન્દ્રિયોથી અતીત અને
બુદ્ધિગ્રાહ્ય છે, તે સુખ અવસ્થામાં અનુભવે
છે અને જે સુખમાં સ્થિત થયેલો ધ્યાનયોગી
તત્ત્વથી પછી કદીયે વિચલિત થતો જ નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 21 February 2025

પોતે-પોતાનામાં જ સંતુષ્ટ


यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया |
यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति ||
भा.गी. 6.20

યોગનું સેવન કરવાથી જે અવસ્થામાં નિરુદ્ધ
ચિત્ત ઉપરામ થઈ જાય છે અને જે અવસ્થામાં
સ્વયં પોતે-પોતાથી પોતે-પોતાનો સાક્ષાત્કાર
કરતો પોતે-પોતાનામાં જ સંતુષ્ટ થઈ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 20 February 2025

યોગીના ચિત્તની ઉપમા


यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता |
योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मन: ||
भा.गी. 6.19

જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી દીવાની
જ્યોત ડોલતી નથી, યોગનો અભ્યાસ કરતાં વશ
કરેલા ચિત્તવાળા યોગીના ચિત્તની એવી જ ઉપમા
કહેવાઈ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 19 February 2025

તે યોગી છે-એમ કહેવાય


यदा विनियतं चित्तमात्मन्येवावतिष्ठते |
नि:स्पृह: सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा ||
भा.गी. 6.18

વશમાં કરેલું ચિત્ત જે વખતે પોતાના સ્વરૂપમાં
જ સ્થિત થઈ જાય છે અને સ્વયં સમસ્ત પદાર્થોથી
નિઃસ્પૃહ થઈ જાય છે તે વખતે તે યોગી છે-એમ
કહેવાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 18 February 2025

યોગ તો યથાયોગ્ય ચેષ્ટા કરનારનો જ સિદ્ધ થાય છે


युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु |
युक्तस्वप्नावबोधस्य योगो भवति दु:खहा ||
भा.गी. 6.17

દુઃખનો નાશ કરનાર યોગ તો યથાયોગ્ય આહાર-
વિહાર કરનારનો, કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરનારનો
તથા યથાયોગ્ય ઊંઘનાર તેમજ જાગનારનો જ સિદ્ધ
થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 17 February 2025

આ યોગ જ સિદ્ધ થાય છે


नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नत: |
न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन ||
भा.गी. 6.16

હે અર્જુન ! આ યોગ ન તો ખુબ ખાનાર અને
ન બિલકુલ ન ખાનારનો તથા ન ઘણું ઊંઘનાર
અને ન બિલકુલ ન ઊંઘનારનો જ સિદ્ધ થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 15 February 2025

મનને નિરંતર પરમાત્મામાં જોડીને


युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानस: |
शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति ||
भा.गी. 6.15

વશ કરેલા મનનો યોગી મનને આ રીતે
નિરંતર પરમાત્મામાં જોડીને મારામાં સમ્યક
સ્થિતિવાળી જે નિર્વાણ પરમા શાન્તિ છે, તેને
પ્રાપ્ત થઈ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 14 February 2025

સાવધાન ધ્યાન યોગી


प्रशान्तात्मा विगतभीर्ब्रह्मचारिव्रते स्थित: |
मन: संयम्य मच्चित्तो युक्त आसीत मत्पर: ||
भा.गी. 6.14

સમ્યક્ રીતે શાન્ત અંતઃકરણનો નિર્ભય તથા
જે બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત છે એવો સાવધાન
ધ્યાન યોગી મનને સંયત કરી મારામાં ચિત્ત જોડી
મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 13 February 2025

અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ


तत्रैकाग्रं मन: कृत्वा यतचित्तेन्द्रियक्रिय: | उपविश्यासने युञ्ज्याद्योगमात्मविशुद्धये ||
समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिर: | सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् ||
भा.गी. 6.12-13

તે આસન પર બેસીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને
વશમાં રાખી મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે
યોગનો અભ્યાસ કરે.
કાયા, મસ્તક અને ડોકને સીધાં તેમજ અચળ રાખીને અને
અન્ય દિશાઓમાં ન જોતો માત્ર પોતાની નાસિકાના અગ્રભાગે
દ્રષ્ટિ ટેકવીને સ્થિર થઇ બેસે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 12 February 2025

આસનને સ્થિર રૂપે સ્થાપીને


शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मन: |
नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् ||
भा.गी. 6.11

શુદ્ધ ભૂમિ પર જેના પર ક્રમશઃ દર્ભ, મૃગચર્મ
અને વસ્ત્ર પાથરેલાં છે, તેમજ જે ન ઘણા ઊંચા
અને ન ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિર
રૂપે સ્થાપીને.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 11 February 2025

ભોગબુધ્ધિથી સંગ્રહ ન કરવાવાળો


योगी युञ्जीत सततमात्मानं रहसि स्थित: |
एकाकी यतचित्तात्मा निराशीरपरिग्रह: ||
भा.गी. 6.10

ભોગબુધ્ધિથી સંગ્રહ ન કરવાવાળો, કશાયની
ઈચ્છા ન રાખનાર અને અંતઃકરણ તથા શરીરને
વશમાં રાખનાર યોગી એકલો જ એકાન્ત સ્થળે
સ્થિત થઈને મનને નિરંતર પરમાત્મામાં જોડે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 10 February 2025

શ્રેષ્ઠ મનુષ્ય


सुहृन्मित्रार्युदासीनमध्यस्थद्वेष्यबन्धुषु |
साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते ||
भा.गी. 6.9

સુહૃદ, મિત્ર, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ,
દ્વેષ્ય તેમજ બંધુગણોમાં, અને ધર્માત્માઓમાં
અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનાર
મનુષ્ય શ્રેષ્ઠ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 7 February 2025

માટી, પથ્થર અને સુવર્ણમાં સમબુદ્ધિ


ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रिय: |
युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चन: ||
भा.गी. 6.8

જેનું અંતઃકરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે,
જેની સ્થિતિ વિકારરહિત છે, જેની ઇન્દ્રિયો
સારી પેઠે જીતાયેલી છે તેમજ જે માટી, પથ્થર
અને સુવર્ણમાં સમબુદ્ધિ છે. એવો યોગી યુક્ત
એટલે કે યોગારૂઢ કહેવાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 6 February 2025

નિર્વિકાર મનુષ્યને પરમાત્મા નિત્યપ્રાપ્ત છે


जितात्मन: प्रशान्तस्य परमात्मा समाहित: |
शीतोष्णसुखदु:खेषु तथा मानापमानयो: ||
भा.गी. 6.7

જેણે પોતે જ પોતાને જીતી લીધો છે તેવા
ઠંડી-ગરમી એટલે કે અનુકૂળતા-પ્રતિકૂળતા
સુખ-દુઃખાદિમાં તથા માન-અપમાનમાં
નિર્વિકાર મનુષ્યને પરમાત્મા નિત્યપ્રાપ્ત છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 5 February 2025

પોતે જ પોતાનો મિત્ર-પોતે જ પોતાનો શત્રુ


बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जित: |
अनात्मनस्तु शत्रुत्वे वर्ते तात्मैव शत्रुवत् ||
भा.गी. 6.6

જેણે પોતે-પોતાથી પોતે-પોતાને જીતી લીધો છે,
તેના માટે પોતે જ પોતાનો મિત્ર છે અને જેણે પોતાને
જીત્યો નથી એવા અનાત્માનો આત્મા જ શત્રુતામાં શત્રુની
જેમ વર્તે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 4 February 2025

પોતાના વડે પોતાનો ઉદ્ધાર


उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् |
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मन: ||
भा.गी. 6.5

પોતાના વડે પોતાનો ઉદ્ધાર કરે, પોતાને
અધોગતિમાં ન નાખે; કારણકે પોતે જ
પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો
શત્રુ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 3 February 2025

સઘળા સંકલ્પોનો ત્યાગી


यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते |
सर्वसङ्कल्पसंन्यासी योगारूढस्तदोच्यते ||
भा.गी. 6.4

કારણ કે જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગોમાં
તથા નથી કર્મોમાં પણ આસક્ત થતો, તે વખતે
તે સઘળા સંકલ્પોનો ત્યાગી મનુષ્ય યોગારૂઢ
કહેવાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 1 February 2025

યોગી માટે કર્તવ્યકર્મ કરવું હેતુ કહેવાય


आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते |
योगारूढस्य तस्यैव शम: कारणमुच्यते ||
भा.गी. 6.3

જે યોગમાં એટલે કે સમતા માં આરૂઢ થવા ઈચ્છે છે,
એવા મનનશીલ યોગી માટે કર્તવ્યકર્મ કરવું હેતુ કહેવાય
છે અને તે જ યોગારૂઢ માણસ માટે શમ, એટલે કે શાંતિ
કલ્યાણમાં હેતુ કહેવાયો છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//