Wednesday, 31 July 2024

ભગવાનનો અનુગ્રહ


यदा यस्यानुगृह्णाति भगवानात्मभावितः ।
   स जहाति मतिं लोके वेदे च परिनिष्ठिताम् ॥


મનુષ્ય પૂરેપૂરો ભક્તિપરાયણ બને છે, ત્યારે ભગવાન 
તેના ઉપર અનુગ્રહ કરે છે અને અહેતુકી કૃપા વરસાવે છે.
આમ થાય ત્યારે પ્રબુદ્ધ ભક્ત બધાં દુન્યવી કર્મો તથા વેદોક્ત
કર્મકાંડોનો ત્યાગ કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 30 July 2024

બધાં સંકટોને પાર કરી જશો


कृच्छ्रो महानिह भवार्णवमप्लवेशां षड्डुर्गनक्रमसुखेन तितीर्षन्ति । 
तत्त्वं हरेर्भगवतो भजनीयमङ्गि कृत्वोडुपं व्यसनमुत्तर दुस्तरार्णम् ॥

અવિદ્યારૂપી ભવસાગર તરવો ઘણો અઘરો છે, કારણ કે તે ઘણા ભયાનક 
મગરમચ્છોથી ભરેલો છે. તે સાગરને પાર કરવા માટે અભક્તો કઠોર વ્રત-તપ 
કરે છે. તેમ છતાં, અમે તમને એવી ભલામણ કરીએ છીએ કે તમે કેવળ પૂર્ણ 
પુરુષોત્તમ ભગવાનના ચરણકમળનો આશ્રય લો, કે જે ભવસાગરને તરી જવા 
માટે નૌકા સમાન છે. સાગરને પાર કરવો મુશ્કેલ છે, તોયે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના 
ચરણકમળનો આશ્રય લેવાથી તમે બધાં સંકટોને પાર કરી જશો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 29 July 2024

સંસારની દુઃખમય દશામાંથી મુક્ત


मिछे मायार वशे, याच्छ भेसे, खाच्छ हाबुडुबु, भाइ,
जीव कृष्ण-दास, ए विश्वास, करले त'आर दुःख नाइ.

મારા વ્હાલા જીવો, તમે ભૌતિક પ્રકૃતિ-માયાનાં મોજાઓ વડે 
તણાઈ રહ્યા છો. કોઈવાર તમે સપાટી ઉપર આવો છો, તો કોઈવાર 
તમને ડુબાડી દેવામાં આવે છે. આ રીતે તમારું સનાતન જીવન વૃથા 
જઈ રહ્યું છે. જો તમે કેવળ શ્રીકૃષ્ણને પકડી તેમના ચરણકમળનો આશ્રય 
લેશો તો સંસારની દુઃખમય દશામાંથી એકવાર વળી મુક્ત થઇ જશો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Saturday, 27 July 2024

બુદ્ધિના કાબૂમાં મન


पञ्चेन्द्रियार्था आरामा द्वारः प्राणा नव प्रभो। 
तेजोऽबन्नानि कोष्ठानि कुलमिन्द्रियसङ्ग्रहः ॥

જ્ઞાન ગ્રહણ કરનારી પાંચ ઇન્દ્રિયો છે - દૃષ્ટિ, સ્વાદ, 
ગંધ, શબ્દ અને સ્પર્શ. અને તે જે નવ દરવાજા મારફત 
ક્રિયા કરે છે તે આ છેઃ બે આંખો, બે કાન, એક મોં, બે નસકોરાં, 
એક જનનેન્દ્રિય અને એક ગુદા. આ છિદ્રોને નગરની દીવાલમાંના 
દરવાજાની ઉપમા આપી છે. પૃથ્વી, જળ તથા અગ્નિ મુખ્ય ઘટકો છે 
અને મન મુખ્ય કર્તા છે, જે બુદ્ધિના કાબૂમાં રહે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 26 July 2024

હે મારા વહાલા શ્રીકૃષ્ણ

        

                           कृष्ण त्वदीय पद पङ्कज पञ्जरान्तं अद्यैव मे विशतु मानस राज हंसः |
                           प्राण प्रयाण समये कफ वात पित्तैः कण्ठ अवरोधन विधौ स्मरणं कुतः ते ॥

                            "હે મારા વહાલા શ્રીકૃષ્ણ, મારુ તત્કાળ મરણ થાય એવી કૃપા કરો,
                            જેથી આપણા ચરણકમળરૂપી વેલ મારા મનરૂપી રાજહંસને વીંટી
                            લે. નહિ તો, છેલ્લા શ્વાસ ચાલતા હોય ત્યારે, કફ-વાત-પિત્તથી ગળું 
                            રૂંધાઇ ગયું હોય ત્યારે હું આપનું સ્મરણ કેવી રીતે કરી શકીશ?"


                                                //हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
                                                हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 25 July 2024

ભગવાન તો બહુ હળવી સજા કરી રહ્યા છે


                                                        तत्तेऽनुकम्पां सुसमीक्षमाणो भुञ्जान एवात्मकृतं विपाकम् ।
                                                        हृद्वाग्वपुर्भिर्विदधन्नमस्ते जीवेत यो मुक्तिपदे स दायभाक् ॥ 

                                                        ભક્ત તેના જીવનની વિપરીત દશાને ભગવાનના વરદાનરૂપે 
                                                        ગ્રહણ કરે છે અને તેથી તે ભગવાનને વધારે ને વધારે પ્રણામ 
                                                        તથા પ્રાર્થના કરે છે ત્યારે તે એમ મને છે કે પોતાનાં પૂર્વકૃત 
                                                        દુષ્કૃત્યોને લીધે આ સજા થઇ છે અને ભગવાન તો બહુ હળવી 
                                                        સજા કરી રહ્યા છે.

                                                                //हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
                                                                    हरे राम हरे राम राम राम हरे हरे//

 

Wednesday, 24 July 2024

અભાગીયો નોકર


नूनं त्वकृतपुण्यास्ते भृत्या येष्वीश्र्वराः शुभे |
कृतागः स्वात्म सात्कृत्वा शिक्षादण्डं न युञ्जते ||
श्रीमद् भागवतम् 4.26.21

જયારે સ્વામી પોતાના નોકરને તેના અપરાધ માટે 
કોઈ જાતની સજા કર્યા વિના પોતાના માણસ તરીકે 
અપનાવી લે છે, ત્યારે તે નોકરને અભાગીયો જ ગણવો 
જોઈએ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 23 July 2024

ઘર અને વન વચ્ચે તફાવત નથી


माता यस्य गृहे नास्ति भार्या चाप्रियवादिनी।
अरण्यं तेन गन्तव्यं यथारण्यं तथा गृहम् ॥

જે માણસના ઘરમાં નથી માતા કે નથી પ્રિયંવદા
પત્ની, તેણે ઘર તજીને વનમાં ચાલ્યા જવું જોઈએ.
કારણ કે તેને માટે ઘર અને વન વચ્ચે કોઈ તફાવત
હોતો નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 22 July 2024

બીજાઓના દોષ જોવા એ દોષ જ છે



 

Saturday, 20 July 2024

સંતાનો,પત્ની અને ધનસંપત્તિ


गृहेषु कुटधर्मेषु पुत्रदारधनार्थधीः |
न परं विन्दते मूढो भ्राम्यन् संसारवत्र्मसु ||

જે મનુષ્યો કહેવાતા સુંદર જીવનમાં જ રસ ધરાવે છે,
એટલે કે સંતાનો તથા પત્નીની જંજાળમાં અને ધનસંપત્તિની 
ખોજ કરવામાં ગૃહસ્થ બની રહેવા ઈચ્છે છે, તેઓ એમ માને છે 
કે આવી વસ્તુઓ જીવનનું શ્રેય છે. આવા મનુષ્યો જીવનનું પરમ 
શ્રેય પામ્યા વિના વિવિધ પ્રકારના શરીરોમાં રહી સંસારભરમાં 
ભટકતા રહે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे 
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 19 July 2024

ચિંતા ને ચિતા


 

Thursday, 18 July 2024

ભગવાનનું પ્રાધાન્ય


કૌટુંબિક સ્નેહ અને ભગવત્પ્રેમ – એ બેમાં ઘણો ફેર છે. કુટુંબમાં મમતાવાળો સ્નેહ થઈ જાય છે ત્યારે કુટુંબના અવગુણો તરફ નજર જતી જ નથી; પરંતુ 'આ મારા છે’– એવો ભાવ રહે છે. એવી જ રીતે ભગવાનનો ભક્તમાં ખાસ | સ્નેહ થઈ જાય છે ત્યારે ભક્તના અવગુણો તરફ ભગવાનની નજર જતી જ નથી. પરંતુ 'આ મારો જ છે' – એવો ભાવ રહે છે. કૌટુંબિક સ્નેહમાં ક્રિયા તથા પદાર્થ (શરીર વગેરે)નું અને ભગવત્પ્રેમમાં ભાવનું પ્રાધાન્ય રહે છે. કૌટુંબિક સ્નેહમાં મૂઢતા (મોહ)નું અને ભગવત્પ્રેમમાં આત્મીયતાનું પ્રાધાન્ય રહે છે. કૌટુંબિક સ્નેહમાં અંધારું અને ભગવત્પ્રેમમાં પ્રકાશ રહે છે. કૌટુંબિક સ્નેહમાં મનુષ્ય કર્તવ્યચ્યુત થઈ જાય છે અને ભગવતપ્રેમમાં તલ્લીનતાને કારણે કર્તવ્યના પાલનનું વિસ્મરણ તો થઈ શકે છે, પરંતુ ભક્ત કદીય કર્તવ્યચ્યુત નથી થતો. કૌટુંબિક સ્નેહમાં કુટુંબીઓનું અને ભગવત્પ્રેમમાં ભગવાનનું પ્રાધાન્ય હોય છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 17 July 2024

ભક્ત પાસે પ્રબળ કાળ જતો નથી


                                                        यत्र निर्विष्टमरणं कृतान्तो नाभिमन्यते |
विश्वं विघ्वंसयन् वीर्य शौर्य विस्फ़ुर्जितभ्रुवा ||


મહાપ્રબળ મૂર્તિમાન કાળ તેની ભમ્મરોના વિસ્તારમાત્રથી 
સમગ્ર વિશ્વનો તત્કાળ વિનાશ કરી શકે છે. પરંતુ આપના 
(શ્રીકૃષ્ણનાં) ચરણકમળનો સંપૂર્ણ આશ્રય લેનાર ભક્ત પાસે 
એ પ્રબળ કાળ જતો નથી.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 16 July 2024

જીવમાત્રના પરમ ગુરુ


पदा शरत्पद्मपलाशरोचिषा नखद्युभिर्नोऽन्तरघं विधुन्वता । 
प्रदर्शय स्वीयमपास्तसाध्वसं पदं गुरो मार्गगुरुस्तमोजुषाम् ॥

હે મારા પ્રભુ, આપનાં બન્ને ચરણકમળ એવાં સુંદર છે કે તે શરદ ઋતુનાં કમળપુષ્પની 
ખીલતી પાંદડીઓ જેવાં દેખાય છે. ખરેખર, આપના ચરણના નખની ક્રાંતિ એવી તેજસ્વી 
છે કે તે બદ્ધ જીવના હૃદયમાંના અંધકારને તત્કાળ દૂર કરે છે. મારા વહાલા પ્રભુ, કૃપા કરીને 
મને આપનું તે સ્વરૂપ દર્શાવો કે જે ભક્તના હૃદયમાંના બધા અંધકારનું સદા નિવારણ કરે છે. 
હે વહાલા નાથ, આપ જીવમાત્રના પરમ ગુરુ છો; તેથી અજ્ઞાનરૂપી અંધકારથી ઢંકાયેલા તમામ 
બદ્ધ જીવોને આપ ગુરુ તરીકે જ્ઞાનનો પ્રકાશ આપી શકો છો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 15 July 2024

દૃષ્ટિ ભગવાન પર


                                       અર્જુને અસ્ત્ર-શસ્ત્રથી સુસજ્જ નારાયણી સેનાને છોડીને નિઃશસ્ત્ર 
ભગવાન શ્રીકૃષ્ણનો સ્વીકાર કર્યો હતો. અને દુર્યોધને ભગવાનને 
છોડીને તેમની નારાયણી સેનાનો સ્વીકાર કર્યો હતો. એનું તાત્પર્ય 
એ છે કે, અર્જુનની દૃષ્ટિ ભગવાન પર હતી અને દુર્યોધનની દૃષ્ટિ વૈભવ 
પર હતી. જેની દૃષ્ટિ ભગવાન પર હોય છે, તેનું હૃદય બળવાન હોય છે; 
કારણ કે ભગવાનનું બળ જ સાચું છે. પરંતુ જેની દૃષ્ટિ સંસારના વૈભવો 
પર હોય છે, તેનું હૃદય કમજોર હોય છે; કારણ કે સંસારનું બળ કાચું છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 13 July 2024

છ પ્રકારના વિકારો


                                                        नमः पङ्कजनाभाय भूतसूक्ष्मेन्द्रियात्मने । 
वासुदेवाय शान्ताय कूटस्थाय स्वरोचिषे ॥

હે મારા પ્રભુ, આપની નાભિમાંથી નીકળતા કમળના પ્રતાપે 
આપ સૃષ્ટિના મૂળ કારણ છો. આપ ઈન્દ્રિયો તથા ઇન્દ્રિયવિષયોના 
સર્વોપરી નિયંતા છો અને આપ સર્વવ્યાપી વાસુદેવ પણ છો. આપ અત્યંત 
શાંત છો. આપના સ્વયં-પ્રકાશિત અસ્તિત્વને કારણે આપ છ પ્રકારના વિકારોથી 
વિચલિત થતા નથી.(તેઓ ભૂખ્યા થાય ત્યારે, તરસ્યા થાય ત્યારે, દુઃખમાં પડે ત્યારે, 
ભ્રમમાં પડે ત્યારે, ઘરડા થાય ત્યારે અને મૃત્યુશય્યા પર હોય ત્યારે વિચલિત થાય છે.)

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Friday, 12 July 2024

શ્રીકૃષ્ણ પ્રત્યે અનુરક્ત


                                        સ્ત્રી એ માયાનું જ સંપૂર્ણ સ્વરૂપ છે. સ્ત્રીના મોહથી કોઈ પણ 
મનુષ્ય પોતાને બચાવી શકતો નથી, તે ભલે પ્રભાવશાળી દેવ 
હોય કે ઉચ્ચતરલોકનો નિવાસી હોય, કેવળ ભગવદ્દભક્ત, જે 
શ્રીકૃષ્ણ પ્રત્યે અનુરક્ત થયેલો છે, તે જ સ્ત્રીના પ્રલોભનમાંથી 
અલિપ્ત રહી શકે છે. એકવાર શ્રીકૃષ્ણ પ્રત્યે આકર્ષાયા પછી 
જગતની માયાશક્તિ મનુષ્યને આકર્ષી શકતી નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 11 July 2024

પોતાને સામેલ કરતા નથી


नादत्ते कस्यचित्पापं न चैव सुकृतं विभु: |
अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तव: ||

                        સર્વવ્યાપી ભગવાન કોઈના પાપ અથવા 
                        પુણ્યકાર્યોમાં પોતાને સામેલ કરતા નથી.
                        જીવો ભ્રમિત થાય છે કારણ કે તેમનું આંતરિક 
                        જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे// 


 

Wednesday, 10 July 2024

કશું જ દુર્લભ નથી


तेषां दुरापं किं त्वन्यन्मत्र्यानां भगवत्पदम् |
भुवि लोलायुषो ये वै नैष्कर्म्यं साधयन्त्युत ||

આ ભૌતિક જગતમાં દરેક મનુષ્યનું આયુષ્ય ટૂંકું હોય છે.
પરંતુ જે મનુષ્ય ભક્તિપરાયણ હોય છે, તેઓ ભગવાન પાસે 
સ્વધામ પાછા જાય છે. તેઓ વસ્તુતઃ મુક્તિના માર્ગે જનારા 
હોય છે. આવા મનુષ્ય માટે કશું જ દુર્લભ હોતું નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 9 July 2024

ઐશ્વર્ય, વિજય, અસાધારણ શક્તિ


यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः |
तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम ||
भा.गी. 18.78

જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધર અર્જુન 
છે ત્યાં ઐશ્વર્ય, વિજય, અસાધારણ શક્તિ તેમ 
જ નીતિ પણ નિશ્ચિતપણે રહે છે, એવો મારો મત છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 8 July 2024

મૃત્યુ સમયે


                      यं यं वापि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम् |
 तं तमेवैति कौन्तेय सदा तद्भावभावित: ||
                               भा.गी. 8.6


                    હે કુંતીપુત્ર, મૃત્યુ સમયે શરીરનો ત્યાગ કરવાથી 
                    જે કંઈ યાદ આવે છે, તે એવા ચિંતનમાં સદા લિન 
                    રહીને તે અવસ્થાને પ્રાપ્ત કરે છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 3 July 2024

વાસુદેવના પુત્ર શ્રીકૃષ્ણની ભક્તિ


                    यत्पादपङ्कजपलाशविलासभक्त्या कर्मशयं ग्रथितमुदग्रथयन्ति सन्त:।
                    तद्वन्न रिक्तमतयो यतयोऽपि रुद्धस्रोतो गणास्तमरनं भज वासुदेवम् ॥


"ભગવાનના ચરણકમળોની સેવામાં સદાય પ્રવૃત્ત રહેતા ભક્તો ફળદાયી પ્રવૃત્તિઓની 

કઠોર ઈચ્છાઓથી ખૂબ  સરળતાથી મુક્ત થઈ શકે છે ખૂબ  મુશ્કેલ હોવાથી

બિનભક્ત - જ્ઞાની અને યોગી - ઈન્દ્રિય તૃપ્તિના તરંગોને રોકી શકતા નથી.

જો કે તેઓ આમ કરવાનો પ્રયાસ કરે છે તેથી તમને વાસુદેવના પુત્ર શ્રીકૃષ્ણની ભક્તિમાં 

જોડાવવાનું સૂચન કરવામાં આવે છે."

 

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 

हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 2 July 2024

ડરીશ નહિ, ચિંતા કરીશ નહિ.


मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु । मामेवैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे ॥
सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज । अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा श्रुचः ॥
भा.गी.18.65-66

સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી પૂજા કર અને મને નમસ્કાર કર. આ પ્રમાણે 
તું નિઃશંકપણે મારી પાસે આવીશ. હું તને આનું વચન આપું છું, કારણ કે તું મારો બહુ વહાલો 
મિત્ર છે.
સર્વ પ્રકારના ધર્મોનો ત્યાગ કર અને મારા શરણમાં આવી જા. હું તારો સર્વ પાપોમાંથી ઉદ્ધાર 
કરીશ.ડરીશ નહિ, ચિંતા કરીશ નહિ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 1 July 2024

સર્વ સૃષ્ટિના મૂળ ભગવાન શ્રીકૃષ્ણ


महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिता: |
भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम् ||

.गी. 9.13


પણ મહાન આત્માઓ, જેઓ મારી દૈવી શક્તિનો 

આશ્રય લે છે, હે પાર્થ, મને, ભગવાન શ્રીકૃષ્ણને, સર્વ 

સૃષ્ટિના મૂળ તરીકે જાણી. તેઓ તેમના મનને ફક્ત 

મારા પર સ્થિર રાખીને મારી ભક્તિમાં વ્યસ્ત રહે છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//