Sunday, 31 December 2023

ચાર નિયમો


વૈરાગ્યના ચાર નિયમો છે : 
(1) અનૈતિક જાતીય જીવનનો ત્યાગ
(2) માંસ ભક્ષણ નો ત્યાગ 
(3) નશાનો ત્યાગ અને 
(4) જુગાર નો ત્યાગ 
આ ચાર નિયમોને "તપસ્યા" કહેવાય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Saturday, 30 December 2023

એકાગ્ર


સામાન્યતઃ મંદબુદ્ધિ મનુષ્યો જ યોગાભ્યાસના જુદાં જુદાં 
આસનોને યોગ નો અંતિમ ઉદ્દેશ માને છે, પરંતુ વાસ્તવમાં 
તે આસનોનો હેતુ પરમાત્મા ઉપર મનને એકાગ્ર કરવાનો હોય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Friday, 29 December 2023

નવી દ્રષ્ટિ (આંખ)



મનુષ્યને સ્વતંત્રતા સ્વેછાચારી બનાવે છે. પોતાની બુદ્ધિ જ 
સર્વથી શ્રેષ્ઠ છે, તેવું અભિમાન આવે છે. કોઈ સંતનું ચરિત્ર 
ગમતું હોય, તેને ગુરુ માની તેને આધીન થવાથી અહંનો વિનાશ 
થાય છે. ગુરુથી આ અહંનો વિનાશ થવાની સાથે-સાથે એક નવી 
દ્રષ્ટિ (આંખ) ખુલે છે. સદ્દગુરુ સંતતિ-સંપત્તિ-સંસારસુખ આપતા 
નથી, પરંતુ પરમાત્માના દર્શન કરવાની એક દ્રષ્ટિ (આંખ) આપે 
છે. બુદ્ધિ આપે છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Thursday, 28 December 2023

શરણાગત


त्वमेकः किल लोकानां क्लिष्टानां क्लेशनाशनः |
त्वमेकः क्लेशदस्तेषामनासन्नपदां तव ||

હે મારા પ્રભુ, દુઃખી જનોનાં દુઃખ નિવારી શકનાર 
એકમાત્ર આપ જ છો અને જે લોકો આપના ચરણે 
શરણાગત થતા નથી, તેમને પીડા આપનાર પણ 
આપ જ છો.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Wednesday, 27 December 2023

કામેચ્છાથી મુક્ત



 

Tuesday, 26 December 2023

અતિસુક્ષ્મ પરમાત્મા


સંસારના જડ પદાર્થોને જેમ બુદ્ધિમાં રાખો છો, તે જ રીતે 
બુદ્ધિમાં પરમાત્માને રાખો. સર્વમાં રહેલા પરમાત્મા આંખને 
દેખાતા નથી પણ બુદ્ધિને દેખાય છે. બુદ્ધિ તેમનો અનુભવ 
કરી શકે છે. અતિસુક્ષ્મ પરમાત્મા આંખને ન દેખાય પણ કોઈ 
સંત કૃપા કરે અને જોવાની દ્રષ્ટિ આપે ત્યારે તે પ્રભુ દેખાય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Monday, 25 December 2023

અનુરાગી



 

Saturday, 23 December 2023

અધોક્ષજ


ભગવાન શ્રીકૃષ્ણ નું એક નામ "અધોક્ષજ" છે. અધોક્ષજ 
એટલે ભૌતિક ગણના ની પહોંચ બહારના હોવાનું કહ્યું છે,
"અક્ષજ" એટલે આપણી ઇંદ્રિયોની ગણના કે માપ અને 
અધોક્ષજ એટલે જે આપણી ઇંદ્રિયોની ગણનાથી પર છે તે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Friday, 22 December 2023

આસ્તિક



આસ્તિક હોવું એટલે ભગવાનને માનવું એટલું જ નથી,ભગવાન 
માટેનો અનન્ય ભાવ અને અનંત વિશ્વાસ એટલે આસ્તિકયભાવ. 

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Wednesday, 20 December 2023

ઉદાર અને ઉત્તમ


 ઉદાર અને ઉત્તમ આચરણથી યુક્ત બધા શ્રેષ્ઠ આચાર-વિચારોનું 
અનુગમન કરતા જઈને અંદરથી આસક્તિ રહિત હોવા છતાં બહારથી 
સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Tuesday, 19 December 2023

શીખ


ધર્મશાસ્ત્રોમાં અનુરોધ કરવામાં આવેલી પ્રમાણભૂત પદ્ધતિથી 
જયારે ભક્તો ભગવાનની આરાધના કરે છે, ત્યારે અસુરો બહુ 
બેચેન બને છે. વેદોક્ત શાસ્ત્રોમાં નવોદિત ભક્તોને એવી શીખ 
આપવામાં આવી છે કે તેમણે નવ પ્રકારની ભક્તિમાં પરોવાઈ 
જવું જોઈએ. -શ્રવણ -કીર્તન-સ્મરણ-પાદસેવન-અર્ચન-વંદન-દાસ્ય
-સખ્ય-આત્મનિવેદન.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Monday, 18 December 2023

મોટામાં મોટું સાધન


मोक्ष कारण सामग्र्यां भक्तिरेव गरियसि |
स्वस्वरूपानुसन्धानं भक्तिरित्यभिदीयते ||

મોક્ષ મેળવવામાં ભક્તિ જ મોટામાં મોટું
સાધન છે એમ બુદ્ધિના હિમાલય શ્રીમદ્દ
આદ્યશંકરાચાર્ય કહે છે.મોક્ષ મેળવવાં માટે
ભક્તિની સામગ્રી જોઈએ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Saturday, 16 December 2023

સર્વોપરી નિયંતા


वायुर्यमोऽग्निर्वरुणः शशाङ्कः प्रजापतिस्त्वं प्रपितामहश्च । 
नमो नमस्तेऽस्तु सहस्त्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते ॥

હે મારા પ્રભુ શ્રીહરિ,આપ વાયુ છો તથા સર્વોપરી નિયંતા પણ છો, 
આપ અગ્નિ છો, જળ છો તથા ચંદ્ર પણ છો. આપ પ્રથમ જીવાત્મા 
બ્રહ્મા છો અને આપ પ્રપિતામહ છો. તેથી આપને હજારવાર નમસ્કાર છે 
અને મારાં વારંવાર નમસ્કાર છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Friday, 15 December 2023

શ્રેયસ્કર


न जायते न म्रियते कचित्किंचित्कदाचन। परमार्थेन विप्रेन्द्र मिथ्या सर्वं तु दृश्यते ॥ 
कोशमाशाभुजङ्गानां संसाराडम्बरं त्यज। असदेतदिति ज्ञात्वा मातृभावं निवेशय॥ 

વાસ્તવમાં નથી તો કોઈ ક્યાંય જન્મ ગ્રહણ કરતું કે નથી કોઈ અવસાન પામતું. 
જે પ્રત્યક્ષ દેખાય છે તે બધું મિથ્યા છે. આ પ્રપંચાત્મક સંસાર આશારૂપી સાપણોનો 
પટારો છે, એને છોડી દેવું તે જ ઉચિત છે. એને ‘અસત્’ માનીને માતૃભાવમાં સ્થિર થવું 
તે જ શ્રેયસ્કર છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Thursday, 14 December 2023

અમારી પ્રાર્થના


कामं भवः स्ववृजिनैर्निरयेषु नः स्ता- च्चेतोऽलिवद्यदि नु ते पदयो रमेत ।
वाचश्च नस्तुलसिवद्यदि तेऽङ्गिशोभाः पूर्येत ते गुणगणैर्यदि कर्णरन्ध्रः ॥


હે ભગવાન, જ્યાં સુધી અમારાં હૃદય અને મન આપના ચરણકમળની 
સેવામાં પરોવાયેલાં રહે છે, જ્યાં સુધી અમારી વાણી આપની લીલાઓના 
કીર્તન દ્વારા આપના ચરણકમળમાં અર્પિત તુલસીપત્ર જેવી શોભાયમાન છે 
અને જ્યાં સુધી અમારા કાન આપના દિવ્ય ગુણ-સંકીર્તન વડે ભરપૂર રહે છે, 
ત્યાં સુધી ગમે તેવી હીન દશામાં કે યોનિમાં અમારો જન્મ ભલે થાય (એની અમને 
કોઈ ચિંતા નથી) - એવી અમારી પ્રાર્થના છે.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Wednesday, 13 December 2023

સૌથી શ્રેષ્ઠ ભૌતિક વરદાન


नात्यन्तिकं विगणयन्त्यपि ते प्रसादं किम्वन्यदर्पितभयं ध्रुव उन्नयैस्ते । 
येऽङ्गत्वदङ्गिशरणा भवतः कथायाः कीर्तन्यतीर्थयशसः कुशला रसज्ञाः ॥

જે મનુષ્યો વસ્તુઓને તેમના મૂળ રૂપે જાણવામાં બહુ કુશળ અને અત્યંત
બુદ્ધિમાન હોય છે, તેઓ શ્રવણ તથા કીર્તન કરવા યોગ્ય ભગવાનની મંગલમય 
લીલાકથા સાંભળવામાં પરોવાઈ જાય છે. આવા મનુષ્યોને ભૌતિક સ્વર્ગલોકનાં 
સુખો તો ઠીક પરંતુ મોક્ષ નામના સૌથી શ્રેષ્ઠ ભૌતિક વરદાનની પણ દરકાર રહેતી નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Tuesday, 12 December 2023

ભગવદ્દગીતા 16.19-20



 

Monday, 11 December 2023

મહત્ત્વપૂર્ણ મનુષ્યયોનિ


नाराधनं भगवतो वितरन्त्यमुष्य |
सम्मोहिता विततया बत मायया ते ||

બ્રહ્માજી દેવગણો સાથે વાત કરતા કહે છે કે, મનુષ્યયોનિ એવી મહત્ત્વપૂર્ણ
છે કે આપણે પણ એવું જીવન ઇચ્છીએ છીએ; કારણ કે મનુષ્યયોનિમાં જ 
સંપૂર્ણ ધર્મતત્ત્વ તથા જ્ઞાનની પ્રાપ્તિ થઇ શકે છે. મનુષ્યયોનિમાં જન્મીને જો 
માણસ ભગવાનને તથા તેમના ધામને ન જાણી લે તો તે માયાશક્તિના પ્રભાવથી 
અત્યંત મોહ પામેલો છે એમ જાણવું.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Saturday, 9 December 2023

વૈકુંઠની કથા


यन्न व्रजन्त्यघभिदो रचनानुवादा- च्छृण्वन्ति येऽन्यविषयाः कुकथा मतिघ्नीः ।
यास्तु श्रुता हतभगैर्नृभिरात्तसारा- स्तांस्तान् क्षिपन्त्यशरणेषु तमःसु हन्त ॥


ઘણા દુઃખની વાત છે કે ભાગ્યહીન લોકો વૈકુંઠલોકનાં વર્ણનોવાળી કથાઓ 
વિશે ચર્ચા કરતા નથી, પણ જે સાંભળવા લાયક નથી તથા જે બુદ્ધિભ્રમ કરે છે 
એવા વિષયોમાં રચ્યાપચ્યા રહે છે. જે લોકો વૈકુંઠની કથાઓનો ત્યાગ કરી દુન્યવી 
વાતોમાં લાગી જાય છે, તેઓ અજ્ઞાનના સૌથી અંધકારભર્યા પ્રદેશમાં ફેંકાઈ જાય છે.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Friday, 8 December 2023

પાપોને બાળી નાખનારા


मुक होइ बाचाल पंगु चढ़इ गिरिबर गहन |
जासु कृपां सो दयाल द्रवउ सकल कलिमल दहन ||

જેમની કૃપાથી મૂંગો ઘણું જ સુંદર બોલનારો થાય છે અને 
લંગડો-લૂલો દુર્ગમ પર્વત પર ચડી જાય છે, તે કળિયુગનાં સર્વે 
પાપોને બાળી નાખનારા દયાળુ ભગવાન મારા પર મહેર કરો.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Thursday, 7 December 2023

મોટા માણસ-શ્રીકૃષ્ણ


अथ मे कुरु कल्याणं कामं कमललोचन |
आर्तोपसर्पणं भुमन्नमोघं हि महीयसि ||

  હે કમળલોચન (શ્રીકૃષ્ણ), મારી ઈચ્છા પૂર્ણ 
કરવાની મારા પર કૃપા કરો. જયારે કોઈ દુઃખી 
જન મોટા માણસની પાસે આવે, ત્યારે તેની 
વિનવણી નિષ્ફળ ન જવી જોઈએ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Wednesday, 6 December 2023

સર્વોચ્ચ ઉત્કર્ષ


तस्मिन् प्रसन्ने सकलाशिषां प्रभौ किं दुर्लभं ताभिरलं लवात्मभिः । 
अनन्यदृष्टया भजतां गुहाशयः स्वयं विधत्ते स्वगतिं परः पराम् ॥


ભગવાન જે કોઈ મનુષ્ય ઉપર પ્રસન્ન થાય છે તેને માટે કશું દુર્લભ હોતું નથી. 
મનુષ્યને દિવ્ય પ્રાપ્તિ થયા પછી તે બીજી બધી વસ્તુઓ તુચ્છ હોવાનું માને છે. 
જે મનુષ્ય દિવ્ય પ્રેમસભર ભક્તિમાં જોડાઈ જાય છે તેનો દરેકના હૃદયમાં વસતા 
ભગવાન સ્વયં સર્વોચ્ચ ઉત્કર્ષ કરે છે.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Tuesday, 5 December 2023

પ્રબળ યોગમાયા


स वै बत भ्रष्टमतिस्तवैषते यः कर्मणां पारमपारकर्मणः |
यद्योगमायागुणयोगमोहितं विश्वं समस्तं भगवन् विधेहि शम् ||

હે પ્રભુ, આપનાં અદ્ભુત કર્મોનો કોઈ પાર નથી. જે મનુષ્ય આપનાં 
કર્મોનો પાર પામવા માગે છે તે ખરેખર બુદ્ધિભ્રષ્ટ છે. આ જગતમાં 
દરેક જીવ પ્રબળ યોગમાયા વડે બદ્ધ છે. આ બદ્ધ જીવોને આપની 
નિષ્કારણ કૃપા આપવાની કૃપા કરો.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Monday, 4 December 2023

ભગવત્પ્રાપ્તિ


                                                    तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् ।
                                                    ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ॥

"જે મનુષ્ય શ્રદ્ધા અને પ્રીતિપૂર્વક ભગવદ્દભક્તિમાં 
નિત્ય પરોવાયેલો રહે છે તેને ભગવાન અવશ્ય એવો 
બુદ્ધિયોગ આપે છે, જેનાથી તે ભગવત્પ્રાપ્તિ કરી શકે."

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Saturday, 2 December 2023

પૂજન કરવા યોગ્ય


नमो नमस्तेऽखिलमन्त्रदेवता- द्रव्याय सर्वक्रतवे क्रियात्मने । 
वैराग्यभक्त्यात्मजयानुभावित- ज्ञानाय विद्यागुरवे नमो नमः ॥

હે પ્રભુ, આપ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો અને સમસ્ત પ્રાર્થનાઓ, 
વેદ-મંત્રો તથા યજ્ઞસામગ્રી વડે પૂજન કરવા યોગ્ય છો. અમે આપને 
નમસ્કાર કરીએ છીએ, જે દૃશ્ય કે અદૃશ્ય ભૌતિક દોષથી મુક્ત થયેલું 
છે તેવા મન વડે આપનો સાક્ષાત્કાર થઈ શકે છે. અમે આપને જ્ઞાનના 
પરમગુરુ તરીકે ભક્તિપૂર્વક પ્રણામ કરીએ છીએ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Friday, 1 December 2023

હિતની ઉપેક્ષા


येषां न तुष्टो भगवान् यज्ञ लिङ्गो जनार्दनः |
तेषां श्रमो ह्यपार्थाय यदात्मा नादृतः स्वयम् ||

ભગવાન જનાર્દન (શ્રીકૃષ્ણ) યજ્ઞનાં સૌ ફળ અંગીકાર કરનાર 
સ્વરૂપ છે. જો તેમને સંતુષ્ટ ન કરાય તો પ્રગતિ માટેનો મનુષ્યનો 
બધો શ્રમ નિષ્ફળ નીવડે છે. તેઓ જ પરમ આત્મા છે. જે મનુષ્ય 
તેમને સંતુષ્ટ કરતો નથી તે પોતાના જ હિતની ઉપેક્ષા કરે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।