Saturday 29 June 2024

ચિત્તને સદા શ્રીકૃષ્ણમાં પરોવેલું રાખ


चेतसा सर्वकर्माणि मयि सन्न्यस्य मत्परः |
बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव ||
भ.गी. 18.57

બધા કાર્યોમાં મારી ઉપર (પ્રભુ શ્રીકૃષ્ણ ઉપર) આધાર રાખ 
અને મારા સંરક્ષણમાં સર્વ કાર્યો કર. આવી ભક્તિસભર સેવામાં 
લાગેલો રહી સદા ચિત્તને મારામાં પરોવેલું રાખ.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday 28 June 2024

ખોટ કે હાનિ થવાની નથી


                            त्यक्त्वा स्वधर्मं चरणाम्बुजं हरे-र्भजन्नपक्‍वोऽथ पतेत्ततो यदि ।
                            यत्र क्‍व वाभद्रमभूदमुष्य किं को वार्थ आप्तोऽभजतां स्वधर्मत: ॥

                                    જો મનુષ્ય ભાવનાવશ થઈને અથવા કોઈ બીજા 
                                    કારણથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણકમળનો 
                                    આશ્રય ગ્રહણ કરે અને યોગ્ય સમયે જીવનનો પરમ 
                                    ઉદ્દેશ પામવામાં સફળ ન થાય અથવા અનુભવના 
                                    અભાવે તેનું પતન થાય, તોયે તેને કોઈ ખોટ કે હાનિ 
                                    થવાની નથી. પરંતુ જે મનુષ્ય ભક્તિમાર્ગ ગ્રહણ કરતો 
                                    નથી અને છતાં તેની પોતાની ભૌતિક ફરજો ઉત્તમ રીતે 
                                    બજાવે છે, તેને તો કશો જ લાભ મળતો નથી.

                                            //हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
                                            हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday 27 June 2024

વૃક્ષો તથા શિલા જેવી સ્થાવર યોનિ


अर्थेन्द्रियार्थाभिध्यानां सर्वार्थापह्य्न्वो नृणाम् |
भ्रंशितो ज्ञानविज्ञानाद्येनाविशति मुख्यताम् ||

મનુષ્યજાતિ માટે, ધન કમાવા વિશે સતત ચિંતન ઇન્દ્રિયતૃપ્તિ અર્થે 
તેનો વિનિયોગ કરવાથી દરેક મનુષ્યનાં હિતોનો વિનાશ થાય છે.
મનુષ્ય જયારે જ્ઞાન તથા ભક્તિથી રહિત થાય છે, ત્યારે તે વૃક્ષો તથા 
શિલા જેવી સ્થાવર યોનિમાં ચાલ્યો જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday 26 June 2024

આત્મ-સાક્ષાત્કારના પદને પામે


बुद्ध्या विश्रुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च । शब्दादीन्विषयांस्त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च ॥ 
विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानसः । ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः ॥ 
अहङ्कारं बलं दर्प कामं क्रोधं परिग्रहम् । विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते ॥

પોતાની બુદ્ધિથી શુદ્ધ થઈને તથા ધૈર્યપૂર્વક મનને સંયમમાં રાખીને, ઇન્દ્રિયતૃપ્તિના 
વિષયોનો ત્યાગ કરીને, રાગ તથા દ્વેષથી મુક્ત થઈને, જે મનુષ્ય એકાંત સ્થાનમાં 
નિવાસ કરે છે, જે અલ્પાહારી છે, જે પોતાનાંશરીર, મન તથા વાણીને વશમાં રાખે છે, 
સદા સમાધિમાં રહે છે, સંપૂર્ણપણે વિરક્ત છે, મિથ્યા અંહકાર, મિથ્યા શક્તિ, મિથ્યા ગર્વ, 
કામ, ક્રોધ તથા ભૌતિક વસ્તુઓના સંગ્રહથી મુક્ત છે, જે મિથ્યા સ્વામિત્વના ભાવથી રહિત 
અને શાંત છે, તે આત્મ-સાક્ષાત્કારના પદને પામે છે એમાં સંદેહ નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday 25 June 2024

સર્વોચ્ચ સિદ્ધ અવસ્થા



असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः |
नैष्कर्म्यसिद्धिं परमां सन्न्यासेनाधिगच्छति ||

જે આત્મસંયમી તથા અનાસક્ત છે અને જે સર્વ 
ભૌતિક ભોગોની પરવા કરતો નથી, તે સંન્યાસના 
અભ્યાસ દ્વારા કર્મફળમાંથી મુક્તિની સર્વોચ્ચ સિદ્ધ 
અવસ્થા પ્રાપ્ત કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday 24 June 2024

ધન્ય છે - ઘર પણ ધન્ય છે.


अधना अपि ते धन्याः साधवो गृहमेधिनः |
यद्गृहा ह्यर्हवर्याम्बुतृणभूमिश्र्वरावराः ||

જયારે સંતપુરુષો તેના ઘરે પધાર્યા હોય છે ત્યારે જે 
શ્રીમંત નથી અને કુટુંબજીવનમાં અનુરક્ત રહેલો છે,
તે  પણ ધન્ય બને છે. જે ગૃહસ્વામી અને નોકરો મહાન 
અતિથિઓને જળ, આસન તથા સત્કાર માટેની સામગ્રી 
આપવામાં તત્પર રહે છે, તેઓ ધન્ય છે અને તે ઘર પણ ધન્ય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday 22 June 2024

અત્યંત દુર્લભ વસ્તુ મેળવી શકે


किं तस्य दुर्लभतरमिह लोके परत्र च |
यस्य विप्राः प्रसीदन्ति शिवो विष्णुश्च सानुगः ||

જે મનુષ્ય ઉપર બ્રાહ્મણો તથા વૈષ્ણવો પ્રસન્ન થાય છે,
તે આ લોકમાં તેમ જ પરલોકમાં અત્યંત દુર્લભ હોય તેવી 
વસ્તુ પણ મેળવી શકે છે. એટલું જ નહિ, પરંતુ તેને ભગવાન 
શુભાંકર શિવજીની અને બ્રાહ્મણો તથા વૈષ્ણવોની સાથે રહેનારા 
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday 21 June 2024

પહેલા તબક્કામાં

                        श‍ृण्वतां स्वकथा: कृष्ण: पुण्यश्रवणकीर्तन: ।
                        हृद्यन्त:स्थो ह्यभद्राणि विधुनोति सुहृत्सताम् ॥

                    "શ્રવણ તથા કીર્તનના પહેલા તબક્કામાં જયારે 
                    મનુષ્ય ભક્તિયોગમાં જોડાય છે ત્યારે જીવમાત્રના 
                    હૃદયમાં વસતા ભગવાન ભક્તને તેનું હૃદય નિર્મલ-
                    શુદ્ધ કરવામાં સહાયક બને છે."

                        //हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
                        हरे राम हरे राम राम राम हरे हरे//

 

Thursday 20 June 2024

પરમ્ શાંતિ પામી શકે


पुमाँल्लभेतानतिवेलमात्मनः प्रसीदतोऽत्यन्तशमं स्वतः स्वयम् । 
यन्नित्यसम्बन्धनिषेवया ततः परं किमत्रास्ति मुखं हविर्भुजाम् ॥

બ્રાહ્મણો તથા વૈષ્ણવોની નિત્ય સેવા કરવાથી મનુષ્ય પોતાના હૃદયનો 
મેલ સાફ કરી શકે છે, પરમ્ શાંતિ પામી શકે છે, સંસારની આસક્તિમાંથી 
મુક્ત થઈ શકે છે તથા સંતુષ્ટ થઈ શકે છે. આ જગતમાં બ્રાહ્મણોની સેવા કરવી 
તેના કરતાં બીજું કોઈ સકામ કર્મ શ્રેષ્ઠ નથી, કારણ કે જેમના માટે અનેક યજ્ઞો 
કરવા પડે છે એવા દેવોને આનાથી પ્રસન્ન કરી શકાય.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday 19 June 2024

તત્કાળ મનનો મેલ સાફ કરી શકે છે


यत्पादसेवाभिरुचिस्तपस्विना मशेषजन्मोपचितं मलं धियः । 
सद्यः क्षिणोत्यन्वहमेधती सती यथा पदाङ्गुष्ठविनिःसृता सरित् ॥

પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણકમળની સેવા કરવાની વૃત્તિ રાખીને 
દુઃખી મનુષ્યજાતિ અસંખ્ય જન્મોમાં ભેગો થયેલો મનનો મેલ તત્કાળ સાફ 
કરી શકે છે. ભગવાનના ચરણના અંગૂઠામાંથી નીકળેલા ગંગાજળની જેમ 
આવી પ્રક્રિયા તરત જ મનને સ્વચ્છ કરે છે અને એથી આધ્યાત્મિક ભાવના 
કે કૃષ્ણભાવના ધીમે ધીમે વધે છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Tuesday 18 June 2024

લોભની નિવૃત્તિ થાય તો પાપ છૂટે


 

Monday 17 June 2024

નરકનો નિવાસી ગણવામાં આવે



अर्च्ये विष्णौ शिलाधिर्गुरुष नरमतिवैष्णवे जाति बुद्धि -
र्विष्णोर्वा वैष्णवानां कलिमलमथने पादतीर्थेडम्बुबुद्धिः,
श्रिविष्णोर्नाम्नि मन्त्रे सकलकलुषहे शब्द सामान्यबुद्धि,
र्विष्णौ सर्वेश्वरेशे तदितरसमधीरयस्य वा नारकी सः |

" જે મનુષ્ય મંદિરમાંની મૂર્તિને લાકડાની કે પથ્થરની બનેલી 
માને છે, જે પરંપરાગત ગુરુને સાધારણ મનુષ્ય માને છે, જે 
અચ્યુત ગોત્રના વૈષ્ણવને અમુક જાતિ કે ધર્મનો હોવાનું માને 
છે, અથવા જે ચરણામૃત કે ગંગાજળને સાધારણ પાણી ગણે 
છે તેવા મનુષ્યને નરકનો નિવાસી ગણવામાં આવે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Saturday 15 June 2024

માત્ર આપની અહૈતુકી ભક્તિ


न धनं न जनं न सुन्दरीं कवितां वा जगदीश कामये।
     मम जन्मनि जन्मनिश्वरे भवताद् भक्तिरहैतुकी त्वयि।।


"હે સર્વશક્તિમાન ભગવાન, મને ધનસંચય કરવાની, 
સુંદર સ્ત્રીઓ ભોગવવાની કે ઘણા શિષ્યો કરવાની ઈચ્છા 
નથી. હું તો જન્મ - જન્માંતરમાં માત્ર આપની અહૈતુકી ભક્તિ 
મળે એટલું જ માંગુ છું"

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Friday 14 June 2024

સત્ત્વગુણમાં રહેલી બુદ્ધિ


प्रवृतिं च निवृतिं च कार्याकार्ये भयाभये |
बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्त्विकी ||

હે પાર્થ, જે સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે કે શું 
કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી, શેનો ભય 
રાખવો જોઈએ અને શેનાથી ભય પામવું ન જોઈએ,
શું બંધનકર્તા છે અને શું મુક્તિ આપનાર છે, તે સત્ત્વગુણમાં 
રહેલી બુદ્ધિ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday 13 June 2024

લોકોનું અપમાન કરવામાં કાબેલ


अयुक्तः प्राकृतः स्तब्धः शठो नैष्कृतिकोअलसः |
विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते ||

જે કર્તા હંમેશાં શાસ્ત્રાજ્ઞા વિરુદ્ધ કર્મ કરે છે, જે ભૌતિકતાવાદી,
જીદ્દી, કપટી તથા અન્ય લોકોનું અપમાન કરવામાં કાબેલ હોય 
છે અને જે સદા આળસુ, ખિન્ન તથા કામ કરવામાં નાહક ઢીલ 
કરનાર હોય છે, તે તમોગુણી કહેવાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday 12 June 2024

ભક્તના છવ્વીસ સદ્દગુણો


     ભગવાન યજ્ઞો કરવાથી કે યોગસાધનાથી સંતુષ્ટ થતા નથી, 
    પરંતુ જીવાત્માના દિવ્ય ગુણોના વિકાસથી પ્રસન્ન થાય છે,

ભક્તના સદ્દગુણોની સંખ્યા છવ્વીસ છે,
સર્વ પ્રત્યે દયાળુ, કોઈની સાથે ઝઘડો ન કરે એવો, પરમ તત્ત્વમાં સ્થિર,
બધા પ્રત્યે સમાન, દોષરહિત, દાની, સૌમ્ય, પવિત્ર, સાદો,સરળ, પરોપકારી,
શાંત, શ્રીકૃષ્ણમાં અનુરક્ત, સંસારની લાલસા વિનાનો, દિન, સ્થિર, આત્મસંયમી,
મિતાહારી, સમજુ, આદરયુક્ત, નમ્ર, ગંભીર, અનુકંપાયુક્ત, મિત્રભાવવાળો, કાવ્યરસિક,
નિપુણ અને મૌન.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday 11 June 2024

શાસ્ત્રોક્ત આદેશોની અવગણના


अनुबन्धं क्षयं हिंसामनपेक्ष्य च पौरुषम् |
मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते ||

જે કર્મ મોહવશ, શાસ્ત્રોક્ત આદેશોની અવગણના 
કરીને અને ભાવિ બંધનની પરવા કાર્ય વિના અથવા
હિંસા કે બીજાને દુઃખ આપવા માટે કરવામાં આવે છે,
તે તામસી કહેવાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday 10 June 2024

શરીર પ્રત્યે અનુરક્ત


अतः कायमिमं विद्वानविद्याकामकर्मभिः । 
आरब्ध इति नैवास्मिन् प्रतिबुद्धोऽनुषज्जते ॥

જે મનુષ્યો દેહાત્મભાવનું સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે, 
જેઓ જાણે છે કે આ શરીર મોહથી પરિણમતાં 
અવિદ્યા, ઇચ્છાઓ તથા કર્મોનું બનેલું છે, તેઓ 
શરીર પ્રત્યે અનુરક્ત થતા નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday 8 June 2024

શરીર આત્માથી જુદું


सुधियः साधवो लोके नरदेव नरोत्तमाः ।
नाभिद्रुह्यन्ति भूतेभ्यो यर्हि नात्मा कलेवरम् ॥

જે મનુષ્ય અત્યંત બુદ્ધિમાન છે તથા બીજાઓનું 
કલ્યાણ કરવા તત્પર છે તે મનુષ્યોમાં સર્વોત્તમ ગણાય 
છે. પ્રગતિશીલ મનુષ્ય બીજા જીવો પરત્વે કદાપિ દ્વેષબુદ્ધિ
ધરાવતો નથી. ઉન્નત બુદ્ધિશાળી મનુષ્યો, આ પ્રાકૃત શરીર
આત્માથી જુદું છે એ વિશે સદા સભાન હોય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday 7 June 2024

ફળ મેળવવા હકદાર


                    कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
                    मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥

                તમને તમારી નિશ્ચિત ક્રિયાઓનું પાલન કરવાનો 
                અધિકાર છે પરંતુ તમે તમારી ક્રિયાઓનું ફળ મેળવવા 
                માટે હકદાર નથી, તમારે તમારી જાતને તમારી ક્રિયાઓના 
                પરિણામોનું કારણ ન માનવું જોઈએ અને બાકીની નિષ્ક્રીયતા
                સાથે જોડવું જોઈએ નહિ.

                    //हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
                    हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday 6 June 2024

પ્રત્યક્ષ રીતે પ્રાપ્ત કરી શકાય તેવું


                        राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् |
                        प्रत्यक्षागमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् ||

                   આ જ્ઞાન(ગીતા જ્ઞાન)વિજ્ઞાનનો રાજા અને તમામ 
                   રહસ્યોમાં સૌથી ગહન છે. જે તેને સાંભળે છે તેને 
                   તે શુદ્ધ કરે છે. તે પ્રત્યક્ષ રીતે પ્રાપ્ત કરી શકાય તેવું છે, 
                   ધર્મ સાથે સુસંગત છે, આચરવામાં સરળ છે અને 
                   કાયમી અસરો ધરાવે છે.

                    //हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
                    हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday 5 June 2024

ચાર દોષો


બદ્ધ જીવને ચાર દોષો નડે છે: તે ખાતરીપૂર્વક 
ભૂલ કરે છે, તે અવશ્ય મોહમાં પડે છે, તે અન્યને 
છેતરવાનું વલણ ધરાવે છે અને તેની ઇન્દ્રિયો 
અપૂર્ણ હોય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Tuesday 4 June 2024

પરમાત્મ તત્વ


नायमात्मा प्रवचनेन लभ्यो न मेधया न बहुना श्रुतेन ।
यमेवैष वृणुते तेन लभ्यस्तस्यैष आत्मा विवृणुते तनूः स्वाम् ॥ 

પરમાત્મ તત્વને, માત્ર ધર્મોપદેશ સાંભળીને, સ્તુતિ-વંદનાના 
રૂપમાં એની ચર્ચા કરીને તથા શાસ્ત્રોનું અધ્યયન કરીને જાણી 
શકાતું નથી. જેના ઉપર એની (પ્રભુ શ્રીકૃષ્ણની)કૃપા થાય છે, એજ 
એને જાણી શકે છે. એ પરમાત્મતત્વ, અધિકારી સાધકની સામે, પોતાના 
વાસ્તવિક સ્વરૂપને, જાતેજ અભિવ્યક્ત કરી દે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday 3 June 2024

દૈવી ઉર્જા માયા


                        दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया |

                        मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ||

 મારી દૈવી ઉર્જા માયાજે પ્રકૃતિના 
ત્રણ પ્રકારો ધરાવે છેતેને દૂર કરવી 
ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ જેઓ મારા શરણે
(પ્રભુ શ્રીકૃષ્ણ ના) આવે છે તેઓ તેને 
સરળતાથી પાર કરી જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Saturday 1 June 2024

સર્વસ્વનો ન્યાસ (અંત)=સંન્યાસ


अनिष्टमिष्टं मिश्र च त्रिविधं कर्मणः फलम् । 
भवत्यत्यागिनां प्रेत्य न तु संन्यासिनां क्वचित् ॥

સકામી પુરુષોનાં કર્મોના સારાં, ખરાબ અને મિશ્ર 
એવાં ત્રણ પ્રકારનાં ફળ, મર્યા પછી પણ હોય છે. તે 
જન્મજન્માંતર સુધી મળે છે. પરંતુ સંન્યાસિનઃ સર્વસ્વનો 
ન્યાસ (અંત) ત્યાગ કરનાર પૂર્ણ પુરુષોનાં કર્મોનાં ફળ કદી 
ઉત્પન્ન થતાં નથી. આ જ શુદ્ધ સંન્યાસ છે. સંન્યાસ પરમ ઉત્કૃષ્ટ અવસ્થા છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//