Friday 31 May 2024

કર્મના ફળનો ત્યાગ


न हि देहभृता शक्यं त्यक्तुम् कर्माण्यशेषतः |
यस्तु कर्मफ़लत्यागी स त्यागीत्यभिधीयते ||

ખરેખર, કોઈ પણ દેહધારી માટે સર્વ કર્મોનો ત્યાગ 
કરવો અશક્ય છે. પરંતુ જે મનુષ્ય કર્મના ફળનો ત્યાગ 
કરે છે તે જ વાસ્તવમાં ત્યાગી કહેવાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday 30 May 2024

નિર્દિષ્ટ કર્તવ્યો


नियतस्य तु सन्न्यासः कर्मणो नोपपद्यते |
मोहात्तस्य परित्यागस्तामसः परिकीर्तितः ||

નિર્દિષ્ટ કર્તવ્યોને કદાપિ ત્યજવાં ન જોઈએ.
જો કોઈ મનુષ્ય મોહવશ પોતાનાં નિયત કર્તવ્યોને 
ત્યજી દે છે તો એવા ત્યાગને તામસી કહેવામાં આવે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday 29 May 2024

કોઈપણ આસક્તિ વિના


एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च । 
कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् ॥

યોગેશ્વર શ્રીકૃષ્ણ ભારપૂર્વક ગીતાજી માં કહે છે કે,
હે પાર્થ, યજ્ઞ, દાન અને તપરૂપ કર્મો કોઈપણ જાતની 
આસક્તિ વિના અને ફળને ત્યાગીને અવશ્ય કરવા જોઈએ.
આ મારો નિશ્ચિત ઉત્તમ મત છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Tuesday 28 May 2024

માર્ગનું અનુસરણ


                      ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् |
मम वर्त्मानुवर्तन्ते मनुष्या: पार्थ सर्वश: ||

                    જેઓ જેવી રીતે મને (શ્રીકૃષ્ણને) શરણાગત 
                    થાય છે, તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું.
                    હે પાર્થ સર્વ મનુષ્યો જાણતા કે અજાણતા મારા 
                    જ માર્ગનું અનુસરણ કરે છે.

                    //हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
                    हरे राम हरे राम राम राम हरे हरे// 


 

Monday 27 May 2024

પરિત્યાગ અને ત્યાગ



काम्यानां कर्मणां न्यासं सन्न्यासं कवयो विदुः |
सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः ||

ભૌતિક ઈચ્છા પર આધારિત કાર્યોના પરિત્યાગને 
વિદ્વાનો સંન્યાસ કહે છે અને સર્વ કર્મોના ફળત્યાગને 
બુદ્ધિશાળી લોકો ત્યાગ કહે છે.

 
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday 25 May 2024

શુદ્ધ ભક્તિ


ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति |
समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ||


આધ્યાત્મિક અવસ્થામાં રહેલો મનુષ્ય તરત જ 
પરમ બ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે અને સંપૂર્ણ 
આનંદમય બને છે. તે કશાનો શોક કરતો નથી કે
કશાની ઈચ્છા કરતો નથી. તે જીવમાત્ર પ્રત્યે સમાન
ભાવ રાખે છે. એ સ્થિતિમાં મારી (શ્રીકૃષ્ણ ની) શુદ્ધ
ભક્તિ પામે છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday 24 May 2024

આ તેમ જ આગામી જન્મ, બન્નેમાં વ્યર્થ અસત્


अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् |
असदित्युच्यते पार्थ न च तत्प्रेत्य नो इह ||

પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ, દાન, કે તપરૂપે 
જે કંઈ કરવામાં આવે છે તે ક્ષણભંગુર હોય છે.
તે અસત્ કહેવાય છે. આ અસત્, આ તેમ જ 
આગામી જન્મ, બન્નેમાં વ્યર્થ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday 23 May 2024

સર્વ પાપોનું નિવારણ


धन्यं यशस्यमायुष्यं पुण्यं स्वस्त्ययनं महत् । 
स्वर्यं धौव्यं सौमनस्यं प्रशस्यमघमर्षणम् ॥

ધ્રુવ મહારાજનું આખ્યાન સાંભળવાથી મનુષ્ય તેની 
ધન, યશ તથા દીર્ઘ આયુષ્યની મનોકામના પરિપૂર્ણ 
કરી શકે છે. તે એવું શુભંકર છે કે તેના શ્રવણમાત્રથી 
મનુષ્ય સ્વર્ગલોક અથવા ધ્રુવલોકની પ્રાપ્તિ કરી શકે છે. 
દેવો પણ પ્રસન્ન થાય છે, કારણ કે આ આખ્યાન બહુ 
પ્રશસ્ય છે અને એવું શક્તિશાળી છે કે તે મનુષ્યનાં સર્વ 
પાપોનું નિવારણ કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Wednesday 22 May 2024

સ્વધામમાં જવાની સિદ્ધિ


शान्ताः समदृशः शुद्धाः सर्वभूतानुरञ्जनाः । 
यान्त्यञ्जसाच्युतपदमच्युतप्रियबान्धवाः ॥

જે મનુષ્યો શાંત, સમદર્શી, શુદ્ધ તથા પવિત્ર હોય છે 
અને બીજા બધા જીવોને પ્રસન્ન કરવાની કળા જાણે છે, 
તેઓ કેવળ ભગવદ્ભક્તો સાથે જ મૈત્રી રાખે છે; માત્ર 
એવા જ મનુષ્યો ભગવાન પાસે સ્વધામમાં જવાની સિદ્ધિ 
અનાયાસે પ્રાપ્ત કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Monday 20 May 2024

સ્વયં પ્રકાશિત વૈકુંઠલોક


यद् भ्राजमानं स्वरुचैव सर्वतो लोकास्त्रयो ह्यनु विभ्राजन्त एते। 
यन्नाव्रजञ्जन्तुषु येऽननुग्रहा व्रजन्ति भद्राणि चरन्ति येऽनिशम् ॥

સ્વયં પ્રકાશિત વૈકુંઠલોકના તેજથી જ આ ભૌતિક જગતમાંના 
સર્વ પ્રકાશિત ગ્રહો પરાવર્તિત પ્રકાશ આપે છે. આવા તે વૈકુંઠલોકમાં, 
બીજા જીવોના પ્રત્યે દયા નહિ રાખનારા મનુષ્યો જઈ શકતા નથી. બીજા 
જીવોનાં સતત કલ્યાણકાર્યો કરનાર મનુષ્યો જ વૈકુંઠલોકમાં જઈ શકે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday 17 May 2024

ભગવાન અચ્યુત


सर्वात्मन्यच्युतेडसर्वे तिव्रौधां भक्तिमुद्वहन् |
ददर्शात्मनि भूतेषु तमेवावस्थितं विभुम् ||

ધ્રુવ મહારાજે સર્વના પ્રભવસ્થાન એવા પરમાત્માની તીવ્ર વેગથી 
ભક્તિ કરી. ભગવદ્દભક્તિ દરમિયાન તેઓ જોઈ શક્યા હતા કે બધું 
જ ભગવાનમાં અવસ્થિત છે અને તેઓ જીવમાત્રમાં સ્થિત છે. ભગવાન 
અચ્યુત કહેવાય છે, કારણ કે પોતાના ભક્તોની રક્ષા કરવાના તેમના મુખ્ય 
કર્તવ્યમાં તેઓ કદાપિ ચૂક કરતા નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Thursday 16 May 2024

ચિરસ્થાયી ફળ


सत्कारमानपूजार्थ तपो दम्भेन चैव यत् |
क्रियते तदिह प्रोक्तम् राजसं चलमध्रुवम् ||

 કેટલીક વખત વ્રત તથા તપ એટલા વાસ્તે કરાય છે કે જેથી 
લોકો આકર્ષાય અને તેમની પાસેથી સત્કાર, સન્માન તથા પૂજા 
પ્રાપ્ત થઇ શકે. રજોગુણી લોકો પોતાના અધીનસ્થ મનુષ્યો પાસેથી 
પૂજા કરાવે છે અને તેમનાથી પગ ધોવડાવી ધન અર્પિત કરાવે છે.
આવા કૃત્રિમ આયોજનો રાજસી કહેવાય છે. તેમાં ફળ ક્ષણિક હોય 
છે, તે કેટલાક સમય સુધી ટકી શકે છે, પરંતુ કદાપિ ચિરસ્થાયી હોતા નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday 15 May 2024

અવિચળ શ્રદ્ધા અને સ્મરણ


स राजराजेन वराय चोदितो ध्रुवो महाभागवतो महामतिः |
हरौ स वव्रेडचलितां स्मृतिं यया तरत्य यत्नेन दुरत्ययं तमः ||


યક્ષરાજ ( યક્ષોના રાજા ) શ્રી કુબેરે વરદાન માંગવા કહ્યું ત્યારે 
બુદ્ધિશાળી તથા વિચારવાન રાજા એવા અત્યંત ઉન્નત શુદ્ધ ભક્ત 
શ્રી ધ્રુવ મહારાજે એવી માંગણી કરી કે ભગવાનમાં પોતાને અવિચળ 
શ્રદ્ધા અને તેમનું સ્મરણ રહે. કારણ, એ રીતે મનુષ્ય અજ્ઞાનના મહાસાગરને 
સહેલાઈથી પાર કરી શકે છે, જોકે બીજાઓ માટે તે અતિ દુસ્તર છે.

 
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday 14 May 2024

શક્તિઓના સ્વામી


अव्यक्त्स्याप्रमेयस्य नानाशक्त्युदयस्य च |
न वै चिकीर्षितं तात को वेदाथ स्वसम्भवम् ||

પરમ તત્ત્વ પરબ્રહ્મ અપૂર્ણ ઇન્દ્રિયાનુભૂતિના પ્રયાસોથી 
સદા પર છે અને પ્રત્યક્ષ અનુભવથી પણ પર છે. તેઓ 
મહત્તત્ત્વ આદિ વિવિધ પ્રકારની શક્તિઓના સ્વામી છે.
તેમની યોજનાઓ અથવા કાર્યોને કોઈ જાણી શકતું નથી,
માટે એમ સમજવું જોઈએ કે તેઓ જ સર્વ કારણોના આદિકારણ 
છે. તેમ છતાં માનસિક અનુમાન-ચિંતન વડે તેમને કોઈ જાણી 
શકે નથી.

 
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Monday 13 May 2024

ભગવાન પ્રસન્ન




तितिक्षया करुणया मैत्र्या चाखिलजन्तुषु |
समत्वेन च सर्वात्मा भगवान् संप्रसीदति ||

ભક્ત જયારે બીજા મનુષ્યો પ્રત્યે સહિષ્ણુતા,
કરુણા, મૈત્રી તથા સમભાવપૂર્વક વર્તે છે, ત્યારે 
ભગવાન આવા નિજ ભક્ત ઉપર બહુ પ્રસન્ન થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday 11 May 2024

પરમાત્મા સાથે પ્રેમ


 

Friday 10 May 2024

ફળની આકાંક્ષા


अफलाकाङ्किभिर्यज्ञो विधिदिष्टो य इज्यते । 
यष्टव्यमेवेति मनः समाधाय स सात्त्विकः ॥

જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને 
ફળની આકાંક્ષા નહિ રાખનારા લોકો દ્વારા કરવામાં 
આવે છે, તે સાત્ત્વિક હોય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Thursday 9 May 2024

ભક્તોનો મનુષ્યને સંગ


ते न स्मरन्त्यतितरां प्रियमीश मत्र्यं ये चान्वदः सुतसुहृद्‌गृहवित्तदाराः ।
ये त्वब्जनाभ भवदीयपदारविन्द सौगन्ध्यलुब्धहृदयेषु कृतप्रसङ्गाः ॥


હે પદ્મનાભ પ્રભુ, જેમનાં હૃદય આપના ચરણકમળની લાલસા રાખી તેમની 
સુગંધ મેળવવા સદાય યત્નશીલ હોય છે એવા ભક્તોનો જો મનુષ્યને સંગ પ્રાપ્ત 
થાય, તો તે, ભૌતિક શરીર અથવા ભૌતિક આસક્તિયુક્ત મનુષ્યોને અત્યંત પ્રિય 
એવા પુત્ર, મિત્ર, ગૃહ, સંપત્તિ તથા પત્ની એવા દૈહિક સંબંધો પરત્વે કદાપિ આસક્ત 
થતો નથી. ખરેખર તો તે તેમની પરવા કરતો નથી.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Wednesday 8 May 2024

અન્ન


कट्वम्ललवणात्युष्णतीक्ष्णरूक्षविदाहिनः । 
आहारा राजसस्येष्टा दुःखशोकामयप्रदाः ॥

અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લુખું 
તથા બળતરા કરનારું અન્ન રજોગુણી મનુષ્યોને 
પ્રિય હોય છે. આવાં અન્ન દુઃખ, શોક તથા રોગ 
ઉત્પન્ન કરનારાં હોય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Monday 6 May 2024

પ્રવૃત્તિઓમાંથી તદ્દન અલિપ્ત


विरक्तश्चेन्द्रियरतौ भक्तियोगेन भूयसा ।
तं निरन्तरभावेन भजेताद्धा विमुक्तये ॥

ભક્ત જો મુક્તિ વિશે બહુ ગંભીર હોય તો તેણે 
દિવસના ચોવીસે કલાક, દિવ્ય ભાવની સર્વોચ્ચ 
અવસ્થામાં દિવ્ય પ્રેમલક્ષણા ભક્તિમાર્ગને દૃઢપણે 
વળગી રહેવું જોઈએ; અને તેણે ઇન્દ્રિયસુખની તમામ
પ્રવૃત્તિઓમાંથી તદ્દન અલિપ્ત રહેવું જોઈએ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday 4 May 2024

ઇચ્છા ફળ


एवं कायेन मनसा वचसा च मनोगतम् ।
परिचर्यमाणो भगवान् भक्तिमत्परिचर्यया ॥
पुंसाममायिनां सम्यग्भजतां भाववर्धनः ।
श्रेयो दिशत्यभिमतं यद्धर्मादिषु देहिनाम् ॥


જે મનુષ્ય ગંભીરપણે તથા સાચી નિષ્ઠાપૂર્વક ભગવાનની 
ભક્તિમાં પોતાને તન, મન ને વચનથી પરોવે છે, અને જે 
શાસ્ત્રવિહિત ભક્તિ-વિષયક પ્રવૃત્તિઓમાં તલ્લીન રહે છે, 
તેને તેની ઇચ્છાનુસાર ભગવાન આશિષ આપે છે. પ્રાકૃત 
ધર્મકાર્યો, આર્થિક વિકાસ, ઇન્દ્રિયતૃપ્તિ કે ભૌતિક જગતમાંથી 
મુક્તિની ભક્ત ઇચ્છા કરે તો તેને આ ફળ મળે છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday 3 May 2024

શાસ્ત્ર વિરુદ્ધ કઠોર તપ તથા વ્રત


अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः ।
दम्भाहङ्कारसंयुक्ताः कामरागबलान्विताः ॥
कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः ।
मां चैवान्तः शरीरस्थं तान्विद्ध्यासुरनिश्चयान् ।।


જે લોકો દંભ તથા અહંકારને તાબે થઈને શાસ્ત્ર 
વિરુદ્ધ કઠોર તપ તથા વ્રત કરે છે, જેઓ કામવાસના 
તથા આસક્તિ દ્વારા પ્રેરિત થાય છે, જેઓ મૂર્ખ છે અને
જેઓ શરીરનાં ભૌતિક તત્વોને તથા શરીરમાં રહેલા પરમાત્માને 
કષ્ટ આપે છે, તેઓ અસુર કહેવાય છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday 2 May 2024

કરુણાના સાગર


तरुणं रमणीयाङ्गमरुणोष्ठेक्षणाधरम् ।
प्रणताश्रयणं नृम्णं शरण्यं करुणार्णवम् ॥


ભગવાનનું સ્વરૂપ હંમેશાં તરુણ છે. તેમના દેહનો 
દરેક ભાગ અને દરેક અંગ સુરેખ છે, દોષરહિત છે. 
તેમનાં નેત્ર અને ઓષ્ઠ ઊગતા સૂર્ય જેવાં ગુલાબી છે. 
શરણાગત જીવને આશ્રય આપવા તેઓ સદા તત્પર 
રહે છે. તેમનાં દર્શન કરનાર ભાગ્યશાળી મનુષ્યને સર્વથા 
સંતોષ થાય છે. ભગવાન શરણાગત જીવના સ્વામી થવા 
યોગ્ય છે, કારણ કે તેઓ કરુણાના સાગર છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Wednesday 1 May 2024

ભક્તોને વરદાન આપવા તત્પર


प्रसादाभिमुखं शश्र्वत्प्रसन्नवदनेक्षणम् |
सुनासं सुभ्रुवं चारुकपोलं सुरसुन्दरम् ||


ભગવાનનું મુખ સદા સોહામણું અને પ્રસન્ન ભાવવાળું 
છે. તેમના દર્શન કરનારા ભક્તોને તેઓ કદાપિ અપ્રસન્ન 
દેખાતા નથી. તેઓ હંમેશા ભક્તોને વરદાન આપવા તત્પર 
રહે છે. તેમનાં નેત્ર, તેમનાં સુશોભિત ભવાં, તેમની ઉન્નત 
નાસિકા અને તેમનું વિશાળ લલાટ એ બધાં જ બહુ સુંદર છે.
તેઓ સર્વ દેવોથી સવિશેષ સોહામણા છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//