Wednesday 31 May 2023

શ્રીકૃષ્ણનો શબ્દાવતાર


શ્રીમદ્ ભાગવતમ્ એ શ્રીકૃષ્ણનો શબ્દાવતાર છે જેને ભગવાન ના 
અવતાર એવા વ્યાસદેવે સંપાદન કરેલ છે. તે લોકોના અંતિમ શ્રેય
માટે છે અને તે સર્વ સુખમય, સર્વ આનંદમય અને સર્વાંગસંપૂર્ણ છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Tuesday 30 May 2023

ભગવાન સદા સ્વાધીન છે.


જેમના કર્મો હંમેશા નિર્મળ હોય છે તેવા ભગવાન બધી જ 
ઇન્દ્રિયોના અધિપતિ છે અને પોતાના ઐશ્વર્ય ( ધન, સત્તા,
કીર્તિ, સૌંદર્ય, જ્ઞાન અને ત્યાગ ) થી સર્વસમર્થ છે તેઓ વિશ્વને 
સર્જાવે છે, તેમને પાળે - પોષે છે અને સંહારે છે અને છતાં તે 
કર્મોથી બિલકુલ નિર્લેપ રહે છે. તેઓ દરેક જીવમાં રહેલા છે 
અને સદા સ્વાધીન છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Monday 29 May 2023

ગર્ભશ્રીમંત કુળમાં જન્મ


જે યોગીઓ યોગમાં અસફળ રહે છે તે યોગી પુણ્યાત્મા લોકોના 
લોક માં અનેક વર્ષો સુધી સુખ ભોગવ્યા પછી સદાચારી લોકોના
અથવા તો ગર્ભશ્રીમંત લોકોના કુળમાં જન્મ પ્રાપ્ત કરે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Sunday 28 May 2023

બ્રહ્માના એક દિવસ જેટલા સમયમાં


બ્રહ્માના જીવનના એક દિવસ જેટલા સમયમાં (ચાર અબજ ત્રણ કરોડ સૂર્ય વર્ષ )
ચૌદ મનુઓ થાય છે. જે મુજબ તેમના એક વર્ષમાં પાંચ હજાર ચાલીસ મનુઓ થાય છે.
બ્રહ્મા પોતાની ઉંમરના એકસો વરસ સુધી જીવે છે. 
બ્રહ્માંડો તો અસંખ્ય હોય છે, તે દરેકમાં એક બ્રહ્મા હોય છે અને તે બધા શ્રી મહા વિષ્ણુના 
એક શ્વાસમાં સર્જાય છે ને લય પામે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Friday 26 May 2023

પરમાત્મા બધી વસ્તુઓમાં રહેલા છે


यथा ह्यवहितो वह्निर्दारुश्वेकः स्वयोनिषु |
नानेव भाति विश्वात्मा भूतेषु च तथा पुमान् ||

જેવી રીતે અગ્નિ લાકડામાં વ્યાપ્ત છે તેવી રીતે ભગવાન 
પરમાત્મા તરીકે બધી વસ્તુઓમાં રહેલા છે અને તેથી ,
તેઓ એક અને અનન્ય હોવા છતાં અનેક પ્રકારે દેખાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।

 

Thursday 25 May 2023

સંપૂર્ણપણે સુખી


હૃદયમાં પ્રેમમયી ભક્તિ જેવી દ્રઢપણે સ્થાપિત થાય છે કે 
તરત જ કામ, ઈચ્છા, લોભ વગેરે રજોગુણ અને તમોગુણ ની
અસરો હૃદયમાંથી અદ્રશ્ય થાય છે. પછી ભક્ત સત્વગુણમાં 
સ્થાપિત થાય છે અને તે સંપૂર્ણપણે સુખી બને છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Wednesday 24 May 2023

ભગવાન વાસુદેવ ની કથા માં પ્રીતિ જાગે છે


જેઓ બધા પાપોમાંથી પૂર્ણપણે મુક્ત થઇ ગયા છે 
એવા ભક્તો ની સેવા કરવાથી મહાન સેવા થાય છે.
આવી સેવાથી મનુષ્યને ભગવાન વાસુદેવ ની કથા 
સાંભળવામાં પ્રીતિ જાગે છે.
ભગવાનને સીધી સેવા કરવાથી જેટલા રાજી કરી શકાય 
તેના કરતા તેમના સેવક ની સેવા કરવાથી તેમને વધારે 
રાજી કરી શકાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

પરમેશ્વર શ્રીહરિ ને પ્રસન્ન કરી શકાય ?


પરમેશ્વર શ્રીહરિ ને પ્રસન્ન કેવી રીતે કરી શકાય ?
શાસ્ત્રો ના નિષ્કર્ષ પ્રમાણે જીવનના વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે 
નિયત કરવામાં આવેલા પોતાના વ્યવસાય મુજબના કર્તવ્યોને 
પરિપૂર્ણ કરવાથી મનુષ્ય સર્વોચ્ચ પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે.
પરંતુ વર્ણો નું વર્ગીકરણ મનુષ્યના કર્મો અને ગુણ પ્રમાણે કરવામાં 
આવે અને નહિ કે જન્મ પ્રમાણે. 

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Monday 22 May 2023

પરમેશ્વરના સંદેશા


મનુષ્ય તેની પોતાની સ્થિતિ પ્રમાણે જે વ્યવસાયિક પ્રવૃતિઓમાં રોકાયેલો છે
તે પ્રવૃત્તિઓ જો પરમેશ્વરના સંદેશા પ્રત્યે આકર્ષણ જાગૃત ન કરે તો એ કેવળ 
નિરર્થક શ્રમ માત્ર જ છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Sunday 21 May 2023

શાંતિ અને સમૃદ્ધિ


ભૌતિક જગતમાં ભગવાન શ્રીવિષ્ણુ ને પ્રસન્ન કરવા સિવાયના 
અન્ય કોઈ હેતુ માટે કરવામાં આવેલું કાર્ય એ કર્તા માટે વિશેષ 
બંધનનું કારણ બને છે.
તેથી એવો શાસ્ત્રો માં એવો આદેશ આપેલો છે કે સર્વ કર્મો 
યજ્ઞ રૂપે ભગવાન શ્રીવિષ્ણુ અને તેમના ભક્તોના સંતોષાર્થે 
જ કરવા જોઈએ.એ સહુને માટે શાંતિ અને સમૃદ્ધિ લાવશે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Friday 19 May 2023

શાસ્ત્રોમાં વર્ણવેલ બાર પ્રકારના રસ


શાસ્ત્રોમાં વર્ણવેલ બાર પ્રકારના રસ

                                                                    *રૌદ્ર એટલે ક્રોધ                                *દાસ્ય 
 *અદ્ભૂત એટલે આશ્ચર્ય                    *સખ્ય એટલે મૈત્રીભાવ 
      *શૃંગાર એટલે દામ્પત્યપ્રેમ                *ભયાનક એટલે ભયંકરતા 
    *હાસ્ય                                                *બીભત્સ એટલે આઘાત 
*વીર એટલે શૌર્ય                               *શાંત એટલે તટસ્થતા 
               *દયા                                                  *વાત્સલ્ય એટલે માતૃ-પિતૃભાવ 

આ સર્વ રસોનું સારતત્વ એ પૂર્ણ પુરુષોત્તમ પ્રત્યે સ્નેહ અથવા પ્રેમ કહેવાય છે.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।

 

Thursday 18 May 2023

પરમેશ્વર હૃદય મધ્યે સ્થાપિત


ભાગવત પુરાણ સર્વોચ્ચ સત્યનું પ્રતિપાદન કરે છે, તેમજ 
ભૌતિક દૃષ્ટિબિંદુથી પ્રેરાયેલી સર્વ ધાર્મિક પ્રવૃત્તિઓનો 
સંપૂર્ણપણે અસ્વીકાર કરે છે.
જેવું કોઈ એકચિત્તે તેમ જ શરણ ભાવે ભાગવતમ્ ના સંદેશાનું 
શ્રવણ કરે છે કે તરત  જ આ જ્ઞાનના સંસ્કારને લીધે પરમેશ્વર 
તેમના હૃદય મધ્યે સ્થાપિત થાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Wednesday 17 May 2023

ચિંતનમાં તલ્લીન


दिक्कालाध् अनवच्छिन्ने कृष्णे चेतो विधाय च |
तन्मयो भवति क्षिपं जीवो ब्रह्मणि योजयेत् ||

દેશ- કાળથી પર તથા સર્વવ્યાપી શ્રીકૃષ્ણના 
દિવ્ય રૂપમાં મન તથા ઇન્દ્રિયોને એકાગ્ર કરવાથી,
મનુષ્ય કૃષ્ણના ચિંતનમાં તલ્લીન થાય છે અને ત્યારે 
તેમના દિવ્ય સાન્નિધ્યની સુખમય અવસ્થા પામે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Tuesday 16 May 2023

લક્ષ્મીનો માલિક એક માત્ર ઈશ્વર જ છે


પોતાની પાસે જે ધન-મિલકત અને બીજો કોઈ પણ 
પ્રકારનો વૈભવ છે તે ઈશ્વર નું છે તેમ માનો.
જીવ લક્ષ્મીનો માલિક થઈ શકે નહિ. લક્ષ્મીનો  
માલિક એક માત્ર ઈશ્વર જ છે. જીવ એ લક્ષ્મી નો 
દીકરો છે. બાળક થવા માં જે મજા છે તે ધણી થવામાં 
નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Monday 15 May 2023

સંપત્તિ અને સન્મતિ


અતિ સંપત્તિ અને સન્મતિ સાથે રહી શકતા નથી.
સંપત્તિમાં જે સાન - ભાન ભૂલેલા છે  તે જ્યાં સુધી 
દરિદ્ર ન થાય ત્યાં સુધી તેની અક્કલ ઠેકાણે આવતી નથી.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Sunday 14 May 2023

મદમાં અને અભિમાનમાં ચૂર


પોતાને શ્રેષ્ઠ માનનારા અને હઠીલા, પોતાની સંપત્તિ ના 
મદમાં અને અભિમાનમાં ચૂર લોકો શાસ્ત્રોના વિધિ-વિધાન 
પ્રત્યે કોઈ પણ આદર વિના ઘમંડપૂર્વક નામ માત્ર માટે યજ્ઞો કરે છે. 

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Friday 12 May 2023

પવિત્ર નામોનું કીર્તન


नयनं गलदश्रुधारया वदनं गद् गददाया  गिरा |
पुलकैनिर्चिन्त वपुः कदा तव नामग्रहणे भविष्यति ||

હે મારા નાથ, આપના પવિત્ર નામોનું કીર્તન કરતા-કરતા 
ક્યારે મારી આંખો સતત પ્રેમાશ્રુઓથી સુશોભિત થશે ?
આપના દિવ્ય નામનું કીર્તન કરતા ક્યારે મારો કંઠ રૂંધાઇ 
જશે અને ક્યારે મારા શરીરનાં રુંવાડા ખડાં થઇ જશે ?

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Thursday 11 May 2023

મને ઉગારી લો


अयि नन्द्तनुज् किंकरं पतितं मां विषमे भवाम्बुधौ |
कृपया तव पादपङ्कजस्थित धूलिसद्रसं विचिन्त्य ||

હે નંદતનુજ (નંદ મહારાજ ના પુત્ર શ્રી કૃષ્ણ) હું આપનો 
સનાતન સેવક છું, છતાં કોઈ કારણસર હું આ જન્મ અને
મૃત્યુના ભવસાગરમાં પડ્યો છું. તેથી કૃપા કરીને આ 
ભાવસાગરમાંથી મને ઉગારી લો અને આપણા ચરણકમળની 
ધુળરૂપે રાખો.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Wednesday 10 May 2023

ભગવદ્દગીતા


ભગવદ્દગીતા ભારતવર્ષના આધ્યાત્મિક ખજાનાના સૌથી મૂલ્યવાન રત્ન 
તરીકે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ દ્વારા 
તેમના અંતરંગ ભક્ત અર્જુનને કહેવાયેલી ગીતાના સાતસો મુદ્દાસર ના શ્લોકો 
આત્મ - સાક્ષાત્કાર ના વિજ્ઞાન વિશે નિર્ણાયક માર્ગદર્શન પૂરું પડે છે. ખરેખર
અન્ય કોઈ ગ્રંથ મનુષ્યની વાસ્તવિક પ્રકૃતિ, તેની આસપાસ નું વિશ્વ,અને છેલ્લે 
તેના પરમાત્મા સાથેના સંબંધ વિશેનું જ્ઞાન પ્રદાન કરવાની બાબતે તેની બરોબરી 
કરી શકે તેમ નથી. 
 
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Tuesday 9 May 2023

ભગવાન સહાય કરે છે
 પ્રભુ શ્રી કૃષ્ણ ની ભક્તિ અત્યંત કઠિન જણાય. પરંતુ જો 
મનુષ્ય દૃઢ સંકલ્પ સાથે નિયમોનું પાલન કરે, તો ભગવાન 
તેને જરૂર મદદ કરશે, કારણ કે જે મનુષ્ય પોતાની સહાયતા 
પોતે કરે છે, ભગવાન તેમને અવશ્ય સહાય કરે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।

Monday 8 May 2023

પ્રેમ નો સ્વાદ


જીભની એક જ ઇન્દ્રિય બે કામ કરે છે. એક તો સ્વાદ લેવાનો 
અને બીજો બોલવાનો. મૂંગો મનુષ્ય સ્વાદ તો લઇ શકે છે પણ 
તે સ્વાદ નું વર્ણન કરી શકતો નથી. તેમ, પરમ કૃપાળુ પરમાત્મા ના 
પ્રેમ નો જેણે સ્વાદ લીધો છે તે મૂંગા જેવો છે જે તેનું વર્ણન કરી શકતો નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Sunday 7 May 2023

દાન એટલે શું ?
દાન એટલે બીજા કોઈ પણ જીવને, મનુષ્ય હોય કે બીજા પ્રાણી હોય 
તેમને સુખ આપવું, એનું નામ દાન. અને બધાને સુખ આપ્યું એટલે એની 
પ્રતિક્રિયા સુખ જ આવે. સુખ આપો તો તરત જ સુખ તમારે ઘેર બેઠા આવે.
તમે દાન આપતા હોય તો તમને અંદર સુખ થાય. પોતાના ઘરના રૂપિયા આપો 
છતાં સુખ થાય.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Friday 5 May 2023

શંકા નું સમાધાન


શંકા એ એક જાતનો અહંકાર છે, પોતાની નિર્બળતા છે.
શંકાનું મૂળભૂત કારણ શું ? વધારાની બુદ્ધિ ; જે વધુ પર્યાય 
દેખાડે, પછી ગૂંચવાય અને તેનો ઉકેલ ન થાય તેથી શંકા ઉભી 
થાય. શંકાથી ભય ઉભો થાય અને ભય થી શંકા થાય. બેઉ 
કારણ - કાર્ય જેવું છે. જ્યાં મારાપણું, મમતા, આશક્તિ અને 
મારાપણું છે ત્યાં શંકા ઉભી થાય છે. જયારે દુઃખ ભોગવવાની 
શરૂઆત થાય ત્યાં શંકા ઉભી થાય છે.
તેના સમાધાન નો એક જ રસ્તો છે અને તે છે સતત શ્રી હરિ ના નામ 
નો જાપ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Thursday 4 May 2023

જીવન નિશ્ચિંત બને છે


જીવન ચિંતામુક્ત હોવું જોઈએ પણ બેપરવા નહીં.
નિશ્ચિંત જીવન અને બેપરવા જીવનમાં ફરક છે.
ચિંતામુકત જીવન એક વિશિષ્ટ રસાયણ છે.
આત્મવિશ્વાસ અને ઈશવિશ્વાસ વધે ત્યારે જ 
જીવન નિશ્ચિંત બને છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Wednesday 3 May 2023

જન્મ-મરણના માર્ગને જીતી શકાય છે


तम् एव विदित्वाति मृत्युम् एति 

પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ ને જાણવાથી જ,
જન્મ તથા મરણના માર્ગને જીતી શકાય છે. બીજા 
શબ્દોમાં કહી શકાય કે યોગની પૂર્ણતા ભૌતિક અસ્તિત્વમાંથી 
મુક્ત થવામાં જ છે, જાદુઈ ચમત્કારો કે અંગકસરતની કરામતો દ્વારા 
અબુધ લોકોને મૂર્ખ બનાવવામાં નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Tuesday 2 May 2023

કૃષ્ણ ભજન કરો


મનમાં વિકાર ઉત્પન્ન કરે તેવું કોઈ ચિત્ર ઘરમાં
રાખવું નહિ. તે ચિત્ર પછી મનમાં આવશે અને
શ્રી કૃષ્ણ ભજન માં વિઘ્ન કરશે.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Monday 1 May 2023

મોક્ષપ્રાપ્તિનું એકમાત્ર સાધનहरेर्नाम हरेर्नाम हरेर्नामैव केवलम् |
कलौ नास्त्येव नास्त्येव नास्त्येव गतिर् अन्यथा ||

કલહ તથા દંભના આ યુગમાં મોક્ષપ્રાપ્તિનું એકમાત્ર સાધન 
ભગવાનના પવિત્ર નામનું કીર્તન કરવું એ જ છે. અન્ય કોઈ
માર્ગ નથી, અન્ય કોઈ માર્ગ નથી, અન્ય કોઈ માર્ગ નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।