Tuesday 28 February 2023

ચરણ આશ્રય


बार बार मागउ कर जोरे, मनु परिहरे चरन जनि भोरें.
 
હે મારા વ્હાલા સ્વામી પ્રભુ શ્રી રામ પ્રભુ શ્રી કૃષ્ણ,
હું બે હાથ જોડી એટલું જ માંગુ છું કે - ભૂલે ચુકે પણ 
મારું મન તમારા ચરણ નો આશ્રય ના છોડે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  

 

Monday 27 February 2023

સદગુરુ ના આશીર્વાદ


દેવ - દેવી કે સદગુરુ ના આશીર્વાદ વગર કોઈ સત્કર્મ જલ્દી સિદ્ધ થતું નથી.

આજે સંસારમાં ધનની ખોટ નથી પણ આશીર્વાદ ની ખોટ છે ધન દઈને 
આશીર્વાદ માંગે કે ધન લઈને આશીર્વાદ આપે તેનું કોઈ મૂલ્ય નથી.
આશીર્વાદ લેવાના નથી હોતા તેને તો ઝીલવાના હોય,
આશીર્વાદ દેવાના નથી હોતા, વરસાવવાના હોય છે.
એકમાં સમર્પણ ભાવ વરસે છે, બીજામાં આશિષ ભાવ વરસે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

Saturday 25 February 2023

સ્થિર મનુષ્ય


यद्च्छालाभसंतुष्टो द्वन्दातीतो विमत्सरः |
समः सिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते ||    

જે મનુષ્ય અનાયાસે થતા લાભ થી સંતુષ્ટ રહે છે, જે દ્વૈતભાવ થી રહિત છે 
તથા ઈર્ષા કરતો નથી, સફળતા તેમ જ નિષ્ફળતા બન્નેમાં સ્થિર રહે છે,
તે કર્મ કરતો હોવા છતાં પણ કદાપિ બંધાતો નથી.
(विमत्सर=ઇર્ષ્યારહિત તથા સિદ્ધિ અને અસિદ્ધિ માં સમભાવવાળો) 

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


 

Wednesday 22 February 2023

દોષ ની ક્ષમા

ભગવાન સર્વ દોષ ની ક્ષમા કરે છે પણ અભિમાન ની ક્ષમા નથી કરતા.
અભિમાન કરવા જેવું આપણી પાસે છે પણ શું ? આ જગતમાં રાય રંક 
બને છે ને રંક રાય બને છે તેવા અસંખ્ય દાખલાઓ આપણે જોઈએ છીએ.
લાખ ની રાખ થતા વાર નથી લાગતી, પછી અભિમાન કેવું ?

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Tuesday 21 February 2023

પ્રભુ પ્રાગટ્ય નો ઉત્સવ

જીવનમાં રોજ પ્રભુ પ્રાગટ્ય નો ઉત્સવ કરવો જોઈએ. ઉત્સવ બહાર નહિ 
પણ હૃદય માં કરવાનો છે. હૃદય  માં ઈશ્વર પ્રગટે ત્યારે માનવી દેહમાં હોવા છતાં 
દેહનું ભાન ભૂલી જાય છે.
એક થી આઠ સુધીના અંક અષ્ટધા પ્રકૃતિના સૂચક છે નવ નો અંક એ સગુણ બ્રહ્મ નું સૂચક છે.
આઠ સુધી પ્રકૃતિ નો (માયાનો) વિસ્તાર અને તે પછી, નવ ના રૂપે પૂર્ણ બ્રહ્મ નું પ્રાગટ્ય.
ઉત્ એટલે ઈશ્વર અને સવ એટલે પ્રાગટ્ય ઈશ્વર નું પ્રાગટ્ય એ - ઉત્સવ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 

 

Monday 20 February 2023

પ્રભુ વેદોથી પર છે


પ્રભુ શ્રી રામ ના જન્મ સમયે જ્યારે દશરથ રાજા રામજી ને મધ ચટાડતા હતા 
ત્યારે તેમણે ઋષિ વશિષ્ઠ ને કહ્યું કે તમે વેદ મંત્ર કેમ બોલતા નથી,
ત્યારે ઋષિ વશિષ્ઠ એ કહ્યું હું શું વેદમંત્રો બોલું ? રામ ના દર્શન કરતા હું તે ભૂલી 
ગયો છું, અરે હું તો મારુ નામ પણ ભૂલી ગયો છું.

तत्र वेदा अवेदा भवन्ति | अत्र मर्त्यो अमर्त्यो भवति, अत्र ब्रह्म समश्रुते ||

 પ્રભુ વેદોથી પર છે, જ્ઞાન થી પણ પર છે, ઈશ્વરનો સાક્ષાત્કાર થયા પછી વેદો ની 
પણ જરૂર નથી.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Saturday 18 February 2023

આજાનબાહુ

                શ્રીરામ આજાનબાહુ છે. આજાન બાહુ એટલે ઘૂંટણ સુધીના લાંબા હાથ વાળા.
કોઈકે પૂછ્યું કે - પ્રભુ તમે આવા લાંબા હાથ કેમ રાખ્યા છે ? તો પ્રભુ એ જવાબ આપ્યો કે -
મારા ભક્તો મને મળવા આવે છે તેમને હું ભેટું છું. વિવિધ જાતના ભક્તો માં જો કોઈ 
રૂષ્ટ - પુષ્ટ (જાડો) આવે તો તેને પણ ભેટી શકાય  એટલા માટે મેં મારા હાથ લાંબા રાખ્યા છે.
પ્રભુ તેના દરેક ભક્તો ની કેટલી ચિંતા કરે છે ?

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Friday 17 February 2023

મોટું મન


જેનો બંગલો મોટો હોય તેને ત્યાં પરમાત્મા જલ્દી 
જતાં નથી પણ જેનું મન મોટું હોય તેને ત્યાં પરમાત્મા 
પધારે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Thursday 16 February 2023


અંતઃ કરણ ના ચાર પ્રકાર 
અંતઃકરણ જ્યારે
--સંકલ્પ-વિકલ્પ કરે ત્યારે તે મન કહેવાય છે.
--કોઈ વિષય નો નિર્ણય કરે ત્યારે તેને બુદ્ધિ કહેવાય છે.
--પ્રભુ નું ચિંતન કરે ત્યારે તેને ચિત્ત કહેવાય છે.
--ક્રિયા નું અભિમાન જાગે ત્યારે અહંકાર કહેવાય છે.
આ ચારેય ને શુદ્ધ કર્યા વગર પરમાત્માના દર્શન થતા નથી.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 
   


 

Wednesday 15 February 2023

જપ નો મહિમા


જ્ઞાન થી પ્રારબ્ધ નો નાશ થતો નથી.બહુ બહુ તો સંચિત અને ક્રિયમાણ 
કર્મ નો નાશ થાય છે.
પણ પ્રભુ ના "નામ" થી પ્રારબ્ધ કર્મો નો પણ નાશ થાય છે.
રામ - નામ ના પ્રતાપે વાલ્મિકી ના ત્રણે કર્મો નો નાશ થયો. અને નિષ્કર્મ 
બની ગયા.
વિધાતાના લેખ (પ્રારબ્ધ) પર મેખ મારવાની શક્તિ રામ નામ માં છે.
જપ નો આવો મહિમા છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


 

Tuesday 14 February 2023

માનસિક તપસ્યા


 

પ્રભુ શ્રી કૃષ્ણ ગીતાજી માં કહે છે કે - બધા યજ્ઞો માં હું જપયજ્ઞ છું.

જપયજ્ઞ એ પ્રભુનું સ્વ-રૂપ છે. શ્રેષ્ઠ છે.ઈશ્વર ને મેળવવાનું એક સાધન 
જપયજ્ઞ છે. શાસ્ત્રોમાં જપ ને માનસિક તપસ્યા કહે છે. 
જપયજ્ઞ ને મંત્ર યોગ પણ કહે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 

Monday 13 February 2023

ખરું સૌંદર્ય


ઘડીભર માની લો કે આ સંસાર સુંદર છે પણ પછી જરા 
વિચાર કરો કે તો આ સંસારને બનાવનાર કેટલો સુંદર હશે ?
મનુષ્ય સૌંદર્ય જોવા કાશ્મીર જાય છે, પણ ત્યાં જવાની કોઈ 
જરૂર નથી, કારણ કે ખરું સૌંદર્ય તો ઈશ્વરમાં જ છે, અંતર માં છે.
તે સૌંદર્ય નો અનુભવ લેવાની જરૂર છે.પ્રયત્ન કરવાની જરૂર છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 

Saturday 11 February 2023

પ્રભુમાં પ્રીતિ

 થોડા પૈસા ખિસ્સામાં હોય તો મનુષ્યને હિંમત રહે છે,

ત્યારે નિત્ય પરમાત્માને સાથે રાખીને ફરે એ નિર્ભય બને 
એમાં શું આશ્ચર્ય ?
ભીતિ વિના પ્રભુમાં પ્રીતિ થતી નથી. કાળ નો ડર રાખો.
કાળની, મરણ ની ભીતિથી પ્રભુમાં પ્રીતિ થાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।  

Monday 6 February 2023

ભક્તિ વિના મુક્તિ નથી

જ્યાં સુધી ઇન્દ્રિયો સંયમિત ન થાય, ત્યાં સુધી જ્ઞાનના પદ સુધી ઉન્નત થવાનો અવસર પ્રાપ્ત થતો નથી અને જ્ઞાન તથા ભક્તિ વિના મુક્તિ મળતી નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


પરમતત્વ

योन्तः प्रविष्य मम वाचमिमां प्रसुप्ताम् सज्जिवयत्यखिलशक्तिघरः स्वधाम्ना |

अन्यश्चहस्तचरणश्रवणत्वगादिन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् ||


 જે અખિલાઈન ધારક, પોતાના સ્થાનેથી મારી ભીતર પ્રવેશીને મારી સુષુપ્ત વાણીને અને મારા હાથ, પગ, શ્રવણ, ત્વચા, પ્રાણ આદિને સજીવન કરે છે તે પરમતત્વને હું નમું છું.


।। હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


કોમળ હૃદય

જો તમે તેર વર્ષ સુધી દિવસ ના તેર કલાક સારી રીતે ધ્યાન કર્યું હોય, પણ કોઈ જીવંત વ્યક્તિના દુઃખ કે દર્દનો પોકાર સાંભળી ન શકો, તો તમારા એ તેર વર્ષના ધ્યાનનું ફળ નષ્ટ પામે છે. જો ધ્યાન ધરવાથી તમારું હૃદય કોમળ કે ઋજુ ન બન્યું હોય તો એનો કોઈ મતલબ નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


સ્વયંમાં પૂર્ણ

ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात पूर्ण मुदच्य्ते |

पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ||

ॐ शान्तिः शान्तिः शान्तिः ||


"ૐ" રૂપમાં જેને અભિવ્યક્ત કરવામાં આવે છે, એ પરબ્રહ્મ સ્વયં બધી રીતે પૂર્ણ છે અને આ સૃષ્ટિ પણ સ્વયંમાં પૂર્ણ છે. એ પૂર્ણ તત્વમાંથી આ પૂર્ણ વિશ્વની ઉત્પત્તિ થઇ છે. એ પૂર્ણમાંથી આ પૂર્ણ કાઢી લેવાથી પણ એ બચેલું શેષ પણ પૂર્ણજ રહે છે. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક તાપ-સંતાપ શાંત થાવ.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


પરમ સત્ય

 "પરમ સત્યનો જાણકાર, પરમ સત્યનો અનુભવ સાક્ષાત્કારની ત્રણ અવસ્થાઓમાં કરે છે અને આ સર્વ અવસ્થાઓ એકરૂપ છે. પરમ સત્યની આ અવસ્થાઓ બ્રહ્મ, પરમાત્મા તથા ભગવાન તરીકે વ્યક્ત થાય છે."

બ્રહ્મ = નિર્વિશેષ સર્વવ્યાપી આત્મા

પરમાત્મા = ભગવાનનું સ્થાનીય અંતર્યામી સ્વરૂપ જે જીવ માત્રના હૃદયમાં રહે છે

ભગવાન = પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


સત્કૃતી

वातादि दोषेण मद्भक्तो मां न च स्मरेत |

अहं स्मरामि मद्भक्तं नयामि परमां गतिम् || 


ભગવાન કૃષ્ણ નું એક નામ 'સત્કૃતી' છે જેનો અર્થ થાય છે ભક્તના શરીર ત્યાગવાના સમયે મદદ કરનાર.


શ્લોક નો અર્થ :

જો મારા ભક્ત મૃત્યુ સમયે શરીરની અંદર અનુભવાતી પીડા થકી મને યાદ ન કરી શકે,

તો હું મારા ભક્તને યાદ કરીશ અને તેને મારા પરમ ધામમાં લઇ જઈશ.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


પરિશ્રમ કરવો

આપણી નિષ્ઠા પ્રમાણે જ આપણી આધ્યાત્મિક પ્રગતિ ની સફળતા મળે છે, એટલે જેઓને વિશેષ પ્રગતિ ની ઈચ્છા હોય તેઓએ વિશેષ પરિશ્રમ કરવો જોઈએ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


નામ - સંકીર્તન

સતયુગમાં વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરવાથી જે મુક્તિ મળતી, ત્રેતાયુગમાં મોટા યજ્ઞો દ્વારા ભગવાનની આરાધના કરવાથી અને દ્વાપરયુગમાં વિધિપૂર્વક શ્રીવિષ્ણુની સેવા કરવાથી જે ફળ મળતું, તે ફળ કલિયુગમાં નામ - સંકીર્તનથી મળે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


સહજ સ્વીકાર

पुनरपि जननं पुनरपि मरणं, पुनरपि जननी जठरे शयनम्,

ईह संसारे खलु दुस्तारे, कृपया पारे पाहि मुरारे.


भज गोविन्दम् भज गोविन्दम् भज गोविन्दम् मूढमते


જે જન્મે છે તેનું મરણ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામે છે તેનો જન્મ અવશ્ય થાય છે આ અનિવાર્ય ઘટના છે માટે જન્મનો આનંદ ન મનાવવો, મરણના મરશિયા ન ગાવા. બન્નેનો સહજ સ્વીકાર કરવો.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


ભ્રમનું માધ્યમ

જ્યાં સુધી ભ્રમ છે, ત્યાં સુધી બાળકો, પરિવાર, સગા - સંબંધી બધા આપણા લાગે છે. પોતાનું લાગવુંએ ભ્રમનું માધ્યમ છે. આત્મા આને જ પૂજ્ય માનીને આની સાથે રહે છે અને સમજે છે કે "આ પિતા છે, દાદા છે, આ મારા પોતાના છે,વગેરે..."

-:સાધનાના પૂર્તિકાળમાં:-


न गुरु न चेला पुरुष अकेला

न बंधू न मित्रं गुरुर नैव शिष्यः

चिदानंद रूपम शिवोहम शिवोहम।


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


પ્રભુ પ્રેમી

 જ્ઞાની થવું અઘરું નથી, પ્રભુ પ્રેમી થવું અઘરું છે.

જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે, તેની ચિંતા પરમાત્મા કરે છે.



।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે,

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


નિશ્ચિત વિજય

"મરવું અને સાધુ થવું બંને બરાબર છે" સાધુ માટે દુનિયામાં બધા જીવિત હોય શકે, પરંતુ ઘરવાળાના નામ પર કોઈ નથી હોતા. જો કોઈ હોય તો તે લગાવ છે. લગાવનો સંપૂર્ણ ત્યાગ, મોહનું સહ અસ્તિત્વ દૂર થતા જ વિજય નિશ્ચિત બને છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


આધ્યાત્મિક ગુરુ

કિબા વિપ્ર, કિબા ન્યાસી, શુદ્ર કેને નય।

યેઈ કૃષ્ણ તત્વ વેત્તા, સેઈ 'ગુરુ' હય ।।


"કોઈ મનુષ્ય, ભલે પછી તે વિપ્ર (વૈદિક જ્ઞાનમાં પારંગત) હોય કે શુદ્ર જાતિમાં જન્મેલા હોય કે સન્યાસી હોય, પણ જો તે કૃષ્ણભક્તિના તત્વને જાણતો હોય તો તે સંપૂર્ણ તથા અધિકૃત આધ્યાત્મિક ગુરુ છે."


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


મન ની અંદરની શાંતિ

જે પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી, તેને યાદ કરતો નથી, તેના નામ નું રટણ કરતો નથી અને જે પરોપકાર કરીને બધાને કહેતો ફરે છે, તે ભલે સુખી દેખાય અને ભૌતિક સુખ પણ ભોગવતો હોય તો પણ તેને મન ની અંદરની શાંતિ મળતી નથી.


।। હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે,

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।