Wednesday, 31 January 2024

સર્વ કામના


इमं लोकं तथैवामुमात्मानमुभयायिनम् । आत्मानमनु ये चेह ये रायः पशवो गृहाः ।। 
विसृज्य सर्वानन्यांश्च मामेवं विश्वतोमुखम् । भजन्त्यनन्यया भक्त्या तान्मृत्योरतिपारये ॥

જે ભક્ત વિશ્વના સર્વવ્યાપી સ્વામી એવા મને (શ્રીકૃષ્ણ ને) અનન્ય ભક્તિભાવે ભજે છે, 
તે સ્વર્ગલોકમાં સ્થાન મેળવવાની સર્વ કામના અથવા આ જગતમાં ધનસંપત્તિ, બાળકો, 
પશુઓ, મકાન કે દેહના સંબંધે બધું પ્રાપ્ત કરવાની આકાંક્ષા તજી દે છે. હું (શ્રીકૃષ્ણ)તેને 
જન્મ-મૃત્યુની પેલે પાર લઈ જાઉં છું.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Tuesday, 30 January 2024

વિશિષ્ટ પ્રયાસ વગર મુક્તિ


तैर्दर्शनीयावयवैरुदार- विलासहासेक्षितवामसूक्तैः ।
हृतात्मनो हृतप्राणांश्च भक्ति- रनिच्छतो मे गतिमण्वीं प्रयुङ्क्ते ॥


પ્રસન્ન અને ચિત્તાકર્ષક એવાં ભગવાનનાં મનોહર સ્વરૂપોનું દર્શન કરીને 
અને તેમનાં આનંદપ્રદ વચનો સાંભળીને શુદ્ધ ભક્ત તેની અન્ય બધી ચેતના 
લગભગ ગુમાવી દે છે. તેની ઈન્દ્રિયો બીજા બધા ઉદ્યમોમાંથી મુક્ત બની જાય
છે અને તે ભક્તિમાં તલ્લીન થઈ જાય છે. એ રીતે તેની અનિચ્છા હોવા છતાં
કોઈ વિશિષ્ટ પ્રયાસ વગર તે મુક્તિ પામે છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Monday, 29 January 2024

દૃઢપણે ભક્તિપરાયણ


नैकात्मतां मे स्पृहयन्ति केचिन् मत्पादसेवाभिरता मदिहाः |
येडन्योन्यतो भागवताः प्रसज्य सभाजयन्ते मम पौरुषाणि ||

ભક્તિની પ્રવૃતિઓમાં સંલગ્ન અને મારા (શ્રીકૃષ્ણના) ચરણકમળની 
સેવા કરવામાં સદા પરોવાયેલા શુદ્ધ ભક્ત મારી સાથે એકરૂપ થવા 
કદી ઈચ્છા કરતા નથી. દૃઢપણે ભક્તિપરાયણ રહેતા આવા ભક્ત મારી 
લીલા તથા પ્રવૃત્તિઓના મહિમાનું નિત્ય ગુણગાન કરે છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Saturday, 27 January 2024

કોઈ પણ હેતુ વગર


 देवानां गुणलिङ्गानामानुश्रविककर्मणाम्। 
 सत्त्व एवैकमनसो वृत्तिः स्वाभाविकी तु या। 
 अनिमित्ता भागवती भक्तिः सिद्धेर्गरीयसी ॥

ભગવાન કપિલે માતા દેવહૂતિને કહ્યું: ઇન્દ્રિયો દેવોનું પ્રતીકાત્મક 
પ્રતિનિધિત્વ ધરાવે છે વેદશાસ્ત્રોની દોરવણી હેઠળ કાર્ય કરવું એ 
તેમનું સ્વાભાવિક વલણ હોય છે.અને ઇન્દ્રિયો દેવોનું પ્રતિનિધિત્વ 
કરે છે, તેમ મન ભગવાનનું પ્રતિનિધિત્વ કરે છે. મનનું સ્વાભાવિક 
કર્તવ્ય સેવા કરવાનું હોય છે. જ્યારે તે સેવાભાવના કોઈ પણ હેતુ 
વગર ભગવદ્ભક્તિમાં પરોવાઈ જાય છે ત્યારે તે મોક્ષથી પણ વધુ 
ચડિયાતી થાય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Thursday, 25 January 2024

સાધુ


तितिक्षवः कारुणिकाः सुह्यदः सर्वदेहिनाम् |
अजातशत्रवः शान्ताः साधवः साधुभूषणाः ||

સહિષ્ણુ, દયાળુ અને જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવ 
રાખનાર હોય તે શત્રુરહિત, શાંત તથા ધર્મશાસ્ત્રો 
પ્રમાણે આચરણ કરનાર હોય અને તેના સર્વ લક્ષણો 
ઉદાત્ત હોય આવા લક્ષણો ધરાવનાર સાધુ કહેવાય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Wednesday, 24 January 2024

મોટામાં મોટું બંધન


प्रसङ्गमजरं पाशमात्मनः कवयो विदुः । 
स एव साधुषु कृतो मोक्षद्वारमपावृतम् ॥

પ્રત્યેક વિદ્વાન મનુષ્ય સારી પેઠે જાણે છે કે સંસારી 
વસ્તુઓ માટેની આસક્તિ ચેતન આત્માનું મોટામાં 
મોટું બંધન છે. પરંતુ તે જ આસક્તિ જો આત્મ-સાક્ષાત્કારી 
ભક્તો પ્રત્યે થાય તો મુક્તિનાં દ્વાર ખુલ્લાં થઈ જાય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//

 

Tuesday, 23 January 2024

એકમાત્ર શુભ માર્ગ


न युज्यमानया भक्त्या भगवत्यखिलात्मनि । 
सदृशोऽस्ति शिवः पन्था योगिनां ब्रह्मसिद्धये ॥

કોઈ પણ પ્રકારનો યોગી જ્યાં સુધી પૂર્ણ પુરુષોત્તમ 
પરમેશ્વરની ભક્તિમાં પરોવાઈ જતો નથી, ત્યાં સુધી 
આત્મ-સાક્ષાત્કારમાં સિદ્ધિ પામી શકતો નથી,કારણ
કે એ જ એકમાત્ર શુભ માર્ગ છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Monday, 22 January 2024

"હું" અને "મારું"


अहंममाभिमानोत्थैः कामलोभादिभिर्मलैः |
वितं यदा मनः शुद्धमदुःखमसुखं समम् ||

 જયારે મનુષ્ય "હું" અને "મારું" ના મિથ્યા દેહાત્મભાવમાંથી 
ઉત્પન્ન થયેલી કામ, લોભ આદિ અશુદ્ધિઓથી રહિત થઈને 
સંપૂર્ણપણે શુદ્ધ થાય છે, ત્યારે તેનું મન વિશુદ્ધ બને છે. તે 
શુદ્ધ અવસ્થામાં કહેવાતાં ભૌતિક સુખ તથા દુઃખની સ્થિતિથી 
તે પર થઇ જાય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Saturday, 20 January 2024

સનાતન અસ્તિત્વ


મનુષ્ય જો આધ્યાત્મિક ભૂમિકા પર સ્થિત ન હોય 
તો તે "સત્" નથી, પણ "અસત્" છે. જે અસત્ એવી 
ભૂમિકા પર રહેલો છે તેનું અસ્તિત્વ રહેશે નહિ; 
પરંતુ જે મનુષ્ય આધ્યાત્મિક ભૂમિકા પર રહેલા 
હશે, તેનું અસ્તિત્વ સનાતન રહેશે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Friday, 19 January 2024

વાસ્તવિક આનંદ


न ह्यस्य वर्म्मणः पुंसां वरिम्णः सर्वयोगिनाम् । 
विश्रुतौ श्रुतदेवस्य भूरि तृप्यन्ति मेऽसवः ॥

એવો કોઈ મનુષ્ય નથી, જે ભગવાનથી વધારે જાણતો હોય. 
તેમનાથી વિશેષ પૂજનીય પણ કોઈ જ નથી અને તેમનાથી વધુ 
પરિપક્વ યોગી પણ કોઈ નથી. તે વેદોના જ્ઞાનમાં પારંગત છે. તેમના 
વિશે નિત્ય શ્રવણ કરવું એ જ તો ઇન્દ્રિયોનો વાસ્તવિક આનંદ છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Thursday, 18 January 2024

સર્વ સભર


त्वां सूरिभिस्तत्त्वबुभुत्सयाद्धा सदाभिवादार्हणपादपीठम् । 
ऐश्वर्यवैराग्ययशोऽवबोध- वीर्यश्रिया पूर्तमहं प्रपद्ये ॥

હે મારા સ્વામી, આપનાં ચરણકમળ એવો ભંડાર છે કે જે 
પરમ સત્યને જાણવાની ઉત્કંઠા ધરાવતા સર્વ મહર્ષિઓની, 
હંમેશાં પૂજ્યભાવયુક્ત શ્રદ્ધાંજલિ મેળવવાપાત્ર છે. આપ ઐશ્વર્ય, 
વૈરાગ્ય, દિવ્ય કીર્તિ, જ્ઞાન, સામર્થ્ય અને સૌંદર્યથી સભર છો અને 
તેથી હું આપના ચરણકમળને શરણે આવ્યો છું.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Wednesday, 17 January 2024

અધ્યાત્મજ્ઞાન


જે લોકો ભૌતિક સંપત્તિ, સમાજ, મૈત્રી તથા પ્રેમ માટે બહુ 
લાલસા રાખનારા હોય છે તેમને માટે આ આસક્તિ રૂપી
ગાંઠ બહુ મજબૂત બને છે. કેવળ "બ્રહ્મભાવન", જેના બોધ
વડે અધ્યાત્મજ્ઞાન વધે છે તે વડે જ હૃદયમાંની  ગાંઠ છિન્નભિન્ન 
થઇ જાય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Tuesday, 16 January 2024

જીવતો હોવા છતાં મરેલો


नेह यत्कर्म धर्माय न विरागाय कल्पते |
न तीर्थपदसेवायै जीवन्नपि मृतो हि सः ||

જે કોઈ મનુષ્યનું કામ ધાર્મિક જીવનમાં ઉન્નતિ 
કરવા માટે નથી, જે મનુષ્યના ધાર્મિક કર્મકાંડના 
કર્યો તેને વૈરાગ્ય તરફ લઇ જતા નથી અને વિરક્ત 
મનુષ્યનો સન્યાસ તેને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની 
ભક્તિ પ્રત્યે જો દોરી જતો નથી, તે જીવતો હોવા 
છતાં પણ તેને મરેલો જ માનવો.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Monday, 15 January 2024

સંગ


सङ्गो यः संसृतेर्हेतुरसत्सु विहितोऽधिया । 
स एव साधुषु कृतो निःसङ्गत्वाय कल्पते ॥

ઇન્દ્રિયતૃપ્તિ માટે કરેલો સંગ નિશ્ચિતપણે બંધનનો 
માર્ગ છે. પરંતુ તેવા જ પ્રકારનો સંગ તે જો સંતપુરુષ 
સાથે કર્યો હોય તો તે મુક્તિના માર્ગે દોરી જાય છે. ભલેને 
પછી તે અજ્ઞાનાવસ્થામાં થયો હોય.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Saturday, 13 January 2024

આપત્તિઓનો અંત


किं दुरापादनं तेषां पुंसामुद्दामचेतसाम् |
यैराश्रितस्तिर्थपदश्चरणो व्यसनात्ययः ||

જેમણે શ્રી ભગવાનના ચરણકમળનો આશ્રય લીધેલો છે 
તેવા નિશ્ચયાત્મક બુદ્ધિવાળા મનુષ્ય માટે મેળવવું એવું 
શું દુર્લભ છે ? ગંગા જેવી પવિત્ર નદીઓનું ઉગમસ્થાન 
જેમનાં શ્રીચરણોમાં છે તે જ ચરણ સંસારી જીવનની 
આપત્તિઓનો અંત લાવનારા છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Friday, 12 January 2024

પ્રિય ભક્ત


यस्मान्नोद्विजते लोको लोकान्नोद्विजते च यः । 
हर्षामर्षभयोद्वेगैर्मुक्तो यः स च मे प्रियः ॥

જે કોઈને કષ્ટ આપતો નથી અને જે અન્ય કોઈના 
કારણે અસ્વસ્થ થતો નથી, જે સુખ તથા દુઃખમાં, 
ભય તથા ચિંતામાં સમભાવયુક્ત રહે છે, એવો એ 
ભક્ત મને બહુ પ્રિય હોય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Thursday, 11 January 2024

વારસો


तत्तेऽनुकम्पां सुसमीक्षमाणो भुञ्जान एवात्मकृतं विपाकम् ।
हृद्वाग्वपुर्भिर्विदधन्नमस्ते जीवेत यो मुक्तिपदे स दायभाक् ॥

જે વ્યક્તિ તમારી કૃપાને દરેક ક્ષણે ખૂબ ઉત્સુકતાથી અનુભવે છે અને જે પણ

સુખ કે દુ: તેને તેના ભાગ્ય પ્રમાણે પ્રાપ્ત થાય છે, તે નિરંતર મનથી અનુભવે છે અને

જે પ્રેમભર્યા હૃદય, પ્રસન્ન વાણી અને પ્રસન્ન શરીરથી તમારા ચરણોમાં સમર્પિત રહે છે.

જે વ્યક્તિ રીતે પોતાનું જીવન જીવે છે તે તમારા સર્વોચ્ચ પદનો તે રીતે હકદાર બને છે 

જે રીતે પુત્ર તેના પિતાની મિલકતનો વારસો મેળવે છે.

 

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

            હરે રામ હરે રામ રામ રામ હરે હરે//                


 

Wednesday, 10 January 2024

એકાદ કરોડ રૂપિયા


'અભય' અર્થાત્ ભયથી મુક્તિ એ ભગવત્કૃપા છે. ભૌતિક જગતમાં જો કોઈ 
મનુષ્ય એકાદ કરોડ રૂપિયા ભેગા કરી લે તો તે હંમેશા ભયમાં રહે છે, કારણ 
કે તે સદા વિચારે છે," મારા પૈસા જો જતા રહેશે તો હું શું કરીશ?" પરંતુ
'ભગવત્પ્રસાદ'-ભગવાનની કૃપા કદી નષ્ટ થતી નથી. તેનો આનંદ માત્ર 
ભોગવવાનો હોય છે. હાનિનો પ્રશ્ન જ રહેતો નથી. મનુષ્ય કેવળ લાભ જ 
મેળવે છે અને લાભનો ઉપયોગ કરે છે.
ભગવદ્દગીતા પણ આ વિશે સમર્થન કરે છે. મનુષ્ય જયારે ભગવાનનો 
અનુગ્રહ મેળવે છે ત્યારે બધા દુઃખો નષ્ટ થઇ જાય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Tuesday, 9 January 2024

સર્વ ઉપાધિઓથી પર


शारीरा मानसा दिव्या वैयासे ये च मानुषाः । 
भौतिकाश्च कथं क्लेशा बाधन्ते हरिसंश्रयम् ॥

ભૌતિક જગતમાંનો દરેક જીવાત્મા હંમેશાં શરીર, મન 
અથવા પ્રાકૃત ઉપદ્રવોને લગતાં દુ:ખોથી પીડા પામે છે. 
શિયાળાની ઠંડી અને ઉનાળાનો સખત તાપ આ ભૌતિકલોકના 
જીવોને સદા ક્લેશ આપે છે. પરંતુ કૃષ્ણભાવનામાં રહેલા જે મનુષ્યે 
ભગવાનના ચરણકમળનો સંપૂર્ણ આશ્રય લીધેલો હોય છે તે દિવ્ય અવસ્થામાં 
રહે છે. તેને દૈહિક, માનસિક કે ઉનાળા તથા શિયાળાના પ્રાકૃતિક ઉપદ્રવો ત્રાસ 
આપી શકતા નથી. તે આ સર્વ ઉપાધિઓથી પર હોય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Monday, 8 January 2024

ૐકારનો જપ


शुचिर्वाप्यशुचिर्वापि यो जपेत्प्रणवं सदा |
न स लिप्यति पापेन पद्मपत्रमिवाम्भसा ||

પવિત્ર કે અપવિત્ર એવી કોઈ પણ અવસ્થામાં સદા ૐકારનો 
જપ કરનાર પાપરૂપી પંકમાં ફસાતો નથી, સંસારમાં તે જળથી 
અલિપ્ત કમળપત્રની જેમ નિર્લિપ્ત રહે છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Friday, 5 January 2024

યજ્ઞ અને સત્ર


ભાગવત ની કથા એ યજ્ઞ નથી, પણ સત્ર છે. યજ્ઞ અને સત્ર 
વચ્ચે ઘણો તફાવત છે. યજ્ઞમાં યજ્ઞ કરનાર જ યજમાન છે.
જયારે સત્રમાં દરેક શ્રોતા એ યજમાન છે.યજ્ઞમાં માત્ર એક 
વ્યક્તિને યજ્ઞનું પૂર્ણ ફળ મળે છે.બીજાને યજ્ઞનું પૂર્ણ ફળ 
મળતું નથી. યજ્ઞમાં ફળની વિષમતા છે. જ્યારે સત્રમાં-
કથામાં દરેકને સરખું ફળ મળે છે.ફળમાં સામ્ય એનું નામ 
સત્ર અને ફળમાં વિષમતા તેનું નામ યજ્ઞ.કથામાં હજારો 
રૂપિયા ખર્ચનારને અને જે ગરીબ થી  કંઈ થઇ શકે નહિ 
તે માત્ર વંદન કરે, તો તેવા ફક્ત વંદન કરનારને એમ બંનેને 
સરખું ફળ મળે છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Thursday, 4 January 2024

ભક્તોની ત્રણ કક્ષા (વાંચો અને તપાસો તમે તમારી કઈ કક્ષા માં છો)


જે મનુષ્ય ભગવાનના મંદિરે જઈને બહુ ભક્તિભાવે આરાધના કરે છે, પરંતુ લોકો પ્રત્યે સહાનુભૂતિ બતાવતો નથી અથવા અન્ય ભક્તો પ્રત્યે આદર દર્શાવતો નથી તે ત્રીજી કક્ષાનો ભક્ત ગણાય છે. એમ પણ કહ્યું છે કે જે ભક્ત પતિત જીવો પ્રત્યે દયાળુ અને અનુકંપાભર્યો હોય છે તે બીજી કક્ષાનો ભક્ત છે. બીજી કક્ષાનો ભક્ત ભગવાન ના સનાતન સેવક તરીકેની પોતાની સ્થિતિ વિશે સદા જાગૃત હોય છે. તેથી તે ભગવદ્ ભક્તો સાથે મૈત્રી કરે છે, લોકોને ભક્તિ શીખવવામાં તેમના પ્રત્યે અનુકંપાથી વર્તે છે અને અભક્તોનો સંગ કરવાનો કે તેમને સહકાર આપવાનો ઈનકાર કરે છે.ભક્ત જ્યાં લગી તેની ભગવદ્ ભક્તિમાં સર્વસાધારણ લોકો પ્રત્યે અનુકંપા યુક્ત થતો નથી,ત્યાં લગી તે ત્રીજી કક્ષાનો ભક્ત રહે છે. પ્રથમ કક્ષાનો ભક્ત દરેક જીવને ખાતરી આપે છે કે આ ભૌતિક જીવનનો કશો ભય રાખવો નહિ: “આપણે કૃષ્ણ ભાવનાપરાયણ થઈને રહીએ અને ભૌતિક જીવનની અવિદ્યાને જીતીએ.”


//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Wednesday, 3 January 2024

ભગવાન બધું આપે છે


પરમાત્મા પ્રામાણિક ભક્તને શું જોઈએ છે તે જોયા-જાણ્યા 
વિના તેને બધું આપે છે અને ભગવાન તેને કદી નિરાશ કરતા 
નથી, પરંતુ તે વ્યક્તિની ભક્તિને હાનિકારક હોય એવું કશું તેને 
આપતા નથી.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Tuesday, 2 January 2024

"ધર્મ" નો સંદર્ભ


"ધર્મ" નો સંદર્ભ ભગવાનની આજ્ઞાઓ અથવા નિયમો સાથે છે.

ભગવદ્દગીતામાં ભગવાન કહે છે કે ધર્મ એટલે ભગવાનના શરણાગત 
થવું. તેથી મનુષ્યે વેદના નિયમો ને અનુસરવા જોઇએ અને ભગવાનને 
શરણે જવું જોઈએ. માનવ-જીવનમાં પૂર્ણતાનું અંતિમ ધ્યેય એ જ છે.
મનુષ્યે ધર્મનિષ્ઠ જીવન જીવવું જોઈએ, ધર્મનાં નીતિનિયમોને અનુસરવા 
જોઈએ, લગ્ન કરવું જોઈએ અને આધ્યાત્મિક સાક્ષાત્કારની ઉચ્ચ અવસ્થા 
પામવા શાંતિપૂર્વક જીવવું જોઈએ.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Monday, 1 January 2024

યોગ સાધનાના આઠ અંગો


*ઇન્દ્રિયસંયમ *નીતિનિયમોનું ચુસ્ત પાલન *આસનોનો અભ્યાસ
*પ્રાણાયામ *ઇન્દ્રિયવિષયોથી ઇન્દ્રિયોની નિવૃત્તિ *મનની એકાગ્રતા
*ધ્યાન અને *આત્મ-સાક્ષાત્કાર. આ યોગ સાધનાના આઠ અંગો છે.


//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//