Thursday 31 August 2023

ભગવાન નૃસિંહદેવ


त्रैपिष्टपोरुभयहा स नृसिंहरूपं कृत्वा भ्रमद्भ्रुकुटिदन्ष्ट्रकरालववक्त्रम् |
दैत्येन्द्रमाशु गदयाभिपतन्तमारा दुरौ निपात्य विददार नखैः स्फ़ुरन्तम् ||

દેવોના મહાભયનો નાશ કરવા માટે પૂર્ણ પુરુષોત્તમ ભગવાને નૃસિંહદેવનો 
અવતાર ધારણ કર્યો હતો. હાથમાં ગદા લઈને ભગવાનને પડકારનાર દાનવોના 
રાજા હિરણ્યકશિપુ ને પોતાનાં સાથળો પર મૂકી, ક્રોધથી ભ્રમરોને ઘુમાવતા વિકરાળ 
મુખ અને દાંતોવાળા પ્રભુએ પોતાના દિવ્ય નખો વડે ચીરી નાખ્યો હતો.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Wednesday 30 August 2023

ભગવાન કચ્છપ


क्षीरोदधावमरदानवयूथपाना मुन्मथ्नताममृतलब्धय आदिदेवः |
पृष्ठेन कच्छपवपुर्विदधार गोत्रं निद्राक्षणोडद्रिपरिवर्तकषाणकण्डूः ||

આદિપુરુષ પરમેશ્વરે કાચબાનો અવતાર ધારણ કર્યો હતો, જેથી રવૈયા 
તરીકે કામ આપતા મંદરાચળ પર્વતને આધારસ્થાન મળી શકે. મંથન 
કરીને અમૃત કાઢવા માટે દેવો અને દાનવો મંદરાચળ પર્વત વડે ક્ષીરસાગરનું 
મંથન કરતા હતા. પર્વતના આગળપાછળ ઘસાવાથી પ્રભુની દિવ્ય પીઠ 
ખંજવાળાતી હતી. આમ ભગવાન કચ્છપે અર્ધનિદ્રાવસ્થામાં પોતાની દિવ્ય 
ખણજને સંતોષી હતી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Tuesday 29 August 2023

ભગવાન મત્સ્યાવતાર


मत्स्यो युगान्तसमये मनुनोपलब्धः क्षोणीमयो निखिलजीवनिकायकेतः |
विस्त्रंसितानुरुभये सलिले मुखान्मे आदाय तत्र विजहार ह वेद मार्गान् ||


યુગના અંત સમયે સત્યવ્રત નામના ભાવિ વૈવસ્વત મનુએ જોયું કે ભગવાન 
મત્સ્યાવતારમાં પૃથ્વીલોક સુધીના સર્વ જીવાત્માઓનું આશ્રયસ્થાન છે. યુગના 
અંતે પ્રલયકારી વિશાળ પાણીના ભયને કારણે બ્રહ્માના મુખમાંથી વેદો નીકળી 
પડે છે, ભગવાન તે વિસ્તીર્ણ જળરાશિમાં વિહાર કરે છે અને વેદોનું રક્ષણ કરે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

Monday 28 August 2023

ભગવાન હયગ્રીવ


सत्रे ममास भगवान् हयशीरषाथो साक्षात् स यज्ञपुरुषस्तपनीयवर्णः |
छन्दोमयो मखमयोडखिलदेवतात्मा वाचोबभूवुरुशतीः श्वसतोडस्य नस्तः ||

 બ્રહ્માએ કરેલા યજ્ઞ વખતે ભગવાન હયગ્રીવ અવતાર તરીકે પ્રગટ થયા હતા.
તેઓ સાક્ષાત્ યજ્ઞસ્વરૂપ છે, અને તેમના દેહનો વર્ણ સુવર્ણ સમાન છે. તેઓ 
સાક્ષાત્ વેદસ્વરૂપ પણ છે, અને સર્વ દેવોના પરમાત્મા છે. જયારે તેમણે શ્વાસ 
લોઢી ત્યારે તેમનાં નસકોરાંમાંથી વેદ-મંત્રોના સર્વ સુમધુર ધ્વનિ ઉત્પન્ન થયા હતા.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Saturday 26 August 2023

ભગવાન ઋષભદેવ


नाभेरसावृषभ आस सुदेविसूनु र्यो वै चचार समड्य्ग् जडयोगचर्याम्  |
यत् पारमहंस्यमृषयः पदमामनन्ति स्वस्थः प्रशान्तकरणः परिमुक्तसङ्गः ||

 નાભિ રાજાની ધર્મપત્ની સુદેવીના પુત્રરૂપે ભગવાન પ્રગટ થયા હતા અને 
તેઓ ઋષભદેવ નામથી સુપ્રસિદ્ધ થયા. તેમણે મનને સંતુલિત કરવા માટે 
જડયોગની સાધના કરી હતી. મુક્તિની સર્વોચ્ચ પૂર્ણ આ અવસ્થામાં વ્યક્તિ 
ઇન્દ્રિયોના સંયમ દ્વારા ભૌતિક સંગથી મુક્ત થઇ આત્માનુભૂતિની અવસ્થા 
પ્રાપ્ત કરી પૂર્ણ સંતોષ પામે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Friday 25 August 2023

વેનના પુત્ર ભગવાન પૃથુ


यद्वेनमुत्पथगतं द्विज्वाक्य वज्र निष्प्लुष्टपौरुषभगं निरये पतन्तम् |
त्रात्वार्थितो जगति पुत्रपदं च लेभे दुग्धा वसूनि वसुधा सकलानि येन ||

મહારાજ વેન સન્માર્ગથી ચ્યુત થઈને અવળે માર્ગે ગયો હતો, એટલે બ્રાહ્મણોએ 
તેને શાપરૂપી વજ્રથી સજા કરી હતી. રાજા વેનના પુરુષાર્થનો અને ઐશ્વર્યનો 
નાશ થયો હતો અને તે નરકના માર્ગે જતો હતો. ભગવાન તેમની નિર્વ્યાજ કરુણા 
વડે પૃથુ નામે વેનના પુત્ર તરીકે અવતર્યા અને શાપ પામેલા રાજા વેનનો નરકમાંથી 
ઉદ્ધાર કર્યો હતો અને સર્વ પ્રકારનાં ધાન્યની ઉપજ લઈને પૃથ્વીનું દોહન કર્યું હતું.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

Thursday 24 August 2023

નારાયણ અને નરનારાયણ

धर्मस्य दक्षदुहितर्यजनिष्ट मुर्त्यां नारायणो नर इति स्वतपः प्रभावः |
द्रष्टात्मनो भगवतो नियमावलोपं देव्यस्त्वनङ्ग्पृतना घटितुं न शेकुः ||

વ્રત અને તપનો પ્રભાવ દર્શાવવા પ્રભુ ધર્મની પત્ની અને દક્ષની પુત્રી 
મૂર્તિના ગર્ભ થકી નારાયણ અને નરનારાયણરૂપે જોડિયા ભાઈઓ 
તરીકે પ્રગટ થયા હતા. કામદેવની સખીઓ, સ્વર્ગની સુંદર અપ્સરાઓ 
તેમના વ્રતનો ભંગ કરવા માટે ગઈ હતી, પરંતુ તે સફળ થઇ ન હતી, 
કારણ કે તે ભગવાન જ છે, તેથી પુરુષોત્તમ ભગવાનમાંથી ઉત્પન્ન થતી 
તેમના જેવી જ અનેક સુંદરીઓને તેમણે જોઈ હતી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 

Wednesday 23 August 2023

ચાર સનત્કુમારો


तप्तं तपो विविधलोकसिसृक्षया मे आदौ सनात् स्वतपसः स चतुःसनोडभूत् |
प्राक्कल्पसम्प्लवविनष्टमिहात्मतत्त्वं सम्यग् जगाद मुनयो यदचक्षतात्मन् ||

જુદા જુદા ગ્રહો (લોકો)નું સર્જન કરવા માટે બ્રહ્માજીએ વ્રતો અને તપોનું આચરણ 
કર્યું અને એ રીતે ભગવાન તેમના પર પ્રસન્ન થવાથી ચાર સનો ( સનક, સનત્કુમાર,
સનંદન અને સનાતન ) રૂપે પ્રગટ થયા. પૂર્વેના સર્જનમાં પ્રલય વખતે આત્-તત્ત્વનો 
નાશ થવા પામ્યો હતો, પરંતુ ચારે સનત્કુમારોએ તેની એવી સરસ સમજણ આપી કે 
ઋષિમુનિઓને તત્કાળ સત્યનું સુભગ દર્શન થયું હતું.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

Tuesday 22 August 2023

ભગવાન દત્તાત્રેય


अत्रेरपत्य मभिकाङ्क्षत आह तुष्टो दत्तो मयाहमिति यद् भगवान् स दतः |
यत्पादपङ्कजपरागपवित्रदेहा योगर्द्धिंमापुरुभयीं यदुहैहयाद्याः ||

 મહર્ષિ અત્રિની સંતાન માટેની પ્રાર્થનાથી સંતુષ્ટ થઈને ભગવાને અત્રિના 
પુત્ર દત્તાત્રેય તરીકે તેમને ત્યાં અવતાર લેવાનું વચન આપ્યું, અને ભગવાનના 
ચરણકમળની ધૂળથી પવિત્ર થયેલા યદુઓ, હૈહેયો વગેરેએ આ લોક તથા 
પરલોકમાં ભૌતિક તથા આધ્યાત્મિક સિદ્ધિઓ મેળવી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


 

Monday 21 August 2023

દેવહૂતિના પુત્ર કપિલ


जज्ञे च कर्दमगृहे द्विज देवहुत्यां स्त्रीभिः समं नवभिरात्मगतिं स्वमात्रे |
ऊचे ययात्मशमलं गुनसङ्ग्पङ्कमस्मिन् विधूय कपिलस्य गतिं प्रपेदे ||

પરમેશ્વરે પ્રજાપતિ બ્રાહ્મણ કર્દમ અને તેમની પત્ની દેવહૂતિના પુત્ર 
તરીકે બીજી નવ બહેનો સાથે અવતાર ધારણ કર્યો. તેમણે તેમની માતા 
દેવહૂતિને આત્મ-સાક્ષાત્કાર વિશે બોધ આપ્યો, તેથી તે જ જન્મમાં તેનાં 
પ્રકૃતિગુણજનિત સકળ પાપો ધોવાઈ ગયા અને તેણે કપિલના માર્ગે મોક્ષ 
પ્રાપ્ત કર્યો.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Saturday 19 August 2023

હરિ નામ



जातो रुचेरजनयत् सुयमान्  सुयज्ञ आकूति सूनुरमरानथ दक्षिणायाम् |
लोकत्रयस्य महतीमहरद् यदार्तिं स्वायम्भुवेन मनुना हरिरित्यनुक्तः ||

 પ્રજાપતિ રુચિએ તેની પત્ની આકૂતિના ગર્ભમાં સૌપ્રથમ સુયજ્ઞને જન્મ આપ્યો,
તે પછી સુયજ્ઞે તેની પત્ની દક્ષિણાના ગર્ભ થાકી સુયમ વગેરે દેવોને ઉત્પન્ન કર્યા.
ઇન્દ્રદેવ તરીકે સુયજ્ઞે ત્રણે લોકની બહુ મોટી પીડાને દૂર કરી હતી અને બ્રહ્માંડની 
પીડા આવી રીતે હરી લેવાથી મનુષ્યજાતિના મહાન પિતા સ્વાયંભુવ મનુએ જ તેમનું 
નામ હરિ રાખ્યું હતું.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


 

Friday 18 August 2023

શૂકરનું રૂપ


यत्रोद्यतः क्षितितलोद्धरणाय बिभ्रत् क्रौडीं तनुं सकलयज्ञमयीमनन्तः |
अन्तर्महार्णव उपागतमादिदैत्यं तं दंष्ट्रयाद्रिमिव वज्रधरो ददार ||

બ્રહ્માંડના ગર્ભોદક નામના મહાસાગરમાં ડૂબી ગયેલી પૃથ્વીને સહજ 
ઉંચકી લેવા માટે જયારે અનંત શક્તિસંપન્ન ભગવાને લીલા તરીકે શૂકરનું 
રૂપ ધારણ કર્યું, ત્યારે પહેલો આદિ દૈત્ય હિરણ્યાક્ષ સામે આવ્યો; અને 
ભગવાને પોતાના દંતશૂળથી તેને વીંધી નાખ્યો.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Thursday 17 August 2023

સમગ્ર જીવાત્માઓના સ્વામી


आद्योःडवतारः पुरुषः परस्य कालः स्वभावः सदसन्मनश्च |
द्रव्यं विकारो गुण इन्द्रियाणि विराट् स्वराट् स्थास्नु चरिष्णु भुम्न: ||

કારણાર્ણવશાયી વિષ્ણુ એ પરમેશ્વરના પ્રથમ અવતાર છે અને તેઓ 
શાશ્વત કાળ, અવકાશ, કાર્ય અને કારણ, મન, મહાભુતો, ભૌતિક અહંકાર,
પ્રકૃતિના ગુણો, ઇન્દ્રિયો, ભગવાનનું વિશ્વરૂપ, ગર્ભોદકશાયી વિષ્ણુ અને 
ચલ અચલ એવા સમગ્ર જીવાત્માઓના સ્વામી ઈશ્વર છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Wednesday 16 August 2023

સેવાના માર્ગનો સ્વીકાર


वेदेषु यज्ञेषु तपःसु चैव  दानेषु यत्पुण्यफ़लं प्रदिष्टम् |
अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाधम् ||

 જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે તે વેદાધ્યયન,
તપ, યજ્ઞ, દાન કરવાથી અથવા તાત્ત્વિક કે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત 
થનારાં ફળોથી વંચિત રહેતો નથી. તે કેવળ ભક્તિ કરવાથી જ આ સર્વ 
ફળો પામે છે અને અંતે સર્વોપરી સનાતનધામને પામે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Monday 14 August 2023

ભક્તિમાં સ્થિર


नैते सृती पार्थ जानन्योगी मुह्यति कश्चन |
तस्मात्सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन ||

શ્રીકૃષ્ણ અહીં અર્જુનને ઉપદેશ આપી રહ્યા છે કે તેણે 
આ જગતમાંથી આત્માના પ્રયાણ કરવાના વિભિન્ન માર્ગો 
વિશે સાંભળીને વિચલિત થવું ન જોઈએ અને સદા ભક્તિમાં 
સ્થિર રહેવું જોઈએ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Saturday 12 August 2023

પૂર્ણ અંશાવતાર


यः कारणार्णव जले भजति स्म योग निद्रामनन्त जगदंड स रोमकूप |
आधार शक्तिमवलम्ब्य परांस्व मूर्तिं गोविंदम्आदिपुरुषं तमहं भजामि ||


બ્રહ્માજી તેમની બ્રહ્મસંહિતામાં કહે છે - " જેઓ તેમના મહાવિષ્ણુ પૂર્ણ 
અંશાવતાર તરીકે કારણાર્ણવમાં શયન કરે છે, જેમના દિવ્ય દેહનાં રોમકૂપોમાંથી 
સર્વ વિશ્વો ઉત્પન્ન થઇ રહ્યા છે અને જેઓ અનંતકાળની યોગનિદ્રાને ધારણ કરે છે,
તેવા આદ્યપુરુષ ભગવાન ગોવિંદને હું ભજું છું."

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Friday 11 August 2023

પરમેશ્વરને સાદર પ્રણામ



यस्यावतारकर्माणि गायन्ति ह्यस्मदादयः |
न यं विदन्ति तत्त्वेन तस्मै भगवते नमः ||

આપણે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સાદર પ્રણામ 
કરીએ, જેમના અવતારો અને કર્મોના મહિમાનાં આપણે 
યશોગાન ગાઈએ છીએ. જોકે તેઓ તેમના મૂળ સ્વરૂપે જેવા 
છે તેવા ભાગ્યે જ જાણી શકાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।

 

Thursday 10 August 2023

પરમ મોક્ષ


नारायणपरो योगो नारायणपरं तपः |
नारायणपरं ज्ञानं नारायणपरा गतिः ||

સર્વ પ્રકારના ધ્યાન તથા યોગ નારાયણની અનુભૂતિ પામવા 
માટે છે. બધું તપ નારાયણને પ્રાપ્ત કરવા માટે છે. દિવ્ય જ્ઞાનનું 
સઘળું સંવર્ધન નારાયણની ઝાંખી પ્રાપ્ત કરવા માટે છે અને 
નારાયણના ધામમાં પ્રવેશ કરવો તે જ પરમ મોક્ષ છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Wednesday 9 August 2023

આસક્તિઓથી છુટકારો


विचक्षणा यच्चरणोपसादनात् सङ्गं व्युदस्योभयतोडन्तरात्मनः |
विन्दन्ति हि ब्रह्मगतिं गतक्लमास्तस्मै सुभद्रश्रवसे नमो नमः ||

હું સર્વમંગલમય ભગવાન શ્રીકૃષ્ણને વારંવાર પ્રણામ કરું છું.
કેવળ તેમના ચરણકમળમાં શરણાગત થવાથી અત્યંત બુદ્ધિમાન 
લોકો વર્તમાન તેમ જ ભાવિ જગતની સમગ્ર આસક્તિઓથી છુટકારો 
પામે છે અને કોઈ પણ મુશ્કેલી વિના આધ્યાત્મિક જગત પ્રતિ અગ્રેસર 
થાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Tuesday 8 August 2023

આ 14 પ્રકારના લોકો જીવતા હોવા છતાં મરેલા જ છે


कौल कामबस कृपिन विमूढा |
अतिदरिद्र अजसि अतिबुढा ||
सदारोगबस संतत क्रोधि |
विष्णु विमुख श्रुति संत विरोधि ||
तनुपोषक निन्दक अधखानि |
जीवत शव सम चौदह प्राणि ||

આ 14 પ્રકારના લોકો જીવતા હોવા છતાં મરેલા જ છે,

1 કામવશ - સદૈવ વાસના માં લિન રહેનાર 
2 વામમાર્ગી - જે સંસારની બધી વાતોમાં નકારાત્મક જ જુએ 
3 કંજૂસ - જે વ્યક્તિ ધર્મ અને કલ્યાણકારી કામોમાં રૂપિયા બચાવે 
4 અતિ દરિદ્ર - જે વ્યક્તિ ધન, આત્મ વિશ્વાસ, સમ્માન અને સાહસ વગરનો હોય 
5 વિમૂઢ - જેની પાસે બુદ્ધિ વિવેક નથી, જે પોતે નિર્ણય લઇ ના શકે
6 અજસિ - જે વ્યક્તિને સમાજ માં બદનામી મળી છે 
7 સદા રોગવશ - જે વ્યક્તિ નિરંતર રોગી રહે છે 
8 અતિ બુઢા - અત્યંત ઘરડો વ્યક્તિ 
9 સતત ક્રોધી - જે વ્યક્તિનું મન અને બુદ્ધિ પર નિયંત્રણ નથી, જે સતત ક્રોધ જ કરે 
10 અધઃ ખાની - જે વ્યક્તિ પાપ કર્મ થી કમાયેલા રૂપિયાથી પરિવારનો નિર્વાહ કરે 
11 તનુ પોષક - જે વ્યક્તિ માત્ર પોતાની આત્મ સંતુષ્ટિ માટે જીવે 
12 નિંદક - જેને બીજા લોકો માં માત્ર ખામીઓ જ દેખાય, જે નિંદા કરે 
13 પરમાત્મા વિમુખ -  જે વ્યક્તિ ઈશ્વરનો વિરોધી છે 
14 શ્રુતિ સંત વિરોધી - જે સંત, ગ્રંથ અને પુરાણો નો વિરોધી છે 

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Monday 7 August 2023

"ભાવ" અવસ્થાના આઠ લક્ષણો


શ્રવણ અને કીર્તન એ ભક્તિમય સેવાના ધર્મના પાયાના સિદ્ધાંતો છે 
અને જો તેમનું યોગ્ય રીતે આચરણ કરવામાં આવે તો તેના પરિણામરૂપે
આંખોમાં અશ્રુ અને શરીરમાં રોમાંચ ના ચિહ્નો  સાથે ભાવાવેશ (પરમાનંદ)
આવશે જ.તે એવી "ભાવ" અવસ્થાનાં પ્રારંભિક લક્ષણો છે, જે ભગવત્પ્રેમની 
પૂર્ણ અવસ્થાના પ્રેમને પહોંચતા પહેલા આવે છે.

"ભાવ" અવસ્થા આઠ આધ્યાત્મિક લક્ષણોથી પ્રગટ થાય છે. એ છે - સ્તબ્ધતા, પ્રસ્વેદ, 
રોમાંચ, કંઠ રૂંધાવો, કંપન, શરીરની વિવર્ણતા,અશ્રુપાત અને મૂર્છા.   


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Saturday 5 August 2023

સમયનો સદુપયોગ


आयुर्हरति वै पुंसामुधन्नस्तं च यन्नसौ
तस्यर्ते यत्क्षणो नीत उत्तमश्लोकवार्तया

ઉદય અને અસ્ત પામીને સૂર્ય દરેક મનુષ્યના
આયુષ્યમાં ઘટાડો કરે છે, સિવાય કે તે મનુષ્યના
આયુષ્યમાં, જે સર્વોત્તમ પુરુષોત્તમ ભગવાનની કથાના
નિરૂપણમાં સમયનો સદુપયોગ કરે છે.

||હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે||


 

Friday 4 August 2023

આધ્યાત્મિક વિકાસ માટે


धर्मार्थ उत्तमश्लोकं तन्तुः तन्वन् पितृन् यजेत् |
रक्षाकामः पुण्यजनानोजस्कामो मरुद्गणान् ||


મનુષ્યે જ્ઞાનના આધ્યાત્મિક વિકાસ માટે ભગવાન શ્રીવિષ્ણુ 
અથવા તેમના શુદ્ધ ભક્તોની પૂજા કરવી અને વંશના રક્ષણ 
અને વૃદ્ધિ માટે વિવિધ દેવોની પૂજા કરવી જોઈએ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Thursday 3 August 2023

ધ્યાનની શરૂઆત ચરણકમળથી કરવી

 


एकैकशोऽङ्गानि धियानुभावयेत् पादादि यावद्धसितं गदाभृत: ।
जितं जितं स्थानमपोह्य धारयेत् परं परं शुद्ध्यति धीर्यथा यथा ॥ 

ધ્યાનની પ્રક્રિયાની શરૂઆત ભગવાનના ચરણકમળથી કરવી જોઈએ 
અને પછી તેમના હસતા મુખ સુધી આગળ વધીને ધ્યાન ધરવું જોઈએ.
સર્વપ્રથમ ચરણકમળમાં ધ્યાન કેન્દ્રિત કરવું પછી પગ, પછી સાથળ એમ 
ઉત્તરોત્તર ઊંચે લઇ જવું. એક પછી બીજાં અંગો પર જેમ જેમ મન એકાગ્ર 
થતું જશે તેમ તેમ બુદ્ધિ વધારે ને વધારે શુદ્ધ થતી જશે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


Wednesday 2 August 2023

પુનર્જન્મ


आब्रह्म भुवनात्लोकाः  पुनरावर्तिनोडर्जुन |
मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते ||

શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી 
માંડીને નિમ્નતમ સુધીના બધા જ દુઃખોના સ્થાન છે કે જ્યાં વારંવાર 
જન્મ તથા મરણ થયા કરે છે. પરંતુ હે કુંતીપુત્ર જે મનુષ્ય મારા ધામને 
પામે છે તે કદાપિ પુનર્જન્મ પામતો નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Tuesday 1 August 2023

મૂળભૂત જરૂરિયાત


कविर्नामसु यावदर्थः स्यादप्रमत्तो व्यवसाय बुद्धिः |
सिद्धेअन्यथार्थे न यतेत तत्र परिश्रमं तत्र समीक्षमाणः ||

આત્મજ્ઞાની વ્યક્તિએ નામનિર્દેશોવાળા આ જગતમાં માત્ર  જીવનની લઘુતમ 
મૂળભૂત જરૂરિયાતોને સંતોષવા માટે જ પ્રયત્ન કરવો જોઈએ. બિનજરૂરી વસ્તુઓ
મેળવવા માટેના પ્રયત્નો એ લાભ વગરનું વૈતરું માત્ર છે. તેના માટે કદી પ્રયત્ન કરવો
જોઈએ નહિ. આ વાત પ્રત્યક્ષ રીતે વ્યવહારમાં અનુભવી શકવા માટે સમર્થ બનીને
બુદ્ધિપૂર્વક આ બાબતમાં દૃઢ રહેવું જોઈએ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।