Tuesday, 31 October 2023

ભગવાનની શક્તિ


कालसञ्ज्ञां तदा देवीं बिभ्रच्छक्तिमुरुक्रमः । 
त्रयोविंशतितत्त्वानां गणं युगपदाविशत् ॥

પદાર્થનાં ઘટક તેવીસ ગણાય છે. મહત્તત્ત્વ (કુલ ભૌતિક શક્તિ), 
અહંકાર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, 
આકાશ, આંખ, કાન, નાક, જીભ, ત્વચા, હાથ, પગ, મળદ્વાર, 
જનનેન્દ્રિય, વાણી ને મન. કાળના પ્રભાવથી આ બધાં એકીસાથે 
જોડાય છે અને ફરી સમય જતાં તેમનું વિધટન પણ થઈ જાય છે. 
આથી કાલ એ ભગવાનની શક્તિ છે અને તે ભગવાનના આદેશ 
અનુસાર પોતાની રીતે પોતાનું કાર્ય કરે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Monday, 30 October 2023

પ્રેમમય ભક્તિ


तथापरे चात्मसमाधियोगबलेन जित्वा प्रकृतिं बलिष्ठाम् |
त्वामेव धीराः पुरुषं विशन्ति तेषां श्रमः स्यान्न तु सेवया ते ||

દૃઢ આત્મશક્તિ અને જ્ઞાનના બળે પ્રાકૃતિક ગુણો પર વિજય મેળવનાર દિવ્ય 
આત્મસમાધિના યોગી એવા અન્ય ધીર પુરુષો પણ આપનામાં પ્રવેશ પામે છે
પરંતુ તેમને માટે આ અત્યંત કષ્ટપ્રદ છે, જયારે ભક્ત માત્ર પ્રેમમય ભક્તિ કરે છે 
અને આ રીતે તેને કોઈ કષ્ટ સહન કરવું પડતું નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Saturday, 28 October 2023

‘અહંતા’ તથા ‘મમતા’



यत्सानुबन्धेऽसति देहगेहे ममाहमित्यूढदुराग्रहाणाम् | 
पुंसां सुदूरं वसतोऽपि पुर्यां भजेम तत्ते भगवन् पदाब्जम् ||

હે ભગવાન, નાશવંત શરીર અને સગાંઓના અનિચ્છનીય
દુરાગ્રહમાં જકડાયેલા અને ‘અહંતા’ તથા ‘મમતા’ના વિચારોથી 
બંધાયેલા લોકો તેમના પોતાના જ હૃદયમાં આપનાં ચરણકમળ 
હોવા છતાં તે ચરણકમળનું દર્શન કરવાને અસમર્થ છે, પણ અમે
તો આપના ચરણકમળનો જ આશ્રય લઈએ છીએ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


 

Friday, 27 October 2023

અભય પ્રદાન


विश्वस्य जन्मस्थितिसंयमार्थे कृतावतारस्य पदाम्बुजं ते |
व्रजेम सर्वे शरणं यदीश स्मृतं प्रयच्छत्यभयं स्वपुंसाम् ||

હે ભગવાન, દ્રશ્યમાન વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે આપ 
અવતાર ધારણ કરો છો, અને તેથી અમે સૌ આપના ચરણકમળનો 
આશ્રય લઈએ છીએ, કારણ કે આપણા ભક્તોને આપનું સદા સ્મરણ 
અભય પ્રદાન કરે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Thursday, 26 October 2023

જ્ઞાન અર્થ


આધ્યાત્મિક જ્ઞાનના વિકાસથી જ ભૌતિક આસક્તિઓથી 
વૈરાગ્ય ઉપજી શકે અને વૈરાગ્ય વિના જ્ઞાનનો કાંઈ અર્થ નથી.
ભૌતિક ભોગવિલાસ માટે સૌથી દ્રઢ આસક્તિ મૈથુન અથવા 
વિષયસુખ છે. એટલે જે મૈથુનસુખમાં આસક્ત છે, તે જ્ઞાનવિહોણો 
છે એમ સમજવું.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Wednesday, 25 October 2023

જ્ઞાનથી પ્રકાશિત


यच्छ्रद्धया श्रुतवत्या य भक्त्या सम्मृज्यमाने हृदयेऽवधाय | 
ज्ञानेन वैराग्यबलेन धीरा व्रजेम तत्तेऽङ्घ्रिसरोजपीठम् ||

વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આપના ચરણકમળની કથાનું 
માત્ર શ્રવણ કરે અને હૃદયમાં તેમનું ધ્યાન ધરે કે તરત જ જ્ઞાનથી 
પ્રકાશિત થઈ જાય છે અને વૈરાગ્યના બળથી તેને સાંત્વન મળે છે. 
તેથી અમારે આપના ચરણકમળનો જ આશ્રય લેવો જોઈએ.

||હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે||  


 

Tuesday, 24 October 2023

સર્વ યાત્રાધામોના આશ્રય


मार्गन्ति यत्ते मुखपद्म नीडैश्छन्दः सुपर्णैर्ऋषयो विविक्ते |
यस्याधमर्षोदसरिद्वरायाः पदं पदं तीर्थपदः प्रपन्नाः ||

ભગવાનનાં ચરણકમળ સ્વયં સર્વ યાત્રાધામોના આશ્રય સમાં છે.
વેદોની પાંખે વિહાર કરતા નિર્મળ મનના મહર્ષિઓ સદાય આપના 
વદનકમળના માળાનો આશ્રય શોધતા હોય છે. તેઓમાંના કેટલાક 
પાપનાશિની ગંગા જેવી ઉત્તમ નદીઓના આશ્રય કરી ડગલે ને પગલે 
આપના ચરણકમળનું શરણ સ્વીકારે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।   


 

Monday, 23 October 2023

જ્ઞાન


तेषां सततयुक्तानां भजतां प्रीतिपुर्वकम् |
ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ||

ભગવદ્દગીતા (10.10)
જે મનુષ્યો મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત 
સમર્પિત રહે છે, તેમને હું એવું જ્ઞાન આપું છું કે 
જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Saturday, 21 October 2023

છત્રસમાન


नमाम ते देव पदारविन्दं प्रपन्नतापोपशमातपत्रम् |
यन्मूलकेता यतयोऽञ्जसोरुसंसारदुःखं बहिरुत्क्षिपन्ति ||


હે ભગવાન, આપનાં ચરણકમળ શરણાગત આત્માઓનું
સંસારના દુઃખોથી રક્ષણ કરવા માટે છત્રસમાન છે. એ આશ્રયથી
બધા ઋષિઓ સંસારનાં બધાં દુઃખોનું નિવારણ કરે છે. આથી અમે
આપનાં ચરણકમળને આદરપૂર્વક નમીએ છીએ.

||હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે||


 

Friday, 20 October 2023

ભૌતિક પ્રકૃતિ


मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् |
हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते ||

પ્રભુ શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે,
હે કુંતીપુત્ર, મારી શક્તિઓમાંની એક એવી આ 
ભૌતિક પ્રકૃતિ મારી દેખરેખ હેઠળ કાર્ય કરે છે 
અને સર્વ ચર તથા અચર જીવોને ઉત્પન્ન કરે છે.
તેના શાસન હેઠળ આ જગત વારંવાર સર્જાય છે 
અને વિનષ્ટ થાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Thursday, 19 October 2023

દિવ્ય કથાથી વિમુખ


ताञ्छोच्यशोच्यानविदोऽनुशोचे हरेः कथायां विमुखानघेन । 
क्षिणोति देवोऽनिमिषस्तु येषा- मायुर्वृथावादगतिस्मृतीनाम् ॥

પોતાનાં પાપકર્મોના પરિણામે જે દિવ્ય કથાથી વિમુખ રહેવાથી 
મહાભારત (શ્રીમદ્ ભગવદ્ગીતા)ના હેતુથી અજ્ઞાત રહે છે, તે દયાપાત્ર
માટે પણ દયા ખાવાલાયક છે. હું પણ તેમની દયા ખાઉં છું, કારણ કે
હું જોઈ રહ્યો છું કે શાશ્વત કાળ તેમના જીવનકાળને કેવી રીતે નષ્ટ કરી
રહેલ છે અને છતાં તેઓ તો તત્ત્વજ્ઞાનનાં તરંગો, જીવનના અંતિમ ધ્યેય
અંગેના સિદ્ધાંતો અને ધાર્મિક કર્મકાંડોની વિવિધ વિધિઓ પ્રસ્તુત કરવામાંથી
જ ઊંચા આવતા નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Wednesday, 18 October 2023

દુઃખ નાશ


सा श्रદ્દधानस्य विवर्धमाना विरक्तिमन्यत्र करोति पुंसः |
हरेः पदानुस्मृतिनिर्वृतस्य समस्तदुःखाप्ययमाशु धत्ते ||

જેનામાં શ્રીકૃષ્ણ - કથાના વિષયો સાંભળવાની સતત આકાંક્ષા 
હોય, તેમની અન્ય સૌ વસ્તુઓ પ્રત્યેની વિરક્તિ ધીરે ધીરે વધતી
જાય છે. ભગવાન શ્રીકૃષ્ણના ચરણકમળનું સતત સ્મરણ કરનાર 
ભક્ત એવો દિવ્ય આનંદ મેળવે છે, જેનાથી તેનાં બધાં જ દુઃખો 
તરત જ નાશ પામે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Tuesday, 17 October 2023

દેવાધિદેવ



स्वयमेवात्मनात्मानं वेत्थ त्वं पुरुषोत्तम । 
भूतभावन भूतेश देवदेव जगत्पते ॥

હે ભૂતોને ઉત્પન્ન કરનારા, હે ભૂતોના ઈશ્વર, 
હે દેવાધિદેવ, હે જગતના સ્વામી, હે પુરુષોત્તમ, 
સ્વયં આપ જ આપને જાણો છો અથવા કોઈના 
આત્મામાં પ્રગટ થઈ આપ જણાવી દો છો, તે જ 
જાણે છે. આમ આ પણ ખરેખર તો આપના દ્વારા 
જ આપને જાણવાનું થયું.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Monday, 16 October 2023

સેવા માટે જ જીવન


इहा यस्य हरेर्दास्ये कर्मणा मनसा गिरा |
निखिलास्वप्यवस्थासु जीवन्मुक्तः स उच्यते ||

"જે કોઈ વ્યક્તિ તેના મન, વચન અને કર્મથી ભગવાનની 
દિવ્ય પ્રેમપૂર્ણ સેવા માટે જ જીવતી હોય, તે ભલે ભૌતિક 
અસ્તિત્વની સ્થિતિમાં દેખાતી હોય, પણ ખરેખર તે 
મુક્તાત્મા છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Saturday, 14 October 2023

સ્મરણમ્


મુંડક ઉપનિષદ સમર્થન કરે છે કે જે પરમેશ્વરના આશ્રયે બધું 
ટકેલું છે તેમનું સતત સ્મરણ કરનારા જ તેમનો સાક્ષાત્કાર કરી 
શકે છે.
શ્રીકૃષ્ણ ને સતત યાદ રાખવાની આ ક્રિયા સ્મરણમ્ કહેવાય છે કે 
જે ભક્તિનો એક પ્રકાર છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Friday, 13 October 2023

નામ સંકીર્તન


જે ઘરમાં શ્રીકૃષ્ણ કીર્તન થાય ત્યાં કળી 
પ્રવેશી શકતો નથી. આ કલિકાળમાં નામ 
સંકીર્તન સિવાય બીજું કાંઈ થઇ શકતું નથી.
તેના સિવાય સંસાર - સાગર તરવાનો બીજો 
કોઈ ઉપાય નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Thursday, 12 October 2023

બદલો


ભગવાન કોઈને પણ બદલો આપ્યા વિના રહેતા નથી.
જેણે કોઈ પણ પ્રકારની ભગવાનની સેવા કરી હોય, તેને 
બદલો મળી જ જતો હોય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।    


 

Tuesday, 10 October 2023

ભાગ્ય અનુકૂળ


જીવનમાં એક સમય એવો હોય છે જયારે 
તમારું ભાગ્ય અનુકૂળ હોય છે ત્યારે ખુબ 
વાપરજો, દાન કરજો.ભાગ્ય પ્રતિકૂળ થશે 
ત્યારે સંપત્તિને સાચવવાનો પ્રયત્ન કરશો 
તો પણ કંઈ રહેશે નહિ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Monday, 9 October 2023

પરમ સંતોષ તથા આનંદ


मच्चिता मद्गतप्राणा बोधयन्तः परस्परम् |
कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च ||

પ્રભુ શ્રીકૃષ્ણ એ ગીતામાં કહેલું છે કે; મારા શુદ્ધ ભક્તોના 
વિચાર મારામાં નિમગ્ન હોય છે. તેમના જીવન પૂર્ણપણે મારી 
સેવામાં સમર્પિત હોય છે અને તેઓ પરસ્પર બોધ આપી તથા 
મારા વિશે વાતો કરી પરમ સંતોષ તથા આનંદનો અનુભવ કરે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Saturday, 7 October 2023

પરમાત્માનો બાળક


સંસાર હાંડી જેવો છે. સંસાર - હાંડીમાં માયાએ વિષયરૂપી 
ચણા ભર્યા છે. આ જીવ અહંતા - મમતા રૂપી મુઠ્ઠીમાં વિષયોને 
પકડીને રાખ્યા છે, તેથી તેનો હાથ બહાર નીકળતો નથી. તેને 
એવું લાગે છે કે મને કોઈએ પકડ્યો છે, પણ કોઈએ પકડ્યો નથી,
જે ઈશ્વરનો અંશ છે, જે પરમાત્માનો બાળક છે, તેને કોણ પકડી શકે!
તે પોતાના અજ્ઞાનથી મને છે કે મને કોઈએ પકડ્યો છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Friday, 6 October 2023

ન્યુનતમ અને મહત્તમ


अहो बकी यं स्तनकालकूटं जिधांसयापाययदप्यसाध्वी |
लेभे गतिं धात्र्युचितां ततोडन्यं कं वा दयालुं शरणं व्रजेम ||

અરેરે પૂતના જેવી રાક્ષસી કે જેણે સ્તનપાન કરાવવા સ્તન પર કાલકૂટ 
વિષ ચોપડ્યું હતું અને જે દુષ્ટા હતી, તેને પણ માતાનું સ્થાન આપનાર 
ભગવાન કરતાં વધુ દયાળુ કોણ છે, તે ભગવાનને શરણે હું જાઉં છું.
ભગવાન જીવની ન્યુનતમ યોગ્યતાને સ્વીકારી લઇ તેને મહત્તમ બદલો આપે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Thursday, 5 October 2023

પૂર્ણ શરણાગત આત્મા


देवस्य मायया स्पृष्टा ये चान्यदसदाश्रिताः |
भ्राम्यते धीर्न तद्वाक्यैरात्मन्युप्तात्मनो हरौ ||

જે પૂર્ણ શરણાગત આત્માઓ હોય છે તેમની 
બુદ્ધિને કોઈ પણ સંજોગોમાં ભગવાનની માયા 
વડે ભ્રમિત વ્યક્તિઓનાં વચન કદી ભરમાવી 
શકતાં નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Wednesday, 4 October 2023

પ્રભુ સંભાળ રાખતા હોય છે.


ऎते चांश कलाः पुंसः कृष्णस्तु भगवान् स्वयं |
इन्द्रारि व्याकुलं लोकं मृडयंति युगे युगे ||

પ્રત્યેક યુગમાં જયારે જયારે પોતાના આજ્ઞાંકિત શાસકો માટે કોઈ 
વિક્ષેપ ઉભો થાય છે, ત્યારે ભગવાન અવતાર લે છે. પોતાના શુદ્ધ 
પરમ ભક્તો માટે પણ તે અવતાર લે છે. શરણાગત શાસકો અને પરમ 
ભક્તો હંમેશા પરમેશ્વરના સંપૂર્ણ નિયંત્રણમાં જ હોય છે. તે કદી 
ઈશ્વરેચ્છાથી પ્રતિકૂળ આચરણ કરતા નથી.આથી, પ્રભુ પણ સદાય 
તેમની સંભાળ રાખતા હોય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Tuesday, 3 October 2023

જ્ઞાની મનુષ્ય


यो मामजनमादिं च वेत्ति लोकमहेश्वरम् । 
असंमूढः स मर्त्येषु सर्वपापै प्रमुच्यते ॥३॥

જે મને જન્મ-મૃત્યુથી રહિત, આદિ-અન્તથી રહિત, 
બધા જ લોકના મહાન ઇશ્વરને સાક્ષાત્કાર સહિત જાણી લે છે,
એ પુરુષ મર્ત્ય મનુષ્યોમાં જ્ઞાની છે. આથી અજ, અનાદિ અને સર્વ
લોકમહેશ્વરને સારી રીતે જાણવા એ જ જ્ઞાન છે અને એવું જાણનારો
સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ જાય છે, તેને પુનર્જન્મ ધારણ કરવો પડતો નથી.
શ્રીકૃષ્ણ કહે છે કે આ પ્રાપ્તિ પણ મારી જ દેન છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।