Saturday, 5 July 2025

વિવિધ પ્રકારના ભાવો મારાથી જ થાય છે


बुद्धिर्ज्ञानमसम्मोह: क्षमा सत्यं दम: शम: | सुखं दु:खं भवोऽभावो भयं चाभयमेव च ||
अहिंसा समता तुष्टिस्तपो दानं यशोऽयश: | भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधा: ||
भ.गी. 10.4-5

બુદ્ધિ, જ્ઞાન, અસંમૂઢતા, ક્ષમા, સત્ય, દમ, શમ, તેમજ
સુખ-દુઃખ, ઉત્પત્તિ-પ્રલય ભય-અભય તથા અહિંસા, સમતા
સંતોષ, તપ, દાન, યશ અને અપકીર્તિ પ્રાણીઓના આ વિવિધ
પ્રકારના વીસ ભાવો મારાથી જ થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 4 July 2025

બધાં માણસોમાં જ્ઞાની


यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् |
असम्मूढ: स मर्त्येषु सर्वपापै: प्रमुच्यते ||
भ.गी. 10.3

જે મનુષ્ય મને અજન્મા, અનાદિ અને સર્વ
લોકોનો મહાન ઈશ્વર જાણે છે અર્થાત્ દ્રઢતાથી
સંદેહરહિત સ્વીકાર કરે છે, તે બધાં માણસોમાં
જ્ઞાની છે અને તે સર્વ પાપોથી છૂટી જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 3 July 2025

દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ


न मे विदु: सुरगणा: प्रभवं न महर्षय: |
अहमादिर्हि देवानां महर्षीणां च सर्वश: ||
भ.गी. 10.2

મારા પ્રગટ થવાને નથી દેવતાઓ જાણતા કે
નથી મહર્ષિઓ પણ જાણતા. કેમ કે હું સર્વ રીતે
દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 2 July 2025

તારા હિતની ઈચ્છાથી ફરીથી કહીશ


श्रीभगवानुवाच |
भूय एव महाबाहो शृणु मे परमं वच: |
यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया ||
भ.गी. 10.1

શ્રીભગવાન બોલ્યા- હે મહાબાહો અર્જુન ! મારા
પરમ વચનને તું ફરીથી પણ સાંભળ, જેને હું મારામાં
અતિશય પ્રેમભાવ રાખવાવાળા તારા હિતની ઈચ્છાથી
કહીશ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 1 July 2025

તું મારો ભક્ત થઈ જા


मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु |
मामेवैष्यसि युक्त्वैवमात्मानं मत्परायण: ||
भ.गी. 9.34

તું મારો ભક્ત થઈ જા, મારામાં મનવાળો થઈ
જા, મારું પૂજન કરનારો થઈ જા અને મને પ્રણામ
કર. આ રીતે પોતાને મારામાં પરોવીને મારે પરાયણ
થયેલો તું મને જ પ્રાપ્ત થઈશ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 30 June 2025

અનિત્ય અને સુખ વિનાનું મનુષ્ય- શરીર


किं पुनर्ब्राह्मणा: पुण्या भक्ता राजर्षयस्तथा |
अनित्यमसुखं लोकमिमं प्राप्य भजस्व माम् ||
भ.गी. 9.33

જે પવિત્ર આચરણ કરવાવાળા બ્રાહ્મણો તથા
ઋષિસ્વરૂપ ક્ષત્રિયો ભગવાનના ભક્તો હોય,
તે પરમગતીને પામે એમાં તો કહેવું જ શું ?
આથી આ અનિત્ય અને સુખ વિનાનું મનુષ્ય-
શરીરને પામીને તું મારું ભજન કર.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 28 June 2025

નિઃસંદેહ પરમ ગતિને પામે છે


मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्यु: पापयोनय: |
स्त्रियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यान्ति परां गतिम् ||
भ.गी. 9.32

હે પૃથાનંદન ! જે કોઈ પણ પાપયોનિવાળા હોય તથા
જે પણ સ્ત્રીઓ, વૈશ્યો, તથા શુદ્રો હોય, તેઓ પણ મારે
સર્વથા મારા થઈને નિઃસંદેહ પરમ ગતિને પામે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//