Sunday 31 March 2024

તીર્થસ્થાન-પવિત્ર સ્થળ



 

Saturday 30 March 2024

ધીર પુરુષ મૂંઝાતો નથી.


देहिनोडस्मिन्यथा देहे कौमारं यौवनं जरा |
तथा देहान्तर प्राप्तिर्धीरस्तत्र न मुह्यति ||

જેવી રીતે દેહધારી આત્મા આ ( વર્તમાન ) શરીરમાં 
કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં 
એમ નિરંતર પસાર થતો રહે છે, તેવી જ રીતે, મૃત્યુ પછી 
આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે. ધીર પુરુષ આવા પરિવર્તનથી 
મૂંઝાતો નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

શત્રુઓના જીતનાર ઉભો થા


                      क्लैब्यं मा स्म गम: पार्थ नैतत्त्वय्युपपद्यते |
क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप ||
                      ભા.ગી. 2.3

                        હે પાર્થ, આ અમાનવીયતાને નમવું તને 
                        શોભતું નથી. હૃદયની આવી ક્ષુદ્ર નિર્બળતા 
                        છોડી દે અને હે શત્રુઓના જીતનાર ઉભો થા.

                        //हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
                        हरे राम हरे राम राम राम हरे हरे//

 

Thursday 28 March 2024

શિક્ષા કરવા સમર્થ


कर्णी पिधाय निरयाद्यदकल्प ईशे धर्मावितर्यसृष्णिभिर्तृभिरस्यमाने।
छिन्द्यात्प्रसह्य रुशतीमसतीं प्रभुश्चे- ज्जिह्वामसूनपि ततो विसृजेत्स धर्मः ॥

જો મનુષ્ય કોઈ બેજવાબદાર વ્યક્તિને ઈશ્વર અને ધર્મના નિયંતાની 
નિંદા કરતો સાંભળે ત્યારે તેને શિક્ષા કરવા અસમર્થ હોય તો તેણે તેના 
કાન બંધ કરીને ત્યાંથી જતા રહેવું જોઈએ. પરંતુ જો તે મારી નાખવા સમર્થ 
હોય તો તેણે નિંદા કરનારની જીભ બળપૂર્વક કાપી નાખવી જોઈએ તથા અપરાધીને 
હણવો જોઈએ. અને ત્યારબાદ મનુષ્યે પોતાના પ્રાણ તજવા જોઈએ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Wednesday 27 March 2024

વેદોના જ્ઞાતા


सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तः स्मृतिज्ञांनमैपोहनं च ।
वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्धेदविदेव चाहम् ॥
(भ.गी.15.15)

હું દરેક જીવના હૃદયમાં રહેલો છું, અને મારાથી જ સ્મૃતિ, 
જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે. સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય 
હું જ છું. નિઃસંદેહ, હું જ વેદાંતનો સંકલનકર્તા છું અને સર્વ 
વેદોનો જ્ઞાતા પણ હું જ છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday 26 March 2024

મિથ્યા અહંકાર


पापच्यमानेन हृदातुरेन्द्रियः समृद्धिभिःपुरुषबुद्धिसाक्षिणाम्। 
अकल्प एषामधिरोढुमञ्जसा परं पदं द्वेष्टि यथासुरा हरिम् ॥

જે મનુષ્ય મિથ્યા અહંકારથી દોરવાય છે અને એ પ્રમાણે મન 
તથા ઇન્દ્રિયોથી સદા વ્યાકુળ રહે છે, તે આત્મ-સાક્ષાત્કાર પામેલા 
પુરુષોની સમૃદ્ધિને સહી શકતો નથી. આત્મ-સાક્ષાત્કારના પદે આરૂઢ 
થવા અસમર્થ હોવાથી, જેવી રીતે અસુરો ભગવાન શ્રીહરિનો દ્વેષ કરે છે, 
તેવી રીતે તે આવા પુરુષોનો દ્વેષ કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday 25 March 2024

ઉન્નત મનુષ્યો માટેના છ ગુણો


विद्यातपोवित्तवपुर्वयः कुलैः सतां गुणैः षङ्गिरसत्तमेतरैः । 
स्मृतौ हतायां भृतमानदुर्दृशः स्तब्धा न पश्यन्ति हि धाम भूयसाम् ॥

વિદ્યા, તપ, ધન, સૌંદર્ય, યૌવન અને કુલીનતા આ છ ગુણો જોકે બહુ 
ઉન્નત મનુષ્યો માટે હોય છે. તોયે તે ધરાવવાનો ગર્વ કરનાર મનુષ્ય અહંકારથી 
અંધ બને છે. અને એ રીતે, તે તેની વિવેકબુદ્ધિ ગુમાવી દે છે તથા મહાપુરુષોના 
મહિમાને સમજી શકતો નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday 22 March 2024

તેજ શ્રીકૃષ્ણ માંથી ઉત્પન્ન થયેલ છે.


यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् ।
यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् ॥


સૂર્યનું તેજ કે જે આ સમગ્ર જગતના અંધકારને દૂર 
કરે છે તે મારામાંથી ( શ્રીકૃષ્ણ માંથી )આવે છે. અને 
ચંદ્રનું તેજ તથા અગ્નિમાંનું તેજ પણ મારામાંથી જ 
ઉત્પન્ન થયેલ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday 21 March 2024

જાણકાર


यस्य कृत्यं न जानन्ति  मन्त्रं वा मन्त्रीतं परे |

कृतमेवास्य जानन्ति स वै पण्डित उच्यते ||

જે વ્યક્તિની ક્રિયાઓ, વર્તન, રહસ્યો, સલાહ 
અને વિચારો કામ પૂર્ણ થયા પછી જ અન્ય 
લોકોને ખબર પડે છે તે જાણકાર કહેવાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Wednesday 20 March 2024

સાચો વિદ્વાન



यस्य कृत्यं न विघ्नन्ति शीतमुष्णं भयं रतिः ।
समृद्धिरसमृद्धिर्वा स वै पण्डित उच्यते ॥

જે વ્યક્તિ ઠંડી-ગરમી, અમીર-ગરીબી, 

પ્રેમ-દ્વેષ વગેરે પરિસ્થિતિમાં પણ વિચલિત 

થતો નથી અને તટસ્થ ભાવથી પોતાનો રાજધર્મ 

કરે છે, તે જ સાચો વિદ્વાન છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 

हरे राम हरे राम राम राम हरे हरे//


Tuesday 19 March 2024

બ્રહ્મને જાણવા


यस्यामतं तस्य मतं मतं यस्य न वेद सः |
अविज्ञातं विजानतां विज्ञातमविजातम् ||

જે એવું માને છેકે બ્રહ્મ જાણવામાં આવતા નથી, એ બ્રહ્મને 
જાણે છે અને જે એવું માને છેકે હું બ્રહ્મને જાણું છું, એ એને 
નથી જાણતો, કારણકે જાણવાનું અભિમાન કરનારાઓ માટે 
એ બ્રહ્મ જાણવામાં આવેલ નથી અને જાણવાના અભિમાનથી 
રહિત પુરુષ માટે, એ જાણવામાં આવેલ નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday 18 March 2024

શક્તિ આપો


ॐ सहनाववतु। सह नौ भुनक्तु । सह वीर्यं करवाव है। 
तेजस्वि नावधीतमस्तु मा विद्विषाव है। ॐ शान्तिः शान्तिः शान्तिः ।।

હે ભગવાન વિધાર્થી અને શિક્ષક બંનેનું રક્ષણ કરો, વિદ્યાર્થી અને શિક્ષક 
બંનેનું પાલન-પોષણ કરો, આપણે બંને શક્તિથી કામ કરીએ. હે ભગવાન, 
અમને જ્ઞાન પ્રાપ્ત કરવાની અને અમારી બુદ્ધિને તેજ કરવાની શક્તિ આપો 
અમને એકબીજાની ઇર્ષ્યા ન કરવાની શક્તિ આપો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Sunday 17 March 2024

સમ્યક્ દર્શન


न संदृशे तिष्ठति रूपमस्य न चक्षुषा पश्यति कश्चनैनम्। 
हृदा मनीषी मनसाऽभिक्लृप्तो य एतद्विदुरमृतास्ते भवन्ति ॥

આ બ્રહ્મનું યથાર્થ રૂપ પોતાની સમક્ષ પ્રગટ થતું નથી. પરમેશ્વરના 
દિવ્ય સ્વરૂપને કોઈપણ આ ચર્મ ચક્ષુઓથી જોઈ શકતું નથી. મનને 
વશમાં રાખનારી વિવેકબુદ્ધિ તથા સદ્ભાવ સંપન્ન હૃદય દ્વારા, વારંવાર 
ચિંતન-મનન કરવાથીજ, એમનું સમ્યક્ દર્શન થઇ શકે છે. જે બ્રહ્મને આ 
પ્રમાણે જાણે છે, એ અમૃતત્વને મેળવે છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Friday 15 March 2024

ભક્તને બધું આપે છે


श्रीभगवानुवाच : 
विदित्वा तव चैत्यं मे पुरैव समयोजि तत् |
यदर्थमात्मनियमैस्त्वयैवाहं समर्चितः ||

શ્રીભગવાને કહ્યું: તમે મન તથા ઇન્દ્રિયોના સંયમ દ્વારા મારી સારી 
પેઠે આરાધના કરી છે. તમારા મનમાં શું હતું તે જાણી લઈને મેં તે માટે 
અગાઉથી તે મુજબનો પ્રબંધ પણ કર્યો છે.

( પ્રામાણિક ભક્તને શું જોઈએ છે તે જોયા-જાણ્યા વિના તેને બધું આપે છે 
અને ભગવાન તેને કદી નિરાશ કરતા નથી, પરંતુ તે વ્યક્તિની ભક્તિને 
હાનિકારક હોય એવું કશું તેને આપતા નથી.) 

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Thursday 14 March 2024

સુખ અને દુઃખમાં સમાન


उदेति सविता ताम्रस्ताम्र एवास्तमेति च |
सम्पतौ च विपत्तौ च महतामेकरुपता ||

ઉદય અને અસ્ત બન્ને સમયે સૂર્ય લાલ હોય 
છે. તેવી જ રીતે મહાપુરુષ સુખ અને દુઃખમાં 
સમાન રહે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday 12 March 2024

બધાની પરાકાષ્ઠા અને પરમગતિ


इन्द्रियेभ्यः परा ह्यर्था अर्थेभ्यश्च परं मनः। मनसस्तु परा बुद्धिर्बुद्धेरात्मा महान्परः ॥
महतः परमव्यक्तमव्यक्तात्पुरुषः परः। पुरुषान्न परं किंचित्सा काष्ठा सा परा गतिः॥

ઇન્દ્રિયો કરતાં એના વિષય વધારે શ્રેષ્ઠ છે, વિષયથી મન શ્રેષ્ઠ છે, મનથી બુદ્ધિ અને 
બુદ્ધિથી ઉત્કૃષ્ટ આ મહાન આત્મા છે. જીવાત્માથી (ઈશ્વરની) અવ્યક્ત શક્તિ શ્રેષ્ઠ છે. 
અવ્યક્ત શક્તિથી એ પુરુષ (પરમપુરુષ પરમેશ્વર) શ્રેષ્ઠ છે, એ પરમ પુરુષથી શ્રેષ્ઠ બીજુ 
કશું છે જ નહીં. એ બધાની પરાકાષ્ઠા અને પરમગતિ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//


 

Monday 11 March 2024

મૂર્ખ નો સંગ કરવો નહિ


तेष्वशान्तेषु मूढेषु खण्डितात्मस्वसाधुषु । 
सङ्गं न कुर्याच्छोच्येषु योषित्क्रीडामृगेषु च ।।

જે મનુષ્ય આત્મ-સાક્ષાત્કારના જ્ઞાનથી રહિત છે 
અને જે સ્ત્રીના હાથમાં રમકડાના શ્વાનથી વધારે 
કંઈ જ નથી તેવા અસભ્ય અને મૂર્ખ મનુષ્યોનો સંગ 
કરવો જોઈએ નહિ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//


 

Sunday 10 March 2024

ચુક્યા વગર શ્રીકૃષ્ણની અવિચળ ભક્તિ


मां च योडव्यभिचारेण भक्तियोगेन सेवते |
स गुणान्समतीत्यैतान्ब्रह्मभूयाय कल्पते ||

જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચુક્યા વગર મારી (શ્રીકૃષ્ણની)
અવિચળ ભક્તિમાં પરોવાયેલો રહે છે, તે તરત જ ભૌતિક 
પ્રકૃતિના ગુણોને ઓળંગી જાય છે અને એ રીતે બ્રહ્મપદ 
સુધી પહોંચી જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//


 

Friday 8 March 2024

પાપકર્મોને અનુરૂપ જીવનદશા


तस्योपसन्नमवितुं जगदिच्छयात्त- नानातनोर्भुवि चलच्चरणारविन्दम् । 
सोऽहं व्रजामि शरणं ह्यकुतोभयं मे येनेदृशी गतिरदर्थ्यसतो ऽनुरूपा ॥

અનેકવિધ સનાતન રૂપો ધારણ કરી જે પ્રગટ થાય છે અને પૃથ્વી પર 
ચાલે છે તે ભગવાનના ચરણકમળનો હું આશ્રય લઉં છું. હું માત્ર તેમનો 
જ આશ્રય લઉં છું, કારણ કે તેઓ મને બધા ભયમાંથી મુક્ત કરી શકે છે. 
આ જીવનદશા તેમનાથી જ મને મળી છે, જે મારાં પાપકર્મોને અનુરૂપ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Thursday 7 March 2024

કુટુંબની સેવા


अथैरापादितैर्गुर्व्या हिंसयेतस्ततश्च तान् |
पुष्णाति येषां पोषेण शेषभुग्यात्यधः स्वयम् ||

આમતેમ હિંસા કરીને મનુષ્ય ધન મેળવે છે અને જોકે 
કુટુંબની સેવામાં તેનો ઉપયોગ કરે છે, છતાં તે પોતે તો 
આવી રીતે ખરીદેલા અન્નો થોડો અંશ જ ખાય છે, અને 
જેમને માટે તેણે આવી ગેરરીતિથી ધન મેળવ્યું હતું, તેમને 
ખાતર પોતે નરકમાં જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday 6 March 2024

કાલતત્ત્વ રૂપી ભગવાન


यं यमर्थमुपादत्ते दुःखेन सुखहेतवे ।
तं तं धुनोति भगवान् पुमाञ्छोचति यत्कृते ॥


કહેવાતા સુખ માટે ભૌતિકવાદી માણસ બહુ 
કષ્ટ તથા વૈતરું કરીને જે કંઈ પેદા કરે છે તેનો 
કાલતત્ત્વ રૂપી ભગવાન વિનાશ કરે છે અને 
આ કારણે બદ્ધ જીવ શોક કરે છે.

|| हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे ||


 

Tuesday 5 March 2024

શત્રુ અથવા મિત્ર


न चास्य कश्चित्दयितो न द्वेष्यो न च बान्धवः |
आविशत्यप्रमत्तोडसौ प्रमत्तं जनमन्तकृत् || 


ભગવાનને કોઈ જીવ વહાલો નથી કે કોઈ તેમનો શત્રુ 
અથવા મિત્ર પણ નથી. પરંતુ જે જીવો તેમને ભૂલતા નથી 
તેમને તેઓ તેમની તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે 
અને ભૂલી જનાર મનુષ્યોનો વિનાશ કરે છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Monday 4 March 2024

સર્વ યજ્ઞોના ભોક્તા


योऽन्तः प्रविश्य भूतानि भूतैरत्त्यखिलाश्रयः । 
स विष्ण्वाख्योऽधियज्ञोऽसौ कालः कलयतां प्रभुः ॥

જે ભગવાન વિષ્ણુ સર્વ યજ્ઞોના ભોક્તા છે તેઓ જ 
કાળતત્ત્વ છે અને તેઓ સર્વ ઈશ્વરોના પરમેશ્વર છે. 
તેઓ જીવમાત્રના હૃદયમાં પ્રવેશે છે, તેઓ જીવમાત્રના 
આધાર છે અને તેઓ જ એક જીવનો બીજા જીવ વડે વિનાશ કરે છે.

|| हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे ||


 

Sunday 3 March 2024

સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ


ततो वर्णाश्च चत्वारस्तेषां ब्राह्मण उत्तमः |
ब्राह्मणेष्वपि वेदज्ञो ह्यर्थज्ञोडभ्यधिकस्ततः ||

મનુષ્યોમાં ગુણકર્માનુસાર વિભાગવાળો સમાજ ઉત્તમ છે અને તે સમાજમાં 
બ્રાહ્મણોની સંજ્ઞા ધરાવતા બુદ્ધિમાન મનુષ્યો સર્વશ્રેષ્ઠ છે. બ્રાહ્મણોમાં જેણે 
વેદોનો અભ્યાસ કર્યો છે તે ઉત્તમ છે અને વેદાધ્યયન કરેલા બ્રાહ્મણોમાં વેદોનો 
સાચો તત્ત્વાર્થ જાણનારો બ્રાહ્મણ સર્વશ્રેષ્ઠ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//


 

Friday 1 March 2024

દાન તથા માન


अथ मां सर्वभूतेषु भूतात्मानं कृतालयम् |
अर्हयेद्दानमानाभ्यां मैत्र्याभिन्नेन चक्षुषा ||

દાન તથા માન આપીને તેમ જ મૈત્રીભર્યા આચરણથી 
તથા બધા પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખીને, જીવમાત્રમાં તેમના 
આત્મરુપે રહેતા મને (શ્રીકૃષ્ણને) આરાધી પ્રસન્ન કરવો જોઈએ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//