Friday 31 March 2023

કરેલાં કર્મ પ્રમાણેશાસ્ત્રમાં લખ્યું છે કે સંપત્તિ અને સંતતિ 
અને સંસારસુખ એ પૂર્વજન્મના કરેલાં 
કર્મ પ્રમાણે જ નક્કી થયેલા છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Thursday 30 March 2023

નવ પ્રકારની "ભક્તિ"


પ્રથમ તો સંત-ચરણ (સત્સંગ) માં પ્રીતિ થવી જોઈએ, અને નિજ-ધર્મ (સ્વ-ધર્મ) 
પ્રમાણે કર્મોમાં  પ્રવૃત્ત રહેવું જોઈએ. એથી વિષયો પ્રત્યે "વૈરાગ્ય" પ્રાપ્ત થશે.
વૈરાગ્ય થયા પછી "ભગવદ-ધર્મ" માં પ્રેમ થશે. પછી શ્રવણ, કીર્તન, સ્મરણ,
પાદસેવન, અર્ચન, વંદન, દાસ્યભાવ, સખ્યભાવ અને આત્મનિવેદન એ નવ 
પ્રકારની "ભક્તિ" દૃઢ થશે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।    


 

Wednesday 29 March 2023

રામ નવમી ની હાર્દિક શુભકામનાઓ


રામાયણ માં પ્રભુ શ્રી રામ નું પ્રાગટ્ય થયું છે એમ લખ્યું છે, શ્રી રામ નો જન્મ થયો એવું 
લખેલું નથી. પરમાત્મા નો જન્મ કેવી રીતે થાય ? એ તો નિરંજન,નિરાકાર,અવિનાશી અને 
અવ્યક્ત છે. છતાં પરમાત્મા પોતાના નિર્ગુણ સ્વ-રૂપ માંથી સાકાર સ્વરૂપે પ્રગટ થાય છે.

પ્રભુ શ્રી રામ જેવા ઉદાર આ જગતમાં કોઈ નથી. વગર સેવાએ દિન પર રીઝે એવા તો જગતમાં 
એક રામ જ છે. મુનિઓ યોગ-સાધના કરીને જે ગતિ પામતા નથી તે ગતિ, પ્રભુ શ્રી રામ પોતાના 
ભક્તોને સહેજ માં આપે છે.

રામ નવમી ની હાર્દિક શુભકામનાઓ

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  

Tuesday 28 March 2023

ભક્તિ સર્વ સુખ નું મૂળ છેધર્મ (સ્વ-ધર્મ-કર્મ) ના આચરણ નું ફળ "વૈરાગ્ય" છે, યોગ (કર્મ) નું ફળ "જ્ઞાન" છે,
તેવું વેદ કહે છે. પણ પરમાત્મા જેનાથી વહેલા પ્રસન્ન થાય તે પરમાત્મા ની "ભક્તિ" છે.
ભક્તિ ને કોઈ જ્ઞાન-વિજ્ઞાન ના આધાર ની જરૂર નથી, ભક્તિ તે જ્ઞાન-વિજ્ઞાન ને વશ નથી
પણ જ્ઞાન-વિજ્ઞાન ભક્તિ ને વશ છે. ભક્તિ સર્વ સુખ નું મૂળ છે. ભક્તિ થી જીવ અનાયાસે 
પ્રભુ ને પામે છે.
 
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Monday 27 March 2023

પરમેશ્વર તરત જ પ્રાપ્ત થાય છે
 ભગવદ્ ભક્તિ માં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મોનો પરિત્યાગ કરવા માત્રથી
કોઈ મનુષ્ય સુખી થઇ શકતો નથી . પરંતુ ભક્તિમય સેવામાં પરોવાયેલા વિચારશીલ 
મનુષ્ય, પરમેશ્વરને તરત જ પ્રાપ્ત કરે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 

Sunday 26 March 2023

નામનો આશ્રય


કળિયુગમાં સ્વરૂપ સેવા જલ્દી થી ફળતી નથી.
સ્વરૂપ સેવા ઉત્તમ છે પણ તેમાં પવિત્રતાની જરૂર છે.
એવી પવિત્રતા કળિયુગ નો માણસ રાખી શકતો નથી,
તેથી નામ સેવા મોટી કહી છે. પરમાત્માનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર,
જ્યાં સુધી થયો નથી, ત્યાં સુધી જો નામનો આશ્રય રાખે તો તેને 
એક દિવસ જરૂર સાક્ષાત્કાર થાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Friday 24 March 2023

બ્રહ્મ - સંબંધ એ મનની ક્રિયા છે


જે પોતાના જ દોષ જુએ અને ઈર્ષ્યા કે અસૂયા ના રાખે તે અનસૂયા અને 
જે ત્રણે ગુણો ( રાજસિક - સાત્વિક - તમ્સ્ક ) થી પર છે તે અત્રિ કહેવાય.
અનસૂયા અને અત્રિ બનીએ તો પ્રભુ ગોતતા ગોતતા આપણા આંગણે આવે.

ત્રણે ગુણોને  ઓળંગીને મન નો સંબંધ પરમાત્મા જોડે કરવાનો છે. મનુષ્ય 
ત્રણે ગુણોથી "પર" બને,  ત્યારે જ બ્રહ્મ - સંબંધ થાય છે, બ્રહ્મ - સંબંધ એ 
મનની ક્રિયા છે, શરીર ની નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Thursday 23 March 2023

તમામ વસ્તુઓ ભગવાનની માલિકીની છે


અસ્તિત્વ ધરાવતી તમામ વસ્તુઓ ભગવાનની માલિકીની છે 
અને કોઈએ કોઈ પણ વસ્તુ પર પોતાનો સ્વામિત્વ નો દાવો 
કરવો ન જોઈએ એવું જ્ઞાન થાય, ત્યારે જ ત્યાગ સંપૂર્ણ થયો કહેવાય.
જે મનુષ્ય જાણે છે કે બધી વસ્તુઓ કૃષ્ણની સંપત્તિ છે, તે હંમેશા 
ત્યાગમાં સ્થિત થયેલ છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Wednesday 22 March 2023

ભક્તિ યુક્ત કર્મ જ શ્રેષ્ઠ છેમુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે.પરંતુ 
આ બંને પૈકી કર્મના પરિત્યાગ કરતાં ભક્તિ યુક્ત કર્મ જ શ્રેષ્ઠ છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Tuesday 21 March 2023

એકમાં અનન્ય ભક્તિ


ભાગવત એમ નથી કહેતું કે ફક્ત શ્રી કૃષ્ણમાં જ તન્મય થાવ.
પણ તે કહે છે કે ઈશ્વરના કોઈ પણ એક રૂપમાં તન્મય થાવ,
તમને ગમે તે ઈશ્વરનું સ્વરૂપ તમે અપનાવો, તન્મય થાવ અને 
મુક્તિ મેળવો. શંકરાચાર્યે કહ્યું છે કે એકમાં અનન્ય ભક્તિ રાખો 
અને અન્યને અંશરૂપ માની તેને વંદન કરો. આ પ્રમાણે અંશાત્મક 
પ્રેમ રાખો તો ભક્તિમાં રાગ-દ્વેષ આવશે નહિ. તે જ અનન્ય ભક્તિ છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Monday 20 March 2023

લોભ ની સામે ત્યાગ જ જીતે


લોભ ની સામે લોભ લડે તો કોઈ એક લોભ તો જીતે જ 
અને લોભ કાયમ રહે,  પણ જો લોભ ની સામે ત્યાગ લડે 
તો જ લોભ ને હરાવી શકાય.

પ્રભુ શ્રી રામે જો લોભ રાખી કહ્યું હોત કે હું વનમાં ના જાઉં,
ગાદી પર મારો હક્ક છે, તો તેમને ના પાડનાર કોઈ નહોતું,
પણ એ લડાઈ લોભ ની કહેવાત અને વિજય પણ લોભ નો થાત 
અને રામ-રાજ્ય ના થાત. સુખી થવા માટે તો લોભ મુકવો પડે 
મુકવો પડે અને મુકવો જ પડે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

Sunday 19 March 2023

દશે ઇન્દ્રિયોને જોતરીને ઈશ્વર તરફ દોડાવો 


અયોધ્યામાં "દશ" રથ છે અને લંકામાં "દશ" મુખ (રાવણ) છે.
દશે ઇન્દ્રિયોને રથમાં જોતરી ને લક્ષ્ય - સ્થાને (ઈશ્વર તરફ) જવા દોડાવે 
તે દશરથ અને દશે ઇન્દ્રિયો દ્વારા ભોગ ભોગવે તે દશમુખ રાવણ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Friday 17 March 2023

બુદ્ધિ માં ઈશ્વર પધરાવો


મસ્તક એટલે બુદ્ધિ. બુદ્ધિમાં ઈશ્વર ને પધરાવવામાં આવે તો,
પછી કોઈ વિકાર - વાસના સતાવી શક્તિ નથી.
(એટલે જ પ્રભુ શ્રી રામ ની ચરણ પાદુકા ભરતજી મસ્તક ઉપર ધારણ કરે છે)
વનમાં રહીને તપશ્ચર્યા કરવી કદાચ સહેલી હશે પરંતુ ભોગ સમૃદ્ધિ 
ની વચ્ચે રહીને પણ અનાસક્ત થઈને તપશ્ચર્યા કરવી એ બહુ કઠિન છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 

 

Thursday 16 March 2023

શ્રાદ્ધ માં વસ્તુની નહિ પણ ભાવનાની જરૂર હોય છે


પિતૃઓની પાછળ કરવામાં આવતા શ્રાદ્ધ માં વસ્તુની નહિ પણ ભાવનાની જરૂર હોય છે.
વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે - શ્રાદ્ધ માટે ધન - સંપત્તિ કે બીજી કોઈ પણ ચીજ નહિ હોય તો 
ચાલશે, માત્ર શ્રદ્ધા ભાવે હાથ ઊંચા કરી પિતૃઓનું સ્મરણ કરી કહેવાનું કે - હે પિતૃઓ,
હું ભક્તિ પૂર્ણ હૃદયે તમને પ્રણામ કરું છું. મારી ભક્તિ થી તમે તૃપ્ત થાઓ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Wednesday 15 March 2023

જગત સાથે નો સંબંધ સાચો નથી


જગત નાશવંત છે, જગત સાથે નો સંબંધ સાચો નથી,જન્મ થી જ કોઈ પતિ કે પત્ની 
નથી હોતા.પતિ જીવતો હોય ત્યાં સુધી જ પત્ની એ પત્ની છે પુત્ર હોય ત્યાં સુધી જ પિતા 
એ પિતા છે મતલબ કે જગત ના કોઈ પણ સંબંધ જીવનના અંત સુધી જ હોય છે.

માટે મહાત્મા ઓ કહે છે કે - સંસારી સંબંધો પ્રત્યે અનુસંધાન રાખવાને બદલે પ્રભુ માં જ 
અનુસંધાન રાખવું જોઈએ. તે એક જ સંબંધ એવો સાચો છે કે - જે જન્મ પહેલા, જન્મ માં
અને જન્મ પછી પણ રહે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Tuesday 14 March 2023

પ્રભુ ના ચરણ માં કાળની ભીતિ દૂર થાય છે


પરમાત્મા શ્રી રામ સાથે સંબંધ રાખવાથી જ તેમનું સ્મરણ થાય છે,
અને જીવન મંગલમય બને છે. શ્રી રામ ના ચરણ માં જ શાંતિ છે, 
નારાયણ સિવાય બીજે કોઈ ઠેકાણે સુખ નથી, સંસાર માં સુખ થોડું છે 
અને દુઃખ વધારે છે. જીવ જયારે સંસારમાંથી છૂટી પ્રભુ ના ચરણ માં જાય 
ત્યારે જ તે કૃતાર્થ થાય છે. ત્યારે તેને કાળની ભીતિ દૂર થાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

Monday 13 March 2023

સંસાર કે ભોગ બાધક નથીસંસાર કે ભોગ બાધક નથી પણ તેમની સાથેની આસક્તિ બાધક છે.
ભક્તિ માં વૈરાગ્ય આવશ્યક છે, વૈરાગ્ય વગર ભક્તિ નકામી છે.
સર્વ ભોગ-પદાર્થો ઉપસ્થિત હોવા છતાં જેનું મન તેમાં જતું નથી,
તે જ સાચો ભક્ત. જે ભક્તિરસ માં તરબોળ થયેલો છે તેને મુક્તિ નો 
આનંદ તુચ્છ લાગે છે. વેદાંત કહે છે કે - આત્મા તો સદા મુક્ત છે તેને મુક્તિ શેની ?
પરમાત્મા મુક્તિ આપે છે, પણ ભક્તિ જલ્દી આપતા નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Sunday 12 March 2023

ઈશ્વર જે જીવ ને યાદ કરે તેવા ભક્તને ધન્ય છે.


भरत सरिस को राम सनेही 
जग जपु राम राम जपु जेहि| 

રામાયણ માં ભરતજી ની દાસ્ય ભક્તિ છે, ભરતજી જેવા બડભાગી બીજા 
કોઈ નથી, કારણ કે ભરતજી ને પ્રભુ શ્રી રામ હંમેશા યાદ કરે છે.
જગત જે રામ ને જપે છે તે રામ ભરત ને જપે છે.
ઈશ્વર જેનું સ્મરણ કરે તેની ભક્તિ સાચી. જીવ ઈશ્વર ને યાદ કરે તે સ્વાભાવિક છે,
સામાન્ય છે, પણ, ઈશ્વર જે જીવ ને યાદ કરે તેવા ભક્તને ધન્ય છે. 

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Friday 10 March 2023

મરવું એ પણ એક કળા છે


મરવું એ પણ એક કળા છે
ગીતાજી માં કહ્યું છે કે - જે મનુષ્ય ૐ એવા એકાક્ષર બ્રહ્મ નું ઉચ્ચારણ કરતો અને 
પ્રભુનું સ્મરણ કરતો, દેહ ત્યજીને મરણ પામે છે, તે પરમગતિ ને પામે છે.

સામાન્ય માનવી "મરે" છે અને સંતો નું પૃથ્વી પરથી "પ્રયાણ" થાય છે.
પ્રયાણ અને મરવામાં ફરક છે.

ધ્રુવજી આગળ મૃત્યુ માથું નમાવીને ઉભું રહે છે, મૃત્યુ ના માથા પર પગ મૂકી ધ્રુવજી 
વૈકુંઠ માં જાય છે. એવું ભાગવતમ માં સ્પષ્ટ લખ્યું છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Thursday 9 March 2023

શરણે આવેલાને સર્વસ્વ નું દાન


પરમાત્મા જીવ માત્ર ના મિત્ર છે. જીવ સાથે નિસ્વાર્થ પ્રેમ કરનાર તો 
એક નારાયણ માત્ર છે. ગંગાજીને તરસ લાગે નહિ, અગ્નિને ટાઢ વાય નહિ
કે સૂર્ય ને દીવાની જરૂર પડતી નથી. તેમ આનંદમય પરમાત્માને કોઈ સુખ 
કે આનંદ મેળવવાની ઈચ્છા થતી નથી.
તેમ છતાં તે સર્વ સાથે પ્રેમ કરે છે.જગતમાં તેમના જેવો પ્રેમ કરનાર અને ઉદાર 
કોઈ થયો નથી. પોતાનો સો ટકા ભાગ આપનાર જગતમાં તે એકમાત્ર છે.બાકી 
કોઈ રાજા ની ખુશામત કરો તો પાંચ પચીસ હજાર રૂપિયા કે છેવટે અડધું રાજ્ય 
આપશે, સર્વસ્વ નહિ. પરમાત્મા તો પોતાને શરણે આવેલાને સર્વસ્વ નું દાન કરે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Wednesday 8 March 2023

મનુષ્ય ભારદ્વાજ બને તો પ્રભુ શ્રી રામ તેના ત્યાં પધારે


વનવાસ ના સમયે પ્રભુ શ્રી રામ પ્રયાગરાજ (તીર્થરાજ) ભારદ્વાજ ઋષિના 
આશ્રમે જાય છે.
દ્વાજ એટલે ગુરુ નો બોધ. ગુરુ નો બોધ જે કાનમાં ભરી રાખે છે તે ભારદ્વાજ.

એક કાનેથી સાંભળી બીજા કાનેથી બોધ કાઢી નાખે તે ભારદ્વાજ થઇ શકે નહિ 
અને ત્યાં પ્રભુ શ્રી રામ પધારે નહિ. આ જગતની વાતો સાંભળવામાં કોઈ ફાયદો 
નથી, ઉલટું ભક્તિ માં વિક્ષેપ થાય છે. 

મનુષ્ય ભારદ્વાજ બને તો પ્રભુ શ્રી રામ તેના ત્યાં પધારે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Monday 6 March 2023

સુખ - દુઃખ તે પોતે જ પેદા કરેલું છે.


સુખ - દુઃખ નું કારણ પોતાની અંદર શોધે તે સંત, અને બહાર શોધે તે પામર.
પામર એટલા માટે કે એને બહાર કશું જડવાનું નથી, કેવળ ભ્રમ પ્રાપ્ત થવાનો છે.
કોઈ બીજો સુખ - દુઃખ આપે છે એવી કલ્પના માત્રથી તે વ્યક્તિ પ્રત્યે વેર ભાવ પેદા 
થાય છે.
માટે સર્વદા મન ને સમજાવવું કે-  સુખ - દુઃખ તે પોતે જ પેદા કરેલું છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Sunday 5 March 2023

સુખ દુઃખ આપનારું કર્મ છે


મનુષ્ય ને સુખ દુઃખ આપનારું તેનું કર્મ છે. કર્મ ને આધારે આ સૃષ્ટિ છે.
સુખ દુઃખ કોઈ વ્યક્તિથી કે કોઈ - કોઈ ને આપી શકતું નથી કે કોઈ નું 
સુખ દુઃખ લઇ શકતા નથી. કોઈ જો એમ કહે કે - મેં આને સુખ  કે દુઃખ 
આપ્યું - તો તે બુદ્ધિ ની ભ્રમણા માત્ર છે, તે તેનું અભિમાન છે.
માટે જ્ઞાની મહાત્માઓ સુખ દુઃખ માટે કોઈ ને દોષ આપતા નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Friday 3 March 2023

અપરાધ નો નાશ


एक घडी आधि घडी, आधि से भी आध,
तुलसि संगत संत कि कटे कोटि अपराध्||

એક નહીં, અડધી એ પુરી નહિ,અરે પા ઘડી 
નો સત્સંગ કોટી અપરાધ નો નાશ કરવા માટે 
સમર્થ છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Thursday 2 March 2023

કર્કશ વાણી એ ઝેર છે


સર્વ પાપ નું મૂળ કર્કશ વાણી છે.
કર્કશ વાણી થી કલહ નો જન્મ થાય છે.
કર્કશ વાણી એ ઝેર છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Wednesday 1 March 2023

સુખ માં જ દુઃખ છે


આ સંસાર ની ગાદી પર કોઈ ચીટકી ને બેસી શકતું નથી, 
સુખ નું બીજું પાસું દુઃખ છે. સુખ માં જ દુઃખ છે. તત્વ થી જોવા 
જાઓ તો સુખ એ જ દુઃખ છે. કારણ કે તે અંત વાળું છે. તેનો નાશ નક્કી છે.
અને જેનો નાશ થાય તે શાશ્વત ( સત્ય ) હોઈ શકે જ નહિ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।