Tuesday, 30 April 2024

ચાર સિદ્ધાંતોના ફળની ઈચ્છા


धर्मार्थकाममोक्षाख्यं य इच्छेच्छ्रेय आत्मनः |
एकं ह्येव हरेस्तत्र कारणं पादसेवनम् ||

 જે મનુષ્ય ધર્મ, અર્થ, કામ અને છેવટે મોક્ષ એવા 
ચાર સિદ્ધાંતોના ફળની ઈચ્છા રાખે, તેણે ભગવાન 
શ્રીહરિની ભક્તિમાં જ પોતાની જાતને પરોવી દેવી 
જોઈએ; કારણ કે તેમના ચરણારવિંદની આરાધના 
આ સર્વની પરિપૂર્ણતા કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 29 April 2024

અનુકૂળ કે પ્રતિકૂળ થી સંતૃષ્ટ


परितुष्येत्ततस्तात तावन्मात्रेण पूरुषः ।
दैवोपसादितं यावद्वीक्ष्येश्वरगतिं बुधः ॥


ભગવાનની રીત બહુ અદ્ભુત છે. જે બુદ્ધિશાળી 
મનુષ્ય છે તેણે એ રીત ગ્રહણ કરવી જોઈએ અને
પરમેશ્વરની સર્વોપરી ઇચ્છાથી જે કંઈ અનુકૂળ કે 
પ્રતિકૂળ મળે તેનાથી સંતૃષ્ટ રહેવું જોઈએ.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 27 April 2024

પૂર્વકર્મો દ્વારા નિયંત્રિત


विकल्पे विद्यमानेऽपि न ह्यसन्तोषहेतवः ।
पुंसो मोहमृते भिन्ना यल्लोके निजकर्मभिः ॥


એમ લાગતું હોય કે માનભંગ થયો છે, તોયે 
અસંતોષ કરવાનું કારણ નથી. આ પ્રકારનો 
અસંતોષ માયાનું-મોહનું જ એક લક્ષણ છે; 
દરેક જીવાત્મા તેનાં પૂર્વકર્મો દ્વારા નિયંત્રિત 
થાય છે અને તેથી સુખ કે દુઃખ ભોગવવા જુદા 
જુદા પ્રકારનું જીવન મળે છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Friday, 26 April 2024

મિથ્યાભિમાનથી મોહગ્રસ્ત


आत्मसम्भाविताः स्तब्धा धनमान मदान्विताः |
यजन्ते नामयज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् ||

પોતાને જ શ્રેષ્ઠ માનનારા સદા ઉદ્ધત રહેતા, 
ધનસંપત્તિ તથા મિથ્યાભિમાનથી મોહગ્રસ્ત 
થયેલા લોકો કોઈ વિધિવિધાનનું પાલન કર્યા 
વગર કેટલીક વખત નામમાત્ર માટે બહુ ગર્વથી 
યજ્ઞ કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 25 April 2024

દંભ અને માયા


तयोः समभवल्लोभो निकृतिश्च महामते।
ताभ्यां कोधश्च हिंसा च यहुरुक्तिः स्वसा कलिः ॥


દંભ અને માયાથી લોભ તથા નિકૃતિ અથવા ધૂર્તતાનો 
જન્મ થયો. તેમના સંયોગથી ક્રોધ અને હિંસા (ઈર્ષા) નામે 
સંતાનો થયાં, અને તે બેના સંયોગથી કલિ અને તેની બહેન 
દુરુક્તિ (કઠોર વાણી) જન્મ્યાં હતાં.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 24 April 2024

મોહમાં ફસાયેલા મનુષ્યો



इदमद्य मया लब्धमिमं प्राप्स्ये मनोरथम् । इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् ॥
असौ मया हतः शत्रुर्हनिष्ये चापरानपि । ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान्सुखी ॥ 
आढ्यो ऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया । यक्ष्ये दास्यामि मोदिष्य इत्यज्ञानविमोहिताः ॥

આસુરી મનુષ્યો વિચારે છે, "આજે મારી પાસે આટલું ધન છે અને મારી યોજનાઓ દ્વારા હું વળી 
વધારે ધન મેળવીશ. હાલમાં મારી પાસે આટલું છે અને ભવિષ્યમાં તે વધીને વધારે થઈ જશે. તે મારો 
શત્રુ છે અને મેં તેને મારી નાખ્યો છે અને મારા બીજા શત્રુઓ પણ માર્યા જશે. હું બધી વસ્તુઓનો સ્વામી 
છું. હું ભોક્તા છું. હું સિદ્ધ છું, શક્તિશાળી અને સુખી છું. હું સૌથી વધુ ધનવાન છું તથા મારી આજુબાજુ મારા કુળવાન સંબંધીઓ છે. કોઈ અન્ય મારા જેવો બળવાન તથા સુખી નથી. હું યજ્ઞો કરીશ, હું દાન આપી અને એ રીતે આનંદ પામીશ.” આ પ્રમાણે આવા મનુષ્યો મોહમાં ફસાયેલા હોય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 23 April 2024

મિથ્યા પ્રતિષ્ઠા


काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विताः । 
मोहाद्गृहीत्वास‌ङ्ग्राहान्प्रवर्तन्तेऽश्रुचिव्रताः ॥

કદાપિ સંતુષ્ટ ન થનારા કામનો આશ્રય લઇને તથા
ગર્વના મદમાં તથા મિથ્યા પ્રતિષ્ઠામાં ડૂબેલા આસુરી
લોકો આ રીતે મોહગ્રસ્ત થઈને હંમેશા ક્ષણભંગુર વસ્તુઓ
દ્વારા અપવિત્ર કર્મનું વ્રત લેતા હોય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 22 April 2024

ભક્તવત્સલ ભગવાન


प्रेयान्न तेऽन्योऽस्त्यमुतस्त्वयि प्रभो विश्वात्मनीक्षेन्न पृथग्य आत्मनः ।
अथापि भक्त्येश तयोपधावता- मनन्यवृत्त्यानुगृहाण वत्सल ॥

હે ભગવાન, આપ જીવમાત્રના પરમાત્મા છો એમ જાણી જે મનુષ્યો 
આપને પોતાનાથી અભિન્ન જુએ છે તેઓ નિશ્ચે આપને અતિશય પ્રિય 
હોય છે. આપને પોતાના સ્વામી તરીકે સ્વીકારી તથા પોતાને દાસ માની 
જે મનુષ્યો આપની સેવા-ભક્તિમાં પરાયણ રહે છે, તેમના પ્રત્યે આપ ઘણા 
કૃપાળુ રહો છો. આપની કૃપા વડે, આપ સદા તેમના ભક્તવત્સલ ભગવાન છો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 19 April 2024

અષ્ટભુજ દિવ્ય સ્વરૂપ


इदमप्यच्युत विश्वभावनं वपुरानन्दकरं मनोदृशाम् । 
सुरविद्विट्क्षपणैरुदायुधै र्भुजदण्डैरुपपन्नमष्टभिः ॥

હે ભગવાન, દરેક હાથમાં આયુષ ધારણ કરેલું આપનું 
અષ્ટભુજ દિવ્ય સ્વરૂપ સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે પ્રગટ 
થાય છે. તે મન તથા આંખોને અતિ આનંદકર છે. આપના 
ભક્તોના દ્વેષી એવા અસુરોને સજા કરવા આપશ્રી આ સ્વરૂપે 
સદા તત્પર રહો છો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 18 April 2024

પરમ આત્મા


नैनं छिद्रन्ति शस्त्राणि नैनं दहति पावक:।

न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुत॥


ન તો શસ્ત્રો આત્માને કાપી શકે છે અને ન 

તો અગ્નિ એને બાળી શકે છે. ન તો પાણી 

તેને ભીનું કરી શકે છે અને ન તો પવન એને 

સુકવી શકે છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 

हरे राम हरे राम राम राम हरे हरे// 


 

Wednesday, 17 April 2024

ત્રિગુણાત્મક માયા



दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया |
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ||

પ્રભુ ની આ ત્રિગુણાત્મક માયા તરવી મુશ્કેલ છે.
પરંતુ જે મનુષ્યોએ પ્રભુનું શરણ લીધેલું છે, તેઓ 
આ માયાને સહેલાઈથી પાર કરી જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Tuesday, 16 April 2024

26 દિવ્ય ગુણો


अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः । 

दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ॥ 
अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैथुनम् । 
दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् ॥ 
तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता । 
भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत ॥
भ.गी. १६.१-३

પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યાઃ હે ભરતપુત્ર, નિર્ભયતા, આત્મશુદ્ધિ, આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન, દાન, આત્મસંયમ, યજ્ઞપરાયણતા, વેદાધ્યયન, તપશ્ચર્યા, સાદાઈ, અહિંસા, સત્યતા, ક્રોધવિહીનતા, ત્યાગ, શાંતિ, છિદ્રાન્વેષણમાં અરુચિ, જીવમાત્ર પર દયા, નિર્લોભીપણું, સૌમ્યતા, લજજા,નિશ્ચય, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, ઈર્ષાથી મુક્તિ તથા માનની ઇચ્છાથી મુક્તિ, આ સર્વ દિવ્ય ગુણો છે કે જે દૈવી પ્રકૃતિવાળા દેવતુલ્ય પુરુષોમાં જોવામાં આવે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//


 

Monday, 15 April 2024

કર્મો અનુસાર ભોગ


कर्मानुबन्धिनि मनुष्यलोके 
કર્મો અનુસાર કેવળ મનુષ્ય - યોનિમાં બંધનો 
પેદા થાય છે, બાંધે છે. મનુષ્ય તેમાં બંધાતો જાય 
છે. અન્ય યોનિઓ તો કર્મો અનુસાર ભોગ ભોગવે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे// 


 

Monday, 1 April 2024

તીર્થસ્થાન-પવિત્ર સ્થળ