Sunday 5 February 2023

પ્રાચીનથી પણ પ્રાચીન

હું સંગરહિત છું, અંગરહિત છું, ચિહ્નનરહિત અને સ્વયં શ્રી હરિ છું.  હું પ્રશાંત છું, હું અનંત છું, પરિપૂર્ણ અને ચિરંતન અર્થાત પ્રાચીનથી પણ પ્રાચીન છું.

હું હંમેશા આનંદરૂપે પોતાના આત્મતત્વમાં જ સ્થિર રહેલો છું હું અકર્તા છું, અભોક્તા છું, અવિકારી અને અવ્યય છું,  હું શુદ્ધ બોધસ્વરૂપ અને કેવળ સદાશિવ છું.

આ બોધ સદાશિવએ અપાન્તરતમ નામના (દેવપુત્ર) બ્રાહ્મણને આપ્યો હતો અપાન્તરતમએ બ્રહ્માને અને બ્રહ્માએ ઘોર આંગિરસને પછી ઘોર આંગિરસએ રૈક્વને આપ્યો, રૈકવે રામ (પરશુરામ)ને આપ્યો અને રામે સમસ્ત પ્રાણીઓ માટે પ્રદાન કર્યો.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।

0 comments:

Post a Comment