રામાયણ માં પ્રભુ શ્રી રામ નું પ્રાગટ્ય થયું છે એમ લખ્યું છે, શ્રી રામ નો જન્મ થયો એવું
લખેલું નથી. પરમાત્મા નો જન્મ કેવી રીતે થાય ? એ તો નિરંજન,નિરાકાર,અવિનાશી અને
અવ્યક્ત છે. છતાં પરમાત્મા પોતાના નિર્ગુણ સ્વ-રૂપ માંથી સાકાર સ્વરૂપે પ્રગટ થાય છે.
પ્રભુ શ્રી રામ જેવા ઉદાર આ જગતમાં કોઈ નથી. વગર સેવાએ દિન પર રીઝે એવા તો જગતમાં
એક રામ જ છે. મુનિઓ યોગ-સાધના કરીને જે ગતિ પામતા નથી તે ગતિ, પ્રભુ શ્રી રામ પોતાના
ભક્તોને સહેજ માં આપે છે.
રામ નવમી ની હાર્દિક શુભકામનાઓ
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment