Wednesday, 30 April 2025

શરીરમાં અંતર્યામી રૂપે હું જ અધિયજ્ઞ છું


अधिभूतं क्षरो भाव: पुरुषश्चाधिदैवतम् |
अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर ||
भा.गी. 8.4

હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન ! ઉત્પત્તિ-વિનાશશીલ
પ્રત્યેક પદાર્થ અધિભૂત છે, પુરુષ અર્થાત્ હિરણ્ય ગર્ભ
બ્રહ્મા અધિદૈવ છે અને આ શરીરમાં અંતર્યામી રૂપે હું
એટલે કે વાસુદેવ જ અધિયજ્ઞ છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 29 April 2025

પરમ અક્ષર બ્રહ્મ


श्रीभगवानुवाच |
अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते |
भूतभावोद्भवकरो विसर्ग: कर्मसञ्ज्ञित: ||
भा.गी. 8.3

શ્રીભગવાન બોલ્યા - પરમ અક્ષર બ્રહ્મ છે અને
પરા પ્રકૃતિ એટલે કે જીવ ને "અધ્યાત્મ" નામે કહેવાય
છે તથા સકળ ચરાચર પ્રાણીઓની સત્તાને પ્રગટ કરવાવાળો
ત્યાગ "કર્મ" કહેવાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 28 April 2025

અર્જુન દ્વારા શ્રીકૃષ્ણ ને પુછાયેલ સાત પ્રશ્નો


अर्जुन उवाच |
किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम | अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते ||
अधियज्ञ: कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन | प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभि: ||
भा.गी. 8.1-2

અર્જુન બોલ્યા- હે પુરુષોત્તમ ! તે બ્રહ્મ શું છે ? કર્મ
શું છે ? અધિભૂત નામથી શું કહેવાયું છે ? અને અધિદૈવ
કોને કહે છે ? અહીં અધિયજ્ઞ કોણ છે ? અને તે આ શરીરમાં
કેવી રીતે છે ? હે મધુસુદન ! વશીભૂત અંતઃકરણવાળા માણસો
વડે અન્તકાળે તમે ક્યાં પ્રકારે જાણી શકાઓ છો ?

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे// 

Saturday, 26 April 2025

અંતકાળે પણ મને જ પામી જાય છે


साधिभूताधिदैवं मां साधियज्ञं च ये विदु: |
प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतस: ||
भा.गी. 7.30

જે માણસો અધિભૂત અને અધિદૈવસહિત તેમજ
અધિયજ્ઞસહિત મને જાણે છે તે મારામાં ચિત્ત
પરોવેલા માણસો અંતકાળે પણ મને જ ઓળખી
લે છે એટલે કે પામી જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 25 April 2025

જરા અને મરણમાંથી છૂટવા માટે


जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये |
ते ब्रह्म तद्विदु: कृत्स्नमध्यात्मं कर्म चाखिलम् ||
भा.गी. 7.29

જરા અને મરણમાંથી છૂટવા માટે જેઓ મારે શરણે
થઇને પ્રયત્ન કરે છે, એ માણસો તે બ્રહ્મને, સમગ્ર
અધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 24 April 2025

ઉત્તમ કર્મોનું આચરણ કરનારા


येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणाम् |
ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रता: ||
भा.गी. 7.28

પરંતુ જે ઉત્તમ કર્મોનું આચરણ કરનારા મનુષ્યોના
પાપ નષ્ટ થઈ ચૂક્યાં છે,તે દ્વંદ્વ-મોહથી મુક્ત થયેલા
મનુષ્યો દ્રઢનિશ્ચયી થઈને મને સર્વ રીતે ભજે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 23 April 2025

રાગ અને દ્વેષથી થવાવાળા દ્વંદ્વ - મોહને લીધે મોહિત


इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारत |
सर्वभूतानि सम्मोहं सर्गे यान्ति परन्तप ||
भा.गी. 7.27

હે ભરતવંશમાં ઉત્પન્ન શત્રુતાપન અર્જુન !
ઈચ્છા(રાગ) અને દ્વેષથી થવાવાળા દ્વંદ્વ -
મોહને લીધે મોહિત સઘળાં પ્રાણીઓ સંસારમાં
અનાદિકાળથી મૂઢતાને અર્થાત્ જન્મ-મરણને
પ્રાપ્ત થઈ રહ્યા છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 22 April 2025

મને ભક્તિ વિનાનો કોઈ પણ માણસ નથી જાણી શકતો


वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन |
भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन ||
भा.गी. 7.26

હે અર્જુન ! જે પ્રાણી પૂર્વે થઈ ગયેલા અને વર્તમાનમાં
હયાત છે અને ભવિષ્યમાં થનાર છે આ બધા પ્રાણીઓને
તો હું જાણું છું, પરંતુ મને ભક્તિ વિનાનો કોઈ પણ માણસ
નથી જાણી શકતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 21 April 2025

અજન્મા અને અવિનાશી


नाहं प्रकाश: सर्वस्य योगमायासमावृत: |
मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम् ||
भा.गी. 7.25

આ જે અજ્ઞાની જનસમુદાય મુજ અજન્મા અને
અવિનાશીને સારી પેઠે જાણતો (માનતો) નથી,
તે સૌની સામે પોતાની યોગમાયા વડે સારી રીતે
ઢંકાયેલો હું પ્રગટ નથી થતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 19 April 2025

મારા પરમ, અવિનાશી અને સર્વશ્રેષ્ઠ ભાવ


अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धय: |
परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम् ||
भा.गी. 7.24

અજ્ઞાની મનુષ્યો મારા પરમ, અવિનાશી અને
સર્વશ્રેષ્ઠ ભાવને નહિ જાણતા હોઈ અવ્યક્ત
અર્થાત્ મન-ઇન્દ્રિયોથી પર એવા મુજ સચ્ચિદાનંદઘન
પરમાત્માને મનુષ્યની જેમ શરીર ધારણ કરવાવાળો મને છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 18 April 2025

મારા ભક્તો મને જ પ્રાપ્ત થાય છે


अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्पमेधसाम् |
देवान्देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि ||
भा.गी. 7.23

પરંતુ તે અલ્પબુદ્ધિવાળા મનુષ્યોને તે દેવતાઓની
આરાધનાનું ફળ નાશવાન અંતવાળું જ મળે છે, દેવતાઓને
પૂજનારા દેવતાઓને પામે છે; જયારે મારા ભક્તો મને જ પ્રાપ્ત થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 17 April 2025

મારા વડે જ નિશ્ચિત કરેલી કામનાપૂર્તિ


स तया श्रद्धया युक्तस्तस्याराधनमीहते |
लभते च तत: कामान्मयैव विहितान्हि तान् ||
भा.गी. 7.22

એ મારા દ્વારા દ્રઢ કરાયેલી શ્રદ્ધાથી યુક્ત થઇ એ
માણસ તે દેવતાની સકામ ભાવથી ઉપાસના કરે
છે અને તેની તે કામના પુરી થાય છે; પરંતુ તે
કામનાપૂર્તિ મારા વડે જ નિશ્ચિત કરેલી હોય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 16 April 2025

શ્રદ્ધાને દ્રઢ કરી દઉં છું


यो यो यां यां तनुं भक्त: श्रद्धयार्चितुमिच्छति |
तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम् ||
भा.गी. 7.21

જે-જે ભક્ત જે-જે દેવતાનું શ્રદ્ધાથી પૂજન કરવા
ઈચ્છે છે, તે-તે દેવતામાં જ હું તેની શ્રદ્ધાને એ જ
દેવતા પ્રત્યે દ્રઢ કરી દઉં છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 15 April 2025

જેમનું જ્ઞાન કામનાઓ વડે હરાઈ ચૂક્યું છે


कामैस्तैस्तैर्हृतज्ञाना: प्रपद्यन्तेऽन्यदेवता: |
तं तं नियममास्थाय प्रकृत्या नियता: स्वया ||
भा.गी. 7.20

તે, તે કામનાઓ વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું
છે, એવા માણસો પોત-પોતાની પ્રકૃતિ અર્થાત્
સ્વભાવથી પ્રેરાઈને તે, તે અર્થાત્ દેવતાઓના તે
તે નિયમોને ધારણ કરીને અન્ય દેવતાઓને શરણે
થઇ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 14 April 2025

ઘણો દુર્લભ મહાત્મા


बहूनां जन्मनामन्ते ज्ञानवान्मां प्रपद्यते |
वासुदेव: सर्वमिति स महात्मा सुदुर्लभ: ||
भा.गी. 7.19

ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં અર્થાત્
મનુષ્ય જન્મમાં "સર્વ કાંઈ વાસુદેવ જ છે" એવા
ભાવે જે જ્ઞાની મને ભજે છે-શરણે થાય છે એ
મહાત્મા ઘણો દુર્લભ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 12 April 2025

જ્ઞાનીભક્ત તો મારું જ સ્વરૂપ છે


उदारा: सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् |
आस्थित: स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् ||
भा.गी. 7.18

પહેલા કહેલા ચારેય ભક્તો ખુબ ઉદાર (શ્રેષ્ઠભાવવાળા)
છે. છતાં એ સર્વેમાં જ્ઞાની તો મારું સ્વરૂપ જ છે
એવો મારો મત છે; કેમકે એ મારાથી અભિન્ન છે અને
જેનાથી ઉત્તમ બીજી કોઈ ગતિ નથી, એવો તે મારામાં
જ સમ્યક્ રીતે સ્થિત છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 11 April 2025

જ્ઞાની ભક્તને હું અત્યંત પ્રિય છું અને તે મને પ્રિય છે


तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते |
प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रिय: ||
भा.गी. 7.17

તે ચાર ભક્તોમાંથી હંમેશા મારામાં એકાત્મભાવે
સ્થિત, અનન્ય ભક્તિવાળો જ્ઞાની અર્થાત્ પ્રેમીભક્ત
શ્રેષ્ઠ છે; કેમ કે જ્ઞાની ભક્તને હું અત્યંત પ્રિય છું અને
તે મને અત્યંત પ્રિય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 10 April 2025

અર્થાર્થી, આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની


चतुर्विधा भजन्ते मां जना: सुकृतिनोऽर्जुन |
आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ ||
भा.गी. 7.16

હે ભરતશ્રેષ્ઠ અર્જુન ! ઉત્તમ કર્મ કરનાર અર્થાર્થી,
આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની અર્થાત્ પ્રેમી આ ચાર
પ્રકારના મનુષ્યો મને ભજે છે અર્થાત્ મારે શરણે
આવે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 9 April 2025

પાપ-કર્મ કરનારા મૂઢ જનો મારા શરણે થતા નથી


न मां दुष्कृतिनो मूढा: प्रपद्यन्ते नराधमा: |
माययापहृतज्ञाना आसुरं भावमाश्रिता: ||
भा.गी. 7.15

માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે, એવા
આસુરી ભાવનો આશ્રય લેનારા અને મનુષ્યોમાં
અત્યંત અધમ તથા પાપ-કર્મ કરનારા મૂઢ જનો
મારા શરણે થતા નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 8 April 2025

માત્ર મારું જ શરણ લે


दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया |
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ||
भा.गी. 7.14

કેમ કે મારી આ અલૌકિક ત્રિગુણમયી માયા
પાર કરવી ઘણી કઠિન છે, પરંતુ જે માણસો
માત્ર મારું જ શરણ લે છે તેઓ આ માયાને
તરી જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 7 April 2025

સત્ત્વ, રજ અને તમ ત્રણેય ભાવોથી મોહિત


त्रिभिर्गुणमयैर्भावैरेभि: सर्वमिदं जगत् |
मोहितं नाभिजानाति मामेभ्य: परमव्ययम् ||
भा.गी. 7.13

આ ત્રણેય (સત્ત્વ, રજ અને તમ) ગુણરૂપ ભાવોથી
મોહિત આ આખું જગત (પ્રાણીમાત્ર) આ ત્રણેય ગુણોથી
અતીત અવિનાશી એવા મને નથી જાણતું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 5 April 2025

હું તેમનામાં કે તેઓ મારામાં નથી


ये चैव सात्त्विका भावा राजसास्तामसाश्च ये |
मत्त एवेति तान्विद्धि न त्वहं तेषु ते मयि ||
भा.गी. 7.12

જેટલા પણ સાત્ત્વિક ભાવો છે તેમજ જેટલા,
પણ રાજસ તામસ ભાવો છે તે બધા મારાથી
જ થનારા છે એમ તેમને સમજ; એમ હોવા
છતાં પણ વાસ્તવમાં હું તેમનામાં કે તેઓ
મારામાં નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 4 April 2025

કામનાઓ વિનાનું બળ અને ધર્મયુક્ત કામ હું છું.


बलं बलवतां चाहं कामरागविवर्जितम् |
धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ ||
भा.गी. 7.11

હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન ! બળવાનોમાં
આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ હું છું
અને સહુ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે
ધર્મયુક્ત કામ હું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 3 April 2025

અનાદિ બીજ, બુદ્ધિમાનોની બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ


बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् |
बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम् ||
भा.गी. 7.10

હે પૃથાનંદન ! સર્વ જીવોનું અનાદિ બીજ મને જાણ.
બુદ્ધિમાનોની બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ હું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 2 April 2025

પવિત્ર ગન્ધ, તેજ, જીવન અને તપ હું છું.


पुण्यो गन्ध: पृथिव्यां च तेजश्चास्मि विभावसौ |
जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु ||
भा.गी. 7.9

પૃથ્વીમાં પવિત્ર ગન્ધ હું છું અને અગ્નિમાં તેજ
હું છું તથા બધા પ્રાણીઓમાં જીવન એટલે કે
શક્તિ હું છું અને તપસ્વીઓમાં તપ હું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 1 April 2025

મનુષ્યોમાં પુરુષાર્થ હું છું


रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययो: |
प्रणव: सर्ववेदेषु शब्द: खे पौरुषं नृषु ||
भा.गी. 7.8

હે કૌન્તેય ! જળમાં રસ હું છું, ચંદ્ર તેમજ
સૂર્યમાં પ્રકાશ એટલે કે પ્રભા હું છું, બધા
વેદોમાં ૐકાર, આકાશમાં શબ્દ અને
મનુષ્યોમાં પુરુષાર્થ હું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//