Wednesday, 18 February 2026

દૈવી સંપદાને પ્રાપ્ત થયેલા મનુષ્યના લક્ષણ


तेज: क्षमा धृति: शौचमद्रोहोनातिमानिता |
भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत ||
भ.गी. 16.3

તેજ એટલે કે પ્રભાવ, ક્ષમા, ધૈર્ય, દેહશુદ્ધિ,
શત્રુભાવ ન હોવો અને માનની અપેક્ષા ન
રાખવી આ બધાં હે ભરતવંશી અર્જુન ! દૈવી
સંપદાને પ્રાપ્ત થયેલા મનુષ્યના લક્ષણ છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 17 February 2026

ક્રોધ ન કરવો


अहिंसा सत्यमक्रोधस्त्याग: शान्तिरपैशुनम् |
दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् ||
भ.गी. 16.2


અહિંસા, સત્યભાષણ, ક્રોધ ન કરવો, સંસારની કામનાઓનો
ત્યાગ, અંતઃકરણમાં રાગ-દ્વેષને લીધે ખળભળાટ ન થવો, ચાડી
ન કરવી, પ્રાણીઓ પર દયાભાવ રાખવો, સાંસારિક વિષયોમાં લલચાવું 
નહીં, મૃદુ સ્વભાવ હોવો, અકર્તવ્ય કરવામાં લજ્જા, ચપળતાનો અભાવ.


//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 16 February 2026

શરીર-મન-વાણીની સરળતા


श्रीभगवानुवाच |
अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थिति: |
दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ||
भ.गी. 16.1

શ્રીભગવાન બોલ્યા: ભયનો સંપૂર્ણપણે અભાવ,
અંતઃકરણ પૂર્ણપણે નિર્મળ હોવું, તત્ત્વજ્ઞાનને અર્થે
યોગમાં દ્વઢ સ્થિતિ અને સાત્ત્વિક દાન, ઇન્દ્રિયોને
પોતાના વશમાં રાખવી, સ્વાધ્યાય, સ્વધર્મપાલન
અર્થે કષ્ટ સહેવું તથા શરીર-મન-વાણીની સરળતા...

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 14 February 2026

ઘણું જ ગોપનીય શાસ્ત્ર જાણીને (માણસ) જ્ઞાની અને કૃતકૃત્ય થઈ જાય છે


इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मयानघ |
एतद्बुद्ध्वा बुद्धिमान्स्यात्कृतकृत्यश्च भारत ||
भ.गी. 15.20

હે નિષ્પાપ અર્જુન ! આમ આ ઘણું જ ગોપનીય
શાસ્ત્ર મેં કહ્યું, હે ભરતવંશી અર્જુન ! આને જાણીને
(માણસ) જ્ઞાની (જ્ઞાત-જ્ઞાતવ્ય) તથા પ્રાપ્ત પ્રાપ્તવ્ય
અને કૃતકૃત્ય થઈ જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 13 February 2026

મોહરહિત મનુષ્ય મને પુરુષોત્તમસ્વરૂપે જાણે છે


यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमम् |
स सर्वविद्भजति मां सर्वभावेन भारत ||
भ.गी. 15.19

હે ભરતવંશી અર્જુન ! આ રીતે જે મોહરહિત
મનુષ્ય મને પુરુષોત્તમસ્વરૂપે જાણે છે, તે સર્વજ્ઞ
સર્વ રીતે મારું જ ભજન કરે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 11 February 2026

ક્ષરથી અતીત અને અક્ષરથી પણ ઉત્તમ "પુરુષોત્તમ"


यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तम: |
अतोऽस्मि लोके वेदे च प्रथित: पुरुषोत्तम: ||
भ.गी. 15.18

હું ક્ષરથી અતીત છું અને અક્ષરથી પણ ઉત્તમ
છું, માટે લોકમાં તેમજ વેદોમાં પણ "પુરુષોત્તમ"
નામે પ્રસિદ્ધ છું.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 10 February 2026

ઈશ્વર ત્રણેય લોકોમાં પ્રવેશીને બધાનું ભરણ-પોષણ કરે છે


उत्तम: पुरुषस्त्वन्य: परमात्मेत्युदाहृत: |
यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वर: ||
भ.गी. 15.17

ઉત્તમ પુરુષ તો અન્ય એટલે કે વિલક્ષણ જ છે,
જે "પરમાત્મા" એવાં નામથી કહેવાયો છે તે જ
અવિનાશી ઈશ્વર ત્રણેય લોકોમાં પ્રવેશીને બધાનું
ભરણ-પોષણ કરે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 9 February 2026

આ સંસારમાં બે પ્રકારના જ પુરુષો છે


द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च |
क्षर: सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते ||
भ.गी. 15.16

આ સંસારમાં ક્ષર એટલે કે નાશવંત અને અક્ષર
એટલે કે અવિનાશી એ બે પ્રકારના જ પુરુષો છે.
સઘળાં પ્રાણીઓનાં શરીરો ક્ષર (નાશવાન) અને
જીવાત્મા અવિનાશી (અક્ષર) કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 7 February 2026

સૌ પ્રાણીઓનાં હૃદયમાં સ્થિત


सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्त: स्मृतिर्ज्ञानमपोहनं च |
वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम् ||
भ.गी. 15.15

હું જ સૌ પ્રાણીઓનાં હૃદયમાં સ્થિત છું અને મારાથી જ
સ્મૃતિ, જ્ઞાન તેમજ અપોહન ( સંશય વગેરે દોષોનો નાશ)
થાય છે. બધા વેદો વડે હું જ જાણવાયોગ્ય છું. વેદોના તત્ત્વનો
નિર્ણય કરવાવાળો અને વેદોને જાણનાર પણ હું જ છું.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 6 February 2026

હું જ જઠરાગ્નિ થઈને અન્નને પચાવું છું


अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रित: |
प्राणापानसमायुक्त: पचाम्यन्नं चतुर्विधम् ||
भ.गी. 15.14

સર્વ પ્રાણીઓના શરીરમાં રહેવાવાળો હું જ પ્રાણ
અને અપાનથી યુક્ત વૈશ્વાનર (જઠરાગ્નિ) થઈને ચાર
પ્રકારના (ભોજ્ય,પેય, ચોષ્ય અને લેહ્ય) અન્નને પચાવું છું.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 5 February 2026

હું જ સઘળાં પ્રાણીઓને ધારણ કરું છું અને હું જ સઘળી વનસ્પતિઓને પુષ્ટ કરું છું


गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा |
पुष्णामि चौषधी: सर्वा: सोमो भूत्वा रसात्मक: ||
भ.गी. 15.13

હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સઘળાં
પ્રાણીઓને ધારણ કરું છું અને હું જ રસસ્વરૂપ
ચન્દ્રમા બનીને સઘળી વનસ્પતિઓને પુષ્ટ કરું છું.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 4 February 2026

સૂર્ય, ચંદ્રમામાં અને જે અગ્નિમાં તેજ છે એને તું મારું જ તેજ જાણ


यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् |
यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् ||
भ.गी. 15.12

સૂર્યને પ્રાપ્ત થયેલું જે તેજ આખા જગતને પ્રકાશિત
કરે છે અને જે તેજ ચંદ્રમામાં છે અને જે અગ્નિમાં છે
એને તું મારું જ તેજ જાણ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 3 February 2026

હૃદયમાં સ્થિત પરમાત્મતત્ત્વનો અનુભવ


यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितम् |
यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतस: ||
भ.गी. 15.11

યત્ન કરનારા યોગીજનો પોતાના હૃદયમાં સ્થિત
આ પરમાત્મતત્ત્વનો અનુભવ કરે છે. પરંતુ જેમણે
પોતાનું અંતઃકરણ શુદ્ધ નથી કર્યું, એવા અજ્ઞાનીજનો
યત્ન કરતા રહેવા છતાં પણ આ તત્ત્વનો અનુભવ
નથી કરી શકતા.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 2 February 2026

જીવાત્માના સ્વરૂપને કેવળ જ્ઞાનચક્ષુવાળા જ જાણે છે


उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितम् |
विमूढा नानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुष: ||
भ.गी. 15.10

શરીર છોડીને જતા અથવા બીજા શરીરમાં સ્થિત
થયેલા અથવા વિષયોને ભોગવી રહેલા પણ ત્રણેય
ગુણોથી યુક્ત જીવાત્માના સ્વરૂપને અજ્ઞાનીજનો નથી
જાણતા, કેવળ જ્ઞાનચક્ષુવાળા જ્ઞાની મનુષ્યો જ જાણે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//