Saturday, 8 November 2025

ત્યાગથી તરત જ પરમ શાન્તિ મળે છે


श्रेयो हि ज्ञानमभ्यासाज्ज्ञानाद्ध्यानं विशिष्यते |
ध्यानात्कर्मफलत्यागस्त्यागाच्छान्तिरनन्तरम् ||
भ.गी. 12.12

અભ્યાસથી શાસ્ત્ર જ્ઞાન ચઢિયાતું છે, શાસ્ત્ર જ્ઞાન
કરતાં ધ્યાન ચઢિયાતું છે અને ધ્યાન કરતાં પણ સર્વ
કર્મોના ફળની ઇચ્છાનો ત્યાગ ચઢિયાતો છે; કેમ કે
ત્યાગથી તરત જ પરમ શાન્તિ મળે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 7 November 2025

સર્વ કર્મોના ફળની ઇચ્છાનો ત્યાગ


अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रित: |
सर्वकर्मफलत्यागं तत: कुरु यतात्मवान् ||
भ.गी. 12.11

જો મારા યોગ (સમતા) ને આશ્રિત થઇને તું
અગાઉના શ્લોકમાં જણાવેલ સાધનને કરવામાં
પણ પોતાને અસમર્થ માનતો હોય, તો મન-બુદ્ધિ
આદિ વશમાં કરીને સર્વ કર્મોના ફળની ઇચ્છાનો ત્યાગ કર.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 6 November 2025

પ્રાપ્તિરૂપી સિદ્ધિને જ પામીશ


अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्मपरमो भव |
मदर्थमपि कर्माणि कुर्वन्सिद्धिमवाप्स्यसि ||
भ.गी. 12.10

જોં તું અભ્યાસ યોગ માં પણ પોતાને અસમર્થ
માનતો હોય તો કેવળ મારે અર્થે કર્મ કરવાને જ
પરાયણ થઈ જા. મારે અર્થે કર્મોને કરતો રહીને
પણ તું મારી પ્રાપ્તિરૂપી સિદ્ધિને જ પામીશ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 5 November 2025

તું મને પામવાની ઈચ્છા કર


अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् |
अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय ||
भ.गी. 12.9

જો તું મનને મારામાં અચળ ભાવે સ્થિર (અર્પણ)
કરવામાં પોતાને સમર્થ ન માનતો હોય તો હે ધનંજય!
અભ્યાસયોગ દ્વારા તું મને પામવાની ઈચ્છા કર.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 4 November 2025

મનને મારામાં સ્થિર કર


मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय |
निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशय: ||
भ.गी. 12.8

તું મારામાં મનને સ્થિર કર અને મારામાં જ
બુદ્ધિને જોડ; આ પછી તું મારામાં જ નિવાસ
કરીશ, એમાં લેશમાત્ર સંશય નથી.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 3 November 2025

મૃત્યુરુપી સંસાર- સાગરમાંથી ઉદ્ધાર કરનારો


ये तु सर्वाणि कर्माणि मयि संन्न्यस्य मत्परा: | अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ||
तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् | भवामि नचिरात्पार्थ मय्यावेशितचेतसाम् ||
भ.गी. 12.6-7

પરંતુ જે સંપૂર્ણ કર્મોને મારામાં અર્પણ કરીને અને મારે
પરાયણ થઇને અનન્ય યોગ-સંબંધથી મારું જ નિરંતર
ચિંતન કરતાં મારી ઉપાસના કરે છે- હે પાર્થ ! મારામાં
ચિત્ત પરોવનારા તે ભક્તોનો હું સત્વરે મૃત્યુરુપી સંસાર-
સાગરમાંથી ઉદ્ધાર કરનારો બની જાઉં છું.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

 

Saturday, 1 November 2025

ઘણું દુઃખ વેઠીને


क्लेशोऽधिकतरस्तेषामव्यक्तासक्तचेतसाम् ||
अव्यक्ता हि गतिर्दु:खं देहवद्भिरवाप्यते ||
भ.गी. 12.5

અવ્યક્તમાં આસક્ત ચિત્તવાળા એ સાધકોને
પોતાના સાધનમાં કષ્ટ વધારે થાય છે; કારણ કે
દેહાભિમાનીઓ વડે અવ્યક્ત - વિષયક ગતિ ઘણું
દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//