'અભય' અર્થાત્ ભયથી મુક્તિ એ ભગવત્કૃપા છે. ભૌતિક જગતમાં જો કોઈ
મનુષ્ય એકાદ કરોડ રૂપિયા ભેગા કરી લે તો તે હંમેશા ભયમાં રહે છે, કારણ
કે તે સદા વિચારે છે," મારા પૈસા જો જતા રહેશે તો હું શું કરીશ?" પરંતુ
'ભગવત્પ્રસાદ'-ભગવાનની કૃપા કદી નષ્ટ થતી નથી. તેનો આનંદ માત્ર
ભોગવવાનો હોય છે. હાનિનો પ્રશ્ન જ રહેતો નથી. મનુષ્ય કેવળ લાભ જ
મેળવે છે અને લાભનો ઉપયોગ કરે છે.
ભગવદ્દગીતા પણ આ વિશે સમર્થન કરે છે. મનુષ્ય જયારે ભગવાનનો
અનુગ્રહ મેળવે છે ત્યારે બધા દુઃખો નષ્ટ થઇ જાય છે.
//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//
0 comments:
Post a Comment