Saturday, 25 October 2025

જેવો તેં મને જોયો


नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया |
शक्य एवंविधो द्रष्टुं दृष्टवानसि मां यथा ||
भ.गी. 11.53

જેવો તેં મને જોયો છે, એવો ચતુર્ભુજરૂપધારી
હું ન તો વેદોથી, ન તપથી, ન દાનથી જોઈ
શકાઉં છું અને ન યજ્ઞથી પણ જોઈ શકાઉં છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 24 October 2025

ઘણાં દુર્લભ દર્શન


श्रीभगवानुवाच |
सुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्मम |
देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिण: ||
भ.गी. 11.52

શ્રી ભગવાન બોલ્યા - આ મારું જે ચતુર્ભુજરૂપ તેં
જોયું છે, એનાં દર્શન થવાં ઘણાં દુર્લભ છે. દેવતાઓ
પણ આ રૂપના દર્શન કરવા સદા આતુર રહે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 23 October 2025

પરમશાન્ત મનુષ્યરૂપ


अर्जुन उवाच |
दृष्ट्वेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन |
इदानीमस्मि संवृत्त: सचेता: प्रकृतिं गत: ||
भ.गी. 11.51

અર્જુન બોલ્યા-હે જનાર્દન ! આપના આ પરમશાન્ત
મનુષ્યરૂપને જોઈને હું હવે સ્થિરચિત્ત થઈ ગયો છું
અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામી ચુક્યો છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 21 October 2025

ચતુર્ભુજ રૂપ દેખાડ્યું અને અર્જુનને આશ્વાસન આપ્યું


सञ्जय उवाच |
इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा स्वकं रूपं दर्शयामास भूय: |
आश्वासयामास च भीतमेनं भूत्वा पुन: सौम्यवपुर्महात्मा ||
भ.गी. 11.50

સંજય બોલ્યા - વાસુદેવ ભગવાને અર્જુનને આ પ્રમાણે
કહીને ફરીથી એવું જ પોતાનું ચતુર્ભુજ રૂપ દેખાડ્યું અને
મહાત્મા શ્રીકૃષ્ણે પછી સૌમ્યમૂર્તિ એટલે કે દ્વિભુજ મનુષ્યરૂપ
થઈને આ ભય પામેલા અર્જુનને આશ્વાસન આપ્યું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 18 October 2025

નિર્ભય અને પ્રસન્ન મનવાળો થા


मा ते व्यथा मा च विमूढभावो दृष्ट्वा रूपं घोरमीदृङ्ममेदम् |
व्यपेतभी: प्रीतमना: पुनस्त्वं तदेव मे रूपमिदं प्रपश्य ||
भ.गी. 11.49

આ મારા આવા પ્રકારના વિકરાળ રૂપને જોઈને તને વ્યાકુળતા
ન થાઓ અને મૂઢ ભાવ પણ ન થાઓ નિર્ભય અને પ્રસન્ન મનવાળો
થઈને તું, ફરી એ જ મારા આ શંખ-ચક્ર-ગદા-પદ્મધારી ચતુર્ભુજ
રૂપને જોઈ લે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 17 October 2025

તારા કૃપાપાત્ર સિવાય બીજા કોઈને દેખાઇ શકું


न वेदयज्ञाध्ययनैर्न दानैर्न च क्रियाभिर्न तपोभिरुग्रै: |
एवंरूप: शक्य अहं नृलोके द्रष्टुं त्वदन्येन कुरुप्रवीर ||
भ.गी. 11.48

હે કુરુશ્રેષ્ઠ ! મનુષ્યલોકમાં આવા પ્રકારનો વિશ્વરૂપવાળો
હું ન વેદોના અધ્યયનથી, ન યજ્ઞોના અનુષ્ઠાનથી, ન શાસ્ત્રોના
અધ્યયનથી ન દાનથી ન કઠોર તપથી અને ન માત્ર ક્રિયાઓથી
તારા કૃપાપાત્ર સિવાય બીજા કોઈને દેખાઇ શકું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 16 October 2025

ઉત્કૃષ્ટ તેજોમય, સર્વનું આદિ અને અસીમ વિરાટ રૂપ


श्रीभगवानुवाच |
मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितमात्मयोगात् |
तेजोमयं विश्वमनन्तमाद्यं यन्मे त्वदन्येन न दृष्टपूर्वम् ||
भ.गी. 11.47

શ્રી ભગવાન બોલ્યા-હે અર્જુન ! મેં અનુગ્રહ કરીને પોતાની
યોગશક્તિના પ્રભાવે આ મારું ઉત્કૃષ્ટ તેજોમય, સર્વનું આદિ
અને અસીમ વિરાટ રૂપ તને દેખાડ્યું છે, જેને તારા સિવાય
બીજા કોઇએ પહેલાં જોયું નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//