"ધર્મ" નો સંદર્ભ ભગવાનની આજ્ઞાઓ અથવા નિયમો સાથે છે.
ભગવદ્દગીતામાં ભગવાન કહે છે કે ધર્મ એટલે ભગવાનના શરણાગત
થવું. તેથી મનુષ્યે વેદના નિયમો ને અનુસરવા જોઇએ અને ભગવાનને
શરણે જવું જોઈએ. માનવ-જીવનમાં પૂર્ણતાનું અંતિમ ધ્યેય એ જ છે.
મનુષ્યે ધર્મનિષ્ઠ જીવન જીવવું જોઈએ, ધર્મનાં નીતિનિયમોને અનુસરવા
જોઈએ, લગ્ન કરવું જોઈએ અને આધ્યાત્મિક સાક્ષાત્કારની ઉચ્ચ અવસ્થા
પામવા શાંતિપૂર્વક જીવવું જોઈએ.
//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//
0 comments:
Post a Comment