ભાગવત ની કથા એ યજ્ઞ નથી, પણ સત્ર છે. યજ્ઞ અને સત્ર
વચ્ચે ઘણો તફાવત છે. યજ્ઞમાં યજ્ઞ કરનાર જ યજમાન છે.
જયારે સત્રમાં દરેક શ્રોતા એ યજમાન છે.યજ્ઞમાં માત્ર એક
વ્યક્તિને યજ્ઞનું પૂર્ણ ફળ મળે છે.બીજાને યજ્ઞનું પૂર્ણ ફળ
મળતું નથી. યજ્ઞમાં ફળની વિષમતા છે. જ્યારે સત્રમાં-
કથામાં દરેકને સરખું ફળ મળે છે.ફળમાં સામ્ય એનું નામ
સત્ર અને ફળમાં વિષમતા તેનું નામ યજ્ઞ.કથામાં હજારો
રૂપિયા ખર્ચનારને અને જે ગરીબ થી કંઈ થઇ શકે નહિ
તે માત્ર વંદન કરે, તો તેવા ફક્ત વંદન કરનારને એમ બંનેને
સરખું ફળ મળે છે.
//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//
0 comments:
Post a Comment