Thursday, 30 April 2026

'કેવળ કર્તવ્યમાત્ર કરવું છે'


कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन |
सङ्गं त्यक्त्वा फलं चैव स त्याग: सात्त्विको मत: ||
भ.गी. 18.9

હે અર્જુન ! 'કેવળ કર્તવ્યમાત્ર કરવું છે' એવું સમજીને
જે કર્મ આસક્તિ અને ફળેચ્છાનો ત્યાગ કરીને કરવામાં
આવે છે, તે જ સાત્ત્વિક ત્યાગ માનવામાં આવે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 29 April 2026

રાજસ ત્યાગ કરીને પણ ત્યાગના ફળને નથી પામતો


दु:खमित्येव यत्कर्म कायक्लेशभयात्यजेत् |
स कृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत् ||
भ.गी. 18.8

જે કોઈ કર્મ છે તે દુઃખરૂપ જ છે - એમ માનીને
જો કોઈ માણસ શારીરિક ક્લેશના ભયથી તેનો
ત્યાગ કરી દે, તો તે રાજસ ત્યાગ કરીને પણ ત્યાગના
ફળને નથી પામતો.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 28 April 2026

નિયત કર્મનો તો ત્યાગ કરવો ઉચિત નથી


नियतस्य तु सन्न्यास: कर्मणो नोपपद्यते |
मोहात्तस्य परित्यागस्तामस: परिकीर्तित: ||
भ.गी. 18.7

નિયત કર્મનો તો ત્યાગ કરવો ઉચિત નથી.
તેનો મોહપૂર્વક ત્યાગ કરવો તામસ ત્યાગ
કહેવાયો છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 27 April 2026

નિશ્ચિત કરેલો ઉત્તમ મત


एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च |
कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् ||
भ.गी. 18.6

હે પાર્થ ! આ યજ્ઞ, દાન અને તપરૂપી કર્મોને
તેમજ બીજાં પણ કર્મોને આસક્તિ અને ફળની
ઇચ્છાનો ત્યાગ કરીને કરવા જોઈએ - આ મારો
નિશ્ચિત કરેલો ઉત્તમ મત છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 24 April 2026

ત્રણ કર્મો બુદ્ધિશાળી માણસોને પવિત્ર કરનારા છે


यज्ञदानतप:कर्म न त्याज्यं कार्यमेव तत् |
यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् ||
भ.गी. 18.5

યજ્ઞ, દાન અને તપરૂપી કર્મોનો ત્યાગ નહિ
કરવો જોઈએ, પરંતુ તેમને તો અવશ્ય કરવાં
જ જોઈએ; કેમકે યજ્ઞ, દાન અને તપ - એ ત્રણેય
કર્મો બુદ્ધિશાળી માણસોને પવિત્ર કરનારા છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 23 April 2026

ત્રણ પ્રકારનો ત્યાગ


निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तम |
त्यागो हि पुरुषव्याघ्र त्रिविध: सम्प्रकीर्तित: ||
भ.गी. 18.4

હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન ! તું સંન્યાસ અને
ત્યાગ - એ બેમાંથી પહેલાં ત્યાગ વિષે મારો નિશ્ચય
સાંભળ, કેમકે હે પુરુષશ્રેષ્ઠ ! ત્યાગ સાત્ત્વિક રાજસ અને
તામસ એવા ભેદથી ત્રણ પ્રકારનો કહેવાયો છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 22 April 2026

કામ્ય કર્મોના ત્યાગ


श्रीभगवानुवाच |
काम्यानां कर्मणां न्यासं सन्न्यासं कवयो विदु: | सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणा: ||
त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिण: | यज्ञदानतप:कर्म न त्याज्यमिति चापरे ||
भ.गी. 18.2-3

શ્રીભગવાન બોલ્યા- કેટલાક વિદ્વાનો કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ
સમજે છે, જયારે બીજા કેટલાક વિદ્વાનો સઘળાંય કર્મોના ફળને ત્યાગને
ત્યાગ કહે છે. કેટલાક વિદ્વાનો એમ કહે છે કે કર્મમાત્રનો દોષની જેમ
ત્યાગ કરવા જોઈએ અને અન્ય વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ, દાન અને
તપરૂપી કર્મોનો ત્યાગ નહિ કરવો જોઈએ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 21 April 2026

હે મહાબાહો ! હે હૃષીકેશ ! હે કેશિનિષૂદન !


अर्जुन उवाच |
सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् |
त्यागस्य च हृषीकेश पृथक्केशिनिषूदन ||
भ.गी. 18.1

અર્જુન બોલ્યા - હે મહાબાહો ! હે હૃષીકેશ !
હે કેશિનિષૂદન ! હું સંન્યાસ તેમજ ત્યાગના
તત્ત્વને જુદું-જુદું જાણવા ઈચ્છું છું.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 20 April 2026

ક્યાંય પણ સત ફળ હોતું નથી


अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् |
असदित्युच्यते पार्थ न च तत्प्रेत्य नो इह ||
भ.गी. 17.28

હે પાર્થ ! વગર શ્રદ્ધાએ કરેલો હવન દીધેલું દાન
અને આચરેલું તપ અને જે કંઈ પણ કરવામાં આવે
તે બધું 'અસત્' કહેવાય છે; તેનું ફળ ન તો આ લોકમાં
મળે છે કે ન મર્યા પછી પણ મળે છે અર્થાત્ તેનું ક્યાંય
પણ સત ફળ હોતું નથી.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 18 April 2026

'સત્' - નામનો સત્તામાત્રમાં અને શ્રેષ્ઠભાવમાં પ્રયોગ થાય છે


सद्भावे साधुभावे च सदित्येतत्प्रयुज्यते | प्रशस्ते कर्मणि तथा सच्छब्द: पार्थ युज्यते ||
यज्ञे तपसि दाने च स्थिति: सदिति चोच्यते | कर्म चैव तदर्थीयं सदित्येवाभिधीयते ||
भ.गी. 17.26-27

હે પાર્થ ! 'સત્' - એ પ્રમાણે આ પરમાત્માના નામનો સત્તામાત્રમાં
અને શ્રેષ્ઠભાવમાં પ્રયોગ થાય છે તથા પ્રશંસનીય કર્મોની સાથે 'સત્'
શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. યજ્ઞ, તથા તપ અને દાનરૂપ
ક્રિયામાં જે સ્થિતિ (નિષ્ઠા) છે, તે પણ 'સત્' એમ કહેવાય છે અને
એ પરમાત્માને નિમિત્ત કરવામાં આવનારું કર્મ પણ 'સત્' એમ કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 17 April 2026

'તત્' નામથી ઓળખાતા પરમાત્મા માટે જ આ સઘળું છે


तदित्यनभिसन्धाय फलं यज्ञतप:क्रिया: |
दानक्रियाश्च विविधा: क्रियन्ते मोक्षकाङ्क्षिभि: ||
भ.गी. 17.25

તત્ એટલે કે 'તત્' નામથી ઓળખાતા પરમાત્મા
માટે જ આ સઘળું છે - એવા ભાવ સાથે મોક્ષની
ઈચ્છા રાખનારા માણસો દ્વારા ફળની ઈચ્છા ન રાખતાં
અનેક પ્રકારની યજ્ઞ-તપરૂપી ક્રિયાઓ તેમજ દાનરૂપી
ક્રિયાઓ કરવામાં આવે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 16 April 2026

'ૐ' ઉચ્ચાર કરીને જ શરુ થાય


तस्माद् ॐ इत्युदाहृत्य यज्ञदानतप:क्रिया: |
प्रवर्तन्ते विधानोक्ता: सततं ब्रह्मवादिनाम् ||
भ.गी. 17.24

માટે વૈદિક સિદ્ધાંતને માનવાવાળા શાસ્ત્રવિધિથી
નિયત યજ્ઞ, દાન અને તપરૂપી ક્રિયાઓ સદા 'ૐ'
એ (પરમાત્માના નામનું) ઉચ્ચાર કરીને જ શરુ થાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 15 April 2026

પરમાત્માથી સૃષ્ટિના આરંભે વેદો તથા બ્રાહ્મણો અને યજ્ઞની રચના


ॐ तत्सदिति निर्देशो ब्रह्मणस्त्रिविध: स्मृत: |
ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिता: पुरा ||
भ.गी. 17.23

ૐ, તત્, સત્ - એમ આ ત્રણ પ્રકારના નામોથી
જે પરમાત્માનો નિર્દેશ કરવામાં આવ્યો છે, તે પરમાત્માથી
સૃષ્ટિના આરંભે વેદો તથા બ્રાહ્મણો અને યજ્ઞની રચના થઈ છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 14 April 2026

તામસ દાન


अदेशकाले यद्दानमपात्रेभ्यश्च दीयते |
असत्कृतमवज्ञातं तत्तामसमुदाहृतम् ||
भ.गी. 17.22

જે દાન સત્કાર વિના તથા તિરસ્કારપૂર્વક
અયોગ્ય દેશ-કાળમાં કુપાત્રને આપવામાં
આવે છે, તે દાન તામસ કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 13 April 2026

ફળ પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખ્યા પછી આપવામાં આવે તે દાન રાજસ


यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुन: |
दीयते च परिक्लिष्टं तद्दानं राजसं स्मृतम् ||
भ.गी. 17.21

પરંતુ જે દાન ક્લેશપૂર્વક તથા પ્રત્યુપકારની અપેક્ષાથી
અથવા ફળ પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખ્યા પછી આપવામાં
આવે છે, તે દાન રાજસ કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 11 April 2026

નિષ્કામ ભાવે આપવામાં આવે તે દાન સાત્ત્વિક


दातव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे |
देशे काले च पात्रे च तद्दानं सात्त्विकं स्मृतम् ||
भ.गी. 17.20

દાન આપવું કર્તવ્ય છે-એવા ભાવથી જે દાન દેશ
અને કાળ અને પાત્ર પ્રાપ્ત થતાં, પોતાના પર જેણે
ઉપકાર નથી કર્યો, અર્થાત્ નિષ્કામ ભાવે આપવામાં
આવે છે, તે દાન સાત્ત્વિક કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 10 April 2026

તામસ તપ


मूढग्राहेणात्मनो यत्पीडया क्रियते तप: |
परस्योत्सादनार्थं वा तत्तामसमुदाहृतम् ||
भ.गी. 17.19

જે તપ મુર્ખાતાપૂર્વક હઠથી, પોતાને પીડા
આપીને અથવા બીજાનું અનિષ્ટ કરવા માટે
આચરવામાં આવે છે, તે તપ તામસ કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 9 April 2026

સત્કાર, માન અને પૂજા ખાતર કરવામાં આવે તે તપ રાજસ


सत्कारमानपूजार्थं तपो दम्भेन चैव यत् |
क्रियते तदिह प्रोक्तं राजसं चलमध्रुवम् ||
भ.गी. 17.18

જે તપ સત્કાર, માન અને પૂજા ખાતર તથા
પાખંડથી (દેખાડવાના ભાવથી) પણ કરવામાં
આવે છે, તે આ લોકમાં અનિશ્ચિત અને નાશવાન
ફળ આપનારું તપ રાજસ કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 8 April 2026

ત્રણ પ્રકારના સાત્ત્વિક તપ


श्रद्धया परया तप्तं तपस्तत्त्रिविधं नरै: |
अफलाकाङ्क्षिभिर्युक्तै: सात्त्विकं परिचक्षते ||
भ.गी. 17.17

પરમ શ્રદ્ધાથી યુક્ત ફળની ઈચ્છા રહિત મનુષ્યો
દ્વારા જે શરીર, વાણી અને મન એમ ત્રણ પ્રકારના
તપ કરવામાં આવે છે, તેને સાત્ત્વિક તપ કહે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 7 April 2026

મનનું તપ કહેવાય


मन: प्रसाद: सौम्यत्वं मौनमात्मविनिग्रह: |
भावसंशुद्धिरित्येतत्तपो मानसमुच्यते ||
भ.गी. 17.16

મનની પ્રસન્નતા, શાન્તભાવ, મનનશીલતા,
મનનો નિગ્રહ અને ભાવોની સારી પેઠે પવિત્રતા
આવા પ્રકારનું આ મનનું તપ કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 6 April 2026

વાણી સંબંધી તપ


अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् |
स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते ||
भ.गी. 17.15

જે કોઈને પણ દુઃખી ન કરનારી, સત્ય અને
પ્રિય તથા હિતકારક વાણી છે, તે તથા સ્વાધ્યાય
અને અભ્યાસ ( નામ-જપ વગેરે ) પણ વાણી સંબંધી
તપ કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 2 April 2026

શરીર-સંબંધી તપ


देवद्विजगुरुप्राज्ञपूजनं शौचमार्जवम् |
ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते ||
भ.गी. 17.14

દેવો, બ્રાહ્મણો, ગુરુજનો અને જીવનમુક્ત મહાપુરુષોનું
યથાયોગ્ય પૂજન કરવું. પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્યનું
પાલન કરવું. અને હિંસા ન કરવી આ શરીર-સંબંધી
તપ કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 1 April 2026

શાસ્ત્રવિધિ, અન્નદાન, મંત્રો, દક્ષિણા અને શ્રદ્ધા વિના તામસ યજ્ઞ


विधिहीनमसृष्टान्नं मन्त्रहीनमदक्षिणम् |
श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्षते ||
भ.गी. 17.13

શાસ્ત્રવિધિ વિના, અન્નદાન વિના, મંત્રો
વિના, દક્ષિણા વિના અને શ્રદ્ધા વિના કરવામાં
આવેલા યજ્ઞને તામસ યજ્ઞ કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//