Sunday, 31 May 2026

તામસી ધૃતિ


यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च |
न विमुञ्चति दुर्मेधा धृति: सा पार्थ तामसी ||
भ.गी. 18.35

હે પૃથાપુત્ર ! દુષ્ટબુદ્ધિનો માણસ જે ધૃતિ દ્વારા
ધારણશક્તિ દ્વારા નિદ્રા, ભય, ચિંતા અને દુઃખને
તથા ઘમંડને પણ નથી છોડતો, પણ પકડી રાખે
છે, તે ધૃતિ તામસી છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 30 May 2026

રાજસી ધૃતિ

 


यया तु धर्मकामार्थान्धृत्या धारयतेऽर्जुन |
प्रसङ्गेन फलाकाङ् क्षी धृति: सा पार्थ राजसी ||
भ.गी. 18.34

પરંતુ હે પૃથપુત્ર અર્જુન ! ફળની લાલસા રાખનાર
માણસ જે ધૃતિ દ્વારા ધર્મ, કામ (ભોગ) અને ધનને
ઘણી આસક્તિપૂર્વક ધારણ કરે છે, તે ધૃતિ રાજસી છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 29 May 2026

સાત્ત્વિકી ધૃતિ


धृत्या यया धारयते मन:प्राणेन्द्रियक्रिया: |
योगेनाव्यभिचारिण्या धृति: सा पार्थ सात्त्विकी ||
भ.गी. 18.33

હે પૃથાપુત્ર ! જે અવ્યભિચારિણી ધૃતિ દ્વારા મનુષ્ય
ધ્યાનયોગથી યુક્ત મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને
ધારણ કરે છે અર્થાત્ સંયમ રાખે છે, તે ધૃતિ સાત્ત્વિકી છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 28 May 2026

તામસી બુદ્ધિ


अधर्मं धर्ममिति या मन्यते तमसावृता |
सर्वार्थान्विपरीतांश्च बुद्धि: सा पार्थ तामसी ||
भ.गी. 18.32

હે પાર્થ ! તમોગુણથી ઘેરાયેલી જે બુદ્ધિ અધર્મને
ધર્મ છે, એવું માની લે છે તથા સઘળા પદાર્થોને
અવળા માની લે છે, તે બુદ્ધિ તામસી છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 27 May 2026

રાજસી બુદ્ધિ


यया धर्ममधर्मं च कार्यं चाकार्यमेव च |
अयथावत्प्रजानाति बुद्धि: सा पार्थ राजसी ||
भ.गी. 18.31

હે પાર્થ ! મનુષ્ય જેના દ્વારા ધર્મ અને અધર્મને
તથા કર્તવ્ય અને અકર્તવ્યણે પણ યથાર્થપણે નથી
જાણી શકતો, તે બુદ્ધિ રાજસી છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 26 May 2026

સાત્ત્વિકી બુદ્ધિ


प्रवृत्तिंच निवृत्तिं च कार्याकार्ये भयाभये |
बन्धं मोक्षं च या वेत्तिबुद्धि: सा पार्थ सात्त्विकी ||
भ.गी. 18.30

હે પૃથાનંદન ! જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિમાર્ગને,
કર્તવ્ય તેમજ અકર્તવ્યને, ભય અને અભયને તથા
બંધન અને મોક્ષને યથાર્થપણે જાણે છે, તે બુદ્ધિ
સાત્ત્વિકી છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 25 May 2026

ગુણો તેમજ ધૃતિનો ત્રણ પ્રકારનો ભેદ


बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु |
प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय ||
भ.गी. 18.29

હે ધનંજય ! હવે તું ગુણો અનુસાર બુદ્ધિ તેમજ
ધૃતિનો પણ ત્રણ પ્રકારનો ભેદ અલગ-અલગ રૂપે
સાંભળ, જે મારા દ્વારા પૂર્ણરૂપે કહેવામાં આવી રહ્યા છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 23 May 2026

તામસ કર્તા


अयुक्त: प्राकृत: स्तब्ध: शठो नैष्कृतिकोऽलस: |
विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते ||
भ.गी. 18.28

જે કર્તા અસાવધાન, અશિક્ષિત, ઘમંડી, જિદ્દી,
ઉપકાર કરનારનો અપકાર કરવાવાળો, શોક કરનાર,
આળસુ અને દીર્ઘસૂત્રી છે, એ તામસ કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 22 May 2026

રાજસ કર્તા


रागी कर्मफलप्रेप्सुर्लुब्धो हिंसात्मकोऽशुचि: |
हर्षशोकान्वित: कर्ता राजस: परिकीर्तित: ||
भ.गी. 18.27

જે કર્તા રાગી, કર્મોનાં ફળની ઇચ્છાવાળો, લોભી,
હિંસાના સ્વભાવવાળો, અશુદ્ધ તેમજ હરખ-શોકથી
યુક્ત છે, એ રાજસ કહેવાયો છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 21 May 2026

સાત્ત્વિક કર્તા


मुक्तसङ्गोऽनहंवादी धृत्युत्साहसमन्वित: |
सिद्ध्यसिद्ध्योर्निर्विकार: कर्ता सात्त्विक उच्यते ||
भ.गी. 18.26

જે કર્તા રાગ રહિત, કર્તૃત્વાભિમાનથી રહિત ધૈર્ય
અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યની સિદ્ધિ કે અસિધ્ધિમાં
હરખ-શોક આદિ વિકારોથી રહિત છે, એ સાત્ત્વિક કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 20 May 2026

તામસ કર્મ


अनुबन्धं क्षयं हिंसामनपेक्ष्य च पौरुषम् |
मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते ||
भ.गी. 18.25

જે કર્મનો પરિણામ, હાનિ, હિંસા અને
સામર્થ્યને ધ્યાનમાં લીધા વિના, મોહપૂર્વક
આરંભ કરવામાં આવે છે, એ કર્મ તામસ
કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 19 May 2026

રાજસ કર્મ


यत्तुकामेप्सुना कर्म साहङ्कारेण वा पुन: |
क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम् ||
भ.गी. 18.24

પરંતુ જે કર્મ ભોગોની ઈચ્છાથી અથવા
અહંકારથી અને પરિશ્રમપૂર્વક કરવામાં
આવે છે, તે રાજસ કહેવામાં આવ્યું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 18 May 2026

સાત્ત્વિક કર્મ


नियतं सङ्गरहितमरागद्वेषत: कृतम् |
अफलप्रेप्सुना कर्म यतत्सात्त्विकमुच्यते ||
भ.गी. 18.23

જે કર્મ શાસ્ત્રવિધિથી નિયત થયેલું હોય અને
કર્તાપણાના અભિમાનથી રહિત હોય તેમજ
ફળની લાલસા વિનાના માણસ વડે રાગ-દ્વેષ
વિના કરવામાં આવ્યું હોય - તે કર્મ સાત્ત્વિક
કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 16 May 2026

હેતુરહિત, વાસ્તવિક જ્ઞાનથી રહિત તેમજ તુચ્છ તામસ જ્ઞાન


यत्तु कृत्स्नवदेकस्मिन्कार्ये सक्तमहैतुकम् |
अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम् ||
भ.गी. 18.22

પરંતુ જે જ્ઞાન અર્થાત્ જે જ્ઞાન દ્વારા મનુષ્ય
એકલા કાર્યરૂપ શરીરમાં જ સંપૂર્ણની જેમ
આસક્ત રહે છે તથા જે હેતુરહિત, વાસ્તવિક
જ્ઞાનથી રહિત તેમજ તુચ્છ છે, તે તામસ કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 13 May 2026

તે જ્ઞાનને તું રાજસ જાણ

 


पृथक्त्वेन तु यज्ज्ञानं नानाभावान्पृथग्विधान् |
वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् ||
भ.गी. 18.21

પરંતુ જે જ્ઞાન એટલે કે જે જ્ઞાન દ્વારા મનુષ્ય
સંપૂર્ણ પ્રાણીઓમાં જુદા-જુદા રૂપે અનેક ભાવોને
જુદા-જુદા રૂપે જાણે છે, તે જ્ઞાનને તું રાજસ જાણ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 12 May 2026

સાત્ત્વિક જ્ઞાન


सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते |
अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्त्विकम् ||
भ.गी. 18.20

જે જ્ઞાનથી સાધક ભિન્ન-ભિન્ન સઘળાં પ્રાણીઓમાં
અવિભાજિતરૂપે એક અવિનાશી ભાવ (સત્તા) ને
જુએ છે, તે જ્ઞાનને તું સાત્ત્વિક જાણ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 11 May 2026

જ્ઞાન અને કર્મ તથા કર્તા


ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदत: |
प्रोच्यते गुणसङ् ख्याने यथावच्छृणु तान्यपि ||
भ.गी. 18.19

ગુણોનું વિવેચન કરવાવાળા શાસ્ત્રોમાં ગુણોના
ભેદથી જ્ઞાન અને કર્મ તથા કર્તા ત્રણ - ત્રણ
પ્રકારે જ કહેવાય છે, એમને પણ તું મારી પાસેથી
સારી પેઠે સાંભળ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 9 May 2026

ત્રણ પ્રકારથી કર્મસંગ્રહ


ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्मचोदना |
करणं कर्म कर्तेति त्रिविध: कर्मसंग्रह: ||
भ.गी. 18.18

જ્ઞાન, જ્ઞેય અને અને પારીજ્ઞાતા આ ત્રણ પ્રકારથી
કર્મમાં પ્રેરણા થાય છે તથા કરણ, કર્મ તેમજ કર્તા - આ ત્રણ 
પ્રકારથી કર્મસંગ્રહ થાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 8 May 2026

નથી હણતો કે નથી બંધાતો


यस्य नाहङ् कृतो भावो बुद्धिर्यस्य न लिप्यते |
हत्वाऽपि स इमाँल्लोकान्न हन्ति न निबध्यते ||
भ.गी. 18.17

જે માણસનો હું કર્તા છું એવો ભાવ નથી તેમજ
જેની બુદ્ધિ લેપાતી નથી, તે (યુદ્ધમાં) આ બધા
લોકોને હણીને પણ વાસ્તવમાં નથી હણતો કે
નથી બંધાતો.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 7 May 2026

કર્મોના વિષયમાં કેવળ શુદ્ધ આત્માને કર્તા જુવે


शरीरवाङ्मनोभिर्यत्कर्म प्रारभते नर: | न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतव: ||
तत्रैवं सति कर्तारमात्मानं केवलं तु य: | पश्यत्यकृतबुद्धित्वान्न स पश्यति दुर्मति: ||
भ.गी. 18.15-16

મનુષ્ય મન, વાણી અને શરીરથી શાસ્ત્રને અનુકૂળ અથવા
શાસ્ત્ર વિરુદ્ધ જે કંઈ પણ કર્મ આરંભ કરે છે એનાં આ (પૂર્વોક્ત)
પાંચ કારણો હોય છે. પરંતુ આવા પાંચ હેતુઓ હોવા છતાં પણ
જે માણસ તે કર્મોના વિષયમાં કેવળ શુદ્ધ આત્માને કર્તા જુવે છે,
તે મલિન બુદ્ધિનો ખરું નથી જોતો; કેમ કે તેની બુદ્ધિ શુદ્ધ નથી
અર્થાત્ તેણે વિવેકને મહત્ત્વ આપ્યું નથી.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 6 May 2026

ક્રિયાના પાંચ પરિબળો


अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् |
विविधाश्च पृथक्चेष्टा दैवं चैवात्र पञ्चमम् ||
भ.गी. 18.14

શરીર, કર્તા (આત્મા), વિવિધ ઇન્દ્રિયો,
અનેક પ્રકારના પ્રયત્નો અને દૈવી ભવિષ્ય-
આ ક્રિયાના પાંચ પરિબળો છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 5 May 2026

સાંખ્યશાસ્ત્ર-કર્મોનો અંત કરવાવાળા


पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे |
साङ् ख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् ||
भ.गी. 18.13

હે મહાબાહો ! કર્મોનો અંત કરવાવાળા સાંખ્યશાસ્ત્રમાં
સર્વ કર્મોની સિદ્ધિ માટે આ પાંચ કારણો કહેવાય છે
તેમને તું મારી પાસેથી સારી રીતે જાણી લે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 4 May 2026

ક્યાંય પણ કર્મોનું ફળ હોતું નથી


अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मण: फलम् |
भवत्यत्यागिनां प्रेत्य न तु सन्न्यासिनां क्वचित् ||
भ.गी. 18.12

કર્મફળનો ત્યાગ ન કરનારાં માણસોના કર્મોનું
ઇષ્ટ, અનિષ્ટ, અને મિશ્ર એવું ત્રણ પ્રકારનું ફળ
મર્યા પછી પણ થાય છે; પરંતુ કર્મફળનો ત્યાગ
કરી દેનારાં માણસો માટે ક્યાંય પણ કર્મોનું ફળ
હોતું નથી.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 2 May 2026

કર્મફળનો ત્યાગ કરે એ જ ત્યાગી


न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषत: |
यस्तु कर्मफलत्यागी स त्यागीत्यभिधीयते ||
भ.गी. 18.11

કારણ કે શરીરધારી માણસ દ્વારા સંપૂર્ણ કર્મોનો
ત્યાગ કરવો શક્ય નથી. માટે જ કર્મફળનો ત્યાગ
કરે છે, એ જ ત્યાગી છે - એમ કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 1 May 2026

ત્યાગી, બુદ્ધિમાન, સંશય વિનાનો અને પોતાના સ્વરૂપમાં સ્થિત


न द्वेष्ट्यकुशलं कर्म कुशले नानुषज्जते |
त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्नसंशय: ||
भ.गी. 18.10

જે અપ્રિય કર્મથી દ્વેષ નથી કરતો અને કુશળ
કર્મમાં આસક્ત નથી થતો, તે ત્યાગી, બુદ્ધિમાન,
સંશય વિનાનો અને પોતાના સ્વરૂપમાં સ્થિત છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//