Tuesday, 31 March 2026

ફળની ઈચ્છાથી જ કરવામાં આવે તે યજ્ઞ રાજસ


अभिसन्धाय तु फलं दम्भार्थमपि चैव यत् |
इज्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धि राजसम् ||
भ.गी. 17.12

પરંતુ હે ભરતશ્રેષ્ઠ અર્જુન ! જે ફળની ઈચ્છાથી
જ કરવામાં આવે છે અથવા દંભ એટલે કે દેખાવા
માટે પણ કરવામાં આવે છે, તે યજ્ઞને તું રાજસ સમજ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 30 March 2026

યજ્ઞ કરવો એજ કર્તવ્ય છે


अफलाकाङ्क्षिभिर्यज्ञो विधिदृष्टो य इज्यते |
यष्टव्यमेवेति मन: समाधाय स सात्त्विक: ||
भ.गी. 17.11

યજ્ઞ કરવો એજ કર્તવ્ય છે - આ પ્રમાણે મનને
સંતુષ્ટ કરીને ફળની ઈચ્છા રહિત મનુષ્ય દ્વારા જે
શાસ્ત્રવિધિથી નિયત યજ્ઞ કરવામાં આવે છે, તે
સાત્ત્વિક છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे// 

Saturday, 28 March 2026

તામસી માણસને પ્રિય ભોજન


यातयामं गतरसं पूति पर्युषितं च यत् |
उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम् ||
भ.गी. 17.10

જે ભોજન અડધું ચઢેલું અને ઉતરી ગયેલું રસ
વિનાનું દુર્ગંધી યુક્ત વાસી અને એઠું છે, તથા
જે બહુ અપવિત્ર (માંસ વગેરે) પણ છે, તે તામસી
માણસને પ્રિય હોય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 27 March 2026

રાજસ મનુષ્યને પ્રિય આહાર


कट्वम्ललवणात्युष्णतीक्ष्णरूक्षविदाहिन: |
आहारा राजसस्येष्टा दु:खशोकामयप्रदा: ||
भ.गी. 17.9

 

Thursday, 26 March 2026

સાત્ત્વિક મનુષ્યોને પ્રિય ભોજન પદાર્થો


आयु:सत्त्वबलारोग्यसुखप्रीतिविवर्धना: |
रस्या: स्निग्धा: स्थिरा हृद्या आहारा: सात्त्विकप्रिया: ||
भ.गी. 17.8

આયુ, સત્ત્વગુણ બળ, આરોગ્ય, સુખ, અને પ્રસન્નતા
વધારનારા, સ્થિર રહેવાવાળા, હૃદયને શક્તિપ્રદ, રસયુકત
તથા ચીકણા આહાર અથવા ભોજન કરવાના પદાર્થો
સાત્ત્વિક મનુષ્યોને પ્રિય હોય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 24 March 2026

ત્રણ પ્રકારનાં યજ્ઞ, તપ અને દાન


आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रिय: |
यज्ञस्तपस्तथा दानं तेषां भेदमिमं शृणु ||
भ.गी. 17.7

ભોજન પણ સૌને ત્રણ પ્રકારનું પ્રિય હોય છે
અને એ જ રીતે યજ્ઞ, તપ અને દાન પણ ત્રણ
ત્રણ પ્રકારનાં હોય છે અર્થાત્ શાસ્ત્રીય કર્મોમાં
પણ ગુણોની દ્રષ્ટિએ ત્રણ પ્રકારની રુચિ હોય છે.
તું તેમના આ ભેદને સાંભળ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 23 March 2026

શાસ્ત્રવિધિ વિનાનું કરે તે આસુરી સંપત્તિવાળા


अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जना: | दम्भाहङ्कारसंयुक्ता: कामरागबलान्विता: ||
कर्षयन्त: शरीरस्थं भूतग्राममचेतस: | मां चैवान्त:शरीरस्थं तान्विद्ध्यासुरनिश्चयान् ||
भ.गी. 17.5-6

જે માણસો શાસ્ત્રવિધિ વિનાનું ઘોર તપ કરે છે; જે દંભ અને
અહંકારથી ભરેલા છે જે ભોગ-પદાર્થો, આસક્તિ અને હઠાગ્રહી
છે; જે શરીરમાં સ્થિત પાંચ ભૂતો અર્થાત્ પંચમહાભૂતના શરીરને
અને અન્તઃકરણમાં રહેલા મુજ પરમાત્માને પણ કૃશ કરનારા છે,
તે અજ્ઞાનીઓને તું આસુરી સંપત્તિવાળા જાણ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 21 March 2026

સાત્ત્વિક માણસો દેવોને પૂજે છે


यजन्ते सात्त्विका देवान्यक्षरक्षांसि राजसा: |
प्रेतान्भूतगणांश्चान्ये यजन्ते तामसा जना: ||
भ.गी. 17.4

સાત્ત્વિક માણસો દેવોને પૂજે છે, રાજસી માણસો
યક્ષ અને રાક્ષસોને તથા બીજા જે તામસી માણસો
છે, તેઓ પ્રેતો અને ભૂતગણોને પૂજે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 20 March 2026

જે જેવી શ્રદ્ધાવાળો છે, તે જ તેનું સ્વરૂપ છે


सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत |
श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्ध: स एव स: ||
भ.गी. 17.3

હે ભારત ! બધા માણસોની શ્રદ્ધા એમના અન્તઃકરણને
અનુરૂપ હોય છે. આ પુરુષ શ્રદ્ધામય છે. માટે જે જેવી
શ્રદ્ધાવાળો છે, તે જ તેનું સ્વરૂપ છે અર્થાત્ તે જ તેની
નિષ્ઠા એટલે કે સ્થિતિ છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 19 March 2026

ત્રણ પ્રકારની શ્રદ્ધા


श्रीभगवानुवाच |
त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा |
सात्त्विकी राजसी चैव तामसी चेति तां शृणु ||
भ.गी. 17.2

શ્રીભગવાન બોલ્યા : માણસોની તે સ્વભાવમાંથી જન્મેલી
શ્રદ્ધા સાત્ત્વિકી અને રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની
જ હોય છે; એને તું મારી પાસેથી સાંભળ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 18 March 2026

જે દેવો વગેરેને પૂજે છે તેમની નિષ્ઠા કઈ


अर्जुन उवाच |
ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विता: |
तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तम: ||
भ.गी. 17.1

અર્જુન બોલ્યા: હે કૃષ્ણ ! જે માણસો શાસ્ત્રવિધિનો
શ્રદ્ધાપૂર્વક દેવો વગેરેને પૂજે છે તેમની નિષ્ઠા પછી
કઈ ગણાય ? સાત્ત્વિકી, રાજસી કે તામસી ?

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 17 March 2026

કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે


तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ |
ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि ||
भ.गी. 16.24

આથી તારા માટે કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં
શાસ્ત્ર જ પ્રમાણ છે, એમ જાણીને તું આ લોકમાં શાસ્ત્રવિધિ
પ્રમાણે નિયત થયેલું કર્તવ્ય કર્મ કરવા યોગ્ય છે અર્થાત્ તારે
શાસ્ત્ર વિધિ પ્રમાણે કર્તવ્ય કર્મ કરવા જોઈએ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 16 March 2026

શાસ્ત્રવિધિને છોડીને મનમાન્યું આચરણ કરે


य: शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारत: |
न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् ||
भ.गी. 16.23

જે માણસ શાસ્ત્રવિધિને છોડીને પોતાની ઈચ્છા પ્રમાણે
મનમાન્યું આચરણ કરે છે, તે ન તો સિદ્ધિ શુદ્ધિને, ન
સુખને, ન પરમ ગતિને પામે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 14 March 2026

કામ, ક્રોધ અને લોભથી છૂટેલો પોતાના કલ્યાણનું આચરણ કરે છે


एतैर्विमुक्त: कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नर: |
आचरत्यात्मन: श्रेयस्ततो याति परां गतिम् ||
भ.गी. 16.22

હે કુન્તીપુત્ર ! કામ, ક્રોધ અને લોભ આ ત્રણેય નરકનાં
દ્વારોથી છૂટેલો માણસ પોતાના કલ્યાણનું આચરણ કરે
છે. તેનાથી તે પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 13 March 2026

કામ, ક્રોધ તથા લોભ આ નરકનાં દ્વાર જીવાત્માનું પતન કરનારાં છે


त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मन: |
काम: क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत् ||
भ.गी. 16.21

કામ, ક્રોધ તથા લોભ આ ત્રણ જાતનાં નરકનાં દ્વાર
જીવાત્માનું પતન કરનારાં છે, માટે આ ત્રણેયને ત્યજી
દેવા જોઈએ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 12 March 2026

મને પામ્યા વિના જ જનમોજનમ આસુરી યોનિને પામે છે


तानहं द्विषत: क्रूरान्संसारेषु नराधमान् | क्षिपाम्यजस्रमशुभानासुरीष्वेव योनिषु ||
आसुरीं योनिमापन्ना मूढा जन्मनि जन्मनि | मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् ||
भ.गी. 16.19-20

તે દ્વેષ કરનારા, ક્રૂર સ્વભાવવાળા અને નરાધમોને પાપાચારીઓને
હું સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં જ નાખું છું.
હે કુંતીનંદન ! તે મુર્ખાઓ મને પામ્યા વિના જ જનમોજનમ આસુરી
યોનિને પામે છે, પછી એનાથીય ઘણી નીચ ગતિને અર્થાત્ ભયંકર
નરકોમાં જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 11 March 2026

અંતર્યામીનો દ્વેષ કરે અને બીજાઓના ગુણોમાં દોષ દ્રષ્ટિ રાખે


अहङ्कारं बलं दर्पं कामं क्रोधं च संश्रिता: |
मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयका: ||
भ.गी. 16.18

આસુરી મનુષ્યો અહંકાર, હઠ, ઘમંડ, કામના અને
ક્રોધ આદિનો આશ્રય લેવાવાળા પોતાના તેમજ બીજાના
શરીરમાં રહેલા મુજ અંતર્યામીનો દ્વેષ કરે છે તથા મારા અને
બીજાઓના ગુણોમાં દોષ દ્રષ્ટિ રાખે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 10 March 2026

પોતાને જ અતિ શ્રેષ્ઠ માનનારા ઘમંડી માણસો


आत्मसम्भाविता: स्तब्धा धनमानमदान्विता: |
यजन्ते नामयज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् ||
भ.गी. 16.17

પોતે પોતાને જ અતિ શ્રેષ્ઠ માનનારા ઘમંડી માણસો
તથા ધન અને માનના મદથી ચૂર રહેનારા તે મનુષ્યો
દંભથી અવિધિપૂર્વક નામમાત્રના યજ્ઞો વડે યજન કરે છે.

// हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 9 March 2026

પદાર્થો અને ભોગોમાં અત્યંત આસક્ત


अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृता: |
प्रसक्ता: कामभोगेषु पतन्ति नरकेऽशुचौ ||
भ.गी. 16.16

કામનાઓથી અનેક રીતે ભ્રમિત ચિત્તવાળા મોહરૂપી
જાળમાં સારી રીતે ફસાયેલા તથા પદાર્થો અને ભોગોમાં
અત્યંત આસક્ત રહેનારા મનુષ્યો ભયંકર નરકોમાં પડે છે.

// हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 7 March 2026

અજ્ઞાનને કારણે મોહિત રહેનારા


आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया |
यक्ष्ये दास्यामि मोदिष्य इत्यज्ञानविमोहिता: ||
भ.गी. 16.15


આસુરી સ્વભાવ વાળી વ્યક્તિ: અમે, બહુ ધનવાન
છીએ, મોટું કુટુંબ તથા કુળ ધરાવનારા છીએ. અમારા
જેવો બીજો કોણ છે ? અમે ઘણા યજ્ઞો કરીશું, દાન દઈશું
અને મોજ-મજા કરીશું આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનારા છે.


//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 6 March 2026

અમે ઈશ્વર, ભોગવનારા, સિદ્ધ, ખુબ બળવાન અને સુખી છીએ


असौ मया हत: शत्रुर्हनिष्ये चापरानपि |
ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान्सुखी ||
भ.गी. 16.14

આસુરી સ્વભાવ વાળી વ્યક્તિ : પેલો શત્રુ તો મારા
વડે હણાયો અને પેલા બીજા શત્રુઓને પણ અમે હણી
નાખીશું. અમે ઈશ્વર છીએ અમે ભોગવનારા છીએ સિદ્ધ
છીએ. અમે ખુબ બળવાન અને સુખી છીએ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 5 March 2026

મનોરથો કર્યા કરે છે


इदमद्य मया लब्धमिमं प्राप्स्ये मनोरथम् |
इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् ||
भ.गी. 16.13

આસુરી સ્વભાવ વાળી વ્યક્તિઓ આ પ્રકારના
મનોરથો કર્યા કરે છે કે આટલી વસ્તુઓ તો મેં આજે
મેળવી લીધી અને હવે આ મનોરથને પૂરો કરીશ. આટલું
ધન તો મારી પાસે છે જ, આટલું ધન હજી પણ થઈ જશે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//