Monday, 30 June 2025

અનિત્ય અને સુખ વિનાનું મનુષ્ય- શરીર


किं पुनर्ब्राह्मणा: पुण्या भक्ता राजर्षयस्तथा |
अनित्यमसुखं लोकमिमं प्राप्य भजस्व माम् ||
भ.गी. 9.33

જે પવિત્ર આચરણ કરવાવાળા બ્રાહ્મણો તથા
ઋષિસ્વરૂપ ક્ષત્રિયો ભગવાનના ભક્તો હોય,
તે પરમગતીને પામે એમાં તો કહેવું જ શું ?
આથી આ અનિત્ય અને સુખ વિનાનું મનુષ્ય-
શરીરને પામીને તું મારું ભજન કર.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 28 June 2025

નિઃસંદેહ પરમ ગતિને પામે છે


मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्यु: पापयोनय: |
स्त्रियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यान्ति परां गतिम् ||
भ.गी. 9.32

હે પૃથાનંદન ! જે કોઈ પણ પાપયોનિવાળા હોય તથા
જે પણ સ્ત્રીઓ, વૈશ્યો, તથા શુદ્રો હોય, તેઓ પણ મારે
સર્વથા મારા થઈને નિઃસંદેહ પરમ ગતિને પામે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 27 June 2025

મારા કોઈ ભક્તનું ક્યારેય પતન નથી થતું


क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति |
कौन्तेय प्रतिजानीहि न मे भक्त: प्रणश्यति ||
भ.गी. 9.31

એ સત્વરે એટલે કે એજ ક્ષણે ધર્માત્મા થઇ જાય
છે અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે. હે
કુંતીનંદન ! તું હિંમતભેર ઘોષણા કર કે મારા કોઈ
ભક્તનું ક્યારેય પતન નથી થતું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 26 June 2025

સાધુ જ માનવાયોગ્ય


अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक् |
साधुरेव स मन्तव्य: सम्यग्व्यवसितो हि स: ||
भ.गी. 9.30

જો કોઈ અત્યંત દુરાચારી પણ અનન્ય ભક્ત
બનીને મને ભજે છે, તો તેને સાધુ જ માનવાયોગ્ય
છે; કેમકે તેણે ખુબ સારી રીતે દ્રઢ નિશ્ચય કરી લીધો છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 25 June 2025

ન તો કોઈ મને અપ્રિય છે અને ન કોઈ પ્રિય છે


समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रिय: |
ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् ||
भ.गी. 9.29

હું સઘળાં પ્રાણીઓમાં સમાન છું, તે પ્રાણીઓમાં ન
તો કોઈ મને અપ્રિય છે અને ન કોઈ પ્રિય છે. છતાં
પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે, તેઓ મારામાં છે
અને હું પણ એમનામાં પ્રત્યક્ષરૂપે પ્રગટ છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 24 June 2025

સર્વથી સર્વથા મુક્ત થયેલો તું મને જ પ્રાપ્ત થઈશ


शुभाशुभफलैरेवं मोक्ष्यसे कर्मबन्धनै: |
संन्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि ||
भ.गी. 9.28

આ પ્રમાણે મને અર્પણ કરવાથી કર્મબંધનથી અને
શુભ એટલે કે વિહિત અશુભ એટલે કે નિષિદ્ધ સંપૂર્ણ
કર્મફળથી તું છૂટી જઈશ. આમ પોતાના સહિત સર્વ
કાંઈ મને અર્પણ કરવાવાળો અને સર્વથી સર્વથા મુક્ત
થયેલો તું મને જ પ્રાપ્ત થઈશ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 23 June 2025

સઘળું મને અર્પણ કરી દે


यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् |
यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् ||
भ.गी. 9.27

હે કૌન્તેય ! તું જે કંઈ કર્મ કરે છે, જે કંઈ
ખાય છે, જે કંઈ યજ્ઞ દ્વારા હોમે છે, જે કંઈ
દાન કરે છે તથા જે કંઈ તપ કરે છે, એ સઘળું
મને અર્પણ કરી દે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//