Saturday, 30 November 2024

બધી પ્રકારના સંગ્રહનો પરિત્યાગ


निराशीर्यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रह: |
शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ||
भा.गी. 4.21

જેણે શરીર અને અંતઃકરણ સારી રીતે વશમાં
કરેલું છે, જેણે બધી પ્રકારના સંગ્રહનો પરિત્યાગ
કરી દીધો છે એવો ઈચ્છા રહિત કર્મયોગી કેવળ
શરીર-સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને
નથી પામતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 29 November 2024

આશ્રયથી રહિત તથા સદાય તૃપ્ત


त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रय: |
कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित्करोति स: ||
भा.गी. 4.20

જે કર્મો તેમજ ફળની આસક્તિનો ત્યાગ કરીને
આશ્રયથી રહિત તથા સદાય તૃપ્ત છે, તે કર્મોમાં
સારી રીતે વર્તતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ
જ નથી કરતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 28 November 2024

કામના કે સંકલ્પ વિનાના કર્મો


यस्य सर्वे समारम्भा: कामसङ्कल्पवर्जिता: |
ज्ञानाग्निदग्धकर्माणं तमाहु: पण्डितं बुधा: ||
भा.गी. 4.19

જેનાં સંપૂર્ણ કર્મો નો આરંભ કામના કે સંકલ્પ વિનાના
છે તથા જેનાં બધાંય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી
ગયા છે, તે મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 27 November 2024

સઘળા મનુષ્યોમાં બુદ્ધિશાળી


कर्मण्यकर्म य: पश्येदकर्मणि च कर्म य: |
स बुद्धिमान्मनुष्येषु स युक्त: कृत्स्नकर्मकृत् ||
भा.गी. 4.18

જે મનુષ્ય કર્મમાં અકર્મ જુએ છે અને
જે અકર્મમાં કર્મ જુએ છે, તે સઘળા
મનુષ્યોમાં બુદ્ધિશાળી છે, તે યોગી છે
અને સમસ્ત કર્મો કરનારો કૃતકૃત્ય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//8

Tuesday, 26 November 2024

કર્મની ગતિ અતિ ગહન છે


कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मण: |
अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गति: ||
भा.गी. 4.17

કર્મોનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને
અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ તેમજ
વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ; કેમ કે
કર્મની ગતિ અતિ ગહન છે અર્થાત્ સમજવી
બહુ કઠણ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 25 November 2024

બુદ્ધિશાળી પણ મોહિત થઈ જાય છે


किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिता: |
तत्ते कर्म प्रवक्ष्यामि यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ||
भा.गी. 4.16

કર્મ શું છે અને અકર્મ શું છે-એ પ્રમાણે આ વિષયમાં
બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે માટે તે
કર્મ-તત્ત્વ હું તને સમ્યક્ રીતે કહીશ, જેને જાણીને તું
અશુભથી એટલે કે કર્મબંધનમાંથી મુક્ત થઈ જઈશ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Saturday, 23 November 2024

મુમુક્ષુઓએ પણ આ પ્રમાણે કર્મો કર્યાં છે



 



एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभि: |
कुरु कर्मैव तस्मात्त्वं पूर्वै: पूर्वतरं कृतम् ||
भा.गी. 4.15

પૂર્વકાળના મુમુક્ષુઓએ પણ આ પ્રમાણે
જાણીને કર્મો કર્યાં છે, માટે તું પણ પૂર્વજો
વડે સદાકાળથી આચરવામાં આવેલાં કર્મોને
જ તેમની જેમ કર.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//