Tuesday, 30 June 2026

ગોપનીય સર્વોત્કૃષ્ટ વચન


सर्वगुह्यतमं भूय: शृणु मे परमं वच: ।
इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् ॥
भ.गी. 18.64

સૌથી અત્યંત ગોપનીય વચનોથીય અતિ
ગોપનીય સર્વોત્કૃષ્ટ વચનને તું ફરી મારી પાસે
સાંભળ. તું મારો અત્યંત પ્રિય મિત્ર છે, માટે આ
વિશેષ હિતકારી વચન હું તારા માટે કહીશ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 29 June 2026

જેવી ઈચ્છા હોય તેમ કર


इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया ।
विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु ॥
भ.गी. 18.63

આ ગોપનિયથીય અતિ ગોપનીય જ્ઞાન મેં
તને કહી દીધું; હવે તું ઉપર સારી રીતે વિચાર
કરીને જેવી ઈચ્છા હોય તેમ કર.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 27 June 2026

શાશ્વત પરમ પદ


तमेव शरणं गच्छ सर्वभावेन भारत ।
तत्प्रसादात्परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् ॥
भ.गी. 18.62

ભરતવંશોદ્ભવ અર્જુન ! સર્વ ભાવથી પરમેશ્વરને
જ શરણે ચાલ્યો જા; એ પરમાત્માની કૃપાથી જ તું
પરમ શાંતિને (સંસારથી ઉપરત થઇને) અને શાશ્વત
પરમ પદને પ્રાપ્ત થઈ જઈશ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 26 June 2026

સ્વભાવ અનુસાર ભ્રમણ કરાવે છે


ईश्वर: सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति ।
भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया ॥
भ.गी. 18.61

હે અર્જુન ! ઈશ્વર સંપૂર્ણ પ્રાણીઓના હૃદયમાં
રહે છે અને પોતાની માયાથી શરીરરૂપી યંત્ર પર
આરૂઢ થઇને સંપૂર્ણ પ્રાણીઓને તેમના સ્વભાવ
અનુસાર ભ્રમણ કરાવે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//


 

Thursday, 25 June 2026

પરવશ થઇને કરીશ


स्वभावजेन कौन्तेय निबद्ध: स्वेन कर्मणा ।
कर्तुं नेच्छसि यन्मोहात्करिष्यस्यवशोऽपि तत् ॥
भ.गी. 18.60

હે કુંતીનંદન ! પોતાના સ્વભાવજન્ય કર્મથી બંધાયેલો
તું મોહને કારણે જે યુદ્ધ નથી કરવા ઈચ્છતો, તેને પણ
તું ક્ષાત્ર પ્રકૃતિને પરવશ થઇને કરીશ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 24 June 2026

ક્ષાત્ર સ્વભાવ યુદ્ધમાં જોડી દેશે


यदहङ्कारमाश्रित्य न योत्स्य इति मन्यसे ।
मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति ॥
भ.गी. 18.59

અહંકારનો આશરો લઈને તું જે એમ માની રહ્યો છે કે 
'હું યુદ્ધ કરીશ નહિ', તારો આ નિશ્ચય મિથ્યા છે (જૂઠો છે);
કેમકે તારો ક્ષાત્ર સ્વભાવ તને બળજબરીથી યુદ્ધમાં જોડી દેશે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 23 June 2026

બધાંય સંકટોને પાર કરી જઈશ


मच्चित्त: सर्वदुर्गाणि मत्प्रसादात्तरिष्यसि ।
अथ चेत्वमहङ्कारान्न श्रोष्यसि विनङ्क्ष्यसि ॥
भ.गी. 18.58

મારામાં ચિત્ત પરોવનાર થઇને તું મારી કૃપાથી
બધાંય સંકટોને પાર કરી જઈશ અને જો, તું
અહંકારને લીધે મારાં વચનોને નહીં સાંભળે,
તો તારું પતન થઈ જશે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 22 June 2026

નિરંતર મારામાં ચિત્તવાળો


चेतसा सर्वकर्माणि मयि सन्न्यस्य मत्पर: ।
बुद्धियोगमुपाश्रित्य मच्चित्त: सततं भव ॥
भ.गी. 18.57

ચિત્તથી સંપૂર્ણ કર્મો મારામાં અર્પણ કરીને મારે
પરાયણ થઇને તથા સમતાનો આશ્રય લઈને
નિરંતર મારામાં ચિત્તવાળો થઈ જા.

// हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 20 June 2026

મારે આશ્રયે થયેલો ભક્ત


सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रय: |
मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम् ||
भ.गी. 18.56

મારે આશ્રયે થયેલો ભક્ત હંમેશાં સઘળાં કર્મોને
કરતો હોવા છતાં પણ મારી કૃપાથી શાશ્વત
અવિનાશી પરમ પદને પ્રાપ્ત થઈ જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 19 June 2026

તત્કાળ મારામાં પ્રવેશી જાય છે


भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वत:|
ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् ||
भ.गी. 18.55

એ પરાભક્તિ દ્વારા મને, હું જેટલો છું અને જે છું,
તેને તત્ત્વથી જાણી લે છે. પછી એ ભક્તિના પ્રભાવે
મને તત્ત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશી જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 18 June 2026

ન તો શોક કરે કે ન આકાંક્ષા કરે


ब्रह्मभूत: प्रसन्नात्मा न शोचति न काङ् क्षति |
सम: सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ||
भ.गी. 18.54

તે બ્રહ્મરૂપ બનેલો પ્રસન્નમનવાળો સાધક ન તો
કોઈના માટે શોક કરે છે કે ન કશાયની આકાંક્ષા
કરે છે; એવો બધાંય પ્રાણીઓમાં સમભાવ રાખનાર
સાધક મારી પરાભક્તિને પ્રાપ્ત થાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 17 June 2026

બ્રહ્મ પ્રાપ્તિને પાત્ર


बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च | शब्दादीन्विषयांस्त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च ||
विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानस: | ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रित: ||
अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहम् | विमुच्य निर्मम: शान्तो ब्रह्मभूयाय कल्पते ||
भ.गी. 18.51-52-53

જે વિશુદ્ધ (સાત્ત્વિકી) બુદ્ધિથી યુક્ત, વૈરાગ્યને આશ્રિત, એકાંતનું સેવન કરવાવાળો
અને નિયમિત ભોજન કરવાવાળો સાધક ધૈર્યપૂર્વક ઈન્દ્રિયોનું નિયમન કરીને, શરીર,
વાણી અને મનને વશ કરીને, શબ્દાદિ વિષયોનો ત્યાગ કરીને અને રાગ-દ્વેષને છોડીને
નિરન્તર ધ્યાનયોગ પરાયણ થઈ જાય છે તે અહંકાર, બળ, દર્પ, કામ, ક્રોધ અને પરિગ્રહથી
રહિત થઇને અને મમતા રહિત તથા શાંત થઇને બ્રહ્મ પ્રાપ્તિને પાત્ર બની જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 16 June 2026

જ્ઞાનયોગની પરાનિષ્ઠા


सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे |
समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा ||
भ.गी. 18.50

હે કુન્તીપુત્ર ! સિદ્ધિ (અંતઃકરણની શુદ્ધિ)ને પ્રાપ્ત
થયેલો સાધક બ્રહ્મને કે જે જ્ઞાનયોગની પરાનિષ્ઠા
છે; તેને જે પ્રકારે પામે છે, એ પ્રકારને સંક્ષેપમાં
જ મારી પાસેથી સમજ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

 

Monday, 15 June 2026

સર્વશ્રેષ્ઠ નૈષ્કર્મ્યસિદ્ધિને પામે


असक्तबुद्धि: सर्वत्र जितात्मा विगतस्पृह: |
नैष्कर्म्यसिद्धिं परमां सन्न्यासेनाधिगच्छति ||
भ.गी. 18.49

જેની બુદ્ધિ સર્વત્ર આસક્તિરહિત છે, જેણે શરીરને
વશ કરી લીધું છે, જે સ્પૃહા વિનાનો છે તે મનુષ્ય
સાંખ્યયોગ દ્વારા સર્વશ્રેષ્ઠ નૈષ્કર્મ્યસિદ્ધિને પામે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 13 June 2026

સહજ કર્મ નો ત્યાગ ન કરવો


सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् |
सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृता: ||
भ.गी. 18.48

હે કુંતીનંદન ! દોષયુક્ત હોવા છતાં પણ સહજ
કર્મ નો ત્યાગ ન કરવો જોઈએ; કેમ કે સઘળાં
કર્મો ધુમાડાથી અગ્નિની પેઠે દોષથી યુક્ત છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 12 June 2026

નિયત થયેલું સ્વધર્મરૂપી કર્મ


श्रेयान्स्वधर्मो विगुण: परधर्मात्स्वनुष्ठितात् |
स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ||
भ.गी. 18.47

સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ
કરતાં ગુણ રહિત પણ પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે.
કેમ કે સ્વભાવથી નિયત થયેલું સ્વધર્મરૂપી
કર્મ કરતો રહીને મનુષ્ય પાપને પ્રાપ્ત થતો નથી.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 11 June 2026

જેનાથી આ આખું જગત વ્યાપ્ત છે


यत: प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् |
स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानव: ||
भ.गी. 18.46

જે પરમેશ્વરથી સઘળાં પ્રાણીઓની ઉત્પત્તિ થાય
છે અને જેનાથી આ આખું જગત વ્યાપ્ત છે, એ
પરમેશ્વરની પોતાનાં સ્વાભાવિક કર્મો વડે પૂજા
કરીને માણસમાત્ર પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 10 June 2026

સ્વાભાવિક કર્મમાં પ્રેમપૂર્વક


स्वे स्वे कर्मण्यभिरत: संसिद्धिं लभते नर: |
स्वकर्मनिरत: सिद्धिं यथा विन्दति तच्छृणु ||
भ.गी. 18.45

પોત-પોતાના સ્વાભાવિક કર્મમાં પ્રેમપૂર્વક જોડાયેલો
માણસ ભગવત્પ્રાપ્તિરૂપી પરમ સિદ્ધિને પામી જાય છે.
પોતાના કર્મમાં જોડાયેલો માણસ જે રીતે કર્મ કરીને
પરમ સિદ્ધિને પામે છે એ ઉપાયને તું સાંભળ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 9 June 2026

વૈશ્યનાં તથા શૂદ્રનાં સ્વાભાવિક કર્મો


कृषिगौरक्ष्यवाणिज्यं वैश्यकर्म स्वभावजम् |
परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम् ||
भ.गी. 18.44

ખેતી, ગોપાલન અને વેપાર આ બધાં વૈશ્યનાં
સ્વાભાવિક કર્મો છે તથા ચારે વર્ણોની સેવા કરવી
એ શૂદ્રનું પણ સ્વાભાવિક કર્મ છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 8 June 2026

ક્ષત્રિયનાં સ્વાભાવિક કર્મો


शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम् |
दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् ||
भ.गी. 18.43

શૂરવીરતા તેજ, ધૈર્ય, રાજ્ય-કારોબારમાં નિપુણતા તથા
યુદ્ધમાં પણ પીઠ ન દેખાડવી, દાન આપવું અને શાસન
કરવાનો ભાવ-આ બધા જ ક્ષત્રિયનાં સ્વાભાવિક કર્મો છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 6 June 2026

બ્રાહ્મણનાં સ્વાભાવિક કર્મો


शमो दमस्तप: शौचं क्षान्तिरार्जवमेव च |
ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजम् ||
भ.गी. 18.42

મનનો નિગ્રહ કરવો; ઇન્દ્રિયોને વશમાં કરવી; ધર્મના પાલન કાજે
કષ્ટ સહેવું, બાહ્ય-ભીતરથી શુદ્ધ રહેવું; બીજાના અપરાધોને ક્ષમા
આપવી, શરીર, મન, વગેરેમાં સરળતા રાખવી; વેદ-શાસ્ત્રોનું જ્ઞાન
હોવું; યજ્ઞવિધિને અનુભવમાં લાવવી અને વેદો, શાસ્ત્રો, ઈશ્વર આદિમાં
શ્રદ્ધા રાખવી, આ બધા જ બ્રાહ્મણનાં સ્વાભાવિક કર્મો છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 5 June 2026

સ્વભાવમાંથી ઉપજેલા ત્રણે ગુણો


ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परन्तप |
कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणै: ||
भ.गी. 18.41

હે પરંતપ ! બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા
શુદ્રોનાં કર્મો સ્વભાવમાંથી ઉપજેલા ત્રણે ગુણો
દ્વારા વિભક્ત કરવામાં આવ્યા છે.

// हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 4 June 2026

ક્યાંય પણ એવી કોઈ પણ વસ્તુ નથી જે ત્રણેય ગુણોથી મુક્ત હોય.


न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुन: |
सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभि: स्यात्त्रिभिर्गुणै: ||
भ.गी. 18.40

પૃથ્વી પર, સ્વર્ગમાં કે દેવતાઓમાં અથવા એ
સિવાય બીજે ક્યાંય પણ એવી કોઈ પણ વસ્તુ
નથી, જે પ્રકૃતિમાંથી જન્મેલા (સાત્ત્વિક-રાજસ-તામસ)
આ ત્રણેય ગુણોથી મુક્ત હોય.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 3 June 2026

મોહિત કરવાવાળું તામસ સુખ


यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मन: |
निद्रालस्यप्रमादोत्थं तत्तामसमुदाहृतम् ||
भ.गी. 18.39

નિદ્રા, આલસ્ય અને પ્રમાદથી ઉત્પન્ન થવાવાળું
જે સુખ આરંભમાં અને પરિણામમાં પણ પોતાને
મોહિત કરવાવાળું છે, તે સુખ તામસ કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 2 June 2026

પરિણામે વિષ જેવું રાજસ સુખ


विषयेन्द्रियसंयोगाद्यत्तदग्रेऽमृतोपमम् |
परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् ||
भ.गी. 18.38

જે સુખ ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી થાય
છે, તે શરૂઆતમાં અમૃત જેવું જણાતું હોવા છતાં
પરિણામે વિષ જેવું છે; માટે એ સુખ રાજસ કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 1 June 2026

આરંભમાં વિષ જેવું પણ પરિણામે અમૃત જેવું સાત્ત્વિક સુખ


सुखं त्विदानीं त्रिविधं शृणु मे भरतर्षभ | अभ्यासाद्रमते यत्र दु:खान्तं च निगच्छति ||
यत्तदग्रे विषमिव परिणामेऽमृतोपमम् | तत्सुखं सात्त्विकं प्रोक्तमात्मबुद्धिप्रसादजम् ||
भ.गी. 18.36-37

હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન ! હવે ત્રણ પ્રકારનાં સુખને પણ તું મારી પાસેથી
 સાંભળ. જે સુખમાં સાધક અભ્યાસવડે રમણ કરે છે અને જેથી દુઃખોનો અંત થઈ
 જાય છે, એવું તે પરમાત્મવિષયક બુદ્ધિની પ્રસન્નતામાંથી ઉપજનારું જે સુખ સાંસારિક
 આસક્તિને કારણે આરંભમાં વિષ જેવું જણાય છે, પણ પરિણામે અમૃત જેવું છે;
તે સુખ સાત્ત્વિક કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//