Friday, 31 July 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.15


પાચજન્યં હૃષીકેશો દેવદત્તં ધનઞ્જયઃ ।
પૌણ્ડ દધ્મૌ મહાશં ભીમકર્મા વૃકોદર:||
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.15

શ્રીકૃષ્ણ મહારાજે પાંચજન્ય નામનો, અર્જુને
દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને
પૌણ્ડ નામનો મહાશંખ વગાડયો.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Thursday, 30 July 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.14


અંતતઃ શ્વેતૈહયૈર્યુક્તે મહતિ યન્દને સ્થિતૌ
માધવઃ પાણ્ડવઐવ દિવ્યૌ શầૌ પ્રદધ્મતુ: ||
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.14

ત્યાર પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં
બેઠેલા શ્રીકૃષ્ણ મહારાજે અને અર્જુને પણ
અલૌકિક શંખ વગાડ્યા.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Wednesday, 29 July 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.13


તત: શંખાશ્ચ ભેર્યશ્વ પણવાનકગોમુખાઃ ।
સહસૈવાભ્યહન્યન્ત સ શબ્દસ્તુમુલોડભવત્ ॥
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.13

પછી શંખ, નગારાં, ઢોલ, મૃદંગ તેમજ રણશિંગાં
વગેરે વાદ્યો એક સાથે જ વાગી ઊઠયાં; તેમનો એ
અવાજ ઘણો ભયંકર થયો.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Tuesday, 28 July 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.12


તસ્ય સંજનયન્ હર્ષ કુરુવૃદ્ધ: પિતામહઃ ।
સિંહનાદં વિનદ્યોચ્ચે: શત્તં દધ્મૌ પ્રતાપવાન્ ॥
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.12

કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે
દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતાં જોરથી સિંહની
જેમ ગરજીને શંખ વગાડયો.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Monday, 27 July 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.11


અયનેષુ ચ સર્વેષુ યથાભાગમવસ્થિતાઃ ।
ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવન્તઃ સર્વ એવ હિ ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.11

આથી બધાં વ્યૂહદ્વારો પર પોતપોતાની જગ્યાએ
રહેલા તમે બધાય સજાગ રહીને ભીષ્મપિતામહનું
જ બધી બાજુથી રક્ષણ કરો.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Saturday, 25 July 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.10


અપર્યાપ્ત તદસ્માકં બલં ભીષ્માભિરક્ષિતમ્ |
પર્યાપ્ત ત્વિદમેતેષાં બલં ભીમાભિરક્ષિતમ્ ||
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.10

ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી તે સેના
અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજેય છે,
જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની આ સેનાને
તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે// 

Friday, 24 July 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.9


અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્તજીવિતાઃ।
નાનાશસ્ત્રપ્રહરણાઃ સર્વે યુદ્ધવિશારદા:।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.9

આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા
ઘણા શૂરવીરો અનેક પ્રકારનાં શસ્ત્રાસ્ત્રથી સજ્જ છે તેમજ
સર્વે યુદ્ધમાં નિપુણ છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Thursday, 23 July 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.8


ભવાન્ ભીષ્મશ્ચ કર્ણશ્વ કૃપશ્ચ સમિતિઞ્જયઃ ।
અશ્વત્થામા વિકર્ણશ્વ સૌમદત્તિસ્તથૈવ ચ ।|
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.8

આપ સ્વયં, પિતામહ ભીષ્મ તથા કર્ણ, સંગ્રામવિજયી
કૃપાચાર્ય તેમજ અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર
ભૂરિશ્રવા.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Wednesday, 22 July 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.7


અસ્માકં તુ વિશિષ્ટા યે તાન્નિબોધ દ્વિજોત્તમ ।
નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થ તાન્ બ્રવીમિ તે ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.7

હે દ્વિજશ્રેષ્ઠ! હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો
છે તેમને પણ આપ જાણી લો; આપની જાણ ખાતર મારી
સેનાના જે જે સેનાપતિઓ છે, તેમને હું કહું છું.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//

Tuesday, 21 July 2026

શ્રીમદ્દભગવદ્દ ગીતા 1.4-5-6


અત્ર શૂરા મહેષ્વાસા ભીમાર્જુનસમા યુધિ। યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્વ મહારથ:।।
ધૃષ્ટકેતુશ્ચેકિતાન: કાશિરાજશ્ચ વીર્યવાન્ । પુરુજિત્કૃન્તિભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુઙ્ગવ:||
યુધામન્યુશ્ચ વિક્રાન્ત ઉત્તમૌજાશ્ચ વીર્યવાન્ | સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.4-5-6

આ સેનામાં મોટાં ધનુષ્યો ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર -
સાત્યકિ, વિરાટ, મહારથી રાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, બળવાન કાશિરાજ, પુરુજિત્,
કુન્તિભોજ અને પુરુષશ્રેષ્ઠ શૈબ્ય, પરાક્રમી યુધામન્યુ તથા બળવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર
અભિમન્યુ તેમજ દ્રૌપદીના જ પાંચેય પુત્રો – બધા જ મહારથીઓ છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Monday, 20 July 2026

શ્રીમદ્દભગવદ્દ ગીતા 1.3


પશ્યૈતાં પાણ્ડુપુત્રાણામાચાર્ય મહતીં ચમૂમ્ |
વ્યૂઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા ।।
શ્રીમદ્દભગવદ્દ ગીતા 1.3

હે ગુરુદેવ! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન
વડે વ્યૂહાકારે ઊભી કરાયેલી પાંડુપુત્રોની આ અત્યંત
વિશાળ સેનાને જુઓ.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Saturday, 18 July 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.2


સંજય ઉવાચ
દેવા તુ પાણ્ડવાનીકં વ્યૂઢં દુર્યોધનસ્તદા ।
આચાર્યમુપસડઽમ્ય રાજા વચનમબ્રવત્ ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.2

સંજય બોલ્યા : 
તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની
સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યાં.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Friday, 17 July 2026

શ્રીમદ્દભગવદ્દગીતા 1.1


ધૃતરાષ્ટ્ર ઉવાચ - 
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ 
મામકા: પાણ્ડવાશ્ચેવ કિમકુર્વત સંજય ॥
શ્રીમદ્દભગવદ્દગીતા 1.1

ધૃતરાષ્ટ્ર બોલ્યા - હે સંજય ! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં
એકઠા થયેલા, યુદ્ધના ઇચ્છુક, મારા તથા પાંડુના
પુત્રોએ શું કર્યું ?

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//


 

Thursday, 16 July 2026

શ્રીકૃષ્ણ છે ત્યાં જ શ્રી, વિજય, વિભૂતિ તેમજ અચળ નીતિ છે


यत्र योगेश्वर: कृष्णो यत्र पार्थो धनुर्धर: ।
तत्र श्रीर्विजयो भूतिध्रुवा नीतिर्मतिर्मम ॥
भ.गी. 18.78

જ્યાં યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ છે અને
જ્યાં ગાંડીવધારી અર્જુન છે, ત્યાં જ શ્રી,
વિજય, વિભૂતિ તેમજ અચળ નીતિ છે-
એવો મારો મત છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 15 July 2026

હું વારંવાર હર્ષિત થઇ રહ્યો છું


तच्च संस्मृत्य संस्मृत्य रूपमत्यद्भुतं हरे: ।
विस्मयो मे महानराजन्हृष्यामि च पुन: पुन: ॥
भ.गी. 18.77

હે રાજન ! ભગવાન શ્રીકૃષ્ણના તે અત્યંત અદ્દભુત
વિરાટ રૂપનું પણ વારંવાર સ્મરણ કરીને મારા ચિત્તમાં
મહાન આશ્ચર્ય થાય છે અને હું વારંવાર હર્ષિત થઇ
રહ્યો છું.

// हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 14 July 2026

રહસ્યયુક્ત પવિત્ર અને અદ્દભુત સંવાદ


राजन्संस्मृत्य संस्मृत्य संवादमिममद्भुतम् ।
केशवार्जुनयो: पुण्यं हृष्यामि च मुहुर्मुहु: ॥
भ.गी. 18.76

હે રાજન ! શ્રીકૃષ્ણ અને અર્જુનના આ રહસ્યયુક્ત
પવિત્ર અને અદ્દભુત સંવાદને યાદ કરી - કરીને હું
વારંવાર હર્ષિત થઇ રહ્યો છું.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 13 July 2026

યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણના શ્રીમુખેથી


व्यासप्रसादाच्छ्रुतवानेतद्गुह्यमहं परम् ।
योगं योगेश्वरात्कृष्णात्साक्षात्कथयत: स्वयम् ॥
भ.गी. 18.75

શ્રીવ્યાસજીની કૃપાથી મેં સ્વયં આ પરમ ગોપનીય
યોગ -ગીતા ગ્રંથ ને કહેતાં સાક્ષાત્ યોગેશ્વર ભગવાન
શ્રીકૃષ્ણના શ્રીમુખેથી સાંભળ્યો છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 11 July 2026

અદ્દભુત અને રોમાંચકારક સંવાદ


सञ्जय उवाच ।
इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मन: ।
संवादमिममश्रौषमद्भुतं रोमहर्षणम् ॥
भ.गी. 18.74

સંજય બોલ્યા - આમ મેં ભગવાન વાસુદેવ અને
મહાત્મા પૃથાનંદન અર્જુનનો આ અદ્દભુત અને
રોમાંચકારક સંવાદ સાંભળ્યો.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 10 July 2026

હવે હું આપની આજ્ઞાનું પાલન કરીશ


अर्जुन उवाच ।
नष्टो मोह: स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत ।
स्थितोऽस्मि गतसन्देह: करिष्ये वचनं तव ॥
भ.गी. 18.73

અર્જુન બોલ્યા - હે અચ્યુત ! આપની કૃપાથી મારો
મોહ નષ્ટ થઇ ગયો છે અને મેં સ્મૃતિ પ્રાપ્ત કરી લીધી
છે, હવે હું સંશયરહિત થઈને સ્થિત છું; હવે હું આપની
આજ્ઞાનું પાલન કરીશ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 9 July 2026

શું તેં એકાગ્ર ચિત્તે આ ગીતાશાસ્ત્રને સાંભળ્યું


कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा ।
कच्चिदज्ञानसम्मोह: प्रनष्टस्ते धनञ्जय ॥
भ.गी. 18.72

હે પૃથાનંદન ! શું તેં એકાગ્ર ચિત્તે આ ગીતાશાસ્ત્રને
સાંભળ્યું અને હે ધનંજય ! શું તારો અજ્ઞાનમાંથી
ઉપજેલો મોહ નાશ પામ્યો ?

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 8 July 2026

આ ગીતા શાસ્ત્રનું માત્ર શ્રવણ


श्रद्धावाननसूयश्च शृणुयादपि यो नर: ।
सोऽपि मुक्त: शुभाँल्लोकान्प्राप्नुयात्पुण्यकर्मणाम् ॥
भ.गी. 18.71

શ્રદ્ધાળુ અને દોષદૃષ્ટિ વિનાનો જે મનુષ્ય આ ગીતા
શાસ્ત્રનું માત્ર શ્રવણ કરશે, તે પણ શરીર છૂટ્યા પછી
ઉત્તમ કર્મ કરનારાઓના શ્રેષ્ઠ લોકોને પ્રાપ્ત થશે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 7 July 2026

હું જ્ઞાનયજ્ઞથી પૂજિત થઈશ


अध्येष्यते च य इमं धर्म्यं संवादमावयो: ।
ज्ञानयज्ञेन तेनाहमिष्ट: स्यामिति मे मति: ॥
भ.गी. 18.70

જે માણસ આપણા બેના આ ધર્મમય સંવાદનું
અધ્યયન કરશે, એના દ્વારા પણ હું જ્ઞાનયજ્ઞથી
પૂજિત થઈશ એવો મારો મત છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 6 July 2026

આ ભૂમંડળ પર એનાથી વધીને મારો બીજો કોઈ અત્યંત પ્રિય થશે પણ નહીં


न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तम: ।
भविता न च मे तस्मादन्य: प्रियतरो भुवि ॥
भ.गी. 18.69

જે ગીતાના ઉપદેશને મારા ભક્તોને કહી
સંભળાવશે એનાથી વધીને મારું પ્રિય કાર્ય
કરનારો માણસોમાં કોઈ પણ નથી આ ભૂમંડળ
પર એનાથી વધીને મારો બીજો કોઈ અત્યંત પ્રિય
થશે પણ નહીં.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 4 July 2026

મને જ પ્રાપ્ત થશે


य इदं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति ।
भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्यसंशय: ॥
भ.गी. 18.68

મારામાં પરમ ભક્તિ રાખીને જે માણસ આ
પરમ રહસ્યયુક્ત ગીતાના ઉપદેશને મારા
ભક્તોમાં કહી સંભળાવશે, તે મને જ પ્રાપ્ત
થશે-એમાં જરા પણ સંદેહ નથી.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//


 

Friday, 3 July 2026

સર્વગુહ્યતમ વચન અતપસ્વીને, અભક્તને, જે સાંભળવા ઈચ્છતો નથી અને જે મારામાં દોષદ્રષ્ટિ કરે તેને નહીં કહેવું જોઈએ


इदं ते नातपस्काय नाभक्ताय कदाचन ।
न चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति ॥
भ.गी. 18.67

આ સર્વગુહ્યતમ વચન તારે કોઈ અતપસ્વીને
નહિ કહેવું જોઈએ; અભક્તને ક્યારેય નહિ કહેવું
જોઈએ તથા જે સાંભળવા ઈચ્છતો નથી, તેને નહિ
કહેવું જોઈએ અને જે મારામાં દોષદ્રષ્ટિ કરે છે, તેને
પણ નહીં કહેવું જોઈએ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 2 July 2026

તું એકમાત્ર મારા શરણે આવી જા


सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज ।
अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच: ॥
भ.गी. 18.66

સઘળાય ધર્મોનો આશ્રય ત્યજીને, તું એકમાત્ર
મારા શરણે આવી જા; હું તને બધાંય પાપોથી
મુક્ત કરી દઇશ, તું ચિંતા ન કર.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 1 July 2026

આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું


मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु ।
मामेवैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे ॥
भ.गी. 18.65

તું મારો ભક્ત થઈ જા, મારામાં મનવાળો બની
જા મારું પૂજન કરનાર થઈ જા, અને મને નમસ્કાર
કર. આમ કરવાથી તું મને જ પામીશ, આ હું તારી
સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમકે તું મને ઘણો પ્રિય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//