Showing posts with label શ્રીમદ્દભગવદ્દગીતા. Show all posts
Showing posts with label શ્રીમદ્દભગવદ્દગીતા. Show all posts

Monday, 31 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.2-3


શ્રીભગવાન્ ઉવાચ
કુતસ્ત્યા કશ્મલમિદં વિષમે સમુપસ્થિતમ્ | અનાર્યજુષ્ટમસ્વગ્ર્યમકીર્તિકરમર્જુન ||
ક્લબ્ય મા સ્મ ગમઃ પાર્થ નૈતત્ત્વય્યપપદ્યતે । ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યું ત્યક્ત્વોત્તિષ્ઠ પરન્તપ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.2-3

શ્રીભગવાન બોલ્યા: હે અર્જુન! તારા જેવા શૂરવીરને અસમયે વિષાદ માટે
અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો? કારણ કે ન તો આ શ્રેષ્ઠ
પુરુષોએ આચરેલો છે, ન તો સ્વર્ગ આપનારો છે કે ન તો યશ આપનારો છે.

આથી હે પાર્થ! નપુંસકતાને વશ ન થા, તને એ શોભતી નથી; હે શત્રુઓને
તપાવનાર! હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઈ જા.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

 

Saturday, 29 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.1

દ્વિતીય અધ્યાય

સંજય ઉવાચ : તં તથા કૃપયાવિષ્ટમશ્રુપૂર્ણાકુલેક્ષણમ્ |
વિષીદન્તમિદં વાક્યમુવાચ મધુસૂદન : ||
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.1

સંજય બોલ્યા : આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ
આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે
અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું :

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે// 

Friday, 28 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.47


સંજય ઉવાચ

એવમુક્ત્વાર્જુન: સંખ્યે રથોપસ્થ ઉપાવિશત્ ।
વિસૃજ્ય સશરં ચાપં શોકસંવિગ્નમાનસઃ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.47

સંજય બોલ્યા : રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન
મનનો અર્જુન આમ કહીને બાણસહિત ધનુષ
ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો. 

ૐ તત્સદિતિ શ્રીમદ્ધગવદ્ગીતાસૂપનિષત્સુ
બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદેડર્જુન-
વિષાદયોગો નામ પ્રથમોડધ્યાયઃ ।।

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Thursday, 27 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.46


યદિ મામપ્રતીકારમશસ્ત્રં શસ્ત્રપાણય:।
ધાર્તરાષ્ટ્રા રણે હન્યુસ્તન્મે ક્ષેમતરં ભવેત્ ।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.46

એ કરતાં શસ્ત્રરહિત અને સામનો ન કરનાર
એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના
પુત્રો રણમાં હણી નાખે, તો તે મરવું પણ મારા
માટે વધુ કલ્યાણકારક થશે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//


 

Wednesday, 26 August 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.45


અહો બત મહત્પાપં કર્તું વ્યવસિતા વયમ્ |
યદ્રાજ્યસુખલોભેન હન્તું સ્વજનમુદ્યતાઃ ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.45

અરેરે! ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન
હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થયા
છીએ, જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા
તૈયાર થયા છીએ!

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Tuesday, 25 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.44


ઉત્સન્નકુલધર્માણાં મનુષ્યાણાં જનાર્દન ।
નરકેડનિયતં વાસો ભવતીત્યનુશુશ્રુમ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.44

એટલું જ નહીં, હે જનાર્દન! જેમના કુળધર્મો સમૂળા
નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ
સુધી નરકમાં વાસ થાય છે, એમ અમે સાંભળતા આવ્યા છીએ.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Monday, 24 August 2026

શ્રીમાદ્ ભગવદ્ ગીતા 1.43


દોષૈરેતૈઃ કુલધ્રાનાં વર્ણસંકરકારકૈ : |
ઉત્સાદ્યન્તે જાતિધર્મા: કુલધર્માશ્વ શાશ્વતા : ||
શ્રીમાદ્ ભગવદ્ ગીતા 1.43

આ વર્ણસંકરકારક દોષોથી કુળઘાતીઓના
સનાતન કુળધર્મો અને જાતિધર્મો સમૂળા નષ્ટ
થઈ જાય છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે// 

Saturday, 22 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.42


સડ્ડરો નરકાયૈવ કુલઘ્રાનાં કુલસ્ય ચ |
પતન્તિ પિતરો હ્યેષાં લુપ્તપિણ્ડોદકક્રિયા: ||
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.42

વર્ણસંકર સંતતિ કુળના હણનારાઓને તથા
કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે; પિંડ
અને તર્પણક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ
અધોગતિને પામે છે.

// હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

 

Friday, 21 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.41


અધર્માભિભવાત્કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ ।
સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકર: ||
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.41

હે કૃષ્ણ! પાપ ઘણું વધી જતાં કુળની સ્ત્રીઓ
અત્યંત દૂષિત થઈ જાય છે અને હે વાર્ષ્ણેય! જ્યારે
સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણસંકર પ્રજા જન્મે છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Thursday, 20 August 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.40


કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ ।
ધર્મે નષ્ટે કુલં કૃત્સ્નમધર્મોડભિભવત્યુત ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.40

કુળનો નાશ થતાં સનાતન કુળધર્મો નષ્ટ થઈ
જાય છે અને ધર્મ નાશ પામતાં સમસ્ત કુળમાં
પાપ પણ ખૂબજ ફેલાઈ જાય છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

 

Wednesday, 19 August 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.38-39


યદ્યપ્યંતે ન પશ્યન્તિ લોભોપહતચેતસઃ।
કુલક્ષયકૃતં દોષં મિત્રદ્રોહે ચ પાતકમ્ ।।
કથં ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન્નિવર્તિતુમ્ |
કુલક્ષયકૃતં દોષં પ્રપશ્યદ્ધિર્જનાર્દન ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.38-39

જોકે લોભને લીધે ભ્રષ્ટચિત્ત થયેલા આ લોકો કુળના નાશથી
ઉત્પન્ન થતા દોષને તથા મિત્રોનો વિરોધ કરવાથી ઉત્પન્ન થતા
પાપને જોતા નથી; છતાં પણ હે જનાર્દન! કુળ-નાશના કારણે
લાગતા દોષને જાણનારા અમોએ આ પાપથી બચવા માટે કેમ
ન વિચારવું?

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

 

Tuesday, 18 August 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.37


તસ્માન્નાર્હા વયં હતું ધાર્તરાષ્ટ્રાન્ સ્વબાન્ધવાન્ |
સ્વજનં હિ કથં હત્વા સુખિનઃ સ્યામ માધવ ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.37

માટે હે માધવ! પોતાના જ બાંધવ ધૃતરાષ્ટ્રપુત્રોને
હણવા માટે અમે યોગ્ય નથી; પોતાના જ સ્વજનોને
હણીને અમે કેમ સુખી થઈશું?

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Monday, 17 August 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.36


નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્નઃ કા પ્રીતિ: સ્યાજ્જનાર્દન ।
પાપમેવાશ્રયેદસ્માન્ હત્વૈતાનાતતાયિન : ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.36

હે જનાર્દન! ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો
આનંદ મળશે? આ આતતાયીઓને હણીને તો અમને
પાપ જ લાગશે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Friday, 14 August 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.35


એતાન્ન હન્તુમિચ્છામિ વ્રતોડપિ મધુસૂદન ।
અપિ ત્રૈલોક્યરાજ્યસ્ય હેતોઃ કિં નુ મહીકૃતે ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.35

હે મધુસૂદન! હું હણાઉં છતાં પણ અથવા ત્રણે લોકનું
રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી
ઇચ્છતો, તો પછી પૃથ્વી માટે તો કહેવું જ શું?

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Thursday, 13 August 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.34


આચાર્યાઃ પિતરઃ પુત્રાસ્તથૈવ ચ પિતામહાઃ ।
માતુલાઃ શ્વશુરા: પૌત્રાઃ શ્યાલાઃ સમ્બન્ધિનસ્તથા ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.34

અહીં ગુરુજનો, વડીલો, પુત્રો તેમજ દાદા, મામા,
સસરા, પૌત્રો, સાળા તથા બીજા બધા સંબંધીઓ જ છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Wednesday, 12 August 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.33


યેષામર્થે કાફક્ષિતં નો રાજ્ય ભોગાઃ સુખાનિ ચ ।
ત ઈમેડવસ્થિતા યુદ્ધે પ્રાણાંસ્ત્યક્ત્વા ધનાનિ ચ ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.33

અમે જેમના માટે રાજ્ય, ભોગ અને સુખો ઇચ્છીએ છીએ,
તે જ આ બધા લોકો તો ધન અને જીવવાની આશા જતી
કરીને યુદ્ધમાં ઊભા છે!

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Tuesday, 11 August 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.32


ન કાક્ષે વિજયં કૃષ્ણ ન ચ રાજ્ય સુખાનિ ચ ।
કિં નો રાજ્યેન ગોવિન્દ કિં ભોગૈર્જીવિતેન વા ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.32

હે કૃષ્ણ! હું ન તો વિજય ઇચ્છું છું કે છું કે ન તો રાજ્ય,
કે ન સુખ પણ; હે ગોવિંદે! અમારે આવા રાજ્યનું શું પ્રયોજન?
અથવા આવા ભોગો અને જીવનથી પણ અમને શો લાભ?

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Monday, 10 August 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.31


નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ ।
ન ચ શ્રેયોડનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.31

હે કેશવ! હું તો લક્ષણો પણ અવળાં જ જોઉં છું
અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે// 

Saturday, 8 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.26-27-28-29-30


તત્રાપશ્યસ્થિતાન્ પાર્થઃ પિતૃનથપિતામહાન્ । આચાર્યાન્માતુલાન્ભ્રાતૃનપુત્રાનુપૌત્રાન્સખીંસ્તથા ।।
શ્વશુરાન્ સુહૃદીવ સેનયોરુભયોરપિ । તાન્ સમીક્ષ્ય સ કૌન્તેયઃ સર્વાન્બધૂનવસ્થિતાન્ ।।
કૃપયા પરયાવિષ્ટો વિષીદન્નિદમબ્રવીત્ । અર્જુન ઉવાચ દૃષ્ટ્વેમં સ્વજનં કૃષ્ણ યુયુત્સુ સમુપસ્થિતમ્ ।।
સીદન્તિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ । વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ।।
ગાણ્ડીવં સંસતે હસ્તાત્ત્વકચૈવ પરિદહ્યતે । ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.26-27-28-29-30

ત્યાં પૃથાપુત્ર અર્જુને એ બન્ને સેનાઓમાં રહેલા વડીલો, કાકાઓ, પિતામહો, ગુરુઓ, મામાઓ, ભાઈઓ,
પુત્રો, પૌત્રો, મિત્રો, સસરાઓ તેમજ સુહૃદોને જ જોયા. તે ઉપસ્થિત સઘળા બાંધવોને જોઈને એ કુન્તીપુત્ર
અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતાં આ વચનો બોલ્યા :- અર્જુન બોલ્યા : હે કૃષ્ણ! યુદ્ધક્ષેત્રમાં
ઊભેલા યુદ્ધ કરવા ઇચ્છતા આ સ્વજન-સમુદાયને જોઈને મારાં અંગો શિથિલ થઈ રહ્યાં છે, મોં સુકાઈ રહ્યું
છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે. હાથમાંથી ગાંડીવ ધનુષ સરી રહ્યું છે, ચામડી પણ ઘણી
બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે, માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી.

// હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Friday, 7 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.24-25


સંજય ઉવાચઃ
એવમુક્તો હૃષીકેશો ગુડાકેશેન ભારત। સેનયોરુ ભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ્ ।।
ભીષ્મદ્રોણપ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતામ્ । ઉવાચ પાર્થ પષયૈતાન્ સમવેતાન્ કુરૂનિતિ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.24-25

સંજય બોલ્યા : હે ધૃતરાષ્ટ્ર ! ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા હૃષીકેશ શ્રીકૃષ્ણચન્દ્રે
બન્ને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને
ઉભો રાખીને આ પ્રમાણે કહ્યું, "હે પાર્થ ! યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો."

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//