Wednesday, 30 April 2025

શરીરમાં અંતર્યામી રૂપે હું જ અધિયજ્ઞ છું


अधिभूतं क्षरो भाव: पुरुषश्चाधिदैवतम् |
अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर ||
भा.गी. 8.4

હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન ! ઉત્પત્તિ-વિનાશશીલ
પ્રત્યેક પદાર્થ અધિભૂત છે, પુરુષ અર્થાત્ હિરણ્ય ગર્ભ
બ્રહ્મા અધિદૈવ છે અને આ શરીરમાં અંતર્યામી રૂપે હું
એટલે કે વાસુદેવ જ અધિયજ્ઞ છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 29 April 2025

પરમ અક્ષર બ્રહ્મ


श्रीभगवानुवाच |
अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते |
भूतभावोद्भवकरो विसर्ग: कर्मसञ्ज्ञित: ||
भा.गी. 8.3

શ્રીભગવાન બોલ્યા - પરમ અક્ષર બ્રહ્મ છે અને
પરા પ્રકૃતિ એટલે કે જીવ ને "અધ્યાત્મ" નામે કહેવાય
છે તથા સકળ ચરાચર પ્રાણીઓની સત્તાને પ્રગટ કરવાવાળો
ત્યાગ "કર્મ" કહેવાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 28 April 2025

અર્જુન દ્વારા શ્રીકૃષ્ણ ને પુછાયેલ સાત પ્રશ્નો


अर्जुन उवाच |
किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम | अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते ||
अधियज्ञ: कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन | प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभि: ||
भा.गी. 8.1-2

અર્જુન બોલ્યા- હે પુરુષોત્તમ ! તે બ્રહ્મ શું છે ? કર્મ
શું છે ? અધિભૂત નામથી શું કહેવાયું છે ? અને અધિદૈવ
કોને કહે છે ? અહીં અધિયજ્ઞ કોણ છે ? અને તે આ શરીરમાં
કેવી રીતે છે ? હે મધુસુદન ! વશીભૂત અંતઃકરણવાળા માણસો
વડે અન્તકાળે તમે ક્યાં પ્રકારે જાણી શકાઓ છો ?

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे// 

Saturday, 26 April 2025

અંતકાળે પણ મને જ પામી જાય છે


साधिभूताधिदैवं मां साधियज्ञं च ये विदु: |
प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतस: ||
भा.गी. 7.30

જે માણસો અધિભૂત અને અધિદૈવસહિત તેમજ
અધિયજ્ઞસહિત મને જાણે છે તે મારામાં ચિત્ત
પરોવેલા માણસો અંતકાળે પણ મને જ ઓળખી
લે છે એટલે કે પામી જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 25 April 2025

જરા અને મરણમાંથી છૂટવા માટે


जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये |
ते ब्रह्म तद्विदु: कृत्स्नमध्यात्मं कर्म चाखिलम् ||
भा.गी. 7.29

જરા અને મરણમાંથી છૂટવા માટે જેઓ મારે શરણે
થઇને પ્રયત્ન કરે છે, એ માણસો તે બ્રહ્મને, સમગ્ર
અધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 24 April 2025

ઉત્તમ કર્મોનું આચરણ કરનારા


येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणाम् |
ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रता: ||
भा.गी. 7.28

પરંતુ જે ઉત્તમ કર્મોનું આચરણ કરનારા મનુષ્યોના
પાપ નષ્ટ થઈ ચૂક્યાં છે,તે દ્વંદ્વ-મોહથી મુક્ત થયેલા
મનુષ્યો દ્રઢનિશ્ચયી થઈને મને સર્વ રીતે ભજે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 23 April 2025

રાગ અને દ્વેષથી થવાવાળા દ્વંદ્વ - મોહને લીધે મોહિત


इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारत |
सर्वभूतानि सम्मोहं सर्गे यान्ति परन्तप ||
भा.गी. 7.27

હે ભરતવંશમાં ઉત્પન્ન શત્રુતાપન અર્જુન !
ઈચ્છા(રાગ) અને દ્વેષથી થવાવાળા દ્વંદ્વ -
મોહને લીધે મોહિત સઘળાં પ્રાણીઓ સંસારમાં
અનાદિકાળથી મૂઢતાને અર્થાત્ જન્મ-મરણને
પ્રાપ્ત થઈ રહ્યા છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//