Tuesday, 22 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.19


ય એનં વેત્તિ હન્તારં યજ્જૈનં મન્યતે હતમ્ ।
ઉભૌ તૌ ન વિજાનીતો નાયં હન્તિ ન હન્યતે ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.19

જે આ આત્માને હણનાર સમજે છે તથા જે એને
હણાયેલ માને છે, તે બન્નેય જાણતા નથી; કેમકે
આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી
કોઈના દ્વારા હણાતો.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Monday, 21 September 2026

શ્રીમદ્દ ભાગવતમ્ 1.1.6


त्वया खलु पुराणानि सेतिहासानि चानघ ।
आख्यातान्यप्यधीतानि धर्मशास्त्राणि यान्युत ॥ ६ ॥
શ્રીમદ્દ ભાગવતમ્ 1.1.6

ઋષિઓએ કહ્યું: "હે આદરણીય સૂત ગોસ્વામી, આપ સર્વ
પાપોથી પૂર્ણપણે મુક્ત છો. આપ આધ્યાત્મિક જીવન માટે
પ્રખ્યાત તેવાં સર્વ શાસ્ત્રોમાં તથા પુરાણો તેમ જ ઇતિહાસોમાં
પણ પારંગત છો, કેમ કે તમે યોગ્ય માર્ગદર્શન હેઠળ તેમનું અધ્યયન
કર્યું છે અને તેમને સમજાવ્યાં પણ છે."

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.18


અન્તવન્ત ઈમે દેહા નિત્યસ્યોક્તાઃ શરીરિણઃ ।
અનાશિનોડપ્રમેયસ્ય તસ્માધુધ્યસ્વ ભારત ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.18

આ નાશરહિત, અપ્રમેય, નિત્યસ્વરૂપ જીવાત્માનાં આ સઘળાં
શરીરો નાશવંત કહેવાયાં છે; માટે હે ભરતવંશી અર્જુન! તું યુદ્ધ કર.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Saturday, 19 September 2026

શ્રીમદ્દ ભાગવતમ્ 1.1.5


त एकदा तु मुनयः प्रातर्हतहुताग्नयः ।
सत्कृतं सूतमासीनं पप्रच्छुरिदमादरात् ॥
શ્રીમદ્દ ભાગવતમ્ 1.1.5

એક દિવસ યજ્ઞવેદીનો અગ્નિ પ્રજવલિત કરીને તેમનાં
પ્રાતઃકર્મો પૂર્ણ કર્યા પછી તથા શ્રીલ સૂત ગોસ્વામીને
સન્માનપૂર્વક આસન અર્પણ કર્યા પછી, મહાન ઋષિઓએ
અત્યંત આદર સહિત નીચેની બાબતો વિશે પૃચ્છા કરી.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.17


અવિનાશિ તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ્ ।
વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત્કર્તુમર્હુતિ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.17

નાશરહિત તો તું તેને જાણ, જેનાથી આ સકળ
જગત-દૃશ્યવર્ગ વ્યાપ્ત છે. આ અવિનાશીનો વિનાશ
કરવા કોઈ પણ સમર્થ નથી.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Friday, 18 September 2026

શ્રીમદ્દ ભાગવતમ્ 1.1.4


नैमिषेऽनिमिषक्षेत्रे ऋषयः शौनकादयः ।
सत्रं स्वर्गायलोकाय सहस्त्रसममासत ॥ ४ ॥
શ્રીમદ્દ ભાગવતમ્ 1.1.4

એક વખત નૈમિષારણ્યના વનરૂપી પવિત્ર સ્થળે શૌનક
મુનિના પ્રતિનિધિત્વ હેઠળ મહાન ઋષિઓ ભગવાન તથા
તેમના ભક્તોની પ્રસન્નતા અર્થે એક હજાર વર્ષોનો મહાન
યજ્ઞ કરવા માટે એકત્રિત થયા.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.16


નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સતઃ ।
ઉભયોરપિ દૃષ્ટોઽન્તસ્ત્વનયોસ્તત્ત્વદર્શિભિઃ ||
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.16

અસત્ પદાર્થની સત્તા નથી અને સત્નો અભાવ નથી;
આ બન્નેનું તત્ત્વ તત્ત્વજ્ઞાની પુરુષોએ જોયું છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//