Tuesday, 30 September 2025

તું દુઃખી થયા વિના યુદ્ધ કર


द्रोणं च भीष्मं च जयद्रथं च कर्णं तथान्यानपि योधवीरान् |
मया हतांस्त्वं जहि मा व्यथिष्ठा युध्यस्व जेतासि रणे सपत्नान् ||
भ.गी. 11.34

દ્રોણાચાર્ય અને ભીષ્મપિતામહ અને જયદ્રથ અને કર્ણ તથા
બીજા બધા મારા વડે હણાયેલા શૂરવીરોને તું માર. તું દુઃખી
થયા વિના યુદ્ધ કર. યુદ્ધમાં તું નિઃસંદેહ વેરીઓને જીતીશ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 29 September 2025

આ બધાને મારવામાં નિમિત્તમાત્ર


तस्मात्त्वमुत्तिष्ठ यशो लभस्व जित्वा शत्रून्भुङ् क्ष्व राज्यं समृद्धम् |
मयैवैते निहता: पूर्वमेव निमित्तमात्रं भव सव्यसाचिन् ||
भ.गी. 11.33

માટે તું યુદ્ધ માટે ઉભો થઈ જા અને યશ પ્રાપ્ત કરી લે અને
શત્રુઓને જીતીને ધન-ધાન્યથી સમૃદ્ધ રાજ્યને ભોગવ. આ
સર્વે પહેલેથી જ મારા વડે જ હણાયેલા છે; હે સવ્યસાચી !
અર્થાત્ બન્ને હાથો વડે બાણ ચલાવનાર અર્જુન ! તું આ બધાને
મારવામાં નિમિત્તમાત્ર બની જા.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 27 September 2025

તારા યુદ્ધ કર્યા વિના પણ નથી રહેવાના


श्रीभगवानुवाच |
कालोऽस्मि लोकक्षयकृत्प्रवृद्धो लोकान्समाहर्तुमिह प्रवृत्त: |
ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे येऽवस्थिता: प्रत्यनीकेषु योधा: ||
भ.गी. 11.32

શ્રીભગવાન બોલ્યા : હું સંપૂર્ણ લોકોનો સંહાર કરનાર વધી ગયેલો
મહાકાળ છું અને અત્યારે હું આ બધા લોકોનો સંહાર કરવા માટે
અહીં આવ્યો છું તારા પ્રતિપક્ષીઓની સેનામાં જે યોદ્ધાઓ ઉભેલા
છે, એ બધા તારા યુદ્ધ કર્યા વિના પણ નથી રહેવાના.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 26 September 2025

આદિ પુરુષ આપને હું તત્ત્વથી જાણવા ઇચ્છુ છું


आख्याहि मे को भवानुग्ररूपो नमोऽस्तु ते देववर प्रसीद |
विज्ञातुमिच्छामि भवन्तमाद्यं न हि प्रजानामि तव प्रवृत्तिम् ||
भ.गी. 11.31

મને જણાવો કે ઉગ્ર રૂપધારી આપ કોણ છો? હે દેવોમાં
શ્રેષ્ઠ ! આપને નમસ્કાર કરું છું, આપ પ્રસન્ન થાઓ. આદિ
પુરુષ આપને હું તત્ત્વથી જાણવા ઇચ્છુ છું; કેમકે હું આપની
પ્રવૃત્તિને વાસ્તવિકરૂપે નથી સમજી શકતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 25 September 2025

આપનો ઉગ્ર પ્રકાશ બધાને સંતાપી રહ્યો છે


लेलिह्यसे ग्रसमान: समन्ताल्लोकान्समग्रान्वदनैर्ज्वलद्भि: |
तेजोभिरापूर्य जगत्समग्रं भासस्तवोग्रा: प्रतपन्ति विष्णो ||
भ.गी. 11.30

આપ પોતાના પ્રજ્વલિત મુખો દ્વારા સમસ્ત લોકોને ગળી
જતા હો એમ ચારે કોરથી વારંવાર ચાટી રહ્યા છો; અને હે
વિષ્ણો ! આપનો ઉગ્ર પ્રકાશ તેજથી સકળ જગતને ભરી
દઇને બધાને સંતાપી રહ્યો છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 24 September 2025

મોહને વશ થઈ પોતે નષ્ટ થવા માટે


यथा प्रदीप्तं ज्वलनं पतङ्गा विशन्ति नाशाय समृद्धवेगा: |
तथैव नाशाय विशन्ति लोकास्तवापि वक्त्राणि समृद्धवेगा: ||
भ.गी. 11.29

જેમ પતંગિયા મોહને વશ થઈ, પોતે નષ્ટ થવા માટે ઘણા વેગથી
ઉડતાં-ઉડતાં પ્રજ્વલિત અગ્નિમાં પ્રવેશતાં હોય છે, એમ જ આ બધા
લોકો પણ મોહવશ પોતાના નાશને માટે અતિ વેગથી દોડતા-દોડતા
આપનાં મુખોમાં પ્રવેશી રહ્યા છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 23 September 2025

સંસારના શ્રેષ્ઠ શુરવીરો આપનાં દેદીપ્યમાન મુખોમાં પ્રવેશી રહ્યા છે


यथा नदीनां बहवोऽम्बुवेगा: समुद्रमेवाभिमुखा द्रवन्ति |
तथा तवामी नरलोकवीरा विशन्ति वक्त्राण्यभिविज्वलन्ति ||
भ.गी. 11.28

જેમ નદીઓના અનેક જળપ્રવાહો સ્વાભાવિક જ સાગર તરફ
દોડે છે, એ જ રીતે પેલા સંસારના શ્રેષ્ઠ શુરવીરો પણ આપનાં
બધી બાજુએથી દેદીપ્યમાન મુખોમાં પ્રવેશી રહ્યા છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 20 September 2025

ઘણા વેગથી ભયંકર મુખોમાં પ્રવેશી રહ્યા છે


अमी च त्वां धृतराष्ट्रस्य पुत्रा: सर्वे सहैवावनिपालसङ्घै: |
भीष्मो द्रोण: सूतपुत्रस्तथासौ सहास्मदीयैरपि योधमुख्यै: ||
वक्त्राणि ते त्वरमाणा विशन्ति दंष्ट्राकरालानि भयानकानि |
केचिद्विलग्ना दशनान्तरेषु सन्दृश्यन्ते चूर्णितैरुत्तमाङ्गै: ||
भ.गी. 11.26-27

આપણા પક્ષના મુખ્ય મુખ્ય યોદ્ધાઓ સમેત ભીષ્મ, દ્રોણાચાર્ય
તથા પેલો કર્ણ પણ આપનામાં પ્રવેશી રહ્યા છે અને રાજાઓના
સમૂહો સમેત ધૃતરાષ્ટ્રના પેલા બધા જ પુત્રો, આપની વિકરાળ
તીણી દાઢોને લીધે વિકરાળ ભયંકર મુખોમાં ઘણા વેગથી પ્રવેશી
રહ્યા છે. એમાંના કેટલાક તો ચૂર્ણ થયેલા માંથાસાહિત આપના
દાંતોની વચ્ચે ફસાયેલા દેખાઈ રહ્યા છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Friday, 19 September 2025

હે દેવોના સ્વામી ! હે જગતના આધાર ! આપ પ્રસન્ન થાઓ


दंष्ट्राकरालानि च ते मुखानि दृष्ट्वैव कालानलसन्निभानि |
दिशो न जाने न लभे च शर्म प्रसीद देवेश जगन्निवास ||
भ.गी. 11.25

આપના પ્રલયકાળના અગ્નિ જેવાં પ્રજ્વલિત અને તીણી
દાઢોને લીધે વિકરાળ મુખોને જોઈને મને ન તો દિશાઓનું
જ્ઞાન થઈ રહ્યું છે અને ન શાન્તિ પણ મળી રહી છે. આથી
હે દેવોના સ્વામી ! હે જગતના આધાર ! આપ પ્રસન્ન થાઓ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 18 September 2025

બધી બાજુથી ખૂબ વિશાળ


नभ:स्पृशं दीप्तमनेकवर्णं व्यात्ताननं दीप्तविशालनेत्रम् |
दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा धृतिं न विन्दामि शमं च विष्णो ||
भ.गी. 11.24

કેમ કે હે વિષ્ણો ! આપના દેદીપ્યમાન, અનેક વર્ણો છે, આપ
આકાશને સ્પર્શ કરી રહ્યા છો, અર્થાત્ બધી બાજુથી ખૂબ વિશાળ
છો. આપનું મુખ પહોળું છે, આપના નેત્રો પ્રકાશમાન અને વિશાળ
છે. એવા આપને જોઈને, ભયભીત અંતઃકરણવાળો હું ધીરજ અને
શાંતિ નથી પામતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 17 September 2025

મહાન રૂપને જોઈને બધા લોકો વ્યાકુળ થઇ રહ્યા છે


रूपं महत्ते बहुवक्त्रनेत्रं महाबाहो बहुबाहूरुपादम् |
बहूदरं बहुदंष्ट्राकरालं दृष्ट्वा लोका: प्रव्यथितास्तथाहम् ||
भ.गी. 11.23

હે મહાબાહો ! આપના ઘણાં મુખ અને નેત્રોથી યુક્ત,
ઘણાં હાથ, જંઘા અને ચરણ ધરાવતા, અનેક ઉદરો
ધરાવતા અને ઘણી બધી વિકરાળ દાઢોવાળા મહાન
રૂપને જોઈને બધા લોકો વ્યાકુળ થઇ રહ્યા છે, તેમજ
હું પણ વ્યાકુળ થઇ રહ્યો છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 16 September 2025

બધાય ચકિત થઈને આપને જોઈ રહ્યા છે


रुद्रादित्या वसवो ये च साध्या विश्वेऽश्विनौ मरुतश्चोष्मपाश्च |
गन्धर्वयक्षासुरसिद्धसङ्घा वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे ||
भ.गी. 11.22

જે અગિયાર રુદ્રો અને બાર આદિત્યો આઠ વસુઓ, બાર
સાધ્યો, દસ વિશ્વદેવો અને બે અશ્વિનીકુમારો અને ઓગણપચાસ
મરુદ્ગણ અને ગરમ-ગરમ ભોજન કરનારા (સાત પિતૃઓ) તથા ગન્ધર્વ,
યક્ષ, અસુર અને સિદ્ધોના સમુદાયો છે, તે બધાય ચકિત થઈને આપને
જોઈ રહ્યા છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 15 September 2025

મહર્ષિ તેમજ સિદ્ધોના સમુદાયો આપની સ્તુતિ કરી રહ્યા છે


अमी हि त्वां सुरसङ्घा विशन्ति केचिद्भीता: प्राञ्जलयो गृणन्ति |
स्वस्तीत्युक्त्वा महर्षिसिद्धसङ्घा: स्तुवन्ति त्वां स्तुतिभि: पुष्कलाभि: ||
भ.गी. 11.21

તે જે દેવતાઓના સમૂહો આપનામાં પ્રવેશી રહ્યા છે તથા તેમાંના
કેટલાક તો ભયના માર્યા હાથ જોડીને આપનાં નામ અને ગુણોનું
ગાન કરી રહ્યા છે. મહર્ષિ તેમજ સિદ્ધોના સમુદાયો "કલ્યાણ થાઓ"
"મંગળ થાઓ" એમ કહીને ઉત્તમ-ઉત્તમ સ્તોત્રો દ્વારા આપની સ્તુતિ
કરી રહ્યા છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Saturday, 13 September 2025

સંપૂર્ણ આકાશ તથા સઘળી દિશાઓ, એકમાત્ર આપનાથી જ પરિપૂર્ણ


द्यावापृथिव्योरिदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वा: |
दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदं लोकत्रयं प्रव्यथितं महात्मन् ||
भ.गी. 11.20

હે મહાત્મા ! આ સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું સંપૂર્ણ આકાશ
તથા સઘળી દિશાઓ, એકમાત્ર આપનાથી જ પરિપૂર્ણ છે.
આપના આ અદભુત્ અને ઉગ્ર રૂપને જોઈને ત્રણેય લોક
વ્યથિત એટલે કે વ્યાકુળ થઈ રહ્યા છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 12 September 2025

આદિ, મધ્ય અને અંત વિનાના


अनादिमध्यान्तमनन्तवीर्यमनन्तबाहुं शशिसूर्यनेत्रम् |
पश्यामि त्वां दीप्तहुताशवक्त्रं स्वतेजसा विश्वमिदं तपन्तम् ||
भ.गी. 11.19

આપને હું આદિ, મધ્ય અને અંત વિનાના, અનન્ત સામર્થ્ય
ધરાવનાર, અપાર ભુજાઓવાળા, ચંદ્ર-સૂર્યરૂપી નેત્રોવાળા,
પ્રજ્વલિત અગ્નિરૂપી મુખવાળા અને પોતાના તેજથી આ
સંસારને સંતપ્ત જોઈ રહ્યો છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 11 September 2025

આપ જ અક્ષર બ્રહ્મ, પરમ આશ્રય, ધર્મના રક્ષક અને અવિનાશી સનાતન પુરુષ છો


त्वमक्षरं परमं वेदितव्यं त्वमस्य विश्वस्य परं निधानम् |
त्वमव्यय: शाश्वतधर्मगोप्ता सनातनस्त्वं पुरुषो मतो मे ||
भ.गी. 11.18

આપ જ જાણવાયોગ્ય પરમ અક્ષર (અક્ષર બ્રહ્મ) છો, આપ
જ આ સઘળા જગતના પરમ આશ્રય છો, આપ જ સનાતન
ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો,
એવો મારો મત છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 10 September 2025

નેત્રો દ્વારા મુશ્કેલીથી જોઈ શકાય એવા અને બધી બાજુએ અપ્રમેયસ્વરૂપ


किरीटिनं गदिनं चक्रिणं च तेजोराशिं सर्वतो दीप्तिमन्तम् |
पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्ताद्दीप्तानलार्कद्युतिमप्रमेयम् ||
भ.गी. 11.17

હું આપને મુકુટ, ગદા, ચક્ર તથા શંખ અને પદ્મ ધારણ કરેલા
જોઈ રહ્યો છું. આપને બધી બાજુએ તેજના પુંજસ્વરૂપ, પ્રકાશમાન
દૈદીપ્યમાન અગ્નિ જેવી કાન્તિવાળા, નેત્રો દ્વારા મુશ્કેલીથી જોઈ શકાય
એવા અને બધી બાજુએ અપ્રમેયસ્વરૂપ જોઈ રહ્યો છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 9 September 2025

સર્વ તરફથી અનન્ત રૂપોવાળા


अनेकबाहूदरवक्त्रनेत्रं पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम् |
नान्तं न मध्यं न पुनस्तवादिं पश्यामि विश्वेश्वर विश्वरूप ||
भ.गी. 11.16

હે વિશ્વરૂપ ! હે વિશ્વેશ્વર ! આપને હું અસંખ્ય ભુજાઓ,
ઉદરો, મુખો અને નેત્રોવાળા તેમજ સર્વ તરફથી અનન્ત
રૂપોવાળા જોઈ રહ્યો છું. હું આપના ન આદિને, ન મધ્યને
અને ન તો અંતને પણ જોઈ રહ્યો છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 8 September 2025

હે દેવ ! હું આપના શ્રીવિગ્રહમાં જોઈ રહ્યો છું


अर्जुन उवाच |
पश्यामि देवांस्तव देव देहे सर्वांस्तथा भूतविशेषसङ्घान् |
ब्रह्माणमीशं कमलासनस्थ-मृषींश्च सर्वानुरगांश्च दिव्यान् ||
भ.गी. 11.15

અર્જુન બોલ્યા - હે દેવ ! હું આપના શ્રીવિગ્રહમાં સઘળા
દેવોને તથા પ્રાણીઓના વિશેષ-વિશેષ સમુહોને, અને
કમળના આસન પર બિરાજેલા બ્રહ્માજીને, શંકરજીને,સમસ્ત
ઋષિઓને અને દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 6 September 2025

વિશ્વરૂપને મસ્તકથી પ્રણામ


तत: स विस्मयाविष्टो हृष्टरोमा धनञ्जय: |
प्रणम्य शिरसा देवं कृताञ्जलिरभाषत ||
भ.गी. 11.14

ભગવાનના વિશ્વરૂપને જોઈને તે ધનંજય આશ્ચર્યમાં
ડૂબેલા અને આશ્ચર્યને લીધે તેમનું શરીર રોમાંચિત થઈ
ગયું. તે હાથ જોડીને વિશ્વરૂપને મસ્તકથી પ્રણામ કરીને
સ્તુતિ કરવા લાગ્યા.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 5 September 2025

એક જગ્યાએ સ્થિત અનેક પ્રકારે વિભાગોમાં વિભાજિત સંપૂર્ણ જગત


तत्रैकस्थं जगत्कृत्स्नं प्रविभक्तमनेकधा |
अपश्यद्देवदेवस्य शरीरे पाण्डवस्तदा ||
भ.गी. 11.13

એ વખતે પાંડુપુત્ર અર્જુને દેવોના દેવ
ભગવાનના તે શરીરમાં એક જગ્યાએ
સ્થિત અનેક પ્રકારે વિભાગોમાં વિભાજિત
સંપૂર્ણ જગતને જોયું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 4 September 2025

એક સાથે હજારો સૂર્યોનો પ્રકાશ પરમાત્માના પ્રકાશ જેટલો થઈ શકે નહીં


दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता |
यदि भा: सदृशी सा स्याद्भासस्तस्य महात्मन: ||
भ.गी. 11.12

જો આકાશમાં એક સાથે હજારો સૂર્યોનો ઉદય થઈ
જાય, તો પણ તે બધાનો પ્રકાશ મળીને તે મહાત્મા
વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશ જેટલો થઈ શકે નહીં.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//