Tuesday, 15 September 2026

શ્રીમદ્દ ભાગવતમ્ 1.1.1

સ્કંધ 1 અધ્યાય 1 શ્લોક 1

ॐ नमो भगवते वासुदेवाय
जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञः स्वराट् तेने ब्रह्म हृदा य आदिकवये मुह्यन्ति यत्सूरयः । 
तेजोवारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गोऽमृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ॥


હે મારા ભગવાન કૃષ્ણ, વસુદેવના પુત્ર, હે સર્વવ્યાપી પરમેશ્વર, આપને મારાં સાદર નમ્ર પ્રણામ હો. હું ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન ધરું છું, કારણ કે તેઓ પરમ સત્ય છે અને સમસ્ત પ્રગટ બ્રહ્માંડોનાં સર્જન, પાલન અને સંહારનાં તમામ કારણોના આદિકારણ છે. તેઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સમસ્ત સૃષ્ટિના સર્વજ્ઞ છે અને તેઓ સંપૂર્ણ સ્વતંત્ર છે, કારણ કે તેમનાથી પર બીજું કોઈ કારણ નથી. બ્રહ્માંડના આદિજીવ બ્રહ્માજીના હૃદયમાં વૈદિક જ્ઞાનનો સર્વપ્રથમ સંચાર તેમણે જ કર્યો. તેમની માયાથી મોહિત થયેલાને ક્યારેક અગ્નિમાં જળ અને ક્યારેક જળમાં ભૂમિ દેખાવારૂપ ભ્રમણા થાય છે. મહાન ઋષિઓ તથા દેવતાઓ સુધ્ધાં તેમની આવી માયાથી મોહિત થઈ જાય છે. પ્રકૃતિના ત્રણ ગુણોની પ્રતિક્રિયાથી પ્રગટ થતાં નાશવંત ભૌતિક બ્રહ્માંડો તેમને જ કારણે અવાસ્તવિક હોવા છતાં વાસ્તવિક ભાસે છે. ભૌતિક જગતની માયાથી સદૈવ મુક્ત એવા પોતાના દિવ્ય ધામમાં નિત્ય વસતા તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનું હું ધ્યાન ધરું છું. વળી, તેઓ પરમ સત્ય છે તેથી હું તેમનું ધ્યાન ધરું છું.


//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:

Post a Comment