Thursday, 31 October 2024

शुभ दीपावली


धूमेनाव्रियते वह्निर्यथादर्शो मलेन च |
यथोल्बेनावृतो गर्भस्तथा तेनेदमावृतम् ||
भा.गी. 3.38

જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ
ઢંકાઈ જાય છે તથા જેમ ઓરથી ગર્ભ
ઢંકાયેલો રહે છે, તેમજ એ કામના વડે
આ જ્ઞાન અર્થાત્ વિવેક ઢંકાયેલું રહે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 30 October 2024

કામના જ પાપનું કારણ છે


श्रीभगवानुवाच |
काम एष क्रोध एष रजोगुणसमुद्भव: ||
महाशनो महापाप्मा विद्ध्येनमिह वैरिणम् ||

શ્રીભગવાન બોલ્યા : રજોગુણમાંથી ઉત્પન્ન આ
કામ અર્થાત્ કામના જ પાપનું કારણ છે આ કામ
જ ક્રોધ માં રૂપાંતર થાય છે. આ ઘણું ખાનારો
અને મહાપાપી છે. આ બાબતમાં તું આને જ
વેરી જાણ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 29 October 2024

પાપનું આચરણ


अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुष: |
अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजित: ||
भा.गी. 3.36

અર્જુન બોલ્યા:- હે વાર્ષ્ણેય ! તો પછી આ મનુષ્ય પોતે
ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી
પ્રેરાઈને પાપનું આચરણ કરે છે ?


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 28 October 2024

અન્યનો ધર્મ ભયપ્રદ છે


श्रेयान्स्वधर्मो विगुण: परधर्मात्स्वनुष्ठितात् |
स्वधर्मे निधनं श्रेय: परधर्मो भयावह: ||
भा.गी. 3.35

સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ
કરતાં ગુણોની કમીવાળો પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે.
પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે
અને અન્યનો ધર્મ ભયપ્રદ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 26 October 2024

કલ્યાણમાર્ગમાં વિઘ્નો નાખનારા શત્રુ


इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ |
तयोर्न वशमागच्छेत्तौ ह्यस्य परिपन्थिनौ ||

भा.गी. 3.34

ઇન્દ્રિય - ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક
ઇન્દ્રિયના પ્રત્યેક વિષયમાં મનુષ્યના રાગ અને
દ્વેષ વ્યવસ્થાથી (અનુકૂળતા અને પ્રતિકૂળતાને
લઈને) સ્થિત છે. મનુષ્યે એ બન્નેને વશ ન થવું
જોઈએ; કેમ કે તે બન્નેય એના કલ્યાણમાર્ગમાં
વિઘ્નો નાખનારા શત્રુ છે.

// हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे //

Friday, 25 October 2024

જીવો તેમની કુદરતી વૃત્તિઓ દ્વારા પ્રેરિત છે


                       सदृशं चेष्टते स्वस्या: प्रकृतेर्ज्ञानवानपि |
                       प्रकृतिं यान्ति भूतानि निग्रह: किं करिष्यति ||
                       भा.गी. 3.33

                       સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પ્રાપ્ત થાય છે એટલે કે 
                       તમામ જીવો તેમની કુદરતી વૃત્તિઓ દ્વારા પ્રેરિત 
                       છે. જ્ઞાની મહાપુરુષ પણ પોતાની પ્રકૃતિ અનુસાર 
                       ચેષ્ટા કરે છે. પછી એમાં કોઈનો દુરાગ્રહ શા કામનો?


                        //हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
                            हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 24 October 2024

સર્વ જ્ઞાનોમાં મોહિત અને અવિવેકી મનુષ્યોને નષ્ટ થયેલા જ સમજો


                        ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् |
                        सर्वज्ञानविमूढांस्तान्विद्धि नष्टानचेतस: ||
                        भा.गी. 3.32

                        પરંતુ જે માણસો દોષદૃષ્ટિ કરીને મારા આ 
                        મત અનુસાર નથી ચાલતા, તે સર્વ જ્ઞાનોમાં 
                        મોહિત અને અવિવેકી મનુષ્યોને નષ્ટ થયેલા
                        જ સમજો અર્થાત્ તેમનું પતન જ થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//