Friday, 31 January 2025

"સંન્યાસ" ને જ તું યોગ જાણ


यं संन्यासमिति प्राहुर्योगं तं विद्धि पाण्डव |
न ह्यसंन्यस्तसङ्कल्पो योगी भवति कश्चन ||
भा.गी. 5.2

હે અર્જુન ! લોકો જેને "સંન્યાસ" એવું કહે છે,
એને જ તું યોગ જાણ; કેમકે સંકલ્પોનો ત્યાગ
ન કરનાર કોઈ પણ માણસ યોગી નથી થઈ
શકતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 30 January 2025

સંન્યાસી તથા યોગી


श्रीभगवानुवाच |
अनाश्रित: कर्मफलं कार्यं कर्म करोति य: |
स संन्यासी च योगी च न निरग्निर्न चाक्रिय: ||
भा.गी. 6.1

શ્રીભગવાન બોલ્યા-કર્મફળનો આશ્રય લીધા વિના
જે માણસ કર્તવ્ય કર્મ કરે છે, તે જ સંન્યાસી તથા
યોગી છે અને કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી
નથી હોતો. અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી
નથી હોતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 29 January 2025

ભક્ત શાન્તિને પ્રાપ્ત થઈ જાય છે


भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरम् |
सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति ||
भा.गी. 5.29

મને સર્વ યજ્ઞો અને તપોનો ભોક્તા સકળ
લોકોના ઈશ્વરનોય ઈશ્વર તેમજ સઘળાં પ્રાણીઓનો
સુહૃદ્ એટલે કે સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમી જાણીને
(ભક્ત) શાન્તિને પ્રાપ્ત થઈ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 27 January 2025

કેવળ મોક્ષપરાયણ તથા ઈચ્છા, ભય અને ક્રોધ વિનાનો


स्पर्शान्कृत्वा बहिर्बाह्यांश्चक्षुश्चैवान्तरे भ्रुवो: |
प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ ||
यतेन्द्रियमनोबुद्धिर्मुनिर्मोक्षपरायण: |
विगतेच्छाभयक्रोधो य: सदा मुक्त एव स: ||
भा.गी. 5.27-28

બહારના પદાર્થોને બહાર જ ત્યજીને અને આંખોની
દ્રષ્ટિને ભ્રમરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકમાં
વિચરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેણે
ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને જીતી લીધા છે, એવો જે
કેવળ મોક્ષપરાયણ છે તથા જે ઈચ્છા, ભય અને ક્રોધ
વિનાનો થઈ ગયો છે, તે મુનિ સદા મુક્ત જ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 25 January 2025

શરીર હોય ત્યારે કે મૃત્યુ પછી પણ


कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम् |
अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम् ||
भा.गी. 5.26

કામ-ક્રોધથી સર્વથા રહિત, જીતેલા મનવાળા
અને સ્વરૂપનો સાક્ષાત્કાર કરી ચુકેલા સાંખ્યયોગીઓ
માટે શરીર હોય ત્યારે કે મૃત્યુ પછી પણ એટલે કે ચારે
કોર નિર્વાણ બ્રહ્મ પરિપૂર્ણ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 24 January 2025

જેમનું શરીર, મન, ઇન્દ્રિયો સહીત વશમાં છે


लभन्ते ब्रह्मनिर्वाणमृषय: क्षीणकल्मषा: |
छिन्नद्वैधा यतात्मान: सर्वभूतहिते रता: ||
भा.गी. 5.25

જેમનું શરીર, મન, ઇન્દ્રિયો સહીત વશમાં છે,
જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રત છે જેમના
સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચુક્યા છે,
જેમનાં સઘળાં પાપ નષ્ટ થઈ ચૂક્યાં છે, તે વિવેકી
સાધકો શાન્ત બ્રહ્મને પામે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 23 January 2025

માત્ર પરમાત્મામાં સુખવાળો


योऽन्त:सुखोऽन्तरारामस्तथान्तज्र्योतिरेव य: ।
स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति ।।
भा.गी. 5.24

જે માણસ માત્ર પરમાત્મામાં સુખવાળો અને કેવળ
પરમાત્મામાં રમણ કરવાવાળો છે અને જે કેવળ
પરમાત્મામાં જ્ઞાનવાળો છે, તે બ્રહ્મમાં પોતાની
સ્થિતિનો અનુભવ કરવાવાળો (બ્રહ્મરૂપ બનેલો)
સાંખ્યયોગી નિર્વાણ બ્રહ્મને પામે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//