Wednesday, 8 November 2023

પરમેશ્વરથી આકર્ષણ


આ સંસારમાં આશ્ચર્યચકિત કરી નાખતું પ્રાકૃતિક સૌંદર્ય
ભગવાનના દિવ્ય શરીર ના વિકૃત પ્રતિબિંબ જેવું ગણી શકાય.
ભગવાન પ્રાકૃતિક સૌંદર્યના મહત્ત્વને ઘટાડતા નથી, પણ જે 
વ્યક્તિ ભગવાનના સૌંદર્યથી આકર્ષિત થાય છે તેને પ્રાકૃતિક 
સૌંદર્ય નું આકર્ષણ રહેતું નથી. શ્રીમદ્દ ભગવદ્દ ગીતા માં વર્ણવ્યું 
છે કે જે પરમેશ્વરથી આકર્ષાયો હોય તે તેમનાથી નિમ્ન કક્ષાની 
અન્ય કોઈ વસ્તુથી આકર્ષાય જ નહિ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Tuesday, 7 November 2023

ઉત્કૃષ્ટ રસ


विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः |
रसवर्जं रसोડप्यस्य परं द्रष्ट्वा निवर्तते ||

દેહધારી જીવને ઇન્દ્રિયભોગ પરત્વે ભલે પ્રતિબંધિત કરવામાં 
આવે, તો પણ વિષયોને ભોગવવાની ઈચ્છા રહે છે. પરંતુ 
શ્રીકૃષ્ણભાવનામય ઉત્કૃષ્ટ રસનો અનુભવ થયા પછી, વિષયોનો 
રસ જતો રહે છે અને તે ભક્તિમાં સ્થિર થઈ જાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Monday, 6 November 2023

શક્તિમાન અને હોશિયાર


શ્રીમદ્દ ભગવદ્દગીતામાં ફળ માટે કાર્ય કરનાર માણસને મૂઢ અથવા મૂર્ખ 
તરીકે વર્ણવ્યા છે. આવા મૂર્ખ જીવો થોડાક ક્ષણિક લાભના બદલામાં 
શાશ્વત બંધનમાં પડવું પડતું હોય એવાં કાર્ય કરવાને અતિ ઉત્સાહી હોય 
છે. વ્યક્તિ અગર આખી જિંદગી વૈતરું કરી પોતાનાં બાળકો માટે પાછળ 
ઘણી મૂડી મૂકી જવાને શક્તિમાન બને તો પોતાની જાતને ખુબ હોશિયાર 
માને છે. અને આ રીતે આ ક્ષણિક લાભ પ્રાપ્ત કરવા તે બધી જ પાપી પ્રવૃતિઓ 
આચરવાનું જોખમ પણ ખેડે છે. પણ તેને એ જ્ઞાન નથી હોતું કે આવી પ્રવૃતિઓ 
તેને શાશ્વત કાળ માટે ભૌતિક બંધનની બેડીઓથી જકડાયેલી રાખે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Saturday, 4 November 2023

સુખ અનુભવ


यश्च मूढतमो लोके यश्च बुद्धेः परं गतः |
तावुभौ सुखमेधेते क्लिश्यत्यन्तरितो जनः ||

સૌથી મૂર્ખ લોકો તેમ જ પરમ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત 
કરેલ સૌથી બુદ્ધિશાળીઓ એ બે જ જાતના માણસો 
આ લોકમાં સુખ અનુભવે છે, તેમની વચ્ચેની બધી જ 
વ્યક્તિઓ ભૌતિક દુઃખો ભોગવે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Friday, 3 November 2023

સર્વ દુઃખોનું સંપૂર્ણ શમન


यदेन्द्रियोपरामोડथ द्रष्ट्रात्मनि परे हरौ |
विलीयन्ते तदा क्लेशाः संसुप्तस्येव कृत्स्नशः ||

  જયારે સર્વ ઇન્દ્રિયો દ્રષ્ટા એવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની 
સેવામાં જ નિમગ્ન થઇ સંતુષ્ટ થઇ જાય, ત્યારે ગાઢ નિદ્રામાંથી 
જાગ્રત થયેલા મનુષ્યની જેમ સર્વ દુઃખોનું સંપૂર્ણ શમન થઇ જાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Thursday, 2 November 2023

કર્ણનો ખરો હેતુ


एकान्तलाभं वचसो नु पुंसां सुश्लोकमौलेर्गुणवादमाहुः |
श्रुतेश्च विद्वद्भिरूपाकृतायां कथासुधायामुपसम्प्रयोगम् ||

પવિત્ર ક્રિયાઓ કરનાર ભગવાનની કીર્તિ અને પ્રવૃતિઓની ચર્ચામાં પ્રવૃત્ત 
થવું એ માનવ-જીવનની સર્વોત્તમ પૂર્ણતાનો લાભ છે. મહાવિદ્વાન ઋષિઓએ 
આવી પ્રવૃત્તિઓનું સુંદર સંપાદન કરી તેમને એવી વ્યવસ્થિત ગ્રંથસ્થ કરી છે કે 
માત્ર તેમનાં ચરણો પાસે બેસવાથી જ કર્ણનો ખરો હેતુ સિદ્ધ થઇ જાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Wednesday, 1 November 2023

કૃષ્ણ- વિજ્ઞાન


किबा विप्रा, किबा न्यासी, शूद्रा केने नय,
येइ कृष्ण-तत्त्व-वेत्ता, सेइ "गुरु" हय.

  વ્યક્તિ ભલે બ્રાહ્મણ કે શુદ્ર કે સંન્યાસી હોય,
પણ જો તે વિષ્ણુ ભગવાનના ભક્તનું પદ પ્રાપ્ત 
ન કરે એટલે કે કૃષ્ણ- વિજ્ઞાનમાં પારંગત ન હોય 
ત્યાં સુધી તે આધ્યાત્મિક ગુરુ ન થઇ શકે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।