Tuesday, 28 February 2023

ચરણ આશ્રય


बार बार मागउ कर जोरे, मनु परिहरे चरन जनि भोरें.
 
હે મારા વ્હાલા સ્વામી પ્રભુ શ્રી રામ પ્રભુ શ્રી કૃષ્ણ,
હું બે હાથ જોડી એટલું જ માંગુ છું કે - ભૂલે ચુકે પણ 
મારું મન તમારા ચરણ નો આશ્રય ના છોડે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  

 

Monday, 27 February 2023

સદગુરુ ના આશીર્વાદ


દેવ - દેવી કે સદગુરુ ના આશીર્વાદ વગર કોઈ સત્કર્મ જલ્દી સિદ્ધ થતું નથી.

આજે સંસારમાં ધનની ખોટ નથી પણ આશીર્વાદ ની ખોટ છે ધન દઈને 
આશીર્વાદ માંગે કે ધન લઈને આશીર્વાદ આપે તેનું કોઈ મૂલ્ય નથી.
આશીર્વાદ લેવાના નથી હોતા તેને તો ઝીલવાના હોય,
આશીર્વાદ દેવાના નથી હોતા, વરસાવવાના હોય છે.
એકમાં સમર્પણ ભાવ વરસે છે, બીજામાં આશિષ ભાવ વરસે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

Saturday, 25 February 2023

સ્થિર મનુષ્ય


यद्च्छालाभसंतुष्टो द्वन्दातीतो विमत्सरः |
समः सिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते ||    

જે મનુષ્ય અનાયાસે થતા લાભ થી સંતુષ્ટ રહે છે, જે દ્વૈતભાવ થી રહિત છે 
તથા ઈર્ષા કરતો નથી, સફળતા તેમ જ નિષ્ફળતા બન્નેમાં સ્થિર રહે છે,
તે કર્મ કરતો હોવા છતાં પણ કદાપિ બંધાતો નથી.
(विमत्सर=ઇર્ષ્યારહિત તથા સિદ્ધિ અને અસિદ્ધિ માં સમભાવવાળો) 

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


 

Wednesday, 22 February 2023

દોષ ની ક્ષમા

ભગવાન સર્વ દોષ ની ક્ષમા કરે છે પણ અભિમાન ની ક્ષમા નથી કરતા.
અભિમાન કરવા જેવું આપણી પાસે છે પણ શું ? આ જગતમાં રાય રંક 
બને છે ને રંક રાય બને છે તેવા અસંખ્ય દાખલાઓ આપણે જોઈએ છીએ.
લાખ ની રાખ થતા વાર નથી લાગતી, પછી અભિમાન કેવું ?

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Tuesday, 21 February 2023

પ્રભુ પ્રાગટ્ય નો ઉત્સવ

જીવનમાં રોજ પ્રભુ પ્રાગટ્ય નો ઉત્સવ કરવો જોઈએ. ઉત્સવ બહાર નહિ 
પણ હૃદય માં કરવાનો છે. હૃદય  માં ઈશ્વર પ્રગટે ત્યારે માનવી દેહમાં હોવા છતાં 
દેહનું ભાન ભૂલી જાય છે.
એક થી આઠ સુધીના અંક અષ્ટધા પ્રકૃતિના સૂચક છે નવ નો અંક એ સગુણ બ્રહ્મ નું સૂચક છે.
આઠ સુધી પ્રકૃતિ નો (માયાનો) વિસ્તાર અને તે પછી, નવ ના રૂપે પૂર્ણ બ્રહ્મ નું પ્રાગટ્ય.
ઉત્ એટલે ઈશ્વર અને સવ એટલે પ્રાગટ્ય ઈશ્વર નું પ્રાગટ્ય એ - ઉત્સવ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 

 

Monday, 20 February 2023

પ્રભુ વેદોથી પર છે


પ્રભુ શ્રી રામ ના જન્મ સમયે જ્યારે દશરથ રાજા રામજી ને મધ ચટાડતા હતા 
ત્યારે તેમણે ઋષિ વશિષ્ઠ ને કહ્યું કે તમે વેદ મંત્ર કેમ બોલતા નથી,
ત્યારે ઋષિ વશિષ્ઠ એ કહ્યું હું શું વેદમંત્રો બોલું ? રામ ના દર્શન કરતા હું તે ભૂલી 
ગયો છું, અરે હું તો મારુ નામ પણ ભૂલી ગયો છું.

तत्र वेदा अवेदा भवन्ति | अत्र मर्त्यो अमर्त्यो भवति, अत्र ब्रह्म समश्रुते ||

 પ્રભુ વેદોથી પર છે, જ્ઞાન થી પણ પર છે, ઈશ્વરનો સાક્ષાત્કાર થયા પછી વેદો ની 
પણ જરૂર નથી.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Saturday, 18 February 2023

આજાનબાહુ

                શ્રીરામ આજાનબાહુ છે. આજાન બાહુ એટલે ઘૂંટણ સુધીના લાંબા હાથ વાળા.
કોઈકે પૂછ્યું કે - પ્રભુ તમે આવા લાંબા હાથ કેમ રાખ્યા છે ? તો પ્રભુ એ જવાબ આપ્યો કે -
મારા ભક્તો મને મળવા આવે છે તેમને હું ભેટું છું. વિવિધ જાતના ભક્તો માં જો કોઈ 
રૂષ્ટ - પુષ્ટ (જાડો) આવે તો તેને પણ ભેટી શકાય  એટલા માટે મેં મારા હાથ લાંબા રાખ્યા છે.
પ્રભુ તેના દરેક ભક્તો ની કેટલી ચિંતા કરે છે ?

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।